મધ્ય પ્રદેશના ખંડવામાં મશાલ જુલૂસના સમાપન સમારોહમાં દુર્ઘટના ઘટી. મશાલ મૂકતી વખતે અમુક ઊંધી થઈ ગઈ અને આગ ભડકી ગઈ. દુર્ઘટનામાં 50થી વધુ લોકો સળગી ગયા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જુલૂસમાં એક હજારથી વધુ મશાલો હતી.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો ઝડપથી દોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત મશાલ કાર્યક્રમમાં લોકોએ ભાગ લીધો હતો. ખંડવા આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
ખંડવાના એસપી મનોજ રાયે જણાવ્યું કે આ અકસ્માત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન થયો હતો. ક્લોક ટાવર પર આ કાર્યક્રમ પૂરો થવા આવ્યો ત્યારે મશાલ મૂકતી વખતે કેટલીક મશાલ ઊંધી પડી ગઈ, જેના કારણે તેની અંદર જે તેલ અને વહેર હતું તેના લીધે આસપાસ મશાલ ભડકી ગઈ. જેથી ત્યાં કુંડાળું બનીને ઉભેલા લોકો દઝાઈ ગયા.
કાર્યક્રમ ખંડવાના બડાબમ ચોકમાં ગુરુવારની સાંજે આયોજિત કરવામાં આવ્યો હતો. સમાપન પહેલા રાત્રે લગભગ 11 વાગે મશાલ જુલૂસ કાઢવામાં આવ્યુ. લગભગ 1000 મશાલ સળગાવવાનો કાર્યક્રમ હતો પરંતુ 200 મશાલ જ સળગાવવામાં આવી હતી. અડધો કલાક સુધી મશાલ જુલૂસ કાઢવામાં આવ્યુ. ઘંટાઘર ચોક પર સમાપન દરમિયાન લોકો મશાલ મૂકવા લાગ્યા. અચાનક અમુક મશાલ ઉલટી થઈ ગઈ અને તેણે ઝડપથી આગ પકડી લીધી. એકદમ આગની લપેટો વધવાથી લોકો તેનાથી સળગી ગયા. ઘટના બાદ ત્યાં અફરા-તફરી અને ભાગદોડ મચી ગઈ.
આ પણ વાંચો :-