ગુજરાત ATSનું મોટું ઓપરેશન, પાકિસ્તાન માટે જાસૂસી કરતો ભારતીય ઝડપાયો

Share this story

ગુજરાત ATSએ ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારે હનીટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા અને ઘણી વખત કેટલાક રૂપિયાની લાલચમાં પણ મહત્વની માહિતી ત્યાં પહોંચતી હતી. આ વખતે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો આ સમગ્ર માહિતી એટીએસ ને મળી છે અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાત ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનને પહોંચતી હતી. આ સમગ્ર મામલે કેટલાક દિવસથી ગુજરાત એટીએસની ટીમ ઓખાના એક વ્યક્તિને ટ્રેક કરી રહી હતી. જેનું નામ દિનેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે.

દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સીમાના કેટલાક મહત્વના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલ્યા હતા. આ સમગ્ર મામલે હવે પોલીસે દિનેશ જ્યાં નોકરી કરતો હતો તે કંપનીના કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને તેની સાથે સંપર્કમાં હોય તેની પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-