Saturday, Mar 22, 2025

ફૂડ સેફ્ટી લાઇસન્સના બદલામાં પૈસા પડાવનારા નકલી અધિકારીઓનીં ગેંગ ઝડપાઈ

2 Min Read

સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઇ રહ્યા છે. સરથાણા પોલીસે હવે નકલી SMC કર્મચારી ઝડપી પાડ્યો છે. પોતાને વકીલ ગણાવતો રોહનગીરી ગોસ્વામી નામનો શખ્સ SMC કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાઇસન્સ કાઢી આપતો હતો.

આ કામ માટે તેને બે મહિલાને પણ નોકરી પાર રાખી હતી. છેલ્લાં એક વર્ષમાં 350થી વધુ FSSAIના બોગસ લાઇસન્સ કાઢી આપ્યા હતા આમ 9 લાખ 10 હાજર રૂપિયા ખિસ્સામાં ભરી લીધા હતા હાલ તો આ મામલે સરથાણા પોલીસે બે મહિલા સહીત ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

FSSAI લાયસન્સના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરતા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.. આરોપીઓના નામ રોહનગીરી ગોસ્વામી,કોમલ પરમાર અને શોભના જાલોધરા છે.. દુકાનમાં વેપારી સાથે લાયસન્સના નામે ઠગાઈ કરતાં હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. પોલીસે હાલ ત્રણેયની પૂછપરછના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરવાની કવાયત શરૂ કરી છે..

શહેરના જુદા જુદા વિસ્તારોમાં તો આવા લેભાગુ તત્વો સક્રિય છે પણ ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટોળકી વધુ સક્રિય હતી. સરથાણા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખારીપાણીની દુકાનો ધમધમે છે. આવો દુકાનોના સંપર્ક કરી દુકાનદારો વિવિધ પ્રકે વાતોમાં ભરમાવીને FSSAIનું બોગસ લાઇસન્સ થોડીક મિનિટમાં પકડાવી દેવાય છે. આના માટે રૂ 100 ઓનલાઇન ફ્રી અને રૂ 2680 વિવિધ ચાર્જના નામે વસૂલતો હતો. એની રસીદો પણ આપતો હતો આ લેભાગુ ટોળકીના અનેક લોકો ભૉગ બન્યા હતા. આ મામલે સરથાણા પોલીસે તાપસમાં હાથ ધટી હતી.

આ પણ વાંચો :-

Share This Article