દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકીઓની સંખ્યા ઘટી રહી નથી. આજે ફરી એકવાર 40 શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પશ્ચિમ વિહારના ડીપીએસ અને જીડી ગોએન્કા સ્કૂલ મેનેજમેન્ટને બોમ્બની ધમકી મળી છે. વહેલી સવારે મળેલી ધમકીઓથી શાળા પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. કારણ કે બાળકો શાળાએ પહોંચવા લાગ્યા હતા. હાલમાં બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગની ટીમ સ્થળ પર તૈનાત હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
અહેવાલો અનુસાર, ફાયર વિભાગ તથા પોલીસની ટીમ શાળાઓમાં પહોંચી ગઈ છે અને પરિસરની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિસ્ફોટકની કોઈ પુષ્ટિ મળી નથી. આવા ધમકીભર્યા ઈમેલ કોણ કરી રહ્યું છે તેને લઈને પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે જે ઈમેલ મોકલનારાએ 30 હજાર ડોલરની માંગ પણ કરી હતી.
દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાના એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે. તામિલનાડુની એક CRPF શાળાને 21મી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી, ત્યારબાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી. જો કે આ ધમકી પોકળ સાબિત થઈ હતી.
આ પણ વાંચો :-