Home Blog Page 1405

અમિત શાહ ફરીવાર ગુજરાત પ્રવાસે ! 25 જૂનના રોજ કેવડિયાના આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

0

Amit Shah on Gujarat tour

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં સામેલ થશે.

નર્મદા , 24 જૂન ૨૦૨૨ , શુક્રવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ફરીવાર ગુજરાત (Gujarat) પ્રવાસે આવશે. 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની (Central Disaster Management Department) બેઠક મળશે. જેમાં અમિત શાહ હાજરી આપશે. આથી અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના (Vadodara) સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે.

26મી એ રાત્રે અમદાવાદના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે :

મહત્વનું છે કે, કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. 26મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહમંત્રી તેમના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. પરંતુ એ પહેલાં તમામ પક્ષના લોકોએ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.

કેવડિયામાં કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સ :

આજ રોજ કેવડિયામાં નર્મદા ટેન્ટ સિટી-2 ખાતે કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કરાવ્યો છે. જેમાં રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ દેશના અલગ-અલગ રાજ્યોના રમતગમત મંત્રીઓની ઉપસ્થિતમાં દેશમાં રમાતી રમતો, અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટી, નવા ડેવલોપમેન્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો –

Penalty Fee : 1 જુલાઈ પહેલા કરી લો આ કામ નહીં તો ભરવો પડશે 1000 નો દંડ

0

Penalty Fee

  • જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે.

આગામી 1 જુલાઈથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેમાંનો એક નિયમ PANને આધાર સાથે લિંક કરવાનો છે. જો તમે હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો ડબલ પેનલ્ટી ચૂકવતા પહેલા હવે તમારી પાસે એક છેલ્લી તક છે. જો તમે આ તક ગુમાવશો, તો તમારે ડબલ પેનલ્ટી ચૂકવવી પડશે.

ભરવો પડશે આટલો દંડ :

જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે. જેથી ડબલ દંડ ભરવા કરતાં 30 જૂન પહેલાં આ કામ પૂર્ણ કરી લેવું વધુ સારું છે.

લિંક કરવું જરૂરી :

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ પાન-આધારને લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી લંબાવી છે, પરંતુ જેમણે હજી સુધી લિંક કર્યું નથી, તેઓએ પેનલ્ટી ચૂકવવી પડશે. હાલ દંડ તરીકે 500 રૂપિયાની રકમ લેવામાં આવી રહી છે. પરંતુ જો 30 જૂન, 2022 પછી આધાર-પાન લિંક કરવામાં આવે છે, તો દંડની રકમ 1000 રૂપિયા હશે.

PAN Card-Aadhaar Cardને આ રીતે કરો લિંક :

  • આવકવેરા ઈ-ફાઈલિંગના અધિકૃત પોર્ટલ www.incometax.gov.inની મુલાકાત લો.
  • જો તમે અગાઉ તમારા યુઝર આઈડી તરીકે તમારા PANનો ઉપયોગ કર્યો નથી અને પાસવર્ડ સેટ નથી કર્યો, તો તેના પર રજીસ્ટ્રેશન કરો. તમારા લોગીન ઓળખપત્રોનો ઉપયોગ કરીને આવકવેરા પોર્ટલ પર લોગીન કરો.
  • તમને એક પોપઅપ સ્ક્રીન દેખાશે. જો તેમ ન થાય, તો મેન્યુ બારમાંથી પ્રોફાઇલ સેટિંગ્સ પર જાઓ અને ‘લિંક આધાર’ વિકલ્પ પસંદ કરો.
  • હવે એક નવી સ્ક્રીન ખુલશે. નવી સ્ક્રીનમાં આપેલ બોક્સમાં PAN નંબર, આધાર વિગતો, તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • ડિટેલ્સ ચકાસ્યા બાદ, ‘I agree to validate my Aadhaar details’ ઓપ્શન પર ક્લિક કરો. પછી ‘Continue’ વિકલ્પ પસંદ કરો.
  • હવે તમને તમારા રજીસ્ટર્ડ નંબર પર એક OTP મળશે, જેને સ્ક્રીન પર બોક્સમાં દાખલ કરો અને Validate પર ક્લિક કરો. પેનલ્ટી ચૂકવ્યા બાદ હવે તમારું આધાર-પાન લિંક થઈ જશે.
  • પાન કાર્ડ, PAN Card, આધાર કાર્ડ Aadhaar Card, PAN Card-Aadhaar Card Link પાનકાર્ડ-આધાર કાર્ડ લિંક, Income tax ઈન્ક્મટેક્સ

આ પણ વાંચો –

અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો શૂટ કર્યા બાદ યુવતીનો આપઘાત, જાણો આપધાત પાછળનું કારણ 

0

Suicide of a young woman

આ પણ વાંચો –

કોરોનાની ગતિને કોઈ બ્રેક નહીં, છેલ્લા ચાર મહિનાનો રેકોર્ડ તોડ્યો, આજે દૈનિક કેસનો આંકડો 17 હજારને પાર

No break in Corona

  • દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 20 ફેબ્રુઆરી બાદ આજે સૌથી વધારે કેસ નોંધાયા.

ગુજરાત , 24 જૂન 2022 , શુક્રવાર

ફરી એકવાર કોરોનાના (Corona) કેસમાં ઉછાળો આવ્યો છે. ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઇ ગઇ છે.  આજે નોંધાયેલા કેસ એ  20 ફેબ્રુઆરી બાદ 24 કલાકની અંદર નોંધાયેલા સૌથી વધારે કેસ છે.

કોરોનાના કેસ વધતા તકેદારી રાખવા સૂચન  :

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે નિષ્ણાતો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અધિકારીઓને કોવિડ-19નું પરીક્ષણ વધારવા અને રસીકરણને ઝડપી બનાવવા સૂચના આપી છે. માંડવિયાએ અધિકારીઓને સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કોવિડ -19 ના વધતા કેસ વચ્ચે હોસ્પિટલમાં દાખલ થવાના દર પર દેખરેખ રાખવા પણ કહ્યું છે.

દિલ્હીમાં વધ્યો કોરોના :

દિલ્હીમાં આજે નોંધાયેલા નવા કેસ 4 ફેબ્રુઆરી પછીના સૌથી વધુ દૈનિક કેસ છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગઈકાલે પરીક્ષણ કરાયેલા 23,879 નમૂનાઓમાં નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં રોગચાળાના નવા કેસ ગઈકાલના આંકડા કરતા 108 ટકા વધુ છે. 4 ફેબ્રુઆરીએ રાજધાનીમાં 3.85 ટકાના ચેપ દર સાથે 2,272 કેસ નોંધાયા હતા અને 20 લોકો મૃત્યુ પામ્યા હતા.

ગુજરાતમાં 400ને પાર કોરોનાના કેસ :

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. નવા  કોરોનાના વધુ 416 કેસ નોંધાતા હડકંપ મચ્યો. 230 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ  1927 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે મંગળવારે રાજ્યમાં 226 કેસ નોંધાયા હતા જે બાદ બુધવારે 407 કેસ અને આજે ગરૂવારે વધી આંકડો 416 પહોંચતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

આ પણ વાંચો –

પ્રથમ વોર્મ-અપ મેચમાં ચાર ભારતીય ખેલાડીઓ લેસ્ટરશાયર તરફથી રમશે, બુમરાહનો સામનો હિટમેન સાથે 

0

Four Indians will play

  • ભારતના ચાર ખેલાડીઓ પ્રથમ વોર્મ-અપ મેચમાં લેસ્ટરશાયરની ટીમ તરફથી રમશે. જેમાં ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને પ્રખ્યાત કૃષ્ણાનો સમાવેશ થાય છે.

ઈંગ્લેન્ડ , 24 જૂન 2022 , શુક્રવાર

ઈંગ્લેન્ડ (England) સામે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ માટે સમગ્ર ટીમ ઈન્ડિયાએ (Team India) તૈયારી શરૂ કરી દીધી છે. રવિચંદ્રન અશ્વિનને છોડીને આખી ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને ગુરુવારથી લેસ્ટરશાયર (Leicestershire) સામે વોર્મ-અપ મેચ રમશે. આ મેચમાં ભારતના ચાર ખેલાડીઓ લેસ્ટરશાયરની ટીમ તરફથી રમતા જોવા મળશે. ભારતના ચેતેશ્વર પુજારા, જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને પ્રખ્યાત કૃષ્ણા (Cheteshwar Pujara, Jaspreet Bumrah, Rishabh Pant , famous Krishna) પ્રથમ વોર્મ-અપ મેચમાં પોતાની જ ટીમ સામે રમશે. પૂજારા કાઉન્ટી ક્રિકેટનો હિસ્સો રહ્યો છે અને તાજેતરમાં સસેક્સ માટે રમ્યો છે.

કાઉન્ટીની વર્તમાન સિઝનમાં પૂજારાએ શાનદાર બેટિંગ કરી હતી. આ પછી તેની ભારતીય ટીમમાં વાપસી નિશ્ચિત થઈ ગઈ હતી. જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ફરી એકવાર પુજારા ટેસ્ટ ટીમમાં હતો, જ્યારે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં તેને તક આપવામાં આવી ન હતી.

શા માટે ભારતીય ખેલાડીઓ લેસ્ટરશાયર માટે રમે છે ?

ભારતના ચાર ખેલાડીઓને આ કારણોસર લીસેસ્ટરશાયરની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કરીને તમામ ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની સંપૂર્ણ તક મળી શકે. જો ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ એક જ ટીમમાંથી રમ્યા હોત તો કેટલાકને બેટિંગ કે બોલિંગ ઓછી મળી હોત. આ સ્થિતિથી બચવા માટે ભારતના ચાર ખેલાડીઓને વિરોધી ટીમમાં મૂકવામાં આવ્યા છે. આનાથી તમામ ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની પૂરતી તક મળશે. લેસ્ટરશાયરની ટીમમાં જે ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં પ્રખ્યાત ક્રિષ્ના મુખ્ય મેચમાં રમ્યા હોવાની શંકા છે. તેના સિવાય અન્ય ત્રણ ખેલાડીઓ 1 જુલાઈથી પ્રથમ ટેસ્ટ મેચ રમવાનું લગભગ નિશ્ચિત છે.

પ્રથમ પ્રેક્ટિસ મેચ માટે બંને ટીમો :

લેસ્ટરશાયરની ટીમ : સેમ્યુઅલ ઇવાન્સ (કેપ્ટન), રેહાન અહેમદ, સેમ્યુઅલ બેટ્સ (વિકેટમાં), નાથન બોલે, વિલ ડેવિસ, જોય એવિસન, લુઈસ કિમ્બર, આબિદિન સકંદે, રોમન વોકર, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ, પ્રનંદ કૃષ્ણા.

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, શ્રીકર ભરત (વિકેટ), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

આ પણ વાંચો –

ED, ITની તપાસ વચ્ચે બળવો કરનારા શિવસેનાના 3 નેતાઓની કરોડોની સંપત્તિ જપ્ત , 

0

Millions of assets of 3 rebel

  •  થાણેમાં રિયલ એસ્ટેટના મોટા ખેલાડી કહેવાતા સરનાઈકની EDએ રૂ. 11.35 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

મુંબઈ, તા. 24 જૂન 2022, શુક્રવાર

આસામના (Assam) ગુવાહાટીમાં (Guwahati) શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેનો (Eknath Shind) કેમ્પ મજબૂત થતો નજર આવી રહ્યો છે. હજુ વધુ ધારાસભ્યોનો સમૂહ પણ જોડાય શકાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે તેમાંથી કેટલાક ધારાસભ્યો એવા પણ છે જે ED અથવા IT વિભાગની તપાસનો સામનો કરી રહ્યા છે. શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ તપાસ દ્વારા તેમને હેરાન કરવાનો પણ આરોપ લગાવી ચૂક્યા છે.

તેની શરૂઆત પ્રતાપ સરનાઈકથી (Pratap Sarnaik) કરીએ. બુધવારે શિંદે કેમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તે સૌથી વધારે સક્રિય નજર આવી રહ્યા હતા. ઓવાલા-માજીવાડાના ધારાસભ્યની વિરુદ્ધ 175 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલે તપાસ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે સરનાઈક જ પહેલા એવા નેતા છે જેમણે જાહેરમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને ભાજપ સાથે તણાવ સમાપ્ત કરવા કહ્યું છે. થાણેમાં રિયલ એસ્ટેટના મોટા ખેલાડી કહેવાતા સરનાઈકની EDએ રૂ. 11.35 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

ભાયખલાના ધારાસભ્ય યામિની જાધવના પતિ યશવંત જાધવ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. તેમની સામે FEMAના કથિત ઉલ્લંઘન સબંધી મામલે ED તપાસ કરી રહી છે. બીજી તરફ EDની તપાસ પહેલા આવકવેરા અધિકારીઓએ કરચોરીના આરોપમાં જાધવ પરિવારના બાંદ્રામાં એક ફ્લેટ અને યશવંતની લગભગ 40 મિલકતો અટેચ કરી હતી.

ત્રીજુ નામ શિવસેના સાંસદ ભાવના ગવલીનું છે. મળતી માહિતી પ્રમાણે તે પણ શિંદે સમૂહના સમર્થનમાં આવી ગઈ છે. તેમણે સોમવારે ઠાકરેના નામે એક પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, શિંદે ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવેલી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. ગવલીની સામે મની લોન્ડ્રિંગની તપાસ ચાલું છે. તેમના એક નજીકના વ્યક્તિ સઈદ ખાનની EDએ ધરપકડ કરી છે. આ સાથે જ તેમની 3.75 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

આ પણ વાંચો –

સુરતમાં વિધર્મી યુવકે દલિત પરિવારની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચે બે-બે વાર ભગાડી દુષ્કર્મ આચર્યું

heretic youth twice ran

  • સુરતમાં ક્રાઇમનો રેશિયાંમાં પ્રતિદિન વધારો થયો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે સુરતનાં વરાછામાં વિધર્મી યુવક દ્વારા 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરિયાની ઘટના સામે આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હતા ધરી છે.

સુરત (Surat)ના વરાછા (Varachha) વિસ્તારમાં 15 વર્ષય કિશોરી સાથે વીધર્મી યુવકે તેને લગ્નની લાલચ આપી તેને ભગાડીને બે વાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ (Mischief) કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે પોસ્કો દુષ્કર્મ અને એટ્રો સીટી એક્ટ (Mischief) ગુનો દાખલ કરી નરાધમ આરોપી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વરાછા ખાતે રહેતી દલિત પરિવારની સગીરાને પડોશમાં જ રહેતો વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ઉપાડી ગયો હતો. સગીરાને પુણામાં ભાડેથી રાખેલા મકાનમાં લઇ જઇ બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. વરાછા પોલીસે આરોપી કરણ ઉર્ફે ઇસરાજ ખાનની ધરપકડ કરી હતી. વરાછા પોલીસ પાસે મળતી વિગતો પ્રમાણે વરાછામાં અર્ચના સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં યુપી-આગ્રાનો પરિવાર રહે છે.

આ દલિત પરિવારની ૧૫ વર્ષની દીકરી ગત તા.19 તારીખે સવારે 10 વાગ્યાથી ગાયબ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં સગીરાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન પરિવારને જાણવા મળ્યું કે, સોસાયટીમાં જ રહેતો કરણ નામનો છોકરો પણ લાપતા છે. જેથી કરણ જ સગીરાને ભગાડી ગયો હોવાની આશંકા સાથે પરિવારજનોએ વરાછા પોલીસમાં ફરિયાદ આપી હતી.

તપાસમાં કરણનું સાચું નામ ઇસરાજ ઉર્ફે કરણ મોહંમદ જલીલ ખાન હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન કરણ ઉર્ફે ઇસરાજ તા. ૨૦મીએ સવારે ઘરે આવતા પરિવારજનો ચોંકી ગયા હતા. પોલીસે ઇસરાજની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે પોલીસની ઊલટતપાસમાં ઇસરાજે ગુનો કબૂલી લીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ઇસરાજ દરજીકામ કરે છે. ઇસરાજ છેલ્લાં છ વર્ષથી સગીરા સાથે સંપર્કમાં હતો. એક જ સોસાયટીમાં રહેતા હોય તેઓ નિયમિત વાતચીત પણ કરતા હતા. ગત તા. 19 મીએ ઇસરાજે કોલ કરી સગીરાને ઘરની નીચે મળવા બોલાવી હતી. ઇસરાજ સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી પુણામાં સીતારામ સોસાયટી ખાતે ભાડેથી રાખેલા રૂમમાં લઇ ગયો હતો.

અહીં લગ્નની લાલચ આપી આરોપી ઇસરાજે સગીરા સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરા ને એકલી મૂકીને બીજા દિવસે તે ઘરે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. વરાછા પોલીસે બળાત્કાર તથા પોક્સો અને એટ્રોસિટી એક્ટ અન્વયે ગુનો નોંધી ઇસરાજ ઉર્ફે કરણ મોહંમદ જલીલ ખાનની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

જેલથી જામીન પર છૂટેલા મિત્રનું વેલકમ પડ્યું મોંઘુ ! એક સાથે થઇ 83 લોકોની ધરપકડ

Released on bail from jail

તિહાડ જેલથી (Tihar Jail) જામીન પર છૂટીને આવેલા સાથી બદમાશના સન્માનમાં રસ્તા પર પરેડ કરવી અને તેને સ્પેશિયલ ફિલ (Special Phil) કરાવવાનો પ્લાન તેના મિત્રોને એટલો મોંઘો પડ્યો કે, તેઓ હવે જેલમાં બંધ છે. વેસ્ટ દિલ્હીના દિલ્હી કૈંટ પોલીસ સ્ટેશન (Delhi Cantt Police Station) વિસ્તારમાં પોલીસે રાતે રસ્તા પર હોબાળો કરવાના અને પબ્લિક ન્યૂસેંસ ક્રિએટ (Public Newssense Create) કરવાના આરોપમાં 83 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી 33 ઉપર પહેલાથી જ મર્ડર, હત્યાનો પ્રયત્ન, લૂંટ અને આર્મ્સ એક્ટના કેસ નોંધાયેલા છે. આ તમામ આરોપી તિહાડ જેલથી જામીન પર છૂટેલા મિત્રનું વેલકમ કરવા રસ્તા પર હોબાળો કરી રહ્યા હતા.

આટલું જ નહીં પોલીસે તેમના પાસેથી 19 કાર અને 2 ટુ-વ્હીલરને પણ જપ્ત કરી છે આની માહિતી સાઉથ વેસ્ટ ડિસ્ટ્રિકટ DCP મનોજ સીએ કરી હતી. તેમને આખી ઘટનાની માહિતી આપતા જણાવ્યું કે, તુગલકાબાદ એક્સટેન્શનની ગલી નંબર 6મા રહેતો આબિદ અહમદને કાલે તિહાડ જેલથી જામીન પર રાતમાં રિલીઝ કર્યું હતું, તે વસંત કુંજ નોર્થના એક મામલામાં જેલમાં બંધ હતો.

પોલીસને સૂચના મળી હતી કે, અપરાધી બદમાશને લેવા માટે મોટી સંખ્યામાં તેના મિત્રો આવ્યા છે અને તેને તિહાડ જેલથી લઈને તુગલકાબાદ લઇ જશે. જામીન પર છૂટેલા વ્યક્તિની સાથે મોટી સંખ્યામાં એવા લોકો શામેલ હતા, જેમને પોલીસ બેડ કેરેક્ટર જાહેર કરી ચૂકી છે. આ લોકો ગાડીઓમાં મોટા અવાજમાં સ્પીકર વગાડીને અને હોબાળો કરીને જામીન પર છૂટેલા વ્યક્તિને લઈ જઈ રહ્યા હતા, જેમ કે અપરાધી કોઈ સેલિબ્રિટી હોય.

પોલીસને રાતે 10:30 વાગ્યાની આજુબાજુ સૂચના મળી હતી કે, કિર્બી પ્લેસ પર પોલીસ ટીમે તેમણે રોકી લીધું અને બધાની ધરપકડ કરી હતી. ત્યાર બાદ લીગલ કાર્યવાહી કરવામાં આવી અને પૂછપરછ પછી 83 લોકોની ધરપકડ કરવામાં આવી. કેમ કે, આ તમામ લોકો પબ્લિક પ્લેસમાં હોબાળો કરી રહ્યા હતા, તેઓ જે ગાડીઓ પર મસ્તી કરી રહ્યા હતા, તે ગાડીઓને પણ જપ્ત કરવામાં આવી છે. હવે આ મામલામાં આગળની કાર્યવાહી પોલીસ ટીમ કરી રહી છે. પોલીસ અનુસાર, 83ના ઉપરાંત એક સગીરને પણ અરેસ્ટ કર્યું હતું, જેને બાદમાં છોડી દેવામાં આવ્યું.

આગામી બે દિવસમાં દ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં કેવો રહેશે માહોલ

0

In the next two days

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો.

ગુજરાતમાં (Gujarat) વરસાદને લઇને હવામાન વિભાગે (Department of Meteorology) વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ વરસશે.’ હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે.

અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ :

જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જણાવી દઇએ કે, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો :

વધુમાં જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, ક્વાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ, બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.

 શિવસેનામાં ભંગાણ, ઉદ્ધવ-રાઉતના આકરા પ્રહાર છતાં BJP મૌન કેમ ? BJPનું મૌન પાછળનું કારણ જાણો !

0

Why is the BJP silent

  • મહારાષ્ટ્રમાં હાલ શિવસેના વિરુદ્ધ શિંદેની લડત હવે શિવસેના પર કબજાની લડાઈમાં ફેરવાતી જોવા મળી રહી છે. શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ એટલે કે 37થી વધુ વિધાયકો પોતાની સાથે હોવાથી ગદગદ થઈ ગયેલા એકનાથ શિંદે હવે એવો દાવો કરી રહ્યા છે કે પાર્ટીના 40થી વધુ વિધાયકો તેમની સાથે છે અને આગળ પાર્ટીના વધુ વિધાયકો તેમની સાથે જોડાઈ શકે છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) હાલ શિવસેના (Shiv Sena) વિરુદ્ધ શિંદેની લડત હવે શિવસેના પર કબજાની લડાઈમાં ફેરવાતી જોવા મળી રહી છે. શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ એટલે કે 37થી વધુ વિધાયકો પોતાની સાથે હોવાથી ગદગદ થઈ ગયેલા એકનાથ શિંદે (Eknath Shinde) હવે એવો દાવો કરી રહ્યા છે કે પાર્ટીના 40થી વધુ વિધાયકો તેમની સાથે છે અને આગળ પાર્ટીના વધુ વિધાયકો તેમની સાથે જોડાઈ શકે છે.

શું છે ભાજપની રણનીતિ ?

ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વ છોડવાનો આરોપ લગાવતા શિંદે હવે બાળાસાહેબ ઠાકરેના વારસા, શિવસેા અને તેમના ચૂંટણી ચિન્હ સુદ્ધા પર પોતાની દાવેદારી જતાવી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારમાં સામેલ એનસીપીના સુપ્રીમો શરદ પવારે પણ શિવસેનાના સુરમાં સુર મેળવતા આ રાજકીય ધમાલ માટે સીધી રીતે ભાજપને જવાબદાર ઠેરવી દીધુ. પરંતુ જે ભાજપ પર તેઓ આ આરોપ લગાવી રહ્યા છે તે પણ હવે તેને શિવસેનાનો આંતરિક મામલો ગણાવીને આ લડતના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યું છે.

વાત જાણે એમ છે કે શિવસેનામાં મચેલા આ ઘમાસણને લઈને ભાજપનું અત્યાર સુધીનું સ્ટેન્ડ એવું રહ્યું છે કે સત્તા માટે હિન્દુત્વ છોડનારી શિવસેનામાં મોડે મોડે પણ આવું થવાનું જ હતું. ભાજપ હજુ પણ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારને અસ્વાભાવિક ગઠબંધન ગણાવીને એવું જ કહે છે કે મહારાષ્ટ્રની જનતાએ ભાજપ-શિવસેનાને જનાદેશ આપ્યો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવાના મોહમાં તેમને (ભાજપ) દગો કરીને કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવી લીધો.

ઉતાવળ કરવાના મૂડમાં નથી ભાજપ :

અજિત પવાર પ્રકરણમાં પછડાટ ખાઈ ચૂકેલું ભાજપ આ વખતે કોઈ પણ ઉતાવળ કરવાના મૂડમાં નથી. આથી તે શિવસેના વિરુદ્ધ શિંદેની લડતમાં છેલ્લા પરિણામની રાહ જોઈ રહ્યું છે. ભાજપને એકનાથ શિંદેની ઓફર પર ઉદ્ધવ ઠાકરેના અંતિમ નિર્ણયનો પણ ઈન્તેજાર છે. જેમાં શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને એનસીપી-કોંગ્રેસનો સાથ છોડીને ફરીથી ભાજપ સાથે આવવાની સલાહ આપી હતી.

પાર્ટીના અનેક નેતાઓનું માનવું છે કે જો સરકાર અને પાર્ટી બંને હાથમાંથી જતા જોઈને બચવાનો કોઈ બીજો રસ્તો નહીં દેખાય તો ઉદ્ધવ ઠાકરે ગંઠબંધનના જૂના સાથે તરફ ફરીથી ઢળી શકે છે. આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, શરદ પવાર અને કોંગ્રેસ નેતાઓના આકરા હુમલા અને આરોપો છતાં ભાજપનું ટોચનું નેતૃત્વ હાલ શાંત છે.