WhatsApp’s latest update
- અગાઉ, એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ લાસ્ટ સીન અને પ્રોફાઇલ ફોટોના પ્રાઇવસી સેટિંગ્સમાં એવરીવન, માય કોન્ટેક્ટ્સ અને નોબડીનો વિકલ્પ જોતા હતા.
વોટ્સએપે (WhatsApp) છેલ્લા કેટલાક મહિનામાં ઘણા ફીચર્સ બહાર પાડ્યા છે. હવે કંપનીએ ગ્રુપ કોલમાં (Group call) કોઈપણ એક સભ્યને મ્યૂટ કરવાનો વિકલ્પ આપ્યો છે. આ જાણકારી સૌથી પહેલા એન્ડ્રોઈડ સેન્ટ્રલ (Android Central) દ્વારા આપવામાં આવી હતી. આનો ફાયદો એ છે કે જો કોઈ ગ્રુપ કોલ દરમિયાન પોતાનું માઈક બંધ કરવાનું ભૂલી જાય તો એડમિન મેમ્બરને (Admin member) મ્યૂટ કરી શકશે.
ઝૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવી વિડિયો કોલિંગ એપમાં આવી સુવિધાઓ પહેલેથી જ છે. તમને જણાવી દઈએ કે હવે તમે એક સાથે 32 લોકો સાથે વોટ્સએપ વોઈસ કોલમાં જોડાઈ શકશો. આ સિવાય ગ્રુપ કોલ માટે બીજું એક મોટું ફીચર આવી રહ્યું છે, જે પછી જો કોઈ પહેલાથી ચાલી રહેલા ગ્રૂપમાં જોડાય છે, તો તેમાં જોડાયેલા તમામ લોકોનું બેનર જોવા મળશે. આ પહેલા, તાજેતરમાં જ WhatsAppએ એક નવું અપડેટ બહાર પાડ્યું છે, જેના પછી તમે પસંદ કરેલા સંપર્ક નંબરો પરથી તમારો પ્રોફાઇલ ફોટો અને છેલ્લે જોવામાં આવેલો ફોટો છુપાવી શકશો.
પહેલા એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ લાસ્ટ સીન અને પ્રોફાઈલ ફોટોના પ્રાઈવસી સેટિંગમાં એવરીવન, માય કોન્ટેક્ટ્સ એન્ડ નોબડીનો ઓપ્શન જોતા હતા અને હવે માય કોન્ટેક્ટ સિવાય ચોથા વિકલ્પ તરીકે ઉમેરવામાં આવ્યો છે. આ વિકલ્પ પર ક્લિક કરીને, વપરાશકર્તાઓ ચોક્કસ સંપર્કો પસંદ કરી શકે છે જેઓ પ્રોફાઇલ ફોટો અને છેલ્લે જોવાયેલો જોઈ શકશે નહીં.
- 24 જુન 2022, રાશિફળ : આ રાશિના જાતકોને લક્ષ્મી માતાની કૃપાથી આર્થિક સ્થિતિ રહેશે સારી
- કમલ હાસનની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હંગામો, કલેક્શન 350 કરોડને પાર