Home Blog Page 1378

નકલી ક્રિકેટ લીગ મામલો, સટ્ટાબાજી કરી કરોડોનો માલિક બની ગયો અશોક ચૌધરી

Fake cricket league case

  • નકલી ક્રિકેટ લીગ ટી-20 કરાવનાર ગેંગનો માસ્ટરમાઇન્ડ રસિયાનો એફિમોવ છે. તેના ઇશારે અશોક ચૌધરી મેરઠ અને ગુજરાતમાં નકલી મેચ કરાવી ચૂક્યા છે.

નકલી ક્રિકેટ લીગ ટી-20 (Fake T20 cricket League) બનાવીને કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક બનનાર અશોક ચૌધરીની (ashok chaudhary) ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ગુજરાત પોલીસ (Gujarat Police) અને હાપુડ પોલીસ ખાલી હાથે પરત ફરી છે. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે અશોક ચૌધરીએ (Ashok Chaudhary) ઘણા રાજ્યોમાં કરોડોની સંપત્તિ બનાવી રાખી છે. દિલ્હી, હરિયાણા સિવાય મુંબઈ અને ગોવામાં પણ અશોક ચૌધરીએ સંપત્તિ બનાવી છે. મેરઠના સાકેત, પલ્લવમપુરમમાં કોઠી ખરીદી છે. જેની તપાસ માટે હાપુડ પોલીસ મેરઠ પોલીસની (Meerut Police) મદદ માંગી રહી છે. જેથી સંપતી જપ્તની કાર્યવાહી કરી શકાય.

મેરઠ સિટીના એસપી વિનીત ભટનાગરના મતે અશોક ચૌધરીની શોધ ગુજરાત અને હાપુડ પોલીસ કરી રહી છે. જોકે તેની કોઇ ભાળ મળી નથી. પોલીસ વિવેચનામાં અશોકના ભાઇ પપ્પનું નામ પણ સામેલ કરી રહી છે. નકલી ક્રિકેટ લીગ ટી-20 કરાવનાર ગેંગનો માસ્ટરમાઇન્ડ રસિયાનો એફિમોવ છે. તેના ઇશારે જ જૈનપુરનો રહેવાસી અશોક ચૌધરી અને મધ્ય પ્રદેશનો રહેવાસી આસિફ મેરઠ અને ગુજરાતમાં નકલી મેચ કરાવી ચૂક્યા છે.

જુઓ વિડીયો : – અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

ગુજરાત પછી હાપુડ પોલીસે આ ગેંગ પરથી પડદો ઉઠાવ્યો હતો. પરીક્ષિતગઢના ગામ ખજુરી નિવાસી શિતાબ ઉર્ફે શબ્બુ અને ગ્વાલિયરના ઋષભને જેલ મોકલી દીધા છે. આસિફની શોધ માટે મધ્ય પ્રદેશ પોલીસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. જ્યારે અશોક ચૌધરી નવ જુલાઇના રોજ પરિવાર સાથે મોસ્કો ચાલ્યો ગયો છે. તેણે અભ્યાસ મોસ્કોમાં કર્યો છે. પોલીસે તેની જાણકારી પણ મેળવી છે.

ગેંગસ્ટરનો કેસ નોંધીને જપ્ત થશે સંપત્તિ :

અશોક ચૌધરી સામે ગેંગસ્ટર એક્ટનો કેસ નોંધીને 14-એ ની કાર્યવાહી અંતર્ગત સંપત્તિ જપ્ત કરવામાં આવશે. મેરઠમાં ઘણી કોઠીએ બનાવ્યા પછી તેણે ઘણા રાજ્યોમાં પોતાની જાળ ફેલાવી ઘણી કોઠીઓ ઉભી કરી છે. હાપુડ પોલીસે અશોક ચૌધરીના ભાઇ, પરિવાર અને સંબંધીઓની પુરી લિસ્ટ તૈયાર કરી છે. જલ્દી તેમની પૂછપરછ કરવામાં આવશે. ગુજરાત પોલીસને નકલી ટી-20 મેચની વીડિયોગ્રાફી પણ મળી ગઈ છે.

યુપીમાં જે સટ્ટાકાંડ સામે આવ્યો તેની મોડસ ઓપરેન્ડી મહેસાણાના સટ્ટાકાંડ જેવી જ હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાના લોકલ ખેલાડીઓને મેચ રમવા બોલાવવામાં આવતા. અંદાજે 40 હજાર રૂપિયા ભાડુ આપીને નકલી મેચ રમાડવામાં આવતી હતી. આરોપી અશોક ચૌધરી મેચ રમાડવાના 30 થી 40 હજાર રૂપિયા શિતાબ ઉર્ફ શબ્બુને આપતો હતો. આ નકલી મેચ પર રશિયામાં સટ્ટો રમાતો હતો.

આ પણ વાંચો –

 

જાણો કોણ છે કેમી બેડનોચ જેમણે ભારતીય મૂળનાં ઋષિ સુનકને બ્રિટનની ચૂંટણીમાં ચોથા સ્થાન પર ધકેલ્યા

Know who Cammy Bednoch

  •  કેમી બેડનોચ વાઈલ્ડ કાર્ડ ઉમેદવાર છે.

બ્રિટનમાંથી સતત વડાપ્રધાન પદની ચૂંટણીને લઈને અનેક ખબરો સામે આવી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં (Conservative Party) ઋષિ સુનક (Rishi Sunak) લોકપ્રિય હોવા છતાં સર્વેમાં કેમી બેડનોચ (Kemi Badenoch) સૌથી આગળ છે. જ્યારે સુનકને ચોથું સ્થાન મળ્યું છે. તાજેતરમાં જ થયેલા બીજા રાઉન્ડના મતદાનમાં ભારતીય મૂળના ઋષિ સુનકે પોતાનું સ્થાન ટોપ પર બનાવી રાખ્યું હતું.

42 વર્ષના કેમી બેડનોચને કોઈ એવા વ્યક્તિના રૂપમાં જોવામાં આવી રહ્યા છે જેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના મૂલ્યોની રક્ષા કરી શકે છે. કેમી બેડનોચ વાઈલ્ડ કાર્ડ ઉમેદવાર છે. કન્ઝર્વેટિવ હોમ પોલમાં મતદાન કરનારા 851 ટોરી પાર્ટીના સદસ્યોમાંથી 31%એ નાઈઝિરિયાઈ મૂળના કન્ઝર્વેટિવ સાંસદ કેમી બેડનોચને 11 પોઈન્ટની લીડ ધરાવે છે.

 કોણ છે કેમી બેડનોચ ?

– કેમી બેડનોચ 16 સપ્ટેમ્બર 2021થી 6 જુલાઈ 2022ની વચ્ચે સ્તરીકરણ વિભાગ (Department of levelling up) આવાસ (Housing) અને સમુદાય વિભાગ( Department of communities)માં રાજ્યમંત્રી હતા.

– યુકે સરકારની વેબસાઈટ પ્રમાણે તેઓ 14 ફેબ્રુઆરી 2020થી જુલાઈ 2022ની વચ્ચે સરકારી સમાનતા કાર્યાલયમાં રાજ્યમંત્રી હતા.

– બેડેનોચ અગાઉ 13 ફેબ્રુઆરી, 2020 થી સપ્ટેમ્બર 15, 2021 સુધી ટ્રેઝરીના ટ્રેઝરી સેક્રેટરી હતા.

– તેઓ 27 જુલાઈ 2019થી 13 ફેબ્રુઆરી 2020 સુધી શિક્ષણ વિભાગમાં સંસદીય સચિવ હતા.

– કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ અને ન્યાય પસંદગી સમિતિના પૂર્વ સદસ્ય છે.

– સંસદ સદસ્યના રૂપમાં પોતાની નિમણૂક પહેલા તેઓ લંડન વિધાનસભાની એક કન્ઝર્વેટિવ સદસ્ય હતા જે અર્થવ્યવસ્થા માટે GLA કન્ઝર્વેટિવના પ્રવક્તાના રૂપમાં કાર્ય કરી રહ્યા હતા.

– તેઓ સપોર્ટ 4 સાઈટ, ધ સ્ટ્રોક ક્લબ અને CVSU સહિત મતવિસ્તારની કેટલીક ચેરીટીના સરંક્ષક પણ છે.

– તેમની રુચિના અન્ય ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, સામાજિક ગતિશીલતા અને એકીકરણ સામેલ છે.

– તેમણે ટીકાકારોને કહ્યું કે બ્રિટનને “સંસ્થાકીય રીતે જાતિવાદી” તરીકે વર્ણવવા માટે કોઈ પુરાવા નથી જેની ઘણા લોકો દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી અને ઘણા લોકોએ ટીકા પણ કરી હતી.

આ પણ વાંચો –

 

નુપુર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર છરીથી હુમલો, 2 હુમલાખોરની ધરપકડ

0

Knife attack on youth watching

  •  હુમલામાં ઘાયલ થયેલા યુવક અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે.

રાજસ્થાનના (Rajasthan) ઉદયપુર જેવો કિસ્સો હવે બિહારના સીતામઢી (Sitamarhi of Bihar) ખાતે જોવા મળ્યો છે. નુપુર શર્માનો વીડિયો જોઈ રહેલા એક યુવક પર જીવલેણ હુમલો (fatal attack) કરવામાં આવ્યો છે. હુમલામાં ઘાયલ યુવકની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને દરભંગા રિફર કરવામાં આવ્યો હતો.

તેને DMCH હોસ્પિટલના આઈસીયુ વોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં 2 હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે આ ઘટનાને પરસ્પર વિવાદની ઘટના ગણાવી છે. ત્યારબાદ પોલીસની ભૂમિકા પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.

હુમલામાં ઘાયલ થયેલા યુવક અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે. અંકિતના પિતા મનોજ ઝાના જણાવ્યા અનુસાર, તેમનો દિકરો પાનની દુકાને પાન ખાવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઈલ પર નુપુર શર્માનો વીડિયો જોઈ રહ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ બિલાલ પોતાના 3 સાથીઓ સાથે ત્યાં આવ્યો હતો. અંકિતને નુપુરનો વીડિયો જોતા જોઈને તે રોષે ભરાયો હતો.

આરોપી અંકિતના ચહેરા પર સિગારેટના ધુમાડા ઉડાડવા માંડ્યો અને તેને અપશબ્દો બોલવા લાગ્યો હતો :

વિરોધ કરવા બદલ તેણે અંકિત પર તેની જમણી કમર પાસે છરી વડે હુમલો કર્યો હતો. અંકિતના શરીર પર 6 વાર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. મનોજે જણાવ્યું હતું કે, તેણે પોલીસને આ અંગે વાત કરી હતી. અંકિતે પણ દરભંગામાં સારવાર દરમિયાન આવું જ નિવેદન આપ્યું છે. જો કે પોલીસે FIRમાં નૂપુર શર્માનું નામ કાઢી નાખ્યું છે. અંકિતના પિતાએ હુમલાખોરોની ધરપકડ સિવાય આકરી કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

જુઓ વિડીયો : – અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

પોલીસે આ કેસમાં નાનપુર ગામના ગૌરાના રહેવાસી મો.બિલાલ અને મો.નિહાલ સહિત 5 લોકોને આરોપી ગણાવ્યા છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોની ભીડ વચ્ચે ઘાયલ યુવક જોવા મળી રહ્યો છે. ત્યાં ઉભેલા લોકો છરી વડે ઘા માર્યાની વાત કરી રહ્યા છે. આ સાથે એક યુવક બાઈક લઈને બહાર નીકળવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ યુવકને ત્યાં હાજર રહેલા લોકોએ અટકાવ્યો હતો.

આ કેસમાં પોલીસની અલગ થીયેરી છે. પુપરી DSP વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, બે મિત્રો પાનની દુકાનમાં પાન ખાઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પાનની દુકાનમાં ભાંગ પણ વેચાઈ રહી હતી. આ દરમિયાન છરી વડે મારામારી શરૂ થઈ હતી. આ કેસમાં નુપુર શર્માના કનેક્શનને નકારતા DSPએ કહ્યું હતું કે, આ 2 મિત્રો વચ્ચેની ઘટના છે. ઘાયલ યુવક ખતરાની બહાર છે.

આ પણ વાંચો –

કામ લઈને નીકળ્યા છો તો સાચવજો, આજે છે અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ  

0

If you have left for work

  • ક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. છોટાઉદેપુર, નવસારી, અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોની વધી હાલાકી.

વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના (Gujarat) અનેક જિલ્લાઓમાં આજે વરસાદ તૂટી પડ્યો છે. આગામી 3 કલાક દરમ્યાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં વરસાદ શરૂ :

અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ચાંદખેડા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોઁધાયો છે. તો પ્રહલાદનગર, મેમનગર, સેટેલાઈટ, નારણપુરા, ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી, મોટેરા, ચાંદખેડા વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કેટલાક કલાક વરસાદ યથાવત રહેશે. વરસાદને કારણે અમદાવાદના માર્ગો પર વાહનોની ગતિ પર લગામ લાગી, આવી જ સ્થિતિ યથાવત રહે ફરી શહેરમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ શકે છે.

જુઓ વિડીયો : – અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

ગાંધીનગરમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. અત્યાર સુધી ગાંધીનગરમાં સામાન્ય વરસાદ હતો, પરંતુ વહેલી સવારથી વરસાદે જમાવટ કરી છે. પાટનગરમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો –

સૈનિક યુદ્ધમાં લડી રહ્યો હતો, બેગમાં રાખેલા આઇફોને બચાવ્યો જીવ; ભયાનક વીડિયો સામે આવ્યો 

A soldier was fighting

  • iPhone 11 Pro સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં Appleના આ ત્રણ વર્ષ જૂના સ્માર્ટફોને એક સૈનિકનો જીવ બચાવ્યો છે. યુદ્ધમાં દેશ માટે લડતા સૈનિકની બેગમાં ફોન રાખો, તેને મરતા બચાવ્યો.

આઇફોન 11 પ્રો (iPhone 11 Pro) ટકાઉપણાની દ્રષ્ટિએ કેવો છે અને તે કેટલો મજબૂત છે, તેનો પુરાવો તાજેતરમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં છે. એપલના સ્માર્ટફોનને (smartphone) લઈને આવા ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ફોન કેટલો મજબૂત છે, તેની તપાસ કરવામાં આવી છે. આ વખતે, આ ફોનની તાકાતનું વાસ્તવિક જીવનમાં, યુદ્ધના મેદાનમાં (battlefield) પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ ફોને આ ટેસ્ટમાં સંપૂર્ણ માર્ક્સ મેળવ્યા છે. બેગમાં રાખેલા iPhone 11 Proએ યુદ્ધ લડતા એક સૈનિકનો જીવ બચાવ્યો છે. જો તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થયું અને તેમાં શું ખાસ છે, તો આગળ વાંચો અને આ બાબત વિશે વિગતવાર જાણો.

બેગમાં રાખેલા આઇફોને સૈનિકનો જીવ બચાવ્યો :

તમને જણાવી દઈએ કે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં આઈફોનના કારણે એક સૈનિકનો જીવ બચી ગયો છે. Reddit પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં યુક્રેનનો એક સૈનિક યુદ્ધના મેદાનમાં પોતાના દેશ માટે લડી રહ્યો છે અને તેના બેકપેકમાં રાખેલા તેના ત્રણ વર્ષ જૂના iPhone 11 Proએ તેને મરવા ન દીધો. જો સૈનિકની બેગમાં ફોન ન હોત તો તે આજે આ દુનિયામાં ન હોત.

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે :

ચાલો તમને જણાવીએ કે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં iPhone 11 Proએ કેવી રીતે એક સૈનિકનો જીવ બચાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક સૈનિક તેની બેગમાંથી તેનો iPhone 11 Pro કાઢે છે જે ડેમેજ થઈ ગયો છે. બેગપેકમાં રાખેલા આ ફોનમાં બુલેટ ફસાઈ ગઈ છે.

જુઓ વિડીયો : અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

વિડિયોમાં વધુ વિગતો દેખાતી નથી, પરંતુ જો iPhone 11 Pro બેગમાં ન હોત અને બુલેટ ન લીધી હોત, તો બુલેટ સૈનિકને પાર કરી ગઈ હોત અને તે મરી ગયો હોત. તમને જણાવી દઈએ કે આ વીડિયો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે.

આ પણ વાંચો –

 

અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર માર્ગ નિર્માણમાં કાર્યરત એક મજૂરનું મોત, 18 લાપતા

0

One laborer dead

  • જિલ્લા ડેપ્યુટી કમિશનર બેંગિયા નિઘેએ જણાવ્યું હતું કે આ કામદારો માર્ગ નિર્માણ પ્રોજેક્ટમાં રોકાયેલા હતા અને 5 જુલાઈથી લાપતા છે.

અરૂણાચલ પ્રદેશમાંથી (Arunachal Pradesh) મોટી દુર્ઘટના બની છે. ભારત-ચીન બોર્ડર (India-China border) પર કામ કરતા મજૂરોના સમૂહના 18 લોકો લાપતા છે અને 1 મજૂરનું મોત થઈ ચૂક્યું છે. આ મજૂર એક અઠવાડિયાથી ગુમ હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ મજૂરોની કુમી નદીમાં (Kumi River) ડૂબી જવાથી મોત થયા છે.

આ મજૂરો ચીનની સરહદ પાસે માર્ગ નિર્માણનું (Road construction) કામ કરી રહ્યા હતા અને ઈદના અવસર પર તેઓ પોતાના ઘરે આસામ જવા માગતા હતા. મજૂરોએ કોન્ટ્રાક્ટર પાસે ઘરે જવા માટે રજા માગી હતી પરંતુ જ્યારે માગ સ્વીકારવામાં ન આવી ત્યારે તેઓ બધા પગપાળા આસામ જવા રવાના થઈ ગયા હતા. આ જ માર્ગે મજૂરો સાથે આ અકસ્માત થયો હતો.

જુઓ વિડીયો : અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

અહેવાલ પ્રમાણે આ બધા મજૂરોને બીઆરઓ દ્વારા માર્ગ નિર્માણના કામ માટે અરૂણાચલ લાવવામાં આવ્યા હતા. ઈદના પ્રસંગે તેઓ પોતાના ઘર જવા માગતા હતા. કોન્ટ્રાક્ટર પાસે મજૂરોએ ઘરે જવા માટે રજા માગી પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટરે રજા ન આપી ત્યારે આ બધા મજૂરો પગપાળા આસામ જવા માટે રવાના થઈ ગયા હતા. આ મજૂરો અરુણાચલના કુરુંગ કુમે જિલ્લાના જંગલોમાં ખોવાઈ ગયા હતા. જિલ્લા ડેપ્યુટી કમિશનર બેંગિયા નિઘેએ જણાવ્યું હતું કે આ કામદારો માર્ગ નિર્માણ પ્રોજેક્ટમાં રોકાયેલા હતા અને 5 જુલાઈથી ગુમ છે.

અત્યાર સુધીમાં એક જ મૃતદેહ મળ્યો :

જો કે અત્યાર સુધીમાં માત્ર એત જ મૃતદેહ મળ્યો છે. કમિશનરે જણાવ્યું કે, મંગળવારે વધુ એક ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવશે અને બાકી મજૂરોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ મજૂરો ક્યારે અને કેવી રીતે કુમી નદીમાં ડૂબી ગયા? શું તેઓ નદીને પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ? આવા અનેક સવાલ છે જેના જવાબ હજુ સુધી નથી મળી રહ્યા તેના કારણે પોલીસ પણ આ દુર્ઘટનાને લઈને કંઈ પણ બોલવાથી બચી રહી છે. અત્યાર સુધીમાં માત્ર એટલી જાણકારી મળા છે કે, છેલ્લા એક અઠવાડિયાથી આ બધા મજૂરો ગુમ છે.

આ પણ વાંચો –

સુરતમાં વિદ્યાર્થીઓને નિર્વસ્ત્ર કરી યૌન શોષણનો મામલો, સ્કૂલના પ્રિન્સિપાલ સામે ફરિયાદ દાખલ, જાણો આખો મામલો

0

In case of sexual exploitation of students in Surat

  • પુણાની શાળામાં આચાર્ય દ્વારા કરવામાં આવેલા આ કૃત્યોને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. શિક્ષણ સમિતિ દ્વારા પણ આચાર્યને જાણે છાવરવાનો પ્રયાસ કરાતો હોય તેવા આક્ષેપ થયા છે.

સુરતના પુણા (Pune) વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (Nagar Primary Education Committee) શાળામાં વિદ્યાર્થીના યૌન શોષણનો (Sexual exploitation) મુદ્દો સામે આવ્યો હતો. શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્યની ફરિયાદ બાદ સમગ્ર મુદ્દે ભારે વિવાદ થયો હતો. ત્રણ માસ પહેલા વાલીએ શિક્ષણ સમિતિના વિપક્ષ- શાસકોને પેન ડ્રાઈવ (Pen Drive) આપી હતી, પરંતુ કોઈ પગલાં ભરાયા ન હતા. વારંવાર રજુઆત બાદ આખરે આ મામલે પુણા પોલીસ સ્ટેશન (Puna police station)માં આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણાની સ્કૂલ નંબર 300 ના આચાર્ય નિશાંત વ્યાસ સામે બાળકોના યૌન શોષણના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. વાલી દ્વારા શિક્ષણ સમિતિના તમામ સભ્યોને ત્રણ મહિના પહેલાં પેન ડ્રાઈવ આપવામાં આવી હોવા છતાં કોઈ પગલાં ભરાયા ન હતા. શાળાના આચાર્ય નિશાંત વ્યાસ (Nishant Vyas) દ્વારા પોતાની કેબિનમાં જ બાળકોને નિર્વસ્ત્ર કરી દીધા હોવાના વીડિયો સામે આવ્યા હતા. આ પહેલાં પણ અન્ય સ્કૂલમાં જ્યાં તેઓ ફરજ બજાવતા હતા ત્યાં વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કરતા હોવાની ચર્ચા હતી.

જુઓ વિડીયો : અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

પુણાની શાળામાં આચાર્ય દ્વારા કરવામાં આવેલા આ કૃત્યોને કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ફિટકાર વરસાવી આવી રહ્યો હતો. શિક્ષણ સમિતિ દ્વારા પણ આચાર્યને જાણે છાવરવાનો પ્રયાસ કરાતો હોય તેવા આક્ષેપ થયા છે. કોંગ્રેસના પૂર્વ સભ્યએ સીધી કમિશ્નરને ફરિયાદ કરતા પહેલા આચાર્યની બદલી કરવામાં આવી હતી, બાદમાં તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

પેન ડ્રાઇવમાં અનેક ક્લિપ્સ :

યૌન શોષણનો આક્ષેપ થયો છે તે આચાર્યની પેન ડ્રાઈવમાં 200 જેટલી ક્લિપ છે. અનેક ક્લિપમાં વિદ્યાર્થીઓ સમિતિના ગણવેશ સાથે જોવા મળે છે. આટલી ગંભીર બાબત હોવા છતાં પહેલાં મામલો દબાવી દેવા માટે પ્રયાસ થયો હતો, ત્યાર બાદ આ વિવાદ મોટો થતાં પાલિકા તંત્રએ પગલાં ભરવાની ફરજ પડી છે. સુરત શિક્ષણ સમિતિના એક કર્મચારી પાસે પાલિકાએ પુણા પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની વિગત સાથે એફ.આઈ.આર. દાખલ કરાવી છે.

ફરિયાદ બાદ ક્લિપમાં દેખાતા વિદ્યાર્થીની ઓળખ કરીને પોલીસે તેમના વાલીનો સંપર્ક કરી તેમના નિવેદનો લેવાની પોલીસે શરૂવાત કરી છે. પ્રિન્સિપાલના કહેવાથી છથી સાત વિદ્યાર્થીઓએ વીડિયો બનાવ્યો હતો. પુણામાં રહેતા 14 વર્ષના વિદ્યાર્થી કે જેને પ્રિન્સિપાલે નગ્ન કર્યો હતો તેની પોલીસે પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીએ જણાવ્યું કે, વીડિયો ત્રણથી ચાર વર્ષ જૂનો છે. જે તે વખતે પ્રિન્સિપાલ નિશાંતના કહેવાથી છથી સાત વિદ્યાર્થીઓએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો. બીજી તરફ પોલીસે તપાસ શરૂ કરતાં આચાર્ય ભાગી છૂટ્યો છે.

આ પણ વાંચો –

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં મોંઘવારીનો માર, દૂધ-શાકભાજી બાદ હવે ખાવાનું તેલ પણ મોંઘું થયું

0

Ahead of the festive season

  •  તેલના ભાવ ફરીથી વધી ગયા છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવું જ થયું.

રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રમા (Saurashtra) સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવુ જ થયું. સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.

ફરી સિંગતેલના ડબ્બો 2800 ની સપાટીએ પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10 નો ભાવ વધારો નોંધાયો છે. આ ભાવ વધારાથી સિંગતેલનો ડબ્બો 2810 રૂપિયા પહોંચ્યો છે. કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ 2510 થયો છે.

સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

જુઓ વિડીયો : અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

પામોલિન તેલના ભાવમાં ઘટાડો :

ઈન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં પામતેલની આયાતને લઈને પામતેલનો ડબ્બો 1920 રૂપિયાએ પહોંચ્યો છે. જોકે, માત્ર પામોલિન તેલના ભાવમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પામતેલના ભાવમાં 500 થી 600 રૂપિયાનું ઘટાડો થયો છે.

આ પણ વાંચો –

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ મીટિંગ, આર્થિક સહાય સહિત લેવાઈ શકે આ મોટા નિર્ણય

0

Cabinet meeting chaired by CM Bhupendra

  • આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરસાદથી નુકસાન અંગેના સર્વે સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

આજ રોજ ગાંધીનગર (Gandhinagar) ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. જે બેઠકમાં વરસાદ બાદ રાજ્યની સ્થિતિ (state of affairs) અંગે ચર્ચા કરાશે. તદુપરાંત રોડ રસ્તાના સમારકામની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે આર્થિક સહાય :

આ સિવાય વરસાદથી નુકસાન અંગેના સર્વે પર પણ ચર્ચા કરાશે. મહત્વનું છે કે, આ બેઠક બાદ સરકાર આર્થિક સહાય જાહેર કરી શકે છે. તેમજ બેઠકમાં મહાનગરોમાં રસ્તાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે. એ સિવાય વિવિધ સરકારી પ્રોજેક્ટની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

જાણો બેઠકમાં કયા-કયા મુદ્દાઓ પર ચર્ચા કરાશે ?

  • વરસાદ બાદ રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરાશે
  • રોડ રસ્તાના સમારકામની બેઠકમાં સમીક્ષા કરાશે
  • વરસાદથી નુકસાન અંગેના સર્વે પર પણ ચર્ચા કરાશે
  • મહાનગરોમાં રસ્તાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે
  • વિવિધ સરકારી પ્રોજેક્ટની પણ બેઠકમાં સમીક્ષા કરાશે.

આ પણ વાંચો –

૧૯ જુલાઈ મંગળવારના રોજ આ રાશિના જાતકો પર ગણેશજીની ખાસ કૃપા રહેશે- જાણો આજનું રાશિફળ

૧૯ જુલાઈ On July 19, Tuesday Gujarat Guardian

મેષ :
માનસિક ઉગ્રતા રહે, પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રાપ્તિ અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભ :
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુધ સારું. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી ધંધામાં રાહત.

‌મિથુન :
માનસિક ચિંતા વધે. આ‌કસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્ક :
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહ :
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી-કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યા :
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.

તુલા :
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાતવિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચ‌િ‍ક :
આત્મબળ વધતાં અગત્યના નિર્મયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધન :
નાણાંકીય આવક વધતી જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકર :
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટિરિયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભ :
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીન :
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના-ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો –

  • કંગના રનૌતે શરૂ કર્યું ‘ઈમરજન્સી’નું શૂટિંગ, પૂજા વિધિની તસવીરો શેર કરીને વ્યક્ત કર્યો આનંદ
  • ઉદ્ધવ ઠાકરેની ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ, પૂર્વ વિપક્ષી નેતા રામદાસ કદમે આપ્યું રાજીનામું