Home Blog Page 2

80s Retro Photo Trend પાછળ છુપાયેલું મોટું જોખમ, AIમાં ફોટો આપતા પહેલા સાવધાન

સોશિયલ મીડિયાનો 80ના દાયકાનો રેટ્રો AI ટ્રેન્ડ તમને થોડી સેકન્ડમાં જૂના જમાનાની સ્ટાઇલમાં પહોંચાડી શકે છે, પરંતુ આ મજાની તસવીર પાછળ તમારી પ્રાઇવસીનો સવાલ છુપાયેલો છે. હાલ Instagram સહિત સોશિયલ મીડિયા પર 80s લુકવાળી AI તસવીરોનો ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ટ્રેન્ડમાં યુઝર્સ પોતાની તસવીર AI ટૂલમાં અપલોડ કરીને જૂના ફિલ્મી લુક, વિન્ટેજ કપડાં, હેરસ્ટાઇલ, કોલેજ કેમ્પસ, જૂના કેમેરા અને રેટ્રો બેકગ્રાઉન્ડ સાથે નવી તસવીર બનાવી રહ્યા છે. ખાસ કરીને ChatGPT જેવા AI ટૂલ્સમાં ટેક્સ્ટ પ્રોમ્પ્ટ દ્વારા આ પ્રકારની તસવીરો તૈયાર થઈ રહી છે.

પરંતુ ફોટો અપલોડ કરતાં પહેલાં ડેટા પ્રાઇવસી સમજવી જરૂરી છે. હાઈ-રિઝોલ્યુશન તસવીરમાં ચહેરા સહિત વ્યક્તિગત માહિતી અને આસપાસના સંદર્ભો દેખાઈ શકે છે. કોઈપણ AI સેવા વાપરતા પહેલાં તેની પ્રાઇવસી પોલિસી, ડેટા સ્ટોરેજ અને ડિલીટ કરવાની નીતિ તપાસવી જોઈએ.

OpenAI મુજબ ChatGPTમાં “Improve the model for everyone” વિકલ્પ બંધ કરી શકાય છે. Temporary Chatનો ઉપયોગ કરવાથી વાતચીત મોડલ ટ્રેનિંગ માટે વપરાતી નથી અને તે 30 દિવસમાં સિસ્ટમમાંથી ડિલીટ થાય છે.

Google Geminiમાં પણ કેટલીક ચેટ્સ માનવીય સમીક્ષા માટે પસંદ થઈ શકે છે અને આવી સમીક્ષા કરાયેલી ચેટ્સ ત્રણ વર્ષ સુધી રાખવામાં આવી શકે છે. Google સંવેદનશીલ અથવા ગોપનીય માહિતી શેર ન કરવાની સલાહ આપે છે.

તેથી ટ્રેન્ડમાં જોડાવા પહેલાં અજાણી એપમાં વ્યક્તિગત અથવા પરિવારની તસવીરો અપલોડ કરવાને બદલે વિશ્વસનીય પ્લેટફોર્મની સેટિંગ્સ અને પ્રાઇવસી પોલિસી ચોક્કસ તપાસો.

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની મોડી રાત્રે લાગેલી ભીષણ આગને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં આગ અકસ્માતે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ CCTV ફૂટેજની તપાસમાં એક અજાણ્યો વ્યક્તિ માર્કેટના છઠ્ઠા માળે કાપડના પાર્સલમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવતો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આગ અને ત્યારબાદના ધુમાડા તથા પાણીના છંટકાવને કારણે ચાર મોટા વેપારીઓનો ₹24 કરોડથી વધુનો કાપડનો જથ્થો બરબાદ થયો છે. સમગ્ર મામલે સારોલી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

CCTV તપાસમાં સામે આવ્યું છે કે 8 સપ્ટેમ્બરની રાત્રે 8:57 વાગ્યે ખભા પર બેગ અને મોઢા પર સફેદ રૂમાલ બાંધેલો એક અજાણ્યો વ્યક્તિ માર્કેટમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ મધરાતે 12:20 વાગ્યે તે છઠ્ઠા માળના પેસેજમાં પહોંચ્યો હતો. અહીં તેણે બેગમાંથી બોટલ જેવી વસ્તુ કાઢી પેસેજમાં પડેલા કાપડના પાર્સલ પર જ્વલનશીલ પ્રવાહી જેવી વસ્તુ છાંટી અને આગ લગાવી દીધી હતી. આગ ઝડપથી ફેલાતા માત્ર ચાર મિનિટ બાદ, એટલે કે 12:24 વાગ્યે, તે શખસ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

રાત્રે 12:41 વાગ્યે દુકાન નંબર 626ના માલિક રૂપેશ સિંઘે મેનેજર રાહુલકુમાર પાંડેને આગની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમ 112 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ છઠ્ઠા માળના પેસેજમાંથી દુકાન નંબર 601થી 617 સુધી ફેલાઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ 9 સપ્ટેમ્બરની સાંજે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગ ઉપરાંત ધુમાડો અને પાણીના કારણે પણ મોટી માત્રામાં કાપડનો માલ ખરાબ થયો હતો.

પ્રાથમિક નુકસાનના અંદાજ મુજબ અનુરાગ વિજય જલાનને દુકાન નં. 606થી 609 અને 610થી 613માં આશરે ₹12 કરોડનું નુકસાન થયું છે. હનુમાનપ્રસાદ દ્વારકાપ્રસાદ ઝવરને દુકાન નં. 603, 604, 605 અને 614માં આશરે ₹6 કરોડનું નુકસાન થયું છે. હરીપ્રસાદ ભવરલાલ ઝવરને દુકાન નં. 601 અને 602માં આશરે ₹4 કરોડનું નુકસાન થયું છે, જ્યારે અભિષેક બ્રિજમોહન સોનીને દુકાન નં. 616 અને 617માં આશરે ₹2 કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત બિલ્ડિંગના સ્ટ્રક્ચર, સીલિંગ, ઇલેક્ટ્રિક વાયરિંગ, લિફ્ટ અને દિવાલોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે.

ASI અજીતભાઇ ઠાકોરભાઇની ફરિયાદના આધારે સારોલી પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNSની કલમ 326(G) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીની ઓળખ માટે CCTV, ટેકનિકલ સર્વેલન્સ, મોબાઇલ ટાવર ડમ્પ અને માર્કેટના સિક્યોરિટી રજિસ્ટરની એન્ટ્રીઓ તપાસી રહી છે. આગ પાછળ અંગત અદાવત, વેપારી વિવાદ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયા સાથે રૂ.76.44 લાખની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. જમીનના દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ ખરીદવાના બહાને અધિકૃત સ્ટેમ્પ વેન્ડર દંપતીએ મોટી રકમ મેળવી હોવાનો આક્ષેપ છે. રકમ લીધા બાદ લાંબા સમય સુધી ઈ-સ્ટેમ્પ ન આપતા અને પરત આપવાનો ચેક પણ બાઉન્સ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

મળતી માહિતી મુજબ, કતારગામ સ્થિત શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના મેનેજર કનુ માલવિયાએ રાંદેરના શિલ્પી સોસાયટીમાં રહેતા રામકૃષ્ણ કિરીટકુમાર મેવાવાલા અને તેમની પત્ની સલોની મેવાવાલા સામે ફરિયાદ નોંધાવી છે. શ્રેયાંશ ધોળકિયાને પલસાણા વિસ્તારમાં ખરીદેલી જમીનના દસ્તાવેજ માટે રૂ.76,44,900ના ઈ-સ્ટેમ્પની જરૂરિયાત હતી.

ફરિયાદ અનુસાર, SRK કંપની વર્ષ 2020થી વકીલ મારફતે આ જ સ્ટેમ્પ વેન્ડર પાસેથી સ્ટેમ્પ પેપર ખરીદતી હોવાથી દંપતી પર વિશ્વાસ રાખવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2025માં ઈ-સ્ટેમ્પ ખરીદવા માટે આરોપીઓના બેંક ખાતામાં RTGS મારફતે સંપૂર્ણ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

જોકે, સમયસર સ્ટેમ્પ ન મળતા શ્રેયાંશ ધોળકિયાએ રકમ પરત આપવા માંગ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે આરોપીઓએ વિવિધ બહાના બતાવી સમય પસાર કર્યો અને બાદમાં અન્ય લોકોને સ્ટેમ્પ આપીને મળેલી રકમનો અંગત ઉપયોગ કર્યો હતો.

વારંવાર ઉઘરાણી બાદ દંપતીએ રૂ.76.44 લાખનો ચેક આપ્યો, પરંતુ ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાથી ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ પોલીસ કમિશનરની મંજૂરીથી ડીસીબી ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આધુનિક જીવનશૈલીમાં વધુ પૈસા અને વધુ ભોગવિલાસ તરફની દોડને રોકવાનું કામ પર્યુષણ કરે છે- શ્રેણિક વિદાણી

આધુનિક જીવન શૈલી ની એક વિડંબના છે, “વધુ ને વધુ” મેળવવાની સતત દોડ. વધુ પૈસા, વધુ સુવિધા, વધુ પ્રતિષ્ઠા, વધુ વસ્તુઓ અને વધુ ઉપભોગ… આમ પાસે ઘણું હોવા છતા મન કહે છે કે હજુ વધુ થોડું જોઈએ.

પર્યુષણ આ દોડ ને રોકવાનું કહે છે. જૈન પરિભાષામાં આ માટે વિરતી શબ્દ પ્રયોજાયો છે. વિરતી એટલે અટકવું, વિરતી એટલે વિરામ, વિરતી એટલે સંયમ.

ભોજન જરૂરી છે પરંતુ અતિભોજન નહીં. સંપત્તિ જરૂરી છે પણ લોભ નહીં. બોલવું જરૂરી છે પણ દરેક વાતને જવાબ આપવો જરૂરી નથી.

આજની ઉપભોક્તા સંસ્કૃતિમાં જાહેરાતો આપણને સતત સમજાવે છે જે આપણી પસે છે તે પુરતું નથી. જે જરૂરીયાતોને વધારે છે, ખરેખર તો એક ક્ષણ થોભીને જાતને પુછ્યું જોઈએ કે, હું જે ખરીદુ છુ.

તેની મને ખરેખર જરૂર છે કે માત્ર અમર્યાદ ઈચ્છા છે..? જે માણસ પોતાની જરૂરીયાત અને લાલસા વચ્ચેનો તફાવત સમજી જાય છે તે જીવનમાં વધુ સ્વતંત્ર બને છે. પર્યુષણ આપણને યાદ અપાવે છે કે વસ્તુઓ આપણા જીવનમાં રહે પરંતુ આપણું જીવન વસ્તુઓના કબ્જામાં ન જાય. સંયમનો અર્થ જીવનમાંથી આનંદની બાદબાકી નથી પરંતુ અનાવશ્યક ભારને ઘટાડવો છે.

ઉપવાસ, વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, પ્રવચન, શ્રવણ આ બધી આરાધના પર્યુષણમાં કરવા દ્વારા આત્મસંયમ કેળવવાનો છે. સુખ સાધનોમાંથી પ્રગટતું નથી પરંતુ સંતોષમાંથી પ્રગટે છે. વસ્તુઓના ખડકલામાંથી નહિ પરંતુ સંતોષશીલ ભીતરી વ્યવક્તિત્વથી પ્રસન્નતા પ્રગટે છે. વિચાર, વાણી અને વર્તનનું મૌન આપણ ને ભીતર તરફ લઈ જાય છે. રોજીંદી દોડમાંથી વિરામ લઈ અંદર તરફ ગતિ કરીએ તો પર્યુષણની આરાધના સાર્થક છે.

ખરેખરતો એક ક્ષણથોભીને આપણી જાતને પુછવું જોઇએ કે હું ખરીદું છું તેની ખરેખર જરૂર છે.

મહારાષ્ટ્રમાં ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 બાળકો સહિત 8 લોકોનાં મોત

0

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં આજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત કુલ 8 લોકોનાં મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ અકસ્માત નાગપુર-રાયપુર નેશનલ હાઈવે પર પિંપલગાંવ રોડ વિસ્તારમાં આવેલા ભાઉ ઢાબા નજીક થયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતા. અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સાકોલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં થોડો સમય વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Video : કુલદીપ યાદવે નાખી ‘બોલ ઓફ ધ સેન્ચુરી’! પિચ પર પડતાની સાથે જ એક ફૂટ ટર્ન, બેટ્સમેન ક્લીન બોલ્ડ

0

ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર શેન વોર્ને 1993માં ઈંગ્લેન્ડ સામે ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ ફેંકી હતી. મેનચેસ્ટર ટેસ્ટમાં વોર્ને માઈક ગેટિંગને જે શાનદાર ટર્નિંગ બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો, તેને મીડિયા અને ક્રિકેટ નિષ્ણાતોએ ‘બોલ ઓફ ધ સેન્ચુરી’નો ખિતાબ આપ્યો હતો. હવે કુલદીપ યાદવે કાઉન્ટી ક્રિકેટમાં યોર્કશાયર તરફથી રમતા કંઈક આવી જ ચમત્કારિક બોલિંગ કરી છે.

જે કુલદીપ યાદવને હેડ કોચ ગૌતમ ગંભીર ટીમમાં રાખવા છતાં દરેક મેચમાં રમાડવા યોગ્ય નથી માનતા, એ જ ‘ચાઈનામેન’ બોલર હવે કાઉન્ટી ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. યોર્કશાયર તરફથી રમતા આ ડાબોડી રિસ્ટ સ્પિનરે તાજેતરની મેચમાં 10 વિકેટ લેવાની શાનદાર સિદ્ધિ મેળવી છે. એસેક્સ સામેની પ્રથમ ઇનિંગ્સમાં તેણે 4 અને બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી હતી.

બોલ ઓફ ધ સેન્ચુરી જેવી બોલિંગ કરી કુલદીપ યાદવે!

ક્રિકેટના ઈતિહાસમાં શેન વોર્નના 1993ના એ બોલને ‘બોલ ઓફ ધ સેન્ચુરી’ કહેવામાં આવે છે, જેના પર ઓસ્ટ્રેલિયાના આ મહાન લેગ સ્પિનરે ઈંગ્લેન્ડના માઈક ગેટિંગને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે કુલદીપ યાદવે પણ કંઈક આવી જ અદભૂત બોલ ફેંકી છે.

કુલદીપની આ બોલને ફ્રેમ-બાય-ફ્રેમ જોવામાં આવે તો તેની સરખામણી વોર્નની બોલ સાથે કરવી ખોટી નહીં ગણાય. બંને બોલે બેટ્સમેનને ચકમો આપ્યો, બોલને છોડવા માટે મજબૂર કર્યો અને ત્યારબાદ સીધા સ્ટમ્પ ઉખાડી નાખ્યા. જોકે બંને બોલમાં સ્પિનની દિશાનો તફાવત છે.

આટલો મોટો ટર્ન કેવી રીતે મળ્યો?

કુલદીપ યાદવે ઓફ સ્ટમ્પની લાઇન પર ગુડ લેન્થ બોલ ફેંક્યો. બોલને જોઈને બેટ્સમેનને લાગ્યું કે તે ઓફ સ્ટમ્પની બહારથી નીકળી જશે. પરંતુ અહીં જ રમત બદલાઈ ગઈ.

બોલમાં લેટ ડ્રિફ્ટ અને ડિપ જોવા મળ્યો. બોલ હવામાં લાંબા સમય સુધી ફ્લોટ થયો અને છેલ્લી ક્ષણે અચાનક નીચે પડ્યો. જેના કારણે બેટ્સમેનની ટાઈમિંગ અને બોલની જજમેન્ટ બંને બગડી ગયા.

પિચ પર પડ્યા બાદ બોલે ઓછામાં ઓછો એક ફૂટ જેટલો ટર્ન લીધો. બોલ બેટ્સમેનના પેડ અને બેટની વચ્ચેથી પસાર થઈને સીધો સ્ટમ્પમાં ઘૂસી ગયો. ગિલ્લીઓ હવામાં ઉછળી ગઈ અને બેટ્સમેન સહિત સૌ કોઈ ચોંકી ગયા.

શેન વોર્ન અને કુલદીપ યાદવમાં શું તફાવત છે?

શેન વોર્ને આ પ્રકારનો જાદુ લેગ-સાઈડ તરફથી કર્યો હતો, જ્યારે કુલદીપે ઓફ-સાઈડ તરફથી આ કારનામું કર્યું. કુલદીપ ડાબોડી રિસ્ટ સ્પિનર હોવાથી તેઓ બોલને વિપરીત દિશામાં ટર્ન કરાવે છે.

એટલે કે બોલ ઓફ-સાઈડ તરફથી જમણા હાથના બેટ્સમેન તરફ અંદરની તરફ આવે છે.

કુલદીપ યાદવની 10 વિકેટની ઘાતક બોલિંગના કારણે યોર્કશાયરે એસેક્સને એક ઇનિંગ્સ અને 106 રનના વિશાળ અંતરથી હરાવી દીધું.

આજનું રાશિફળ: નવી તકથી લઈને અટકેલા પૈસા સુધી, કોના પક્ષમાં રહેશે દિવસ?

🌟જાણો ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ નું રાશિફળ:

♈ મેષ: આજે કામકાજમાં નવી તક મળી શકે છે. અટકેલા કાર્યોમાં પ્રગતિ થશે. નાણાકીય બાબતોમાં સમજદારી રાખવી. પરિવાર સાથે સમય સુખદ રહેશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો.


♉ વૃષભ: આજે મહેનતનું સારું પરિણામ મળવાની શક્યતા છે. વ્યવસાયમાં લાભદાયક સંપર્ક બની શકે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. સંબંધોમાં મધુરતા જળવાશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.


♊ મિથુન: આજે તમારી વાતચીતની કુશળતા કામ આવશે. કાર્યક્ષેત્રે જવાબદારી વધી શકે છે. કોઈ મહત્વપૂર્ણ સમાચાર મળી શકે. પૈસાની લેવડદેવડમાં સાવચેતી રાખવી. મનને શાંત રાખવાથી યોગ્ય નિર્ણય લઈ શકશો.


♋ કર્ક: આજે ભાવનાત્મક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો. પરિવારની કોઈ બાબતમાં તમારી મદદ જરૂરી બનશે. કામમાં ધીરજ રાખવાથી સફળતા મળશે. નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે. આરામ માટે સમય કાઢવો.


♌ સિંહ: આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રે તમારી પ્રતિભાની પ્રશંસા થઈ શકે છે. નવી યોજના શરૂ કરવા માટે દિવસ અનુકૂળ છે. આવકના નવા માર્ગ વિશે વિચાર આવી શકે. અહંકારથી દૂર રહેશો તો સંબંધો વધુ મજબૂત બનશે.


♍ કન્યા: આજે આયોજનબદ્ધ રીતે કામ કરવાથી સારો લાભ મળશે. ઓફિસ કે વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે. નાણાકીય બાબતમાં સારો નિર્ણય લઈ શકશો. નજીકના વ્યક્તિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય માટે નિયમિતતા જરૂરી છે.


♎ તુલા: આજે સંબંધો અને ભાગીદારી માટે દિવસ સારો રહેશે. વ્યવસાયમાં નવી ડીલની શક્યતા છે. કામનો ભાર થોડો વધારે રહી શકે. ખર્ચ કરતા પહેલાં વિચારવું. જીવનસાથી અથવા પ્રિય વ્યક્તિનો સહયોગ મળશે.


♏ વૃશ્ચિક: આજે આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિ મજબૂત રહેશે. જૂની સમસ્યાનો ઉકેલ મળી શકે. કાર્યક્ષેત્રે તમારી સ્થિતિ મજબૂત બનશે. અચાનક ખર્ચ થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવાથી દિવસ વધુ સારો રહેશે.


♐ ધન: આજે નવા વિચારો અને નવી તકો તરફ આગળ વધશો. પ્રવાસ અથવા દૂરના સંપર્કથી લાભ થઈ શકે. કરિયર સંબંધિત સારા સમાચાર મળવાની શક્યતા છે. નાણાકીય સ્થિતિ સંતોષકારક રહેશે. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી બનશે.


♑ મકર: આજે કામમાં જવાબદારી અને મહેનત બંને વધશે. ધીરજ રાખશો તો અપેક્ષિત પરિણામ મળશે. જૂનું રોકાણ અથવા અટકેલા પૈસા અંગે સારા સમાચાર મળી શકે. પરિવારની જરૂરિયાતો પર ધ્યાન આપવું. થાકને અવગણશો નહીં.


♒ કુંભ: આજે સર્જનાત્મક વિચારોને આગળ વધારવાનો દિવસ છે. કાર્યક્ષેત્રે નવી દિશા મળી શકે. મિત્ર અથવા સહકર્મી તરફથી મદદ મળશે. નાણાકીય લાભની તક મળી શકે છે. ભાવનાત્મક બાબતોમાં વધુ વિચાર કરવાનું ટાળો.


♓ મીન: આજે મનમાં શાંતિ અને આધ્યાત્મિકતા વધશે. કામમાં ધીમે પરંતુ સ્થિર પ્રગતિ થશે. પરિવાર તરફથી સહયોગ મળશે. પૈસાની બાબતમાં સંતુલન જાળવવું. કોઈ જૂની ઈચ્છા પૂર્ણ થવાની શરૂઆત થઈ શકે છે.

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone 17 Pro તથા નવો iPhone 18 Pro હોય, તો માત્ર “નવું એટલે સારું” માનીને નિર્ણય લેવો યોગ્ય નથી. Appleએ iPhone 18 Proમાં નવી A20 Pro ચિપ, વેરિએબલ અપર્ચર કેમેરા, ઝડપી ચાર્જિંગ, વધુ બેટરી બેકઅપ અને સુધારેલી AI ક્ષમતાઓ જેવા મોટા અપગ્રેડ આપ્યા છે. બીજી તરફ iPhone 17 Pro પણ A19 Pro ચિપ અને શક્તિશાળી કેમેરા સાથે આજે પણ પ્રીમિયમ વિકલ્પ છે. એટલે વધારાના ₹30 હજાર ખર્ચીને નવું મોડલ લેવું ખરેખર કેટલું ફાયદાકારક છે, તે સમજવું જરૂરી છે.

Appleએ 9 સપ્ટેમ્બર 2026ના રોજ iPhone 18 Pro રજૂ કર્યો છે. ભારતમાં તેની શરૂઆતની કિંમત ₹1,64,900 છે અને બેઝ મોડલમાં 256GB સ્ટોરેજ મળે છે. 512GB, 1TB અને 2TB સ્ટોરેજ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ભારતમાં પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે વેચાણ 18 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે. iPhone 17 Proની શરૂઆતની કિંમત ₹1,34,900 હતી.

ડિઝાઇનમાં બંને ફોન વચ્ચે મોટો ફેરફાર જોવા મળતો નથી. બંનેમાં 6.3 ઇંચનું Super Retina XDR ડિસ્પ્લે અને 120Hz ProMotion ટેક્નોલોજી મળે છે. જોકે iPhone 18 Proમાં Dynamic Island વધુ કોમ્પેક્ટ બનાવવામાં આવ્યું છે.

પરફોર્મન્સની વાત કરીએ તો iPhone 18 Proમાં 2nm A20 Pro ચિપ છે. તેમાં 6-કોર CPU અને 7-કોર GPU આપવામાં આવ્યા છે. Appleના જણાવ્યા મુજબ GPU પ્રદર્શન અગાઉની પેઢીની તુલનામાં 40 ટકા સુધી ઝડપી છે અને મેમરી બેન્ડવિડ્થમાં પણ મોટો સુધારો થયો છે. iPhone 17 Proમાં 3nm A19 Pro ચિપ આપવામાં આવી છે.

કેમેરા વિભાગમાં iPhone 18 Proનું સૌથી મોટું અપગ્રેડ જોવા મળે છે. તેમાં 48MP મુખ્ય કેમેરા સાથે વેરિએબલ અપર્ચર આપવામાં આવ્યું છે. 48MP અલ્ટ્રા વાઇડ અને 48MP ટેલિફોટો કેમેરા પણ છે. iPhone 17 Proમાં પણ ત્રણ 48MP રિયર કેમેરા છે, પરંતુ વેરિએબલ અપર્ચર જેવી સુવિધા નવા મોડલને આગળ રાખે છે.

બેટરીમાં પણ iPhone 18 Pro આગળ છે. Appleના જણાવ્યા પ્રમાણે તે 36 કલાક સુધી વીડિયો પ્લેબેક આપી શકે છે અને લગભગ 15 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. iPhone 17 Proમાં 31 કલાક સુધી વીડિયો પ્લેબેક અને લગભગ 20 મિનિટમાં 50 ટકા ચાર્જિંગ મળે છે.

સોફ્ટવેરની બાબતમાં iPhone 18 Pro iOS 27 સાથે આવે છે અને નવી AI આધારિત Siri સહિત Apple Intelligence સુવિધાઓનો વધુ ઉપયોગ કરે છે.

કયો iPhone ખરીદવો? નવી ચિપ, વધુ સ્ટોરેજ, કેમેરામાં વધુ નિયંત્રણ અને લાંબા ગાળે નવી ટેક્નોલોજી જોઈએ તો iPhone 18 Pro વધુ યોગ્ય છે. પરંતુ સારો ડિસ્કાઉન્ટ મળતો હોય અને બજેટ મહત્વનું હોય તો iPhone 17 Pro હજુ પણ ખૂબ જ શક્તિશાળી અને વેલ્યુ-ફોર-મની વિકલ્પ બની શકે છે.

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા બાદ હવે તેને સાડા ચાર વર્ષની જેલની સજા ભોગવવી પડશે. સુરત સ્થિત Raxuter Chemicals સાથે સંકળાયેલા ભાવેશ રણછોડભાઈ લાઠિયાને અમેરિકાની ફેડરલ કોર્ટે ફેન્ટેનિલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રીકર્સર કેમિકલની સ્મગલિંગ અને વિતરણના કેસમાં 54 મહિનાની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત તેને 24,560 ડોલર જપ્તી તરીકે ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

અમેરિકી તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ લાઠિયા ભારતમાંથી પોતાની કંપની મારફતે ફેન્ટેનિલ પ્રીકર્સર કેમિકલ અમેરિકા અને મેક્સિકો મોકલતો હતો. તપાસમાં કેમિકલની ઓળખ છુપાવવા માટે શિપમેન્ટ પર ખોટા લેબલ લગાવાતા હોવાનો ખુલાસો થયો હતો. એક શિપમેન્ટમાં પ્રતિબંધિત કેમિકલને ‘Vitamin C’ તરીકે દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય એક શિપમેન્ટ માટે ‘antacid’નું લેબલ ઉપયોગમાં લેવાની યોજના હતી.

આ કેસમાં Homeland Security Investigations (HSI)એ અંડરકવર ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અંડરકવર અધિકારીએ લાઠિયા સાથે વીડિયો કોલ પર વાતચીત કરી હતી. લાઠિયાએ 20 કિલોગ્રામ પ્રીકર્સર કેમિકલ સપ્લાય કરવા સંમતિ આપી હતી અને તેને ખોટા લેબલ સાથે મોકલવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ આ શિપમેન્ટ ન્યૂયોર્ક પહોંચાડવામાં આવ્યું હતું.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ લાઠિયાને સારી રીતે જાણ હતી કે તેના દ્વારા સપ્લાય કરવામાં આવતા કેમિકલનો ઉપયોગ ફેન્ટેનિલ જેવા સિન્થેટિક ડ્રગના ઉત્પાદન માટે થઈ શકે છે. લાઠિયાએ એપ્રિલ 2026માં પોતાનો ગુનો કબૂલ્યો હતો. કેસમાં અમેરિકી તપાસ એજન્સીઓએ ભારત સ્થિત પ્રીકર્સર કેમિકલ સપ્લાયર સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે.

નેપાળ પૂરમાં ગુજરાતના ગુમ થયેલા લોકોના પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા; હવે કેવી રીતે થશે ઓળખ?

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત માટે ચિંતા હજુ યથાવત છે. રાજ્યના 30 લોકો, જેમાં NRI ગુજરાતીનો પણ સમાવેશ થાય છે, હજુ ગુમ અથવા સંપર્કવિહોણા છે. હવે તેમના પરિવારજનોને સ્વજનોની ઓળખ અંગે ચોક્કસ માહિતી મળી શકે તે માટે ગુજરાત સરકારે 29 ગુમ વ્યક્તિઓના નજીકના સગાંઓના DNA સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

નેપાળ-તિબેટ સરહદ અને ભોટે કોશી નદી વિસ્તારમાં આવેલા પૂર બાદ અનેક લોકોનો સંપર્ક તૂટી ગયો હતો. ગુજરાતમાંથી પણ અનેક લોકો કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. ગુમ થયેલા લોકોમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર, સુરત, વલસાડ અને રાજકોટ સહિતના જિલ્લાઓના લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારનું Non-Resident Gujaratis Foundation (NRGF), સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અને જિલ્લા વહીવટીતંત્ર પરિવારજનો સાથે સતત સંપર્કમાં રહીને ઓળખ અને શોધ કામગીરીમાં સંકલન કરી રહ્યા છે. ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જુનાગઢ અને રાજકોટની છ નિર્ધારિત લેબોરેટરીમાં DNA સેમ્પલિંગ અને પ્રોફાઇલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) પણ આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. NFSUની 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળમાં ઓળખ પ્રક્રિયામાં સહાય કરી રહી છે.

પૂરમાં મળેલા કેટલાક મૃતદેહો અને માનવ અવશેષોની સ્થિતિ ગંભીર હોવાથી પરંપરાગત ઓળખ મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં DNA મેચિંગ ગુજરાતના પરિવારોને તેમના ગુમ થયેલા સ્વજનો અંગે ચોક્કસ માહિતી મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.