મહેસાણા- મોરબી અને અમદાવાદમાં ઇન્કમ ટેક્સના દરોડા

Share this story

અમદાવાદમાં પણ IT વિભાગના દરોડા પડ્યા છે. પ્રખ્યાત ટ્રોગોન ગ્રુપના ભાગીદારોના ઘર, ઓફિસમાં દરોડા પડ્યા છે. અમદાવાદ, મોરબી, મહેસાણામાં સવારથી જ આવક વેરાના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદમાં ITના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. મળતા અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં બેનામી વહિવટ ઝડપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે.

મોરબીના વિખ્યાત મહેન્દ્ર પટેલ જૂથ કે જે કન્સ્ટ્રકશન બીઝનેશ સાથે સંકળાયેલ છે, તેમના બે બંગલી-4 સાઇટ- ઓફીસો ઉપરાંત આ જૂથ સાથે સંકળાયેલ મોરબીની તીર્થક મીલ, સોહમ મીલ, અમદાવાદ-મહેસાણા રાધે બીલ્ડર જૂથ ઉપર મોટા પાયે દરોડા પડયા છે, એકબીજા સાથે સંકળાયેલ કુલ 7 બીઝનેશ સંકૂલો અને રહેઠાણો-ઓફીસો થઇને 70 અધિકારીઓનો કાફલો 70 સ્થળે ત્રાટક્યો છે.

મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રૂપ પર ITના દરોડા પાડવામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે IT વિભાગે દરોડા પાડ્યા. તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઇ. તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરાઇ. પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.

ઇન્કમટેક્ષના ટોચના સુત્રોના ઉમેર્યા પ્રમાણે હિંમતનગરની બે ઓફીસમાં સર્વે તો ગાંધીનગરમાં સેકટર ચ-ધ, ક્ષેત્રમાં ત્રણ ઓફીસમાં દરોડા – સર્વે ચાલી રહ્યો છે, બહુ મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના છે, સવારે ૧૦ વાગ્યે મળતા રીપોર્ટ મુજબ કોમ્યુટરાઇઝ તમામ ડેટાઓ સીલ કરી દેવાયા છે, મોરબીમાં સોહમ મીલ- તીર્થક મીલના સંચાલક ફુલતરીયા પરિવાર મોરબીના મોટા રાજકીય માથાના વેવાઇ થતા હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો :-