અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘરે EDના દરોડા

Share this story

નિર્માતા રાજ કુન્દ્રાના ઘરે EDએ દરોડા પાડ્યા છે. રાજ કુન્દ્રા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ છે અને EDએ પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યાથી સાંતાક્રુઝમાં શિલ્પા શેટ્ટીના ઘરે તપાસ કરી રહ્યા છે. રાજ કુન્દ્રાની અગાઉ પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, રાજ કુન્દ્રાની કંપની અને પોર્નોગ્રાફી ફિલ્મો દ્વારા માત્ર મોટી કમાણી જ નથી કરતો પણ તેણે ભારતના કાયદાને તોડવા માટે સંપૂર્ણ રીતે એક નેટવર્ક ચલાવ્યું હતું. આ રહસ્યનો ખુલાસો કેવી રીતે થયો? ફેબ્રુઆરી 2021માં, એક યુવતીએ માલવાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કેટલાક લોકો છોકરીઓને ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મમાં કામ આપવાના નામે અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા માટે દબાણ કરે છે. પોલીસે આ ફરિયાદના આધારે તરત જ મલાડ વેસ્ટ વિસ્તારમાં એક બંગલામાં દરોડા પાડ્યા.

EDની તપાસ 2021ના મુંબઈ પોલીસના કેસ પર આધારિત છે. જે કેસના કારણે ક્રાઈમ બ્રાન્ચે 2021માં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. ધરપકડ પછી રાજને 63 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં સિટી કોર્ટે તેને જામીન આપ્યા હતા અને જામીન મળ્યા બાદ રાજ કુન્દ્રાએ તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

આ પણ વાંચો :-