Home Blog Page 1388

ભાવનગર-અમદાવાદ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના કરૂણ મોત

0

Tragic death of 3 in an accident

  • ભાવનગર-અમદાવાદ રુટ પર આજે કાર અને ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત થતાં 3 લોકોના મોત નિપજ્યાં છે.

અકસ્માતની ગોઝારી ઘટનાને પગલે ભાવનગર-અમદાવાદ (Bhavnagar-Ahmedabad) માર્ગ આજે વધુ એક વખત રક્તરંજિત (Bloody) બન્યો છે. આ માર્ગ પર આવેલા ધોલેરા અને પીપળી વચ્ચે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે 3 લોકો કાળનો કોળિયો બની જતા માર્ગ મરણચીસોથી ગુંજ્યો હતો અને 2 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. બીજી તરફ અકસ્માતની આ ગોઝારી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ કાફલો (Police fleet) ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના (Traffic jam) દ્રશ્યો પણ સર્જાયા હતા.

3 લોકોના મોતથી માર્ગ મરણચીસોથી ગુંજ્યો :

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મધ્યપ્રદેશ પાસિંગનો ટ્રક નં-એમ પી-09-એચએચ-4980 ડુંગળી ભરી ભાવનગર તરફ આવી રહ્યો હતો. આ વેળાએ ધોલેરા અને પીપળી વચ્ચે પહોંચતા મારૂતિ ઈકો કાર નં-જી-જે-05-જેકે-5278  સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. મૃતકો સિહોર સુખા જેઠાભાઇ મકવાણા (ઉ.વ.40 રે.શ્રેયસ સોસાયટી ટાઉનહોલ પાછળ સિહોર) ગોવિંદ હમીરભાઈ ગોહિલ (રહે.ઈશ્વરીયા ગામ તા.સિહોર) તથા રાજુ ઉર્ફે વિહા લખમણભાઈ ખાંભલ્યા (ઉ.વ.40 રહે.રામધરી ગામ તા.સિહોર)ના મોત નિપજ્યાં હતા. અને ગાંડા કમા જોટાણા અને બુધા ડાયા જોટાણાને ગંભીર ઇજા થઇ હોવાનું સામે  આવ્યું છે. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર અમદાવાદ શોર્ટ રુટ હાઇવે પર અકસ્માતની વણઝાર :

નોંધનિય છે કે, ભાવનગર અમદાવાદ શોર્ટ રુટ હાઇવે ને પહોળો કરવાની કામગીરીને પગલે માર્ગ સાપસીડી જેવો બન્યો છે. અણધાર્યા વળાંક અને ડાયવર્ઝનના કારણે સતત ટ્રાફીકના બનાવો સામે આવે છે. પંદર દિવસ અગાઉ ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઉપરાંત અંબાજી તળાજા રૂટની બસ ગત ગુરૂવારે સાંજના અરસામાં નિરમા પાટિયા નજીક પલ્ટિ મારી ગઈ હતી. આ બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા જેમાંથી 7 મુસાફરોને મુંઢ ઈજાઓ પહોંચી હતી. તેવામાં આજે વધુ એક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો –

ભાભીના પ્રેમમાં પાગલ બન્યો દીયર, લગ્નના 21 દિવસમાં જ પત્નીની કરી દીધી હત્યા

Deer went mad in love

  • ગેરકાયદેસર સંબંધમાં પત્નીની હત્યાનો આ મામલો બિહાર (Bihar) ના કૈમુર (Kaimur) જિલ્લાનો છે., નિયાઝ ખાનને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જેના કારણે રૂબીના ખાતૂન આ લગ્નથી ખુશ ન હતી. લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી.

ભાભી (Bhabhi) સાથે અનૈતિક સંબંધ (illicit relationship) ધરાવતા પતિએ પત્નીની હત્યા કરી નાખી. ઘટનાનું દર્દનાક પાસું એ હતું કે હત્યા કરાયેલી મહિલાના લગ્ન 21 દિવસ પહેલા જ થયા હતા. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે કોઈપણ વિલંબ કર્યા વિના ઝડપી કાર્યવાહી કરી અને 24 કલાકમાં હત્યા કેસનો ખુલાસો કર્યો. ગેરકાયદેસર સંબંધમાં પત્નીની હત્યાનો આ મામલો બિહાર (Bihar) ના કૈમુર (Kaimur) જિલ્લાનો છે.

ચૈનપુરના સિકંદરપુર ગામમાં 24 કલાકની અંદર નવ પરિણીત મહિલાના હત્યા (Murder) કેસનો ખુલાસો કરતા પોલીસે પતિ અને ભાભીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવપરિણીત મહિલાની અવૈધ સંબંધમાં દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે હત્યામાં વપરાયેલ દુપટ્ટો પણ કબજે કર્યો છે.

બહેન શું કહે છે :

મૃતકની બહેન સલમાએ જણાવ્યું હતું કે, રૂકસાના ખાતૂનની હત્યા દહેજના કારણે કરવામાં આવી છે કારણ કે નિયાઝ ખાન વારંવાર અપાચે મોટરસાઇકલની માંગણી કરતો હતો. અમારા માતા-પિતાનું અવસાન થયું છે, જેના કારણે અમે આટલી જલ્દી મોટરસાઇકલ આપી શક્યા ન હતા અને નિયાઝ ખાન હંમેશા મારી બહેનને દહેજ માટે ત્રાસ આપતો હતો.

ડીએસપીએ જણાવ્યું હતું :

આ બાબતની માહિતી આપતા ભબુઆના ડીએસપી સુનીતા કુમારીએ જણાવ્યું કે, 6 જુલાઈ, 2022ના રોજ ચેનપુર પોલીસ સ્ટેશનને યુપીના ચંદૌલી જિલ્લાના બસિલા પોલીસ સ્ટેશનના રહેવાસી મૃતક નવદંપતીના સંબંધી મુસરત ખાન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, નિયાઝ ખાન તેની સાથે ભાભી રૂબીના ખાતૂન સાથે મળીને બહેન રૂકસાના ખાતૂનની દહેજની માંગણી માટે હત્યા કરવામાં આવી છે અને બંને લોકો મળીને લાશને દફનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગેની જાણ થતાં ચૈનપુર પોલીસ દ્વારા સિકંદરપુર ગામમાં પહોંચીને ઝડપી કાર્યવાહી કરી મૃતકની લાશનો કબજો લેવામાં આવ્યો હતો. આ ઘટનાના સંબંધમાં, મુસરત ખાનની લેખિત અરજીના આધારે, નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન વિરુદ્ધ ચૈનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.

15મી જૂને લગ્ન થયા હતા :

ડીએસપી સુનીતા કુમારીએ જણાવ્યું કે, રૂકસાના ખાતૂનના લગ્ન 15 જૂન 22ના રોજ જ થયા હતા. તેના પતિ અને ભાભીએ પોતાના ગેરકાયદે સંબંધો છુપાવવા માટે રૂકસાના ખાતુનની હત્યા કરી હતી અને ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા, જેમને પોલીસે ખૂબ જ પ્રયત્નો બાદ 12 કલાકમાં જ પકડી પાડ્યા છે.

શા માટે હત્યા કરવામાં આવી હતી :

હત્યાના તબક્કે એ વાત સામે આવી છે કે નિયાઝ ખાનને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેના કારણે રૂબીના ખાતૂન આ લગ્નથી ખુશ ન હતી. લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી અને રૂકસાના ખાતૂન આ માંગણી પુરી ન કરવા પર ત્રાસ ગુજારતી હતી. આખરે, નિયાઝ ખાને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે મળીને રૂક્સાના ખાતૂનની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.

ધોળા દિવસે હત્યા :

6 જુલાઇના રોજ જ્યારે રૂકસાના ખાતુન બપોરે 3 વાગે ઘરમાં સૂતી હતી ત્યારે બંનેએ ગળું દબાવી રૂકસાના ખાતુનની હત્યા કરી હતી તેમજ હત્યા બાદ લાશને લટકાવી દીધી હતી, જેથી લોકો અને પોલીસને શંકા ન જાય કે રૂકસાના ખાતુનની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો –

અતિભારે વરસાદની આગાહી : ગુજરાતનાં આટલાં જિલ્લામાં અપાયું છે રેડ એલર્ટ 

0

Heavy rain forecast

  • હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી.

રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાની વચ્ચે હવામાન વિભાગની (Meteorological Department) નવી આગાહી સામે આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં (Surat District) ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે, જેને લઈ હવે તંત્ર દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે સંકટ હજુ ટળ્યું નથી. કારણ કે આજે પણ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ ? 

11 તારીખ :

હવામાન વિભાગે 11-07-2022માં રોજ નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરતાં લોકોને કામ વગર બહાર નહીં નીકળવા સૂચના અપાઈ છે.

12 તારીખ :

હવામાન વિભાગે 12-07-2022માં રોજ નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ અને અમદાવાદ, આણંદ, નર્મદા, અમરેલી અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જુનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

13 તારીખ :

હવામાન વિભાગે 11-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર,  ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

14 તારીખ :

હવામાન વિભાગે 14-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો –

iPhone 14 ખરીદનારાઓ માટે મોટા સમાચાર ! કિંમત જાહેર; જાણીને ચાહકો બોલ્યા – OMG ! આવું ન કરો 

Big news for iPhone 14 buyers

  • Apple આ વર્ષે iPhone 14 સિરીઝ લોન્ચ કરશે. અમે તમને iPhone 14 ના લોન્ચિંગથી લઈને તેના ફીચર્સ અને કિંમત સુધી બધું જ જણાવવા જઈ રહ્યા છીએ.

Apple આ વર્ષે iPhone 14 સિરીઝ લોન્ચ કરશે. નવી સિરીઝના લોન્ચિંગમાં હવે થોડા મહિના જ બાકી છે. લોન્ચ પહેલા ફોનના ફીચર્સ અને કિંમતો ટિપસ્ટર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. પરંતુ એપલે ફોન (Apple phone) વિશે કંઈ જણાવ્યું નથી. આ સમાચારમાં અમે તમને iPhone 14ના લોન્ચિંગથી લઈને તેના ફીચર્સ અને કિંમત સુધી બધું જ જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતમાં iPhone 14 ની કિંમત : 

આઇફોન 14ના મોડલની કિંમત લીક અને તમામ મીડિયા રિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે iPhone 14 Proની કિંમત $1099 (લગભગ રૂ. 85,384) હોઈ શકે છે જે iPhone 13 Proની કિંમત કરતાં $100 વધુ છે. iPhone 14 Pro Maxની કિંમત $1199 (અંદાજે રૂ. 93,153) હોઈ શકે છે. ભારતમાં, તમારે વધુ આયાત ડ્યુટી અને GST પણ ચૂકવવો પડી શકે છે.

iPhone 14 લોન્ચ તારીખ :

Appleએ તેના નવીનતમ સ્માર્ટફોન, iPhone 14 વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરી નથી અને એવું માનવામાં આવે છે કે લોન્ચ પહેલા કંપની તરફથી કોઈ માહિતી જાહેર કરવામાં આવશે નહીં. અગાઉના iPhonesના લોન્ચિંગને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે iPhone 14ના તમામ મોડલ પણ તેમની જેમ સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. હાલમાં, તેની લોન્ચિંગ તારીખ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

iPhone 14 ડિસ્પ્લે અને સ્ટોરેજ :

iPhone 14 સિરીઝના બંને પ્રો મોડલ્સમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે જ્યારે અન્ય બે મોડલ 60Hz પેનલ સાથે આવી શકે છે. iPhone 14 અને iPhone 14 Pro 1170 x 2532 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.1-ઇંચની OLED ડિસ્પ્લે સાથે આવી શકે છે. નવા iPhone 14 Max અને iPhone 14 Pro Maxમાં 6.7-ઇંચની ડિસ્પ્લે અને 1284 x 2778 પિક્સલનું રિઝોલ્યુશન મળી શકે છે.

Appleની નવીનતમ Bionic A16 ચિપ iPhone 14 Pro અને iPhone 14 Pro Maxમાં ઇન્સ્ટોલ કરી શકાય છે, જ્યારે બાકીના મોડલ Bionic A15 ચિપ સાથે આવી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે iPhone 14 ના પ્રો મોડલ્સમાં 8GB સુધીની રેમ અને 2TB સુધીની સ્ટોરેજ આપી શકાય છે.

iPhone 14 કેમેરા :

iPhone 14 ના પ્રો મોડલ્સમાં 48MP પ્રાથમિક કેમેરા સેન્સર આપી શકાય છે, જેમાં 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 12MP 2.5x ટેલિફોટો લેન્સ શામેલ હોઈ શકે છે. આ ફોન ઓટોફોકસ ફીચર સાથે આવી શકે છે. iPhone 14 અને iPhone 14 Maxમાં 12MP સેન્સર સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ હોઈ શકે છે અને ફ્રન્ટ કેમેરા પણ 12MPનો હોઈ શકે છે.

આ પણ વાંચો –

૧૧ જુલાઈ સોમવારનું રાશિફળ- આ રાશિના લોકો ભૂલથી પણ નહિ કરતા આવી ભૂલો નહીતર…

Monday, July 11 Horoscop Gujarat Guardian

મેષઃ
માનસિક અસ્થિરતા વર્તાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. ખર્ચનું પ્રમાણ વધે. નાના ભાઈ-બહેનોની ચિંતા રહે. આરોગ્ય જાળવવું. મગજમાં ઈજા થાય તો બેદરકાર રહેવું નહીં.

વૃષભઃ
માનસિક સ્થિરતા જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. જીવનસાથી સાથે આનંદ, પરંતુ જીવનસાથીની તબિયતની કાળજી જરૂરી.

મિથુનઃ
આર્થિક બાબતો માટે નબળો દિવસ. નાના ભાઈ-બહેનોની તબિયત સાચવવી. નવા રોકાણો કરતી વખતે સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. લોહી સંબંધી રોગોથી પરેશાની રહે.

કર્કઃ
મગજ ઉપર ભાર રહે. ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ સાચવવું. આવક જળવાય. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ખોટી સોબતથી સાચવવું.

સિંહઃ
ખર્ચનું પ્રમાણ વધે. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. આજે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. નોકરીમાં શાંતિ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય સારું.

કન્યાઃ
આવક જળવાય, છતાં નાણાંની વખતસર હેરફેરમાં પરેશાનીનો અનુભવ થાય. હાડકાંનો દુઃખાવો તથા આંખની કાળજી રાખવી જરૂરી. પિતાની તબિયત સાચવવી. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે.

તુલાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે. આરોગ્ય સાચવવું. બિમાર વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. પિતાની તબિયત સાચવવી. રોકાણો કરવામાં સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
કાબેલીયતથી સફળતા મેળવી શકાય. અધિકારનો દુરૂપયોગ કરવો નહીં. માનસિક ચિંતા રહે. મુત્રપિંડ, આમાશય, પિત્તજન્ય રોગ તથા માનસિક રોગોથી સાવધાની જરૂરી. વકીલ, સેલ્સમેન, ટેક્નોલોજીના વ્યવસાયથી લાભ.

ધનઃ
માનસિક ચિંતા રહે. વિચારોમાં નકારાત્મકતા વધતી જણાય. ડીપ્રેશનવાળી વ્યક્તિને એકલી મુકવી નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ જળવાય. મિત્રોનો સહકાર મળે.

મકરઃ
મનોબળ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. માથાના દુઃખાવાની સમસ્યા રહે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી. મિત્રોની સલાહ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

કુંભઃ
નાણાંનો બગાડ અટકાવવો. હયાત રોકાણોમાંથી આવક જળવાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. વાહન સુખ મળે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

મીનઃ
સ્વભાવમાં આત્મવિશ્વાસ તથા ગુસ્સાનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાય. વિજાતિય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો નથી.

આ પણ વાંચો –

 52 વર્ષીય ડોક્ટરે તેની દીકરીની ઉંમરની એપ્રેન્ટીસ ડોક્ટર યુવતી પર આચર્યું દુષ્કર્મ

daughter’s Apprentice Doctor

  • ડોક્ટર CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં પીડિત યુવતીને બોલાવતો હતો અને શારીરિક અડપલાં તેમજ બળાત્કાર ગુજારતો હતો.

ખેડા જિલ્લામાં એક ડોક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ (Rape complaint) દાખલ કરવામાં આવી છે. જેમાં ડૉક્ટરે તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડોક્ટર (Apprentice Doctor) યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ડોક્ટર સરકારી નોકરી અપાવવાની અને લગ્નની લાલચે (The lure of marriage) દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડાકોર પોલીસ સ્ટેશન (Dakor police station)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 52 વર્ષીય ડોક્ટર તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી સાથે અવારનવાર બળાત્કાર ગુજારતો હોવાની ફરિયાદ દાખલ થઈ છે. ડોક્ટર અજય. કે. વાલા (Dr Ajay K Vala) સામે ડાકોર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ પ્રમાણે ડોક્ટર વાલા સરકારી નોકરી તેમજ લગ્નની લાલચ આપીને એપ્રેન્ટિસ ડોક્ટર યુવતી પર બળાત્કાર ગુજારતો હતો.

ફરિયાદ પ્રમાણે ડોક્ટર CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં પીડિત યુવતીને બોલાવતો હતો અને શારીરિક અડપલાં તેમજ બળાત્કાર ગુજારતો હતો. આ ઉપરાંત ડોક્ટર વાલાએ આણંદ ખાતેના બંગલામાં પણ યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં એવી વિગત પણ સામે આવી છે કે યુવતીના લગ્ન થઈ ગયા બાદ પણ ડોક્ટર યુવતી સાથે બળજબરીથી બળાત્કાર ગુજારતો હતો. આ ઉપરાંત યુવતીને તેના પતિ સાથે છૂટાછેડા લઈ લેવાની ધમકી આપતો હતો.

એવી પણ વિગતો સામે આવી છે કે ડોક્ટરની સતત હેરાનગતિની પગલે યુવતીના લગ્ન જીવનમાં ભંગાણ થયું હતું. આ મામલે યુવતીએ ફરિયાદ દાખલ કરતા ડાકોર પોલીસે કલમ 376 (2)E, 376(2)N, અને 506 મુજબ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો –

નદીનું પાણી પૂલ પરથી ધોધમાર વહી રહ્યું હતું પણ ડ્રાઇવર તો પણ કાર ચલાવતા 9ના મોત

0

River water was flowing

  • ઉત્તરાખંડથી એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યાં છે.રામનગરમાં ઢેલા નદીના વહાણમાં એક અર્ટિગા કારના વહી જવાથી 9 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડના (Uttarakhand) નૈનીતાલ (Nainital) જિલ્લામાં એક મોટી દુર્ઘટનાની ખબર આવી છે. રામનગરમાં ઢેલા નદીના (Dhela river) વહાણમાં એક અર્ટિગા કારના વહી જવાથી 9 લોકોના મોત થયા છે જ્યારે એક જણને બચાવવામાં આવ્યો હતો. એક ઘાયલ છોકરીને આનન ફાનનમાં (Anan Fanan) મેડિકલ હેલ્પ આપવામાં આવી હતી. નદીમાં વહીને ડૂબી ગયેલી કારમાંથી 9 લોકોના શવ બહાર કાઢવામાં આવ્યા છે. કલાકની મહેનત પછી દુર્ઘટનાગ્રસ્ત કારને (To the wrecked car) પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. બધા મૃતકો પંજાબના (Punjab) રહેવાસી હતા.

ઢેલા નદીની ધારાના ક્ષેત્રમાં રાતે 2 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી, જેનાથી નદીમાં પૂર આવ્યું હતું. કાશીપુરથી રામનગર જવાના રસ્તામાં નદીનો વહાણ જોઈને ત્યાં ઊભા રહેલા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેણે કારને પાણીનું વહાણ વધારે હોવાની સૂચના માટે હાથથી ઈશારો કરી ત્યાં જ રોકાઈ જવા માટે કોશિશ કરી હતી, પરંતુ કાર ચાલકે તેની પર ધ્યાન આપ્યું નહીં અને નદી પાર કરવાની કોશિશમાં નદી પાણીના વહેણમાં વહેવા લાગી હતી. આ કારમાં કુલ 10 લોકો સવાર હતા. જેમાંથી એક છોકરીનો જીવ બચાવી શકાયો હોત. DIG નિલેશ આનંદ ભરણે આ ઘટના અને રેસ્ક્યૂની પુષ્ટિ આપી હતી.

બધા મૃતકો પંજાબના હોવાનું જણાવવામાં આવ્યું છે અને કાર પર પટિયાલાના આરટીઓનો નંબર જોવા મળ્યો છે. આ ઢેલાથી રામનગર જઈ રહી હતી. તે સમયે દુર્ઘટના ઘટી હતી. ઘટનાસ્થળ પર સ્થાનિક લોકોની ઘણી ભીડ જમા થઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ કાર તથા લાશોને રેસ્ક્યૂ કરવામાં મદદ કરી હતી. કાર પાણીમાં પથ્થરોની વચ્ચે ઘણી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી, જેને ટ્રેક્ટરની મદદથી કાઢવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસન અને લોકોએ ભેગા મળીને આ રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું.

SDM ગૌરવ ચટવાલે કહ્યું કે દુર્ઘટનાગ્રસ્ત કારમાં સાત મહિલાઓ હતી, જેમાંથી 6ની મોત થઈ છે. એકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ચટવાલે એ પણ કહ્યું છે કે આ કારમાં પટિયાલાના લોકો સવાર હતા. પરંતુ મૃતક મહિલાઓમાંથી બે રામનગરની હતી. મૃતકો અંગે તપાસ ચાલી રહી છે અને તેમની ઓળખ હજુ થઈ શકી નથી.

આ પણ વાંચો –

સુરતમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક વિધાનસભાની ચૂંટણી માટે નિર્ણાયક બનશે

  • ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, સામે પક્ષે હરિફોની છાવણી ખાલી છે, ભાનિર્ધાર સાથે કુદી પડશે તો ગુજરાતના રાજકારણમાં ચમત્કાર સર્જાશે

 

  • સૌરાષ્ટ્રમાં ભાંગફોડ થવાની આશંકાઓનો ઉકેલ આવી ગયો, હવે આદિવાસી વિસ્તારોમાં ભગવો ફરી વળશે તો કોંગ્રેસનું નામોનિશાન ભુંસાઈ જશે

 

  • આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં પગપેસારો કરવાનું સપનું શેખચલ્લી જેવું પુરવાર થશે, ચૂંટણીના પરિણામો પછી પક્ષમાં છે એ પણ ભાગી જશે

 

  • કેન્દ્રીય નેતૃત્ત્વનો વિશ્વાસ અને સી.આર. પાટીલની વ્યૂહરચના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મીનમેખ ૧૫૦ પ્લસ બેઠકો અપાવશે; અલબત સી.આર. પાટીલનો ૧૮૨ બેઠકોનો લક્ષ્યાંક સાચો પણ પડી શકે

 નસીબમાં જ ‘રાજયોગ’ લઈને જન્મેલા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને તે પૂર્વે પણ તેમની સામાજિક અને રાજકીય ઉજ્જવળ પ્રગતિનો રથ ક્યારેય પણ અટક્યો નથી, પોલીસદળમાં નોકરી, વેપાર, ઉદ્યોગમાં પણ ઝંપલાવ્યું અને અખબારી પ્રકાશનમાં પણ જોડાયા. પરંતુ અનેક મુશ્કેલીઓ વચ્ચે સી.આર. પાટીલની પ્રગતિનો રથ એક તસુભાર પણ પાછળ પડ્યો નથી. કપરા સંજોગોમાં વફાદારી જાળવી રાખવી એ સી.આર. પાટીલનું સૌથી મજબૂત જમાપાસુ રહ્યું છે. તેમની આજ પર્યન્તની રાજકીય કારકીર્દીમાં ક્યારેય પણ પક્ષ પલટો કરવાનો વિચાર સુદ્ધા કર્યો નથી. પક્ષનાં નેતૃત્ત્વના વિવાદમાં તેઓ કદાપી પક્ષકાર બન્યા નથી. બલ્કે નેતૃત્ત્વના વિવાદને ઉકેલવામાં હંમેશા કડીરૂપ ભૂમિકા ભજવતા આવ્યા છે. કદાચ આજની તેમની સ્થિતિ તેમની ભૂમિકાની ફળશ્રૃતિ પણ હોઈ શકે.

ભાજપનો ઉદયકાળ હતો ત્યારે સી.આર. પાટીલે જરાપણ વિચલીત થયા વગર કે કોંગ્રેસની જાહોજલાલીથી અંજાયા વગર ભાજપને મોટો કરવાની દિશામાં ‘એકલવ્ય’ જેવા પ્રયાસો કર્યા છે. ભાજપના વરિષ્‍ઠ નેતૃત્ત્વ સામે ઘણી વખત મતભેદ પણ થયા છે. ઘણાં નેતાઓએ તેમની અવગણના પણ કરી હશે, પરંતુ તેથી તેમણે ભાજપનો ત્યાગ કરવાનો કદાપી વિચાર કર્યો નથી. આજે ભાજપનો સૂર્ય મધ્યાહને છે, તેવા સમયે સી.આર. પાટીલને ગુજરાત ભાજપના સુકાની બનાવવાનો નિર્ણય શિર્ષ નેતૃત્ત્વએ ચોક્કસ વિચાર કરીને જ કર્યો હશે. ઘટાદાર વટવૃક્ષ જેવા બનેલા ભાજપ અને કેન્દ્ર સહિત દેશભરમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. ત્યારે પક્ષમાં આંતરિક અસંતોષ જરૂર હશે. ભાજપમાં ઘણાં એવા લોકો પણ હશે કે જેમને સી.આર. પાટીલ સામે વાંધો પણ હોઈ શકે, પરંતુ સી.આર. પાટીલ આવા નારાજ નેતાઓનું પણ ખૂબ જ આદર સાથે સન્માન કરતાં આવ્યા છે.

ખેર, સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા તે દિવસથી જ તેમણે ભાજપની પ્રતિભાને સતત ઊંચાઈ ઉપર લઈ ગયા છે. રાજકીય પક્ષોમાં ચૂંટણી જીતવી એ નેતૃત્ત્વની સફળતાનો પહેલો માપદંડ છે અને આ માપદંડમાં સી.આર. પાટીલ હંમેશા સફળ ખેલાડી પુરવાર થતાં આવ્યા છે. ગ્રામપંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને ગામડાંનાં લોકો સાથે સીધો જ નાતો ધરાવતી સહકારી સંસ્થાઓમાં પણ ભગવો લહેરાવીને સી.આર. પાટીલ ગુજરાતમાં ભાજપને છેક છેવાડાના નાગરિક સુધી લઈ ગયા છે અને હવે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં  ૧૫૦ કરતાં વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક ચોક્કસ હાંસલ કરીને ભાજપના નેતૃત્ત્વએ તેમના ઉપર મુકેલો વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારીની બેઠકનું સુરતમાં આયોજન વિધાનસભાની ચૂંટણીનો એક ભાગ ગણી શકાય. બેઠક દરમિયાન થયેલા ભાષણો, વાતચીત અને પ્રશ્નોત્તરી આ બધા દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અતિભવ્ય જીત હાંસલ કરવાનો મુખ્ય મુદ્દો હતો. કોંગ્રેસ નબળી પડી છે અને ‘આપ’ તેનો ફાયદો ઉઠાવીને ગુજરાતમાં પગપેસારો કરવા માંગે છે, પરંતુ ‘આપ’ની મુરાદને બર આવવા દેવાશે નહીં. આમ પણ રાજયની મહાનગરપાલિકાઓની ચૂંટણી એક માત્ર સુરતમાં ‘આપ’ના ૨૭ સભ્યો ચૂંટાયા હતા. આ દિવસે જ સી.આર. પાટીલે ‘આપ’ને ગુજરાતમાંથી સાફ કરી નાંખવાનો સંકલ્પ કર્યો હતો અને સુરતમાં ‘આપ’ની હાજરીને ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ ગણાવી હતી.

થોડા સમય માટે એવી ભ્રમણા ઊભી કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થઈ શકે અને રાજકોટ શહેર અને અન્ય વિસ્તારમાં બનેલી રાજકીય ઘટનાઓ જોતા એવું લાગતું હતું કે, સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મુશ્કેલી થશે. આ બધાની વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ રાજકારણમાં સક્રિય થઈ રહ્યાં હોવાનું ચિત્ર ઊભુ કરીને રાજકીય માહોલ ડહોળી નાંખ્યો હતો, પરંતુ પવન જોઈને નરેશ પટેલે પણ રાજકારણી બનવાની મહેચ્છાઓ સંકેલી લીધી હતી. સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપના ભગવાને રોકવાનું હવે લગભગ શક્ય નથી. વળી સૌરાષ્ટ્રનો ગઢ મજબૂત કરવાં સી.આર. પાટીલે સૌરાષ્ટ્રના વિવિધ સમુદાયના લોકો સાથે રાજકીય અને વ્યક્તિગત ‘નાતો’ જોડી દીધો હોવાથી હવે સૌરાષ્ટ્રના કોઈપણ ખૂણામાં ભાજપના વિજય રથને રોકવાનું શક્ય જ નથી.

સૌરાષ્ટ્ર અકબંધ કર્યા બાદ સી.આર. પાટીલે ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત મતબેંક ગણવામાં આદિવાસી વિસ્તારોમાં પડાવ નાંખીને આદિવાસીઓને કોંગ્રેસના પ્રભાવમાંથી બહાર લાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ રજૂ કરીને આદિવાસીઓના મનમાંથી કોંગ્રેસ જ તારણહાર હોવાની ભ્રમણા દૂર કરવામાં સફળ થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આદિવાસી પ્રભાવિત વિસ્તારોમાં વારંવારની મુલાકાતો અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદિજાતિ લોકોના કલ્યાણ માટેની હારબંધ જાહેરાતોને પગલે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કોંગ્રેસની પકડ ઢીલી પડવા સાથે મૂળિયામાંથી બહાર આવી રહી છે. રાજ્યના પૂર્વના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં વિધાનસભાની લગભગ ૪૫ જેટલી બેઠકો છે. તમામ બેઠકો મીનમેખ કબજે કરવા ભાજપનો લક્ષ્યાંક છે અને આ લક્ષ્યાંક પાર પડી જશે તો ગુજરાત વિધાનસભાની ૧૫૦ કરતાં વધુ બેઠકો કબજે કરતા ભાજપને કોઈ જ નહીં રોકી શકે. અલબત સી.આર. પાટીલ આનાથી પણ આગળ વધીને વિધાનસભાની તમામ બેઠકો એટલે કે ૧૮૨ બેઠકો કબજે કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યાં છે.

ઘણાં લોકોને સી.આર. પાટીલના ગણિતમાં વિશ્વાસ નહીં બેસે, પરંતુ જેઓ સી.આર. પાટીલને નજીકથી ઓળખે છે તેઓ ચોક્કસ સી.આર. પાટીલના ગણિત સાથે સહમત થશે.

ગુજરાતનો રાજકીય સિનારિયો જોતા ભાજપનું નેતૃત્ત્વ એક થઈને નિશ્ચિય કરશે તો ૧૮૨ બેઠકો કબજે કરવાનું દૂર નથી. કોંગ્રેસ લગભગ મૃતપ્રાય હાલતમાં છે. કદાચ એવું પણ બની શકે કે આ વખતે કોંગ્રેસને ૧૮૨ બેઠકો માટે ઉમેદવારો પણ નહીં મળે. બીજી તરફ ‘આપ’નું કદાચ એવું ગણિત હશે કે કોંગ્રેસની ગેરહાજરીમાં ‘આપ’ને થોડી બેઠકો મળી જશે. પરંતુ આ ગણિત શેખચલ્લીના સપના જેવું પુરવાર થશે. મફત વીજળી, મફત તબીબી સારવાર વગેરે વગેરે ‘મફત’ના મુદ્દાઓ રજુ કરવાથી ગુજરાતના ભાજપને વફાદાર મતદારોનું મન બદલવાનું વિચારવા જેટલું આસાન નથી. વળી ગુજરાતના લોકો સ્વીકારી શકે એવું ‘આપ’ પાસે નેતૃત્ત્વ પણ નથી.

ગુજરાતની ચૂંટણીઓ આડે હવે માંડ ગણતરીના મહિના બાકી રહ્યાં છે, એ પૂર્વે ગુજરાતનું રાજકીય ચિત્ર જોતા ચૂંટણીના પરિણામોમાં ચમત્કાર સર્જાઈ શકે. જોવા જઈએ તો તમામ બેઠકો ઉપર ભાજપનો વિજય વાવટો ફરકાવવા માટે મેદાન સાફ છે.

સુરત ખાતેની ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં મોટાભાગની ચૂંટણીલક્ષી જ ચર્ચા કરવામાં આવી હતી અને પ્રત્યેક પદાધિકારી, હોદ્દેદારોને ચૂંટણી જંગનો એક જ મંત્ર આપવામાં આવ્યો હતો. ભાજપનો વિજય તો મીનમેખ છે, પરંતુ ગુજરાતના કોઈ ખૂંણામાં પણ હરિફ પક્ષોને સ્થાન મળવું જોઈએ નહીં એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સુરત ખાતે મળેલી ભાજપની કારોબારી બેઠકમાં કરાયેલા સંકલ્પ મુજબ ભાજપનું નેતૃત્ત્વ એકથઈને લડશે તો ગુજરાતના ખૂંણેખૂંણામાં ભાજપને પ્રસરી જતાં વિરોધીઓ પણ રોકી શકશે નહીં. અને કદાચ ગુજરાતમાં રાજકીય હરિફ પક્ષોને સાફ કરવાનું વિજય તિલક સી.આર. પાટીલનાં લલાટે લખાયેલું હશે.

આ પણ વાંચો –

10 જુલાઈ 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માં ખોડલની અસીમ કૃપાથી દરેક દુઃખ-દર્દ થશે દુર

July 10, 2022, Today’s horoscope Gujarat Guardian

મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણઆંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારું છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ
માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઈસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ
મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાંના રોગોથી સાચવવું.

કુંભઃ
નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો –

સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકર અને જય શાહ સહિત અન્ય મિત્રો સાથે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો

0

Sourav Ganguly celebrates

આજે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. ત્યારે તે પોતાનો 50મો જન્મ દિવસ ઉજવશે. એક દિવસ પહેલાં જ સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકર અને જય શાહ સહિત અન્ય મિત્રો સાથે પાર્ટી કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) 8 જૂલાઈ 2022ના રોજ પોતાનો 50મો જન્મ દિવસ ઉજવશે. તેમના જન્મ દિવસના એક દિવસ પહેલાથી જ ઈંગ્લેન્ડમાં (England) પાર્ટી શરૂ થઈ ગઈ હતી. સૌરવ ગાંગુલી આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં હાજર છે અને ભારત-ઈંગ્લેન્ડ (India-England) શ્રેણી ઉપર નજીકથી નજર રાખી રહ્યા છે. આ દરમિયાન તે પોતાના BCCIના સાથીદારો તથા પોતાના સાથી ક્રિકેટર તથા મિત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે જન્મ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાએ આ પાર્ટીની એક તસવીર ટ્વિટર ઉપર શેર કરી છે. આ પાર્ટીમાં સૌરવ ગાંગુલીની સાથે સચિન તેંડુલકર અને રાજીવ શુક્લા ઉપરાંત BCCIના સચિવ જય શાહ અને ખજાનચી અરુણ ધૂમલ સહિત અનેક સભ્યો જોવા મળ્યા હતા. શુક્લાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સૌરવ ગાંગુલીના 50મા જન્મ દિવસની ઊજવણી. તેમને સ્વસ્થ અને સુખી જીવનની શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી ઓક્ટોબર 2019થી BCCIના અધ્યક્ષ પદનો હવાલો સંભાળી રહ્યા છે.

 સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની અતૂટ જોડી :

સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે એકસાથે અનેક ક્રિકેટ મેચો રમી છે. બંનેની જોડી ઓપનિંગમાં પણ ખૂબ જ  સફળ સાબિત થઈ હતી. આ બંનેની જોડીએ ભારત માટે 136 ઈનિંગ્સમાં 21 સદી અને 23 અડધી સદી ફટકારી છે. આ જોડીએ એકસાથે 49થી વધુની એવરેજથી ઓપનિંગમાં 6,609 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, સચિન અને ગાંગુલીની જોડીએ ODI ક્રિકેટમાં સૌથી વધુ વખત 150થી વધુ રનોની ભાગીદારીનો વર્લ્ડ રોકોર્ડ પોતાના નામે કરેલો છે.

Image

સૌરવ ગાંગુલીની કરિયર ઉપર એક નજર :

સૌરવ ગાંગુલીએ 1992થી 2008 સુધી ભારતીય ક્રિકેટમાં સેવા આપી હતી. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ ક્રન્ટોલ બોર્ડના પ્રમુખ છે. તેમણે ભારત માટે 18,585 આંતરરાષ્ટ્રીય રન બનાવેલા છે. તેમના નામે 113 ટેસ્ટ મેચોમાં 7,212 અને 311 વન-ડે મેચોમાં 11,363 રન નોંધાયેલા છે. IPLમાં પણ તેમણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. IPLની પ્રારંભિક સીઝનમાં તેઓ KKR માટે અને બાદમાં પુણે વોરિયર્સ માટે રમતા જોવા મળ્યા હતા. તેમના નામે IPLની 59 મેચોમાં 1,349 રન નોંધાયેલા છે. તેઓ ઘણી વખત બેટિંગ સિવાય પોતાની બોલિંગથી પણ વિરોધી ટીમને હરાવી દેતા હતા. તેમના નામે 32 ટેસ્ટ મેચ, 100 વન-ડે મેચ અને 10 IPL વિકેટ પણ નોંધાયેલી છે.

આ પણ વાંચો –