આજે સોમવારના સવારમાં જૂનાગઢમાં ભારે અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અકસ્માતના પગલે આગ લાગતા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે જૂનાગઢમાં માળિયા હાટીનામાં જૂનાગઢ-વેળાવળ હાઈવે ઉપર આવેલા ભુંડરી ગામ પાસે બે કાર સામે સામે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કારની ટક્કરથી કારમાં આગ લાગી હતી જેના પગલે કારમાં રહેલો બોટલ બ્લાસ્ટ થયો હતો. આ ઉપરાંત આગના કારણે બાજુમાં રહેલું ઝુંપડું પણ સળગી ગયું હતું.
જૂનાગઢ અકસ્માત અંગે ડીવાયસેપી દિનેશ કોડિયાતારએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે એક મારુતી સેલેરીયો અને એક અન્ય કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં સાત લોકોના મોત થયા છે. હાલ સાતેય મૃતદેહો માળીયાની સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કંઇ રીતે થોય એની આગળની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો :-