Home Blog Page 577

દિલ્હી AAPના ઉમેદવારની બીજી યાદી જાહેર, જૂઓ કોને ક્યાંથી ટિકિટ મળી

0

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 20 નામ છે. તમામ 20 સીટો પર નવા ચહેરા છે. પાર્ટીએ 21 નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 11 નામ હતા. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કુલ 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

અરવિંદ કેજરીવાલના નેતૃ઼ત્વ હેઠળ આપ પુરજોશમાં ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. આ કવાયતના ભાગરૂપે આપે પોતાની બીજી યાદીમાં મનીષ સિસોદિયાને ટિકિટ તો આપી છે, પરંતુ બેઠક બદલી નાખી છે. મનીષ સિસોદિયા હવે પટપડગંજના બદલે જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે હાલમાં જ આપમાં સામેલ થયેલા શિક્ષક અવધ ઓઝાને પટપડગંજની ટિકિટ આપવામાં આવી હતી. રાખી બિડલાન માદીપુર બેઠક પરથી ચૂંટણીના મેદાન પર ઉતર્યા છે.

આ ઉપરાંત આદિલ અહેમદ ખાનને મુસ્તફાબાદથી ટિકિટ આપવામાં આવી છે. ધારાસભ્ય હાજી યુનુસની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. ચાંદની ચોક વિધાનસભાના ધારાસભ્ય પ્રહલાદ સિંહ સાહનીના પુત્ર પુરનદીપ સિંહ સાહનીને ટિકિટ આપવામાં આવી છે. કૃષ્ણા નગરના ધારાસભ્ય એસકે બગ્ગાના પુત્ર વિકાસ બગ્ગાને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલના સ્થાને જીતેન્દ્ર સિંહ શાંતિને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકનું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

0

સુરતના ડીંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલ સાંઈ શક્તિ સોસાયટીમાં ગત રાત્રે લગ્ન પ્રસંગે કેક શોપના માલિકે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ડેનીશ કેક શોપના નામે કેકની દુકાન ધરાવતા ઉમેશ તિવારીએ પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરતા ત્યાં હાજર સંતોષ બધેલ અને અન્ય એક યુવાન વિરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં ઇજા થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

બનાવ અંગે ઉમેશ તિવારી વિરુદ્ધ સંતોષ બધેલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં પોલીસને રિવોલ્વર સરખી કરવા જતા અકસ્માતે ફાયરિંગ થયાનું ફરિયાદી એ જણાવ્યું હતું. જોકે, ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટપણે ઉમેશ તિવારી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે ચડે છે.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટે ખેડૂતોના આંદોલન મામલે શંભુ સરહદ સંબંધિત અરજી ફગાવી

0

સુપ્રીમ કોર્ટે શંભુ સરહદ ખોલવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ મામલે પહેલાથી જ અરજી દાખલ કરવામાં આવી છે. આવી જ અરજીઓ વારંવાર દાખલ કરવામાં આવી રહી છે. કોર્ટે કડક સ્વરમાં પૂછ્યું કે શા માટે વારંવાર આવી જ અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે તે પહેલાથી પેન્ડિંગ અરજીઓ પર સુનાવણી કરશે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની ખંડપીઠ પાસેથી ખેડૂતોને હાઈવે પરથી હટાવવાના નિર્દેશોની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને શંભુ બોર્ડર સહિત હાઈવે ખોલવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. આ ઉપરાંત નેશનલ હાઈવે એક્ટ અને BNS હેઠળ પણ આ ગુનો છે. આવી સ્થિતિમાં હાઈવે બ્લોક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

તમને જણાવી દઈએ કે શંભુ બોર્ડર પર ફેબ્રુઆરીથી ખેડૂતો હડતાળ પર બેઠા છે. પોલીસે ખેડૂતોને સરહદ પર રોકી દીધા છે જેથી તેઓ દિલ્હી જઈ શકે નહીં. 2020માં ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ત્યારબાદ દિલ્હીમાં પણ હિંસા જોવા મળી હતી. ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. ખેડૂતોના વિરોધને જોતા ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા પડ્યા. રવિવારે ફરી એકવાર પોલીસ અને સુરક્ષા દળોની ટીમે દિલ્હી કૂચને રોકી હતી.

શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, આજે અમે 101 ખેડૂતના જુથને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ ઘર્ષણમાં એક ખેડૂતને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર છે.જ્યારે 9 ખેડૂતો ઘાયલ છે.તેમજ આંદોલનની આગામી રણનીતિ પછી જણાવીશું.

આ પણ વાંચો :-

કેદારનાથ-બદ્રીનાથના પહાડો પર હિમવર્ષા, 4 ઈંચની જામી બરફની ચાદર

0

કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા થઈ છે. શિમલાથી લઈ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક શહેરોમમાં સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે. આ શિયાળાની મોસમની પ્રથમ હિમવર્ષા ચકરાતા અને હરસિલમાં નોંધાઈ છે, જેના કારણે આ ભાગોમાં ઠંડી વધી ગઈ છે.જેમાં કેદારનાથ, બદ્રીનાથ સહિતના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં રવિવારે મોડી સાંજે હિમવર્ષા ચાલુ રહી હતી.

દેહરાદૂન સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, કેદારનાથમાં મહત્તમ તાપમાન માઈનસ આઠ અને લઘુત્તમ તાપમાન માઈનસ 11 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો વધુ નીચે જવાની શક્યતા છે.

કેદારનાથમાં બરફવર્ષાની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં કેદારનાથ મંદિર પૂરી રીતે બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે. પહાડ પર બરફવર્ષાની અસર આગામી દિવસોમાં મેદાની વિસ્તારમાં જોવા મળશે. ઠંડી વધવાની સાથે પારો વધુ ગગડવાની સંભાવના છે. ચમોલી, ઔલી, જોશીમઠ, બદ્રીનાથ સહિત તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં સીઝનની પ્રથમ બરફ વર્ષા થતાં પ્રવાસીઓ ખુશ થઈ ગયા છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બે થી ચાર ઈંચ સુધી બરફવર્ષા થઈ છે.

આ પણ વાંચો :-

રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના બન્યા નવા સ્પીકર

0

રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સોમવારે તેઓ બિનહરીફ ચૂંટણીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. રવિવારે, તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારની સામે સ્પીકર પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. આ સમયે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા. મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને ચંદ્રકાંત પાટીલ પણ સ્થળ પર હાજર હતા.

મહાવિકાસ આઘાડીના કોઈપણ ધારાસભ્યએ સ્પીકર પદ માટે ઉમેદવારી નોંધાવી ન હતી. સ્પીકર હંમેશા બહુમતી ધરાવતા પક્ષમાંથી ચૂંટાય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માં મહાયુતિ ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી છે. આ કારણોસર, આ ગઠબંધનની સરકાર બનાવવામાં આવી છે અને હવે આ ગઠબંધનના નેતાને પણ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રની કોલાબા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. આ વિધાનસભા મતવિસ્તાર મુંબઈનો ભાગ છે. રાહુલ અગાઉ શિવસેનાનો હિસ્સો હતા, પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને ટિકિટ ન મળી અને તેઓ NCPમાં જોડાયા. જો કે, NCPની ટિકિટ પર તેમને માવલ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ બાદ પણ તેઓ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. હવે તેમને સ્પીકરનું મહત્ત્વનું પદ આપવામાં આવ્યું છે. પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરે તેમને મહારાષ્ટ્ર એસેમ્બલીના સ્પીકર તરીકે નિયુક્ત કર્યા, કારણ કે તેમની સામે અન્ય કોઈ નેતાએ ઉમેદવારી નોંધાવી ન હતી. રાહુલ નાર્વેકરના પિતા પણ કોલાબાના મ્યુનિસિપલ કાઉન્સિલર હતા.

આ પણ વાંચો :-

પશ્ચિમ બંગાળમાં દેશી બોમ્બ બનાવતી વખતે બ્લાસ્ટ થયો, ત્રણ લોકોના મોત

0

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયાના સમાચાર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટના બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે બોમ્બ વિસ્ફોટ થયો અને 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જેમાં મળતી માહિતી અનુસાર જિલેના ખેરતલામાં રહેતા મામુન મુલ્લાના ઘરે રવિવારે મોડી રાત્રે ગેરકાયદે બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકોના નામ મામુન મુલ્લા, સાકીરુલ સરકાર અને મુસ્તાકિન શેખ છે. આ પૈકી મુસ્તાકિન શીખનું ઘર મહતાબ કોલોની વિસ્તારમાં છે. ખયરતલા વિસ્તારમાં મામુન મુલ્લા અને સબીરુલ સરકારનું ઘર છે. તેઓ રાત્રિના અંધારામાં ઘરની અંદર બોમ્બ બનાવતા હતા.

આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે બોમ્બ શા માટે બનાવવામાં આવ્યા હતા અને તેનો ક્યાં ઉપયોગ કરવાના હતા? પોલીસને આ કેસમાં આતંકવાદી જોડાણની પણ શંકા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, અમદાવાદમાં 13 ડિગ્રી, જાણો આજે ક્યાં કેટલું તાપમાન

0

ગુજરાતમાં ડિસેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ગુજરાતમાં ઠંડીએ ફૂલ સ્પીડ પકડી છે. રાજ્યમાં ઠંડી 10 ડિગ્રીની નજીક પહોંચવા આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ કડકડતી ઠંડી પડવાથી લોકો ઠુંઠવાયા છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તપામાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો.

અમદાવાદ શહેરમાં તાપમાન 13.2 ડિગ્રી નોંધાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ડીસામાં 12.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાતા શિયાળાની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 4.7 ડિગ્રી ગગડતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. શુક્રવારના રોજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું જે આજે ઘટીને 13.2 ડિગ્રી થઈ ગયું છે. જેમાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે ઓખામાં 22.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 13.2 ડિગ્રી, ડીસામાં 12.4 ડીગ્રા, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

રાજ્યના તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જેમાં બે દિવસ પહેલા જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. જોકે ફરી બે દિવસથી રાજ્યના તમામ શહેરમાં અચાનક અને ખૂબ ઝડપથી તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધ્યો છે.

ડિસેમ્બર મહિનો અડધો થવા આવ્યો ત્યારે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં હજી પણ વધારે હાડ થીજવતી ઠંડી પડશે.

આ પણ વાંચો :-

શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત, સેન્સેક્સ નિફ્ટી ઘટીને ખુલ્યા

0

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81709 સામે 100 પોઇન્ટના ઘટાડે સોમવારે 81602 ખૂલ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા 24677 બંધ સામે આજે 24633 ખુલ્યો છે. બેંક શેરમાં વેચવાલીનું દબાણ રહેતા બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 130 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 70 પોઇન્ટ ડાઉન હતો. આ સપ્તાહે બજારની નજર નવેમ્બર મહિનાના સિયામ ઓટો સેલ્સ ડેટા, IIP અને ફુગાવાના આંકડા પર રહેશે.

Share Market Big Correction : દિવાળી પછીના ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્યો ઘટાડો, જાણો શું છે કારણ - Gujarati News | Share Market Big ...

જેમાં શરૂઆતના કારોબારમાં હિન્દુસ્તાન યુનિલિવર 3.66 ટકા, ટાટા કન્ઝ્યુમર 3.20 ટકા , બ્રિટાનિયા 2.10 ટકા , નેસ્લે 1.98 ટકા અને ટ્રેન્ડ લગભગ એક ટકા ઘટ્યો જે નિફ્ટીના ટોપ લૂઝર્સની યાદીમાં છે. જ્યારે એલ એન્ડ ટી, એસબીઆઇ એચડીએફસી લાઇફ અને કોટક બેંક નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં છે. નિફ્ટી હાલમાં 33 પોઈન્ટ ઘટીને 24644 પર છે અને સેન્સેક્સ 173 પોઈન્ટ ઘટીને 81536 પર ટ્રેડ થઇ રહ્યો છે.

એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેર્સનો MSCIનો વ્યાપક સૂચકાંક 0.2 ટકા ઘટ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.5 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.4 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.6 ટકા ઘટ્યો હતો. જ્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોસ્ડેકમાં 2.9 ટકાનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો :-

દિલ્હીની 40 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ

0

દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીઓની સંખ્યા ઘટી રહી નથી. આજે ફરી એકવાર 40 શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પશ્ચિમ વિહારના ડીપીએસ અને જીડી ગોએન્કા સ્કૂલ મેનેજમેન્ટને બોમ્બની ધમકી મળી છે. વહેલી સવારે મળેલી ધમકીઓથી શાળા પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. કારણ કે બાળકો શાળાએ પહોંચવા લાગ્યા હતા. હાલમાં બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર તૈનાત હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

અહેવાલો અનુસાર, ફાયર વિભાગ તથા પોલીસની ટીમ શાળાઓમાં પહોંચી ગઈ છે અને પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિસ્ફોટકની કોઈ પુષ્ટિ મળી નથી. આવા ધમકીભર્યા ઈમેલ કોણ કરી રહ્યું છે તેને લઈને પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે જે ઈમેલ મોકલનારાએ 30 હજાર ડોલરની માંગ પણ કરી હતી.

દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાના એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે. તામિલનાડુની એક CRPF શાળાને 21મી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી, ત્યારબાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી. જો કે આ ધમકી પોકળ સાબિત થઈ હતી.

આ પણ વાંચો :-

જૂનાગઢ માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત, સાત લોકોના મોત

0

આજે સોમવારના સવારમાં જૂનાગઢમાં ભારે અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અકસ્માતના પગલે આગ લાગતા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે જૂનાગઢમાં માળિયા હાટીનામાં જૂનાગઢ-વેળાવળ હાઈવે ઉપર આવેલા ભુંડરી ગામ પાસે બે કાર સામે સામે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કારની ટક્કરથી કારમાં આગ લાગી હતી જેના પગલે કારમાં રહેલો બોટલ બ્લાસ્ટ થયો હતો. આ ઉપરાંત આગના કારણે બાજુમાં રહેલું ઝુંપડું પણ સળગી ગયું હતું.

જૂનાગઢ અકસ્માત અંગે ડીવાયસેપી દિનેશ કોડિયાતારએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતી સેલેરીયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં સાત લોકોના મોત થયા છે. હાલ સાતેય મૃતદેહો માળીયાની સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કંઇ રીતે થોય એની આગળની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો :-