શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81709 સામે 100 પોઇન્ટના ઘટાડે સોમવારે 81602 ખૂલ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા 24677 બંધ સામે આજે 24633 ખુલ્યો છે. બેંક શેરમાં વેચવાલીનું દબાણ રહેતા બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 130 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 70 પોઇન્ટ ડાઉન હતો. આ સપ્તાહે બજારની નજર નવેમ્બર મહિનાના સિયામ ઓટો સેલ્સ ડેટા, IIP અને ફુગાવાના આંકડા પર રહેશે.
જેમાં શરૂઆતના કારોબારમાં હિન્દુસ્તાન યુનિલિવર 3.66 ટકા, ટાટા કન્ઝ્યુમર 3.20 ટકા , બ્રિટાનિયા 2.10 ટકા , નેસ્લે 1.98 ટકા અને ટ્રેન્ડ લગભગ એક ટકા ઘટ્યો જે નિફ્ટીના ટોપ લૂઝર્સની યાદીમાં છે. જ્યારે એલ એન્ડ ટી, એસબીઆઇ એચડીએફસી લાઇફ અને કોટક બેંક નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં છે. નિફ્ટી હાલમાં 33 પોઈન્ટ ઘટીને 24644 પર છે અને સેન્સેક્સ 173 પોઈન્ટ ઘટીને 81536 પર ટ્રેડ થઇ રહ્યો છે.
એશિયન બજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેર્સનો MSCIનો વ્યાપક સૂચકાંક 0.2 ટકા ઘટ્યો હતો. જાપાનનો નિક્કી 225 0.5 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.4 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.6 ટકા ઘટ્યો હતો. જ્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોસ્ડેકમાં 2.9 ટકાનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો :-