Home Blog Page 584

૩૦ નવેમ્બર, ૨૦૨૪/ શનિવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવકનું પ્રમાણ ધટવા પામે. મોજશોખમાં ખર્ચ કરવાની ઇરછા થાય. માતાના આરોગ્યની કાળજી રાખવી. જરૂરી. અગત્યના નાણાંકીય રોકાણોમાં સાવચેતી રાખવી જરૂરી. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો.

વૃષભઃ

માનસિક શાંતિ જળવાય. ભાગીદારીના ધંધામાં આનંદ વધે. રોમાંસનો અનુભવ થાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય. જુના મિત્રોના મિલન મુલાકાત શકય બને. અપચન પેટની તકલીફ રહે.

મિથુનઃ

નાના-ભાઇ બહેનોનો તરફથી ‌િંચંતાનું વાતાવરણ પેદા થાય. બિન જરૂરી ખર્ચ કરવો પડી શકે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સંભવે.

કર્કઃ

સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિધાર્થી વર્ગને સફળતા મળતી જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ ક્ષાનતંતુની સમસ્યા રહે.

સિંહઃ

હયાત રોકાણો થી ફાયદો થાય. નવા નાણાંકીય રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નોકરી ધંધામાં સફળતા મળતી જણાય. માતૃ સુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય. નવા વાહન ની ખરીદી શકય બને.

કન્યાઃ

પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જ‍ળવાય. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. ભાગ્યનો સાથ મળતા ઓછી મહેનતે કાર્ય સફળતા મળતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે.

તુલાઃ

નાના ભાઇ બહેનોની પ્રગતિ થતી જણાય. એમના તરફથી શાંતિનો અનુભ‍વ કરી થાય. નાણાંકીય ક્ષેત્રે મજબૂતાઇનો અનુભવ કરી શકાય. નોકરી ધંધામાં રાહતનો અનુભવ થાય. સ્વાસ્થય સારૂં રહેવા પામે. આનંદમય દિવસ.

વૃશ્ચિકઃ

માનસિક સ્થિરતા જ‍ળવાય. આનંદની અનુભુતિ થતી જણાય. આપના મનનો તાગ કાઢવો અન્ય ને માટે અશકય બને. દામ્મપત્ય જીવનમાં સ્નેહના પુષ્ય ખીલતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને.

ધનઃ

આજે આવકનું પ્રમાણ મર્યાદિત રહેતું જણાય. આકસ્મિક ખર્ચની શકયતા છે. નકારાત્મક વિચારો હાવી થતા જણાય. શરદી-ખાંસી કફથી સાવધાની જરૂરી છે. પરિવારના સ્ત્રીવર્ગની ત‌બિયત ચિંતા ઉપજાવે.

મકરઃ

લક્ષ્મીની પ્રાપ્તિ સરળ બને. યોગ્ય ખર્ચ કરવાની સરળતા વધતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. જુના મિત્રો તરફથી લાભ મળે. નવા સંબંધો ફાયદા કારક પૂરવાર થતા જણાય.

કુંભઃ

નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. નવા નોકરી કે ધંધાની શરૂઆત શકય બને. માતા-પિતા તરફથી લાભી શકયતા છે. માતાપિતાનું આરોગ્ય જળવાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

મીનઃ

આવકનું પ્રમાણ જળવાય. ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદ. સ્ટેશનરી પ્રિન્ટીંગ એક્ષપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં લાભ. હાડકાનો દુઃખાવો રહે.

ગુજરાત ATSનું મોટું ઓપરેશન, પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયો

0

ગુજરાત ATSએ ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારે હનીટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા અને ઘણી વખત કેટલાક રૂપિયાની લાલચમાં પણ મહત્વની માહિતી ત્યાં પહોંચતી હતી. આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો આ સમગ્ર માહિતી એટીએસ ને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાત ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનને પહોંચતી હતી. આ સમગ્ર મામલે કેટલાક દિવસથી ગુજરાત એટીએસની ટીમ ઓખાના એક વ્યક્તિને ટ્રેક કરી રહી હતી. જેનું નામ દિનેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે.

દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જ્યાં નોકરી કરતો હતો તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ખંડવામાં મશાલ જુલૂસ દરમિયાન આગ લાગી, 50થી વધુ દાઝયા

0

મધ્ય પ્રદેશના ખંડવામાં મશાલ જુલૂસના સમાપન સમારોહમાં દુર્ઘટના ઘટી. મશાલ મૂકતી વખતે અમુક ઊંધી થઈ ગઈ અને આગ ભડકી ગઈ. દુર્ઘટનામાં 50થી વધુ લોકો સળગી ગયા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જુલૂસમાં એક હજારથી વધુ મશાલો હતી.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો ઝડપથી દોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત મશાલ કાર્યક્રમમાં લોકોએ ભાગ લીધો હતો. ખંડવા આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

ખંડવાના એસપી મનોજ રાયે જણાવ્યું કે આ અકસ્માત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન થયો હતો. ક્લોક ટાવર પર આ કાર્યક્રમ પૂરો થવા આવ્યો ત્યારે મશાલ મૂકતી વખતે કેટલીક મશાલ ઊંધી પડી ગઈ, જેના કારણે તેની અંદર જે તેલ અને વહેર હતું તેના લીધે આસપાસ મશાલ ભડકી ગઈ. જેથી ત્યાં કુંડાળું બનીને ઉભેલા લોકો દઝાઈ ગયા.

કાર્યક્રમ ખંડવાના બડાબમ ચોકમાં ગુરુવારની સાંજે આયોજિત કરવામાં આવ્યો હતો. સમાપન પહેલા રાત્રે લગભગ 11 વાગે મશાલ જુલૂસ કાઢવામાં આવ્યુ. લગભગ 1000 મશાલ સળગાવવાનો કાર્યક્રમ હતો પરંતુ 200 મશાલ જ સળગાવવામાં આવી હતી. અડધો કલાક સુધી મશાલ જુલૂસ કાઢવામાં આવ્યુ. ઘંટાઘર ચોક પર સમાપન દરમિયાન લોકો મશાલ મૂકવા લાગ્યા. અચાનક અમુક મશાલ ઉલટી થઈ ગઈ અને તેણે ઝડપથી આગ પકડી લીધી. એકદમ આગની લપેટો વધવાથી લોકો તેનાથી સળગી ગયા. ઘટના બાદ ત્યાં અફરા-તફરી અને ભાગદોડ મચી ગઈ.

આ પણ વાંચો :-

મહેસાણા- મોરબી અને અમદાવાદમાં ઇન્કમ ટેક્સના દરોડા

0

અમદાવાદમાં પણ IT વિભાગના દરોડા પડ્યા છે. પ્રખ્યાત ટ્રોગોન ગ્રુપના ભાગીદારોના ઘર, ઓફિસમાં દરોડા પડ્યા છે. અમદાવાદ, મોરબી, મહેસાણામાં સવારથી જ આવક વેરાના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં ITના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. મળતા અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં બેનામી વહિવટ ઝડપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે.

મોરબીના વિખ્યાત મહેન્દ્ર પટેલ જૂથ કે જે કન્સ્ટ્રકશન બીઝનેશ સાથે સંકળાયેલ છે, તેમના બે બંગલી-4 સાઇટ- ઓફીસો ઉપરાંત આ જૂથ સાથે સંકળાયેલ મોરબીની તીર્થક મીલ, સોહમ મીલ, અમદાવાદ-મહેસાણા રાધે બીલ્ડર જૂથ ઉપર મોટા પાયે દરોડા પડયા છે, એકબીજા સાથે સંકળાયેલ કુલ 7 બીઝનેશ સંકૂલો અને રહેઠાણો-ઓફીસો થઇને 70 અધિકારીઓનો કાફલો 70 સ્થળે ત્રાટક્યો છે.

મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રૂપ પર ITના દરોડા પાડવામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે IT વિભાગે દરોડા પાડ્યા. તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઇ. તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરાઇ. પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.

ઇન્કમટેક્ષના ટોચના સુત્રોના ઉમેર્યા પ્રમાણે હિંમતનગરની બે ઓફીસમાં સર્વે તો ગાંધીનગરમાં સેકટર ચ-ધ, ક્ષેત્રમાં ત્રણ ઓફીસમાં દરોડા – સર્વે ચાલી રહ્યો છે, બહુ મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના છે, સવારે ૧૦ વાગ્યે મળતા રીપોર્ટ મુજબ કોમ્યુટરાઇઝ તમામ ડેટાઓ સીલ કરી દેવાયા છે, મોરબીમાં સોહમ મીલ- તીર્થક મીલના સંચાલક ફુલતરીયા પરિવાર મોરબીના મોટા રાજકીય માથાના વેવાઇ થતા હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો :-

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસે, ભુવનેશ્વરમાં કરશે રોડ

0

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભુવનેશ્વર એરપોર્ટથી રાજભવન સુધી રોડ શો કરશે. પીએમ મોદી ઘણા રાજકીય અને વહીવટી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ મોદીની આ મુલાકાત ત્રણ દિવસ સુધી ચાલવાની છે. આજે સુપ્રીમ કોર્ટમાં સંભલમાં મસ્જિદ સર્વેને લઈને નીચલી કોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થશે. આ સિવાય આજે સ્વ. બીજી તરફ મસ્જિદમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ આજે નીચલી કોર્ટમાં જ રજૂ કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદી શુક્રવારે ભુવનેશ્વરમાં બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે રોડ શો કરશે. આ પછી તે એક સભાને પણ સંબોધિત કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ઓડિશા એકમના અધ્યક્ષ મનમોહન સામલે આ માહિતી આપી. મનમોહન સામલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 નવેમ્બરે એટલે કે આજે લગભગ 4.15 વાગ્યે ભુવનેશ્વર પહોંચશે, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આ પછી તેઓ એરપોર્ટ નજીક એક સભાને સંબોધિત કરી શકે છે.

પીએમ મોદી બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી રાજભવન ઈન્ટરસેક્શન સુધી રોડ શો કરશે. તેઓ પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ઓલ ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા ત્રણ દિવસની મુલાકાતે ઓડિશા આવી રહ્યા છે. 29, 30 નવેમ્બર અને 1લી ડિસેમ્બરે ભુવનેશ્વરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત કુમાર ડોભાલ પણ ભાગ લેશે.

આ પણ વાંચો :-

ટ્રકની ટક્કરે જાનૈયાઓને લઈ જતી કારને અકસ્માત, ત્રણના મોત

0

ઉત્તરપ્રદેશના અમેઠી શહેરમાં મોડી રાતે ટ્રકની ટક્કરના કારણે કારનો અકસ્માત થયો હતો. જેના પગલે કારના ભૂક્કા બોલાયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું તો કચ્ચરઘાણ થઈ ગયું હતું. ઈજાગ્રસ્તોમાં બેની હાલત એટલી ગંભીર છે કે તેમને તાત્કાલિક ધોરણે હાયર સેન્ટર રિફર કરી દેવાયા હતા. સુલતાનપુરના દશ ઘર પારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા કલા ગામથી શહેરી વિસ્તારમાં એક જાન આવી હતી. આ લગ્ન સમારોહમાં હાજરી આપ્યા બાદ પપ્પુ કશ્યપ, રુપક, બેટુ, દેવ, અભિષેક, પ્રદીપ, લક્ષ્ય પ્રતાપ સિંહ કાર વડે ઘરે પાછા ફરી રહ્યા હતા તે સમયે જ અકસ્માત સર્જાયો હતો.

પોલીસના જણાવ્યાનુસાર બાંદા-ટાંડા નેશનલ હાઈવે પર એસબીઆઈ બેન્ક નજીક આ સ્કોર્પિયો કારની ટ્રક સાથે ભયંકર ટક્કર થઇ હતી. જેના લીધે ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી.જ્યારે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. કારમાં ફસાયેલા લોકોને હેમખેમ કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ રવાના કરાયા હતા.

આ પણ વાંચો :-

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘરે EDના દરોડા

0

નિર્માતા રાજ કુન્દ્રાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. રાજ કુન્દ્રા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે અને EDએ પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યાથી સાંતાક્રુઝમાં શિલ્પા શેટ્ટીના ઘરે તપાસ કરી રહ્યા છે. રાજ કુન્દ્રાની અગાઉ પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રાજ કુન્દ્રાની કંપની અને પોર્નોગ્રાફી ફિલ્મો દ્વારા માત્ર મોટી કમાણી જ નથી કરતો પણ તેણે ભારતના કાયદાને તોડવા માટે સંપૂર્ણ રીતે એક નેટવર્ક ચલાવ્યું હતું. આ રહસ્યનો ખુલાસો કેવી રીતે થયો? ફેબ્રુઆરી 2021માં, એક યુવતીએ માલવાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કેટલાક લોકો છોકરીઓને ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મમાં કામ આપવાના નામે અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા માટે દબાણ કરે છે. પોલીસે આ ફરિયાદના આધારે તરત જ મલાડ વેસ્ટ વિસ્તારમાં એક બંગલામાં દરોડા પાડ્યા.

EDની તપાસ 2021ના મુંબઈ પોલીસના કેસ પર આધારિત છે. જે કેસના કારણે ક્રાઈમ બ્રાન્ચે 2021માં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. ધરપકડ પછી રાજને 63 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં સિટી કોર્ટે તેને જામીન આપ્યા હતા અને જામીન મળ્યા બાદ રાજ કુન્દ્રાએ તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

આ પણ વાંચો :-

૨૯ નવેમ્બર, ૨૦૨૪ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ

મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસ્ક્રીમનાં ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ

આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઈલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલનાં કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઈલ ડીલર તથા ટ્રાવેલીંગનાં ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારનાં સાધનોનાં ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિનાં ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને NIA દ્વારા રવાંડાથી ભારત લાવવામાં આવ્યો

0

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી સલમાન રહેમાન ખાનનું રવાંડામાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. સલમાનનનું નામ બેંગલુરુ જેલ આતંકવાદી કાવતરાના કેસમાં જોડાયેલું છે. સલમાન બેંગલુરુમાં કટ્ટરપંથી અને આતંકવાદી ઓપરેટિવ્સને વિસ્ફોટકોની સપ્લાય કરતો હતો.

રવાંડા ઇન્વેસ્ટિગેશન બ્યુરો, ઇન્ટરપોલ અને નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCBs)ના સહયોગથી સલમાનની રવાંડાની રાજધાની કિગાલીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ગુરુવારે વહેલી સવારે ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને NIA દ્વારા ઔપચારિક રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

NIAની તપાસમાં ખુલાસો થયો કે સલમાન કટ્ટરપંથી બનીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા લાગ્યો. તેણે આતંકી ઓપરેટિવ્સ માટે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોની સપ્લાય કરવામાં મદદ કરી હતી. નસીરે કોર્ટમાં હાજરી દરમિયાન ભાગી જવા માટે કાવતરું રચ્યું હતું.

જ્યારે આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો ત્યારે સલમાન ભારતમાંથી ભાગી ગયો, સલમાનબી રવાંડામાં ધપકડ કરવામાં આવી હતી. બેંગલુરુ શહેરના હેબ્બલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5 ની તીવ્રતા

0

જમ્મુ-કાશ્મીરની ધરતી એકવાર જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. ભૂકંપના આંચકા સાંજે 4.19 કલાકે અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

ધરતીકંપનું કેન્દ્ર એ સ્થળ છે જેની નીચે પ્લેટોમાં હલનચલનને કારણે ભૂસ્તરશાસ્ત્રીય ઉર્જા બહાર આવે છે. આ જગ્યાએ ભૂકંપના સ્પંદનો વધુ તીવ્ર હોય છે. વાઇબ્રેશનની આવર્તન જેમ જેમ વધે છે તેમ તેમ તેની અસર ઘટતી જાય છે. જો કે, જો રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો આંચકા 40 કિમીની ત્રિજ્યામાં અનુભવાય છે. પરંતુ તે તેના પર પણ આધાર રાખે છે કે સિસ્મિક આવર્તન ઉપરની તરફ છે કે નીચે તરફ. જો કંપનની આવર્તન વધુ હોય તો ઓછા વિસ્તારને અસર થશે

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-