મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને NIA દ્વારા રવાંડાથી ભારત લાવવામાં આવ્યો

Share this story

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી સલમાન રહેમાન ખાનનું રવાંડામાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. સલમાનનનું નામ બેંગલુરુ જેલ આતંકવાદી કાવતરાના કેસમાં જોડાયેલું છે. સલમાન બેંગલુરુમાં કટ્ટરપંથી અને આતંકવાદી ઓપરેટિવ્સને વિસ્ફોટકોની સપ્લાય કરતો હતો.

રવાંડા ઇન્વેસ્ટિગેશન બ્યુરો, ઇન્ટરપોલ અને નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCBs)ના સહયોગથી સલમાનની રવાંડાની રાજધાની કિગાલીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ગુરુવારે વહેલી સવારે ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને NIA દ્વારા ઔપચારિક રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

NIAની તપાસમાં ખુલાસો થયો કે સલમાન કટ્ટરપંથી બનીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા લાગ્યો. તેણે આતંકી ઓપરેટિવ્સ માટે શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોની સપ્લાય કરવામાં મદદ કરી હતી. નસીરે કોર્ટમાં હાજરી દરમિયાન ભાગી જવા માટે કાવતરું રચ્યું હતું.

જ્યારે આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો ત્યારે સલમાન ભારતમાંથી ભાગી ગયો, સલમાનબી રવાંડામાં ધપકડ કરવામાં આવી હતી. બેંગલુરુ શહેરના હેબ્બલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-