Home Blog Page 1411

એરપોર્ટ પર પહોંચતા જ રાખી સાવંતને પોતાની ભૂલ યાદ આવી અને પછી તેના બોયફ્રેન્ડની સામે ચહેરો છુપાવીને ભાગી 

Arriving at the airport

  • રાખી સાવંત અવારનવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. હવે આવી સ્થિતિમાં રાખીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાખી તેના બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળી રહી છે.

રાખી સાવંત (Rakhi Sawant) અવારનવાર પોતાની હરકતોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણીએ તેના પૂર્વ પતિ રિતેશ સિંહ વિશે વાત કરતા કહ્યું કે તે તેને પરેશાન કરી રહ્યો છે. રાખીએ રિતેશ (Riteish) વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે આ વખતે રાખી કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. વાસ્તવમાં રાખી (રાખી સાવંતનો વાયરલ વીડિયો)નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાખી તેના બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળી રહી છે. પરંતુ ત્યાં કંઈક એવું બને છે કે અભિનેત્રીને પોતાનો ચહેરો છુપાવવો પડે છે. તમે પણ વિડિયો જુઓ –

રાખી પાસપોર્ટ લાવવાનું ભૂલી ગઈ હતી :

તમને જણાવી દઈએ કે વાયરલ વિડિયો પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે વાત કરી રહી છે. તેણી કહે છે કે ‘માફ કરજો, હું મારો પાસપોર્ટ ઘરે ભૂલી ગઈ છું.’ રાખી પોતાનો ચહેરો છુપાવે છે અને ત્યાંથી બીજી બાજુ જાય છે. જ્યારે આદિલ (આદિલ દુરાની) રાખી પાસે જાય છે, ત્યારે અભિનેત્રી તેને તેનો ફોન અને બેગ આપે છે અને તેનો પાસપોર્ટ શોધવા લાગે છે. હવે સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહી રહ્યા છે કે શું રાખી ખરેખર તેનો પાસપોર્ટ ઘરે ભૂલી ગઈ છે કે પછી તે નાટક કરી રહી છે. રાખીના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂક્યા છે.

રાખી ટૂંક સમયમાં ફરી લગ્ન કરશે :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાખી સાવંત ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કરી શકે છે. થોડા દિવસો પહેલા રાખીએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે- ‘આ વખતે હું મહેંદી પણ પહેરીશ અને મારા લગ્નની સરઘસ પણ આવશે.’ જો કે, રાખીએ એમ પણ કહ્યું કે તેણીને ખબર નથી કે તેઓ ક્યારે લગ્ન કરશે. જ્યારે રાખીના લગ્ન થશે ત્યારે બધાને ખબર પડશે.

 

VIDEO : રસ્તા પર ફરતો હતો વાઘ, લોકોમાં ભાગમભાગ, એક શખ્સ આવ્યો બિલાડીની જેમ ઉપાડીને લઈ ગયો

A tiger was walking

  • મેક્સિકોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક બંગાળ વાઘ રહેણાંક વિસ્તારના રસ્તા પર ફરતા દેખાય છે. ત્યારબાદ સ્થાનિકોમાં વધુ દહેશત ફેલાઈ છે. જો કે, વાઘે કોઈને નુકસાન પહોંચાડ્યુ નથી.

પરંતુ જ્યારે સ્થાનિકોએ ફૂટપાથ પર વાઘને ચાલતા જોયો ત્યારે સ્થાનિકોના રૂંવાડા ઉભા થયા. તો કેટલાંક લોકો આ ઘટનાને કેમેરામાં કેદ (Captured on camera) કરવા લાગ્યા તો કેટલાંક લોકો પોતાના ઘરમાં ભાગી ગયા. થોડા સમય બાદ એક માણસ વાઘની પાસે પહોંચે છે અને સરળતાપૂર્વક તેના ગળામાં દોરડુ બાંધીને વાઘને પોતાની સાથે લઇ જાય છે. આ ચોંકાવનારો વીડિયો ટ્વિટર એકાઉન્ટ @AmazingPosts_ પરથી 15 જૂને શેર કરવામાં આવ્યો હતો.

તેણે કેપ્શનમાં લખ્યુ એક બંગાળ વાઘ શહેરમાં ફરતો જોવા મળ્યો. ત્યારબાદ સરળતાપૂર્વક પકડીને ઘરે લઇ જવામાં આવે છે. આ ઘટના મેક્સિકોના ટેકુઆલામાં થઇ. આ ક્લિપને અત્યાર સુધી અંદાજે 13 હજારથી વધુ વ્યુજ અને સેંકડો લાઈક્સ મળી છે. આ સાથે યુઝર તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

યુવક વાઘને બિલાડીની જેમ પકડીને લઇ ગયો :

આ 31 સેકન્ડના વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક બંગાળ વાઘને ફૂટપાથ પર ફરતો જોઈને સ્થાનિકો ડરી જાય છે અને તેનો વીડિયો બનાવવા લાગે છે. ક્લિપમાં એક મહિલા કહેતી સંભળાય છે કે ચૂપ રહો, તે અમારી નજીક આવી શકે છે. જો કે, વાઘ શાંતિથી આગળ વધી રહ્યો છે. થોડી વાર આમતેમ ફર્યા બાદ તે એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે. આ દરમ્યાન એક યુવક હાથમાં દોરડુ લઇને આવે છે અને સરળતાપૂર્વક વાઘને પકડી લે છે. એવુ લાગે છે કે વાઘ તેનુ પાલતુ પશુ છે. જો કે, વાઘ કોઈના પર અટેક કરતો નથી.

ભરતસિંહનું વેકેશનના બહાને સંપર્ક અભિયાન ? જો કે બેનરથી માંડી ખેસ સુધી કોંગ્રેસની બાદબાકી ! નવાજૂની કરવાનાં મૂડમાં !

હાઈકોર્ટનો મોટો ચુકાદો : 16 વર્ષથી મોટી ઉંમરની મુસ્લિમ છોકરી પોતાની પસંદના સાથી સાથે લગ્ન કરી શકે

 

ભરતસિંહનું વેકેશનના બહાને સંપર્ક અભિયાન ? જો કે બેનરથી માંડી ખેસ સુધી કોંગ્રેસની બાદબાકી ! નવાજૂની કરવાનાં મૂડમાં !

0

Bharat Singh’s campaign

  • સક્રિય રાજકારણથી થોડા સમય માટે દુર એવા ભરતસિંહ સોલંકી આજે હિંમતનગરની મુલાકાતે પહોચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ઓબીસી સમાજ સાથે સંવાદ કર્યો હતો. દરેક સમાજ સાથે મળવાનું ઊંઝાથી શરુ કર્યું છે.

સક્રિય રાજકારણથી થોડા સમય માટે દુર એવા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) હિંમતનગરની મુલાકાતે પહોચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ઓબીસી સમાજ (OBC society) સાથે સંવાદ કર્યો હતો. દરેક સમાજ સાથે મળવાનું ઊંઝાથી શરુ કર્યું છે. થોડા સમય અગાઉ ભરતસિંહ સોલંકીના વિડીયો વાઈરલ થયા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં (Press conference) નિવેદન આપ્યુ હતુ કે, રાજકારણમાંથી ટેમ્પરરી સ્ટોપ ગેપ લઈ રહ્યો છે ત્યારે આજે હિંમતનગરના પરબડામાં ઓબીસી સમાજ સાથે સંવાદ કરવા આવ્યા હતા.

તે અગાઉ ભોલેશ્વર મંદિરે દાદાના દર્શન કર્યા બાદ ભરતસિંહ સોલંકી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા બાદમાં ઓબીસી સમાજ સાથેના સંવાદ સ્થળે પહોચ્યા હતા. જ્યાં ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત વિવિધ સમાજ ધ્વારા ભરતસિંહને ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. સમાજના તમામ વર્ગ જેવા કે ક્ષત્રિય, એબીસી, દલિત સહિત અન્ય સમાજના વર્ગના લોકોની સાથે સામાજીક એકરસતા થાય અને સમાજ દિશા બતાવે અને એ પ્રમાણે એના ભાગરૂપે આજે સમાજ સાથે સંવાદ સાથે વિચાર વિમર્સ કરવા માટે આજે હિંમતનગર મુલાકાતે ભરતસિંહ આવ્યા હતા. રાજકીય કારણસર નહિ પણ સામાજીક કારણસર આવ્યા છે. આમ તો તમામ સમાજના લોકો સાથે ઉંઝાઉમિયા માતાજીના દર્શન બાદ સંવાદ શરુ કર્યો હતો.

ઊંઝાના ડાભી ગામે મુલાકાત કરી તેમની વિવિધ સમસ્યાઓ, આર્થિક સાધનો ટુંકા થયા મોંઘવારી વધતી ગઈ રોજગારી, શિક્ષણ અને આરોગ્ય મોઘુ થતુ ગયુ તો પણ ઉકેલ ન આવે વિશ્વમાં આર્થિક મંદી આવવાની તમામ શક્યતાઓ છે. ત્યારે લોકોના જીવવા માટેની જે અગત્યતા છે એવા સમાજ શું દોરવણી આપે છે તે તમામ ચર્ચાઓ થઈ હતી. સૌ લોકો એક થઈને અવાજ કાઢશે તો મને લાગે છે કે બધા રાજકીય લોકોએ એ દિશામાં ગંભીર પુર્વક નિર્ણય અને વિચાર કરવા પડશે તેવુ પણ નિવેદન આપ્યુ હતુ.

સૌ કોઈની નજર એક બેનર પણ આવ્યુ હતું. જેમાં ભરતસિહ કોંગ્રેસના બેનર સાથે નહિ અલગ જ બેનર સાથે જોવા મળ્યા હતાં ત્યારે કઈક નવા જુની પણ આ બેનર જોઈને દેખાઈ રહી હતી. પરંતુ આવનારા દિવસોમાં ભરતસિંહ સંવાદ ગુજરાત ભરમાં વિવિધ સમાજો સાથે કરશે તો આવનારી ચુંટણીઓમાં કોનું પરિણામ બદલાશે તે આવનારો સમય બતાવશે કોઈના પર લગામ કે મદદ એ આવનારો સમય બતાવશે. હિમતનગરમાં કોંગ્રેસ બેનર હેઠળ નહિ આવ્યા હોવાનું ભરતસિંહે જણાવ્યું હતું પરંતુ મુલાકાત સમયે સાથે કોંગ્રેસ પ્રમુખથી માંડીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે જોડાયા હતા માત્ર કોંગ્રેસનો ખેસ નહોતો.

હાઈકોર્ટનો મોટો ચુકાદો : 16 વર્ષથી મોટી ઉંમરની મુસ્લિમ છોકરી પોતાની પસંદના સાથી સાથે લગ્ન કરી શકે

0

Big judgment of the High Court

  • પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, 16 વર્ષની મોટી ઉંમરની મુસ્લિમ છોકરીઓ પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે.

છોકરીઓના લગ્નને લઈને ભારે વિવાદો થઈ રહ્યા છે. ખાસ કરીને તેમની ઉંમરના સંબંધમાં. હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, 16 વર્ષની મોટી ઉંમરની મુસ્લિમ છોકરીઓ (Muslim girl) પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, કોર્ટે એક મુસ્લિમ કપલની (Muslim couple) સુરક્ષા અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ જસજીત સિંહ બેદીની બેન્ચે આ ચુકાદા પર મહોર લગાવી હતી.

શું છે મામલો :

હકીકતમાં કોર્ટે એક કપલની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં અરજીકર્તાઓ કહ્યુ હતું કે, આ બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા, જેને લઈને તેમને કથિત રીતે ધમકીઓ મળવા લાગી હતી. તેમણે અરજીમાં કહ્યુ હતું કે, બંને વયસ્ક થઈ ચુક્યા છે અને લગ્ન બાદ તેમને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. અરજીમાં તેમણે પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પઠાણકોટમાં કરી હતી. પણ અત્યાર સુધીમાં કોઈ એક્શન લેવામાં આવી નથી.આપને જણાવી દઈએ કે, છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 16 વર્ષ છે. એક રિપોર્ટ અનુસાર આ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ હતો. પણ પરિવારના લોકો તેમના લગ્નની વિરુદ્ધમાં હતા, જે બાદ બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા.

કોર્ટે શું કહ્યું :

કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, મુસ્લિમ છોકરીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અંતર્ગત થાય છે. કોર્ટે ફરદુનજી મુલ્લાની પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ મોહમ્મદન લોના આર્ટિકલ 195 નો હવાલો આપતા કહ્યું કે, છોકરીની ઉંમર 16 વર્ષથી વધારે છે. તે પોતાની પસંદ અનુસાર પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે છે. તો વળી છોકરાની ઉંમર 21 વર્ષ છે. આવા સમયે બંને પોતાની મરજીથી લગ્ન કરી શકે છે.

કોર્ટે આપ્યા સુરક્ષાના આદેશ :

આ તમામની ઉપરાંત કોર્ટે એસએસપી પઠાણકોટને બંનેને સુરક્ષા આપવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, ફક્ત એટલા માટે નહીં કે છોકરી પોતાની પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરી રહી છે, તો તેમને ભારતીય સંવિધાનમાં મૌલિક અધિકારોથી વંચિત કરી શકાય નહીં.

ફોન પર કવર લગાવવાથી થાય છે 6 મોટા નુકસાન, જાણી લેજો નહીંતર ખરાબ થઈ જશે હજ્જારોનો ફોન

Putting a cover

  • આજકાલ બધા જ લોકો સ્માર્ટફોન વાપરતા જ હશે, અને સાથે તેમાં કવર પણ વધુ પડતા લોકોને હશે જ ત્યારે તમે જે કવર વાપરો છો તેના લીધે તમારા ફોનના પર્ફોમન્સમાં ઘટાડો આવી શકે છે .

ઘણા લોકો સ્માર્ટફોનના (Smartphone) પ્રોટેક્શન માટે બેક કવરનો ઉપયોગ કરે છે. જો કે તેનો ઉપયોગ ફોનને સુરક્ષિત રાખે છે, પરંતુ આ કવર પોતે જ ઘણી રીતે ફોનને નુકસાન (Damage) પહોંચાડે છે.તમને વિચિત્ર લાગશે કે કવરનો ઉપયોગ કરવાથી ફોનને કેવી રીતે નુકસાન થાય છે ? પરંતુ લાંબાગાળે કવરના કારણે તમારા ફોનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. મોટાભાગના લોકો કવરનો ઉપયોગ કરે છે તેનું કારણ માત્ર ફોનનું પ્રોટેક્શન (Protection) છે, પરંતુ જો તમારા ફોનમાં ગરબડ થવાનું કારણ પ્રોટેક્ટર બની જાય તો તમે શું કરશો ? ચાલો આજે જાણીએ કે સ્માર્ટફોન કવર કેવી રીતે તમારા ફોનને બગાડે છે.

ગરમીનું ન નિકળવું :

ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે, શિયાળામાં આપણે પોતાને ગરમ રાખવા ધાબળાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગરમીમાં આપણે એવું કરતા નથી. કારણ કે આપણે પહેલેથી જ ગરમી અનુભવી રહ્યા છીએ. આ જ રીતે સ્માર્ટફોન પણ દરેકના ફંક્શનના કારણે ગરમી પેદા કરે છે. મોબાઈલ કવર હાર્ડ પ્લાસ્ટિક કે રબરના હોવાથી તે ગરમીને સહેલાઈથી બહાર નીકળવા દેતા નથી. આ કારણે તમારા ફોનનું પરફોર્મન્સ સ્લો લાગે છે.

ચાર્જિંગ સ્પીડમાં પણ અસર પડે છે :

જો તમે સ્માર્ટફોનને કવર લગાવીને ચાર્જ કરો છો, તો તેમની ચાર્જીંગ સ્પીડ પણ ધીમી પડી જશે. આનું કારણ પર પર્ફોમન્સ વાળું જ છે. ગરમી બરોબર બહાર ન નીકળતા ફોન ચાર્જીગ સ્પીડને ધીમી પાડી દે છે, જેથી બેટરી ઉપર વધુ પ્રેસર ન આવે.

સ્ક્રીનમાંથી નીકળે છે ગરમી :

કવર રબર કે હાર્ડ પ્લાસ્ટિકના હોવાથી ગરમી સહેલાઈથી બહાર આવતી નથી. બીજી તરફ તમારા ફોનની સ્ક્રીન કવર કરતા ગરમીને સરળતાથી બહાર કાઢી શકે છે. આવી સ્થિતિમાં, ફોનની ગરમી સ્ક્રીનમાંથી બહાર આવે છે, જે તમારા મોબાઇલ માટે બિલકુલ સારી વાત નથી.

નેટવર્ક પર પડે છે અસર :

નેટવર્કનો મતલબ એટલે કનેક્ટિવિટી. કવરના કારણે ફોનના મોટા ભાગના સેન્સર કવર થઈ જતા હોવાથી નેટવર્ક રિસેપ્શન અને કનેક્ટિવિટીમાં ઘણી સમસ્યાઓ આવે છે.વધુ સારી કનેક્ટિવિટી માટે, તમારે ફોનનું કવર દૂર કરવું જોઈએ.

ઘણા ફીચર્સ યોગ્ય રીતે કામ નથી કરતા :

વાયરલેસ ચાર્જિંગ, NFC, ટેપ ટુ પે અને કમ્પાસ જેવા ઘણા ફીચર્સ તમારા સ્માર્ટફોનના કવરને કારણે યોગ્ય રીતે કામ કરતા નથી. કારણ કે આ ફીચરને કામ કરવા માટે જે સેન્સરની જરૂર પડે છે, તેને તમે કવરથી ઢાંકી દીધા છે.

ફોનને નુકસાન પહોચે છે :

કેસ કે કવરના કારણે તમારા ફોનમાં ઘણી જગ્યાએ ધૂળ જમા થઇ જાય છે. તેના કારણે ઘણી વખત ફોન સ્ક્રેચ થઇ જાય છે અને ઘણી વખત તો ચાર્જિંગ અને અન્ય પોર્ટ પણ બ્લોક થઇ જાય છે. સાથે જ કવરના કારણે હેન્ડસેટનું વજન પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે તેનો ઉપયોગ કવર વિના કરો તો તે વધુ સારું રહેશે.

20 જુન 2022, રાશિફળ : ખોડિયાર માતાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

June 20, 2022, horoscope Gujarat Guardian

મેષઃ- આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ કૈટુંબિક મન માં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂં. કાર્યક્ષેેત્રે પત્નિ નો પૂર્ણ સહકાર મળે. ખર્ચ નું પ્રમાણ ઓછંુ રહે.

વૃષભઃ-ગુસ્સા નું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. દંધાકીયક્ષેત્રે હરીદ્રોને પ્રરાસ્ત કરી શકશો. સંતાનો ની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ- સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનો માં મહત્વ ની તક મળે. નોકરી ધંધામાં વિશ્વાસઘાટ થી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશ ના કામકાજ માં સફળતા મળશે. ખર્ચ નું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ- મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણો થી આવક વધતી જણાય. સંતાન ની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રો થી લાભ.

5 મે 2022 રાશિભવિષ્ય : બધી 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

સિંહઃ- આત્મબળમાં વધારો થાય. બેંકબેલેન્સ વધતું જણાય. પારિવારીક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોઉપયોગી કાર્ય કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-કાંસી નો ઉપદ્રો રહે. મિત્રો થી ચિંતા રહે.

કન્યાઃ- કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વકતા. કાર્ય કુશળ બનશે. ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથી ની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઇ રહેશે.

તુલાઃ- દિવસ દરમ્યાન સંધર્ષ નો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૈટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફ થી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું.ભાગ્ય નો સાથ મળશે.

વૃશ્ચિકઃ- નાણાંકીય બાબતો માં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંભંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ- ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. નાણાંકીય બાબતો માં અનુકુળ રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જ‍ળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથી ની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ- પરોપકારની ભાવના પેદ થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજન નો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાન નું આરેગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ- ભુલથી ચીજ વસ્તુ ખોવાય જાય. ફુડપોઇઝનીંગ કે દવાના રીએકશન થી સાચવવું. ઝેરી જંતુ, કૂતરા કરડવના બનાવ બને. વિદેશી બાબતો થી લાભ મલે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળ નો અનુભવ થાય.

મીનઃ- સીધો-સરળ સ્વભાવ રહે. પરિવીર ના સભ્યો સાથે મોજ શોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાન ની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખ ની કાળજી જરૂરી. બહેનો એ ગર્ભાશય ના રોગો થી સાચવવું.

19 જૂન 2022, રાશિફળ : કષ્ટભંજનદેવની કૃપાથી આ રાશિના જાતકોને વ્યવસાયમાં મળશે સફળતા

June 19, 2022, horoscope : Gujarat Guardian

મેષઃ- સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શકય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી ધંધામાં લાભ. ઝેરી જીવજંતુ કરડવાથી શક્યતા છે.

વૃષભઃ- આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ- સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતાં જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારૂં. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ- મન ડામડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ- સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભૂ‌િત થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ. પાણીના રોગોથી સાચવવું ભાગ્યમાં વૃદ્ધિ થાય.

કન્યાઃ- સરળ, નિખાલાસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ. નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલાઃ- આળસ આવે, કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ- સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂં વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શકયતા.

ધનઃ- માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી ધંધામાં સામાન્ય.

મકરઃ- આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં સફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ- જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શકયતા. આવકમાં વધારો. નોકરી ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃદ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ- ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. નોકરી ધંધામાં સામાન્ય મિત્રોથી લાભ.

હાર્દિક કોંગ્રેસમાં પાડી શકે છે મોટો ખેલ ! આ ધારાસભ્ય કોંગ્રેસને કહી શકે છે રામ- રામ 

0

Hardik can be a big game

  • હાર્દિક પટેલ બાદ લલિત વસોયા કોંગ્રેસને કરી શકે છે રામ રામ…કોંગ્રેસ છોડી આગામી દિવસોમાં કરી શકે છે કેસરિયા..અગાઉ કોંગ્રેસના ગ્રુપમાંથી થયા હતા લેફ્ટ

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગી શકે છે. કારણ કે, વધુ એક દિગ્ગજ નેતા (Veteran leader) કોંગ્રેસને રામ રામ કરી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લલિત વસોયા (Lalit Vasoya) પણ હાર્દિકની (Hardik) જેમ કોંગ્રેસને અલવિદા કરી શકે છે. લલિત વસોયા ધોરાજી-ઉપલેટાના (Dhoraji-Upleta) કોંગ્રેસના ધારાસભ્ય છે.

ગુજરાતના રાજકારણમાં હાલ કોંગ્રેસની પડતી ચાલી રહી છે. એક પછી એક ધારાસભ્યો, નેતાઓ કોંગ્રેસમાંથી વિદાય લઈ રહ્યાં છે. ત્યારે રાજકારણમાં આગામી દિવસોમાં વધુ કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા 75 વિધાનસભાના કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસને રામ રામ કરી શકે છે. આગામી થોડા દિવસોમાં કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો કરી શકે છે તેવી ચર્ચા શરૂ થઈ છે. આમ, હાર્દિક પટેલ બાદ વધુ એક કોંગ્રેસ દિગ્ગજ નેતા લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડી શકે છે.

લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપથી લેફ્ટ થયાના ખોટા સમાચાર વાયરલ થયા, અફવા મામલે ખુદ કરી ચોખવટ | MLA, Lalit Vasoya, False news, leaving Congress group, viral, spread

ચર્ચાય છે કે, હાર્દિક પટેલની વ્યૂહ રચના મુજબ લલિત વસોયા ભાજપમાં જોડાઈ શકે છે. કારણ કે, થોડા દિવસ પહેલા લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થયા હતા. આ કારણે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ધારણ કરી શકે છે. લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડતાં કોંગ્રેસને હાર્દિક પટેલ બાદ મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસનો સાથે એક પછી એક દિગ્ગજ નેતા છોડી રહ્યાં છે, જેથી કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.

 

જો તમે ઘરમાં 100 વાંદા રાખશો તો કંપની આપશે દોઢ લાખ રૂપિયા , જાણો કેવી રીતે આપશે રૂપિયા

half lakh rupees

મચ્છર, ગરોળી, વાંદાઓ, કરોળિયો અને માંકડથી લોકો તો બચીને જ રહેવા માંગે છે. તેઓ એમને ભગાડવા માટે વિવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. રસોડું તો ભાઈ… એવી જગ્યા છે જ્યાં વાંદાઓનો (Wanda) ત્રાસ રહેતો જ હોય છે. એવામાં અમેરિકાની (America) એક કંપનીની વાંદાઓને લગતી એક અનોખી ઓફર સોશિયલ મીડિયામાં (Social media) ચર્ચાનો વિષય બની ગઈ છે. આમ જોવા જઈએ તો ‘વાંદાઓને પાળવા’ માટે લોકોને દોઢ લાખ રૂપિયા આપવા તૈયાર થઇ છે.

એક અહેવાલ મુજબ અમેરિકામાં નોર્થ કેરોલિના (North Carolina) સ્થિત ‘પેસ્ટ કંટ્રોલ કંપની’ (Pest control company) તેની નવી પેસ્ટ કંટ્રોલ દવા પર સંશોધન કરી રહી છે. તેમના આ સંશોધન માટે તેમણે વાંદાવાળા ઘરની જરૂર છે.  જેથી કરીને તે એના પર પોતાની આ ખાસ દવાનો ટેસ્ટ કરી શકે. એના કારણે આ કંપની 5-7 એવા ઘરોની તલાશ કરી રહી છે કે જેમાં તે ઓછામાં ઓછા 100 વાંદાઓ છોડી શકે. જો તે કંપનીને આવું ઘર મળે તો તે ઘરના માલિકને 2000 ડોલર (ભારતમાં દોઢ લાખ રૂપિયાથી પણ વધારે) ની રકમ આપશે.

કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે તે 100 વાંદા ઘરમાં છોડશે ત્યારથી લઇને 30 દિવસ સુધી તે ઘરના માલિક કોઈપણ પ્રકારની પેસ્ટ કંટ્રોલ ટેક્નિકનો ઉપયોગ કરશે નહીં. કંપની તેની રીતે તે વાંદાઓને દૂર કરશે. જો ‘પેસ્ટ ઇન્ફોર્મર’ કંપનીના પૂરા મહિનાના સંશોધન પછી પણ તે ઘરમાં વાંદાઓ બચશે તો કંપની તેને ભગાડવા માટે પરંપરાગત ઉપાયોનો ઉપયોગ કરશે.

સાથે જ એમણે દાવો કર્યો કે આ પ્રયોગ કુટુંબ અને તેના ઘરેલુ પ્રાણી માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સ્કીમ માટે તે ઘરના માલિકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.

સમય પહેલા સફેદ વાળ આવી ગયા છે તો ચિંતા ના કરશો, કરો આ ઉપાય વાળ બનાવશે કાળા અને શાઈની

Premature white hair

  • હવે સફેદ વાળ સરળતાથી કાળા કરી શકાય છે. તમે વિચારતા જ હશો કે આ કેવી રીતે શક્ય છે. તો ચાલો એ જાણીએ કે એવી કઈ કઈ સરળ રીતો છે.

સફેદ વાળની (White hair) ​​સમસ્યાથી પીડિત લોકોને જણાવી દઈએ કે તમારા ડાયટમાં (Diet) કેટલાક એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી છે જેથી તમારા વાળ સફેદ ન થાય કારણ કે ઘણી વખત તમારા શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા જેના કારણે વાળ સમય પહેલાં સફેદ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે એવી વસ્તુઓ છે જેના કારણે તમારા વાળ કાળા (Hair black) થઈ શકે છે.

ડાયેટમાં શામેલ કરો ઈંડા :

ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. વાળને સુધારવા અને સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમારે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ.

ડાયેટમાં શામેલ કરો મેથી :

મેથી વાળને કાળા કરવામાં મદદ કરે છે. હકીકતે મેથીમાં આયર્ન અને ફાઈબરની માત્રા વધુ હોય છે. જે વાળમાં મેલાનિન નામના તત્વને વધારવામાં સક્ષમ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેલાનિનની ઉણપને કારણે વાળ જલ્દી સફેદ થવા લાગે છે. એટલા માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં મેલાનિન હોય.

લીલા શાકભાજી પણ કરશે મદદ  :

 

આ સિવાય તમારે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. લીલા શાકભાજીમાં વિટામિન B-6, વિટામિન B-12 અને અન્ય પોષક તત્વો મળી આવે છે.