કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા થઈ છે. શિમલાથી લઈ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક શહેરોમમાં સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે. આ શિયાળાની મોસમની પ્રથમ હિમવર્ષા ચકરાતા અને હરસિલમાં નોંધાઈ છે, જેના કારણે આ ભાગોમાં ઠંડી વધી ગઈ છે.જેમાં કેદારનાથ, બદ્રીનાથ સહિતના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં રવિવારે મોડી સાંજે હિમવર્ષા ચાલુ રહી હતી.
દેહરાદૂન સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, કેદારનાથમાં મહત્તમ તાપમાન માઈનસ આઠ અને લઘુત્તમ તાપમાન માઈનસ 11 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો વધુ નીચે જવાની શક્યતા છે.
કેદારનાથમાં બરફવર્ષાની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં કેદારનાથ મંદિર પૂરી રીતે બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે. પહાડ પર બરફવર્ષાની અસર આગામી દિવસોમાં મેદાની વિસ્તારમાં જોવા મળશે. ઠંડી વધવાની સાથે પારો વધુ ગગડવાની સંભાવના છે. ચમોલી, ઔલી, જોશીમઠ, બદ્રીનાથ સહિત તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં સીઝનની પ્રથમ બરફ વર્ષા થતાં પ્રવાસીઓ ખુશ થઈ ગયા છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બે થી ચાર ઈંચ સુધી બરફવર્ષા થઈ છે.
આ પણ વાંચો :-