HomeGujaratગુજરાતમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય, આજથી ચાર દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય, આજથી ચાર દિવસ વરસાદની આગાહી

Date:

Related stories

‘કાયદો લાગુ છે તો લાભ કેમ નહીં?’ સુરતમાં વિવિધ ક્ષેત્રના 400 કારીગરોનું કલેકટરાલયે વિરોધ પ્રદર્શન

સુરત શહેરમાં એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કારીગરો...

પુતિનના મળમૂત્ર પણ રશિયા લઈ જવાશે ! જાણો આટલી વિચિત્ર વ્યવસ્થા પાછળનું કારણ શું છે ?

પુતિનના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના બોડીગાર્ડ્સ તેમના મળ અને...

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS સમિટમાં ભાગ લેવા માટે 7 વર્ષ બાદ ભારત આવ્યા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે સાત વર્ષ બાદ ભારતની...

BRICS સમિટમાં અમેરિકા પર રશિયા અને ઈરાન ભડક્યા, ભારત માટે શું રહેશે પડકારો?

રશિયા અને ઈરાને શુક્રવારે BRICS શિખર સંમેલન દરમિયાન અમેરિકા...

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
spot_img

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થતાં આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 13 અને 14 સપ્ટેમ્બરે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર ઓડિશા અને આંધ્ર પ્રદેશ નજીક લો-પ્રેશર વિસ્તાર સર્જાયું છે, તો બીજી તરફ ઉત્તર રાજસ્થાનથી આ સાઇક્લોનિક સર્ક્યુલેશન સુધી એક ટ્રફ પણ સર્જાયો છે. આ તમામ હવામાન પ્રણાલીઓની અસર ગુજરાતના વરસાદ પર જોવા મળી શકે છે.

આજે શનિવારે 12 સપ્ટેમ્બરે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.

રવિવાર 13 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધુ વધવાની સંભાવના છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, દાહોદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

સોમવાર 14 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, સુરત, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે અને પવન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.

મંગળવાર 15 સપ્ટેમ્બરે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

Subscribe

Latest stories

spot_img