Sunday, May 10, 2026

સુરત સિવિલ હૉસ્પિ.નું તંત્ર ‘બાતોનું ભૂત’ નથી, તળિયાઝાટક ફેરફાર અને શિક્ષાત્મક કોરડો એ જ ઉપાય

6 Min Read
  • આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌‌િરયા સરપ્રાઈઝ વિઝિટ કરીને સિવિલ હૉસ્પિ.માં તંત્રના ઉકરડાને ઓળખી ગયા, પરંતુ હવે માત્ર ચેતવણી કામ નહીં આવે
  • હૉસ્પિ.ના ઝાંપાથી શરૂ કરીને વોર્ડ, શૌચાલયો, પોસ્ટમોર્ટમ રૂમ અને કૅમ્પસના ખૂણેખૂણામાં ગંદકીના થર બાઝી ગયા છે, આના માટે કોણ જવાબદાર? કેમ્પસમાંથી મળતી દારૂની બોટલો કોણ ફેંકી જાય છે?
  • છેવાડાના દૂર-દૂરના ગામડાઓમાંથી આવતા ગરીબ દર્દીઓને કેસ પેપર કઢાવતાં જ સાંજ પડી જાય છે, પછી સારવાર કેવી રીતે કરાવે? બીજી તરફ સારવાર કરવા માટે મોટાભાગના તબીબો હાજર હોતા નથી
  • વ્હીલચેર, સ્ટ્રેચરનો જાણે દુકાળ છે, લોકોએ પોતાના સગા દર્દીને ખભે બેસાડીને અથવા તો ઊંચકીને લઈ જવા પડે છે, કદાચ સર્વન્ટ કે આયા હશે, પરંતુ એક પણ કામે આવતા નથી
  • સમગ્ર દ‌‌િક્ષણ ગુજરાતની એકમાત્ર સરકારી સિવિલ હૉસ્પિ. એક ખંડેર ઈમારતથી િવશેષ નથી, અહીંયા લાખોનો પગાર મેળવતા તબીબો, અધિકારીઓ છે, પરંતુ દર્દીઓની સેવાના મુદ્દે આત્મા મરી ગયો છે

પાછલા કેટલાક સમયથી વાદ-વિવાદ, વહીવટી બેદરકારી અને અનેક ‌વિવાદોનો અખાડો બની ગયેલી સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.ના ખાડે ગયેલા તંત્રને ફરી પાટા ઉપર લાવવા અને લોકા‌ભિમુખ બનાવવા રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશે‌‌‌રિયાએ આજે અચાનક હૉ‌સ્પિ.માં છાપો મારીને ખાઈ બદેલા, ભ્રષ્ટ અને બેદરકાર અ‌ધિકારીઓને ઊંઘતા ઝડપ્યા. સાથે ક્રમશઃ ખંડેરમાં ફેરવાઈ ગયેલી ‌સિ‌વિલ હૉ‌સ્પિ.ની હાલતથી જાતે ઉજાગર થવા ઉપરાંત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.ના વહીવટી અ‌ધિકારીઓની બરાબરની ઝાટકણી કાઢી હતી.આરોગ્ય મંત્રીએ ‌સિ‌વિલ હૉ‌સ્પિટલમાં ચાલતો અખાડો પોતાની નજરોનજર ‌નિહાળ્યો હતો. આરોગ્ય મંત્રીની નજરે ચઢી ગયેલા લબાડ, બેદરકાર અને ‌નિષ્ફળ અ‌ધિકારીઓની ‘ખાલ’ ઉઘાડી પડી જતા કેટલાક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા, મેલી મથરાવટી ધરાવતા તત્ત્વો આરોગ્ય મંત્રીની ચાપલૂસી કરવા ઊતરી પડ્યાં હતાં.

દ‌‌િક્ષણ ગુજરાતની સૌથી મોટી અને ગરીબો, આ‌દિવાસીઓ અને છેવાડાના લોકોની આરોગ્યલક્ષી સેવા માટે મહત્ત્વની અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂ‌પિયાની ફાળવણી કરવા છતાં સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલની હાલત ખંડેર કરતા બદતર છે. અહીંયા તબીબી સારવાર મેળવવા આવતા ગરીબો, જરૂ‌રિયાતમંદો માટે તબીબી સારવારને બદલે માત્ર ‌નિરાશા જ નસીબમાં આવે છે. દૂર-દૂરના ‌વિસ્તારોમાંથી આવતા ગરીબ દરદીઓ માટે કેસ પેપર કઢાવવાથી શરૂ કરીને સાંજના છેડે પણ યોગ્ય સારવાર મળતી નથી. કેસ પેપર કઢાવીને લાગતા-વળગતા તબીબ પાસે પહોંચે એટલીવારમાં તો તબીબની તે ‌દિવસની નોકરી પૂરી થઈ ગઈ હોય છે. માનતાભર્યા તબીબી વ્યવસાયમાં અહીંયા માત્ર અપમાન ‌સિવાય ગરીબ દરદીઓને કંઈ જ મળતું નથી. ‌બીમાર, અસહાય દરદીઓ માટે સ્ટ્રેચરની વ્યવસ્થા નથી અને સ્ટ્રેચર નસીબ થાય તો આયા કે સર્વન્ટ મળતા નથી. લોકએ જાતે ખભે ઊંચકીને કે સ્ટ્રેચર ખેંચીને દરદીઓને લઈ જવા પડે છે. ઉપરાંત હૉ‌સ્પિટલનો એકપણ ખૂણો એવો નહીં હોય કે જ્યાં ગંદકીના થર બાઝ્યા ન હોય! આવી ‌સ્થિ‌તિ ખુદ આરોગ્યમંત્રીએ જાતે નજરોનજર ‌નિહાળી હતી.

કરોડોનો ખર્ચ છતાં મોટાભાગનાં ‌બિ‌‌િલ્ડંગો ખંડેર હાલતમાં ઊભી છે. જાહેર શૌચાલયોની હાલત જાણે દારૂના અડ્ડા હોય એવી બદબૂથી ખદબદતી હોય છે. જ્યારે દરદીઓની અને મુલાકાતીઓની સલામતીના નામે કોઈ જ સજ્જડ વ્યવસ્થા નથી. અહીંયા તાજા જન્મેલાં અને મુલાકાતીઓનાં બાળકો પણ ચોરાઈ જાય છે!!

આ બધુ આજકાલનું નહીં, ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ સરકારમાં બેઠેલા કે સ્થા‌નિક લોકપ્ર‌તિ‌નિ‌ધિઓ અથવા તો હૉ‌સ્પિ.ના કારભારનો ઠેકો લઈને બેઠેલા કોઈનું પણ રૂંવાડું ફરકતું નથી. અરે, હૉ‌સ્પિટલમાં ‌દિવસ-રાત કૂતરાઓનું સામ્રાજ્ય છવાયેલું રહે છે. પરંતુ કોઈને પણ પડી નથી. થોડા ‌દિવસ પહેલા શહેરના રાજસ્થાની યુવા આગેવાન ‌વિક્રમ‌સિંહજીના આક‌સ્મિક ‌નિધન સમયે ‌સિ‌વિલ હૉ‌સ્પિ.નું આખું કેમ્પસ લોકોથી ભરાઈ ગયું હતું ત્યારે ભયાનક અરાજકતાના દૃશ્યો ખડાં થયાં હતાં. હૉ‌સ્પિટલના મડદાઘર એટલે કે પોસ્ટમોર્ટમ રૂમની હાલત જોઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પા‌‌િટલ અને ધારાસભ્ય સંગીતા પા‌‌િટલ સ‌હિતના આગેવાનોની આંખો પહોળી થઈ ગઈ હતી. આખા પોસ્ટમોર્ટમ રૂમમાંથી માથું ફાડી નાંખે એવી દુર્ગંધ આવતી હતી. આ ઘટના પછી પણ હૉ‌સ્પિ.ના વહીવટી તંત્રની ‘ચાલ’માં કોઈ જ ફરક પડ્યો નહોતો. બલ્કે એક અ‌ધિકારી ખુલાસા કરવા નીકળી પડ્યો હતો. સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિ.ની હાલત કહેવા જઈએ તો ગંધાતા ઉકરડા જેવી છે. કેમ્પસમાં દાખલ થાવ એટલે જ ખબર પડી જાય કે કોઈ ઉકરડા નજીકથી પસાર થઈ રહ્યા છીએ.વળી, અહીંયા પ્રેમલીલાનાં પ્રકરણોની પણ ચારેતરફ ચર્ચા વહેતી રહે છે અને કેટલાક ‌કિસ્સામાં કેમ્પસમાં વ્ય‌ભિચારની ગુફ્તેગૂ સાંભળવા મળે છે. વળી દારૂ અને નશીલા પદાર્થોની અહીંયા કોઈ જ નવાઈ નથી. બીજી તરફ એમ્બ્યુલન્સનાં નામે ચાલતો કારભાર જરૂ‌રિયાતમંદ લોકોની ચામડી ઉતારી નાંખે એવી હાલત છે.

વળી, અહીંયા પ્રેમલીલાનાં પ્રકરણોની પણ ચારેતરફ ચર્ચા વહેતી રહે છે અને કેટલાક ‌કિસ્સામાં કેમ્પસમાં વ્ય‌ભિચારની ગુફ્તેગૂ સાંભળવા મળે છે. વળી દારૂ અને નશીલા પદાર્થોની અહીંયા કોઈ જ નવાઈ નથી. બીજી તરફ એમ્બ્યુલન્સનાં નામે ચાલતો કારભાર જરૂ‌રિયાતમંદ લોકોની ચામડી ઉતારી નાંખે એવી હાલત છે.

એવું પણ કહેવાય છે કે, હૉ‌સ્પિટલમાં કેટલાક બદનામ અ‌ધિકારીઓ માટે હૉ‌સ્પિટલમાં જ પ્રેમાચાર આચરવાની કોઈ જ નવાઈ નથી.ખેર, હવે ખુદ આરોગ્યમંત્રીએ સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલની ઉકરડા જેવી અને રે‌ઢિયાળ હાલત નજરોનજર જોઈ છે અને અનુભવી છે ત્યાર પછી પણ આકરાં પગલાં ભરવામાં નહીં આવે તો પ્રફુલ્લ પાનશે‌‌‌રિયાની મુલાકાત માત્ર એક મુલાકાત બનીને રહી જશે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશે‌‌‌રિયાએ ખરેખર સુરત ‌સિ‌વિલ હૉ‌સ્પિટલની હાલત સુધારવી હશે તો મોટા માથાની ‌વિકેટ પાડવી પડશે જ. બની શકે કે, આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશે‌‌‌રિયાનું આજનું રૂપ જોયા પછી પોતાની ચામડી બચાવવા કેટલાક બદનામ કારભારીઓએ બચવા માટે આરોગ્ય મંત્રી પાનશે‌‌‌રિયા ઉપર દબાણ લાવવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા હશે.

Share This Article