Home Blog Page 1378

૧૯ જુલાઈ મંગળવારના રોજ આ રાશિના જાતકો પર ગણેશજીની ખાસ કૃપા રહેશે- જાણો આજનું રાશિફળ

૧૯ જુલાઈ On July 19, Tuesday Gujarat Guardian

મેષ :
માનસિક ઉગ્રતા રહે, પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રાપ્તિ અટકે. સ્વાસ્થ્ય સાચવવું. નવા નાણાંકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભ :
આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુધ સારું. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી ધંધામાં રાહત.

‌મિથુન :
માનસિક ચિંતા વધે. આ‌કસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્ક :
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહ :
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી-કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યા :
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.

તુલા :
નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાતવિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચ‌િ‍ક :
આત્મબળ વધતાં અગત્યના નિર્મયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધન :
નાણાંકીય આવક વધતી જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકર :
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટિરિયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભ :
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીન :
મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના-ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો –

  • કંગના રનૌતે શરૂ કર્યું ‘ઈમરજન્સી’નું શૂટિંગ, પૂજા વિધિની તસવીરો શેર કરીને વ્યક્ત કર્યો આનંદ
  • ઉદ્ધવ ઠાકરેની ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ, પૂર્વ વિપક્ષી નેતા રામદાસ કદમે આપ્યું રાજીનામું

કંગના રનૌતે શરૂ કર્યું ‘ઈમરજન્સી’નું શૂટિંગ, પૂજા વિધિની તસવીરો શેર કરીને વ્યક્ત કર્યો આનંદ

Kangana Ranaut started

  •  ‘મારા જીવનનો સૌથી અદભુત દિવસ… તે પુનઃજન્મ જેવો છે. એક ફિલ્મ નિર્માતા બનવું હંમેશા મારુ પ્રિય કામ રહેશે.’ – કંગના રનૌત

કંગના રનૌતે ગઈ કાલે તેની આગામી ફિલ્મ ‘Emergency’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે.

કંગના રનૌતે (Kangana Ranaut) પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર તેની આગામી ફિલ્મનું ટીઝર અને તેનો ઈન્દિરા ગાંધી (Indira Gandhi) તરીકેનો ફર્સ્ટ લુક ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. આ ઉપરાંત તેણે વિશેષ પૂજા વિધિની (Worship ritual) એક તસવીર પણ શેર કરી છે. તેણે આ તસવીર ઉપર લખ્યું છે કે, ‘મારા જીવનનો સૌથી અદભુત દિવસ… તે પુનઃજન્મ જેવો છે. એક ફિલ્મ નિર્માતા (Film producer) બનવું હંમેશા મારુ પ્રિય કામ રહેશે.’ અભિનેત્રીએ તેના ક્લિકને કેપ્શન આપીને જણાવ્યુ છે કે, તેણે કામ શરૂ કર્યું છે જે તેના એકલ દિગદર્શન સાહસને પણ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે કંગના રનૌત આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનો રોલ પ્લે કરવાની છે. તેના ફર્સ્ટ લુકે ચાહકોમાં ખૂબ જ ઉત્સુકતા ઉભી કરી છે. આ ફિલ્મને ભારતના રાજકીય ઈતિહાસમાં નવા વળાંકો તરફ દોરી જતી ક્ષણોની વાર્તા તરીકે બનાવવામાં આવી રહી છે. કંગના રનૌતે જણાવ્યું હતું કે, 2019ની ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ના ડાયરેક્શન દરમિયાન તેને જે શક્તિની અનુભૂતિ થઈ રહી હતી તેનાથી તે રોમાંચિત થઈ ગઈ હતી.

અભિનેત્રીએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઈમરજન્સી’ ભારતના રાજકીય ઈતિહાસના સૌથી મહત્વના સમયગાળામાંથી એકને દર્શાવે છે. તેણે આપણા સત્તાને જોવાના દૃષ્ટિકોણને બદલી નાખ્યો હતો અને તેથી મેં આ વાર્તા કહેવાનું નક્કી કર્યું હતું.

ઈન્દિરા ગાંધી દ્વારા વર્ષ 1975 થી 1977 સુધીના 21 મહિનાના સમયગાળા માટે કટોકટી લાદવામાં આવી હતી. આ દરમિયાન લોકોના મૂળભૂત અધિકારો ઉપર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા.

ઈન્દિરા ગાંધી દ્વારા 1977માં ‘ઈમરજન્સી‘ હટાવવામાં આવ્યા બાદ લોકસભાની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં ભારતની રાજનીતીમાં 1947 પછી પ્રથમ વખત કોંગ્રેસની કારમી હાર થઈ હતી.

આ અગાઉ કંગના રનૌતે વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘થલાઈવી’માં દિવંગત અભિનેત્રી-રાજકરારણી જયલલિતાની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં ઝાંસીની સ્વતંત્ર સેનાની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી. કંગનાએ કહ્યું હતું કે પ્રખ્યાત વ્યક્તિત્વની ભૂમિકા ભજવવી હંમેશા પડકાર જનક હોય છે.

2021ની ‘થલાઈવી’માં દિવંગત અભિનેતા-રાજકારણી જે જયલલિતાની ભૂમિકા નિભાવનાર રાનૌતે કહ્યું કે પ્રખ્યાત વ્યક્તિત્વની ભૂમિકા ભજવવી હંમેશા પડકારજનક હોય છે. ‘મણિકર્ણિકા’માં, તેણે ઝાંસીની સ્વતંત્રતા સેનાની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો –

ઉદ્ધવ ઠાકરેની ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ, પૂર્વ વિપક્ષી નેતા રામદાસ કદમે આપ્યું રાજીનામું

0

Uddhav Thackeray’s ‘Ek Sandhe

  •  ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટાપાયે નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે, તેમણે અનેક જિલ્લાઓમાં 100થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે.

શિવસેના પ્રમુખ (Shiv Sena President) અને મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) પાર્ટીના એક નેતાએ મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાના લીડર રામદાસ કદમે (Ramdas Kadame) શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે.તેઓ ઉદ્ધવ ઠાકરેના જૂથમાં હતા. તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદેના (Eknath Shinde) નેતૃત્વમાં શિવસેનાના વિધાનસભ્યોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ 100થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી :

આ રાજીનામું એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટાપાયે નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે. તેમણે મુંબઈ, પાલઘર, યવતમાલ, અમરાવતી સહિત અન્ય અનેક જિલ્લાઓમાં 100થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે. આ દરમિયાન ડેપ્યુટી ડિપાર્ટમેન્ટ હેડ અને બ્રાન્ચ હેડની જગ્યાઓ પર મોટી સંખ્યામાં નવા ચહેરા લાવવામાં આવ્યા છે. પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં નવી નિમણૂંકોની જાહેરાત કરી છે.

સુપ્રીમ કોર્ટ 20 જુલાઈએ અરજીઓ પર સુનાવણી કરશે :

તે જ સમયે, સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 14 ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ છે. આ અરજીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલી અયોગ્યતાની કાર્યવાહીને પડકારવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ તે દિવસે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરશે. જેમાં એકનાથ શિંદે જૂથ દ્વારા શિવસેનાના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરાયેલા વ્હીપને માન્યતા આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

 

 

અમરેલીની માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ, વન વિભાગે મેગા ઓપરેશનથી આખો વિસ્તાર કોર્ડન કર્યો હતો

0

Amreli’s thirst for human

  • અમરેલીના બાબરકોટ ગામે માનવ લોહીની તરસી સિંહણ પાંજરે પૂરાઈ છે. 6 વ્યક્તિ ઉપર હુમલો કરનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. આખરે સિંહણ પાંજરે પૂરાઈ હતી.

અમરેલીના (Amreli) બાબરકોટ ગામે માનવ લોહીની તરસી સિંહણ (lioness) પાંજરે પૂરાઈ છે. 6 વ્યક્તિ ઉપર હુમલો કરનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન (Mega operation) હાથ ધરાયું હતું. આખરે સિંહણ પાંજરે પૂરાઈ હતી.

અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામે આંટાફેરા કરનારી સિંહણને આખરે પાંજરે પુરવામાં સફળતા મળી છે. છેલ્લા ઘણા દિવસથી સિંહણના આંટાફેરાના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સિંહણને પકડવા માટે ગઈકાલ સવારથી મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેમાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન, ધારી ગીર પૂર્વ ડિવિઝન મોટાભાગની રેન્જના અધિકારીઓ જોડાયા હતા. ત્યારે ભારે જહેમત બાદ ગઈકાલ મોડીરાત્રે સિંહણને પાંજરે પૂરી દેવામાં સફળતા મળી હતી.

માણસો પર હુમલો કરવા પહોંચાડનાર વનવિભાગનો મોટો કાફલો માઇન્સ વિસ્તારમાં પહોંચ્યો હતો. સિંહણ આક્રમણ સ્વરૂપમાં આવી જતા વનવિભાગે કોર્ડન કરી હતી. 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયુ હતું. વનવિભાગ દ્વારા જાહેરાત કરાઈ હતી કે, સિંહણ અસ્થિર મગજની છે. લોકોએ બહાર ન નીકળવું ગમે ત્યારે હુમલો કરી શકે છે.

તો બીજી તરફ, સાબરકાંઠાના ઈડરના પાતડિયા ગામમાં ઝરખ પાંજરે પૂરાયું હતું. વનવિભાગની ટીમે ઝરખને પકડવા માટે કાર્યવાહી કરી હતી. ઘરેથી ખેતર જઈ રહેલી મહિલા પર ઝરખે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે વડનગર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ત્યાર બાદ મહિલાને વધુ સારવાર માટે અમદાવાદમાં ખસેડાઈ હતી. મહિલા પરના હુમલા બાદ વનવિભાગની ટીમે પાંજરું મૂક્યુ હતું. ઝરખને પકડીને વનવિભાગની ટીમે જંગલમાં છોડી મૂક્યું હતું.

આ પણ વાંચો –

 

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને ચહલને આરામ, અશ્વિન, લોકેશ રાહુલની એન્ટ્રી

0

Virat Kohli, Jasprit Bumrah

  • વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે થનારી ટી-20 સિરીઝમાં આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં 3 વન-ડે અને 5 ટી-20 મેચ રમશે.

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રમાનારી ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની (Team India) 18 સભ્યોની સ્ક્વોડની જાહેરાત થઈ ગઈ છે. 29 જુલાઈથી શરૂ થનારી પાંચ મેચની આ સિરીઝમાં વિરાટ કોહલીને (Virat Kohli) આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ટી-20 કે વન-ડે સિરીઝ રમવા માટે વેસ્ટ ઈન્ડિઝ નહીં જાય.

બીજા કોને આરામ અપાયો :

વિરાટ કોહલી ઉપરાંત વન-ડેના નંબર વન બોલર જસપ્રીત બુમરાહને પણ ટી-20 સિરીઝમાં આરામ અપાયો છે. બુમરાહે ઈંગ્લેન્ડ સામે વન-ડેમાં 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તો લેગ સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલને પણ આરામ આપવામાં આવ્યો છે.

કોની ટીમમાં એન્ટ્રી થઈ :

યુઝર્વેન્દ્ર ચહલની જગ્યાએ રવિ બિશ્નોઈની ટીમમાં એન્ટ્રી થઈ છે. જ્યારે રવિચંદ્રન અશ્વિનની પણ ટીમમાં વાપસી થઈ છએ. તે સિવાય સ્ક્વોડમાં સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ પસંદ કરવામાં આવ્યો છે. તો લોકેશ રાહુલને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે કુલદીપ યાદવ અને લોકેશ રાહુલે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.

કોહલીને કેમ આરામ આપ્યો તેનો કોઈ જવાબ નહીં :

વિરાટ કોહલીને ટી-20 સિરીઝમાં આરામ આપવા અંગે સિલેક્શન કમિટીએ કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે કમિટિએ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પૂછીને જ આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ બે મહિનામાં કોહલીને બીજીવાર આરામ આપવામાં આવ્યો છે. આ પહેલાં તેણે આઈપીએલ પછી સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમી નહોતી.

ઉમરાન મલિકને તક નહીં, અર્શદીપને જગ્યા :

ટીમ ઈન્ડિયાના યંગ પેસ સેન્સેશન ઉમરાન મલિકને ટી-20 સ્ક્વોડમાં જગ્યા મળી નથી. પરંતુ સિલેક્શન કમિટીએ તેની જગ્યાએ યુવા અર્શદીપ સિંહને તક આપવામાં આવી છે. તેણે ઈંગ્લેન્ડમાં ટી-20 સિરીઝની પહેલી મેચ રમી હતી. આ તેની ડેબ્યુ મેચ હતી. જેમાં તેણે બે વિકેટ ઝડપી હતી.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝનો કાર્યક્રમ :

પહેલી ટી-20 મેચ, 29 જુલાઈ

બીજી ટી-20 મેચ, 1 ઓગસ્ટ

ત્રીજી ટી-20 મેચ, 2 ઓગસ્ટ

ચોથી ટી-20 મેચ, 6 ઓગસ્ટ

પાંચમી ટી-20 મેચ, 7 ઓગસ્ટ

આ પણ વાંચો –

25 કિગ્રા કે 25 લિટરથી વધારે વજનની પેકેજ્ડ ખાદ્ય સામગ્રી પર નહીં લાગે GST

0

GST is not levied on packaged

  • 10-10 કિલોના 3 પેકેટ હોય તો કુલ વજન 30 કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે જીએસટી ભરવો પડશે.

જીએસટી કાઉન્સિલના (GST Council) નિર્ણય પ્રમાણે આજથી એટલે કે, 18મી જુલાઈથી લોટ, દહીં, પનીર, હોસ્પિટલના રૂમ સહિતના અનેક ઉત્પાદનો અને સેવાઓ ઉપર 5 ટકા જીએસટી લાગુ થઈ ગયો છે. આ કારણે આજથી આ વસ્તુઓની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળશે.

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC)એ જીએસટીનો નવો નિયમ લાગુ થયો તેના એક દિવસ પહેલા નોટિફિકેશન બહાર પાડીને કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી છે. બોર્ડના કહેવા પ્રમાણે જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રહેલા આ ઉત્પાદનો અને સેવાઓને હવે જીએસટીમાં આવરી લેવામાં આવ્યા છે. જોકે કેટલાક નિયમો હજુ પણ આ ઉત્પાદનોને જીએસટીના ક્ષેત્રમાંથી બહાર રાખી શકશે. સીબીઆઈસીએ ગ્રાહકોને જીએસટી ભર્યા વગર આ વસ્તુઓ ખરીદવા માટેનો રસ્તો બતાવ્યો છે. તેમાં કેટલીક પ્રી-પેક્ડ પ્રોડક્ટ્સ (Pre-packaged products) છે જે પહેલેથી જ પેકિંગમાં આવે છે.

જાણો કઈ રીતે GSTમાંથી બચી શકાય :

સીબીઆઈસીના કહેવા પ્રમાણે 25 કિગ્રા સુધીનું વજન ધરાવતા લોટ, દાળ, ચોખા કે કોઈ પણ અનાજના સિંગલ પેકિંગને લેબલ્ડ પ્રોડક્ટ માનવામાં આવશે અને તેના ઉપર 5 ટકા જીએસટી લાગુ થશે. અત્યાર સુધી આ વસ્તુઓમાં ટેક્સ છૂટ મળતી હતી.

પરંતુ 25 કિગ્રાથી વધારે વજન ધરાવતા લોટ, ચોખા કે અન્ય સામગ્રીના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે. લોકોની ચિંતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રી-પેક્ડ અને લેબલ્ડ કોમોડિટીની કેટેગરી અંગે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું છે કે, 25 કિગ્રાથી વધારે વજનના લોટ, ચોખા, દાળ કે અન્ય અનાજના પેકેટને આ કેટેગરીમાં નહીં ગણવામાં આવે. આ કારણે આ પ્રકારના પેકેટ પર કોઈ જ જીએસટી નહીં લાગે.

સરળતાથી સમજીએ તો છૂટક વેચાણ માટેની 25 કિગ્રા વજનની લોટની થેલી કે બોરી ઉપર 5 ટકા જીએસટી લાગશે અને ગ્રાહકે તે મુજબ પૈસા ચુકવવા પડશે. પરંતુ જો ગ્રાહક લોટની 30 કિગ્રા વજનની બોરી કે પેકેટ ખરીદશે તો તેના પર કોઈ જ જીએસટી નહીં લાગે.

પરંતુ જો કોઈ પ્રોડક્ટનું વજન 25 કિગ્રાથી વધારે છે પણ તે સિંગલ પેકમાં નથી. તો પણ 5 ટકાનો જીએસટી ચુકવવો પડશે. મતલબ કે, 10-10 કિલોના 3 પેકેટ હોય તો કુલ વજન 30 કિગ્રા થવા છતાં પણ પેકેટ અલગ હોવાના કારણે જીએસટી ભરવો પડશે.

આ પણ વાંચો –

દાહોદ પાસે માલગાડીને અકસ્માત, 12 ડબ્બા એકબીજા પર ચઢી ગયા, દિલ્હી-મુંબઈની ટ્રેનોને અસર

0

Freight train accident near Dahod

  • દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી… 12થી વધુ ડબ્બા ખડી પડતાં મુંબઈ-દિલ્લી વચ્ચેનો રેલવેમાર્ગ ખોરવાયો… ટ્રેનના પાટા અને કેબલને ભારે નુકસાન.

દાહોદ (Dahod) નજીક દિલ્હી મુંબઇ (Delhi Mumbai) મુખ્ય રેલ્વે માર્ગના મંગલ મહુડી નજીક રેલવે અકસ્માત સર્જાયો હતો. માલગાડીનું ડિરેલમેન્ટ થતા અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લગભગ 12 ઉપરાંત માલગાડીના (freight train) ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા મુંબઈ દિલ્હી રેલમાર્ગ ખોરવાયો હતો. અન્ય ટ્રેનોની આવનજાવન પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલોમાં ભારે નુકશાની જોવા મળી હતી. તેમજ રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું. ઘટનામાં રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક દોડતા થયા હતા.

મહત્વનું છે કે માલગાડી ડીરેલ થતાં મુંબઈ- દિલ્હી વચ્ચેનો રેલમાર્ગ ખોરવાયો છે. કારણ કે માલગાડીના 12 થી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડતાં રેલવે ટ્રેકને ભારે નુકશાન થયુ છે. તો સાથે જ ટ્રેન ઉપર જતા કેબલો પણ તુટી પડતાં યાતાયાત અટકી ગયો છે. હાલ તો રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે સમારકામમાં લાગી ગયા છે.

આ પણ વાંચો –

મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં માત્ર 14 મતથી હારનારા કોંગ્રેસના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત

0

Congress candidate

  • મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા, મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપે પરચમ લહેરાવ્યો છે. અમુક સ્થળે કોંગ્રેસે પણ સારુ પ્રદર્શન કર્યુ છે.

આ દરમિયાન રીવામાં (Reeva) હાર મળ્યાના તાત્કાલિક બાદ આઘાતમાં એક કોંગ્રેસ ઉમેદવારનું (Congress candidate) મોત નીપજ્યુ છે. રીવાના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ ઉમેદવાર હરિનારાયણએ (Harinarayan) જીવ ગુમાવ્યો છે. તેમને અપક્ષ ઉમેદવાર સામે માત્ર 14 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રીવા હનુમનાના વોર્ડ 14ના કોંગ્રેસ પાર્ટીએ હરિનારાયણને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ હનુમના મંડશના અધ્યક્ષ પણ હતા. હરિનારાયણને જીતની પૂરી આશા હતી પરંતુ રવિવારે જ્યારે પરિણામ આવ્યા તો તેમની આશા તૂટી ગઈ. અપક્ષ ઉમેદવારે તેમને 14 વોટથી હરાવ્યા.

હરિનારાયણ હારનો આઘાત સહન કરી શક્યા નહીં. તેમને હાર બાદ તરત જ હાર્ટ એટેક આવ્યો અને તેમનુ મોત નીપજ્યુ. હરિનારાયણના મોતથી તેમના પરિજનો અને સમર્થકોની ખરાબ હાલત છે. હરિનારાયણે ચૂંટણીમાં જીત માટે આકરી મહેનત કરી હતી.

આ પણ વાંચો –

હુમલો : 8 હુમલાખોરને ઝડપી લેવા સવારે SIT રચાઈ, સાંજે પાંચ ‘સરેન્ડર’.

Attack SIT formed

  • CGST અધિ.ઓ પર હુમલો કરી નામચીન શખસ સહિતની ગેંગ થઈ હતી ફરાર. ઓપરેશન પાર પાડવા ASPને વિશેષ જવાબદારી. નામચીન બંધુબેલડી હજુ ફરાર : કરોડોની કરચોરી પકડાઈ હોવાના અહેવાલ.

ભાવનગર શહેરના (Bhavnagar city) નવાપરા જુની આરટીઓ નજીકના ફ્લેટમાં બે દિવસ પૂર્વે સર્ચ ઓપરેશન (Prior to the search operation) અર્થે ગયેલાં CGSTના અધિકારીઓ પર નામચીન વલી હાલારી અને અન્ય સાત શખસોએ કરેલાં હુમલા બાદ ફરાર થયેલા તમામ આઠેય હુમલાખોરોને ઝડપી પાડવા માટે ભાવનગરના રેન્જ આઈજીએ SIT ટીમની રચના કર્યાના ગણતરીના કલાકોમાં જ આઠ પૈકીના પાંચ હુમલાખોરે (Five attackers) પોલીસની ઘોંસના પગલે ભાવનગર એલસીબી સમક્ષ સરેન્ડર કરી દિધું હતું.

તમામને ક્સ્ટડીમાં લઈને પોલીસે તેમની ધરપકડ માટે મોડીરાત સુધી તજવીજ હાથ ધરી હતી.જો કે,આ હુમલામાં મુખ્ય સૂત્રધાર એવા નામચીન શખ્સની બંધુબેલડી સહિત ત્રણ હુમલાખોર હજુ પોલીસ ગિરફતારથી બહાર હોવાનું જાણવા મળેલ છે.

બનાવની વિગત એવી છે કે,ભાવનગર શહેરના નવાપરા જુની આરટીઓ પાસે આવેલાં મહેક એપાર્ટમેન્ટના 321 નંબરના ફ્લેટમાં ગત બુધવારના રોજ CGST વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન અર્થે ગયા હતા.જયાં ફ્લેટના કબ્જેદાર અને નામચીન શખસ વલી હાલારીએ CGST સુપ્રિ.ભારદ્વાજ પાઠક સહિત સ્થળ પર હાજર અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હું ભાવનગરનો બાપ છું તેમ કહીને વલી ઉપરાંત તેની સહિત તોફીક હાલારી,તોસિફ્ પરમાર,ઉસ્માન ગની ખોખર, ઝફ્ર કાઝી,હારૂન તથા બે અજાણ્યા શખસોએ ગેરકાયદે મંડળી રચીને હાજર તમામ અધિકારીઓને ગાળો અને મારી નાંખવાની ધમકી આપી તેમના 52 ધોકા વડે હુમલો કરી ફ્રજમાં રૂકાવટ કર્યાની નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે છ નામધારી અને બે અજાણ્યા મળી કુલ આઠ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. તો,આ તરફ્ હુમલો કરીને તમામ હુમલાખોર નાસી ગયા હતા.

ફ્રિયાદના પગલે આજે ગત ગુરૂવારે સવારથી જ પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા રીતસર ધોંસ બોલાવી હતી.અને સવારથી જ ઠેર-ઠેર તપાસ, શકમંદોની પૂછપરછ તથા ટેકનિકલ સોર્સના આધારે હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો, સાંજના સુમારે ભાવનગરના ASP સફ્નિ હસને મસમોટા પોલીસ કાફ્લા સાથે નવાપરા સ્થિત હુમલાના સ્થળે જઈ બંધ મકાનનું તાળું તોડીને ઘરમાં સર્ચ કર્યું હતું. તો હુમલાખોરના નિવાસસ્થાન સહિતના સ્થળે પણ પોલીસે સર્ચ કર્યું હતું.જો કે બન્ને સર્ચ દરમિયાન પોલીસે એકમાત્ર ડીવીઆર જપ્ત કર્યું હતું.

આજે ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે તમામ આઠેય હુમલાખોરને ઝડપી પાડવા માટે ASP સફ્ન હસનની આગેવાનીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરી હતી.આજે સવારેકચેરી સમય દરમિયાન તેમણે રચના અંગેનો ઓર્ડર પણ કરી દિધો હતો. નીલમબાગ અને એલસીબી પોલીસની ટીમ સાથેની SITએ હુમલાખોરને ઝડપી લેવા રીતસર ધોંસ વધારતાં આખરે સાંજના સુમારે આઠ પૈકીના પાંચ હુમલાખોર ભાવનગર એલસીબી પોલીસ સમક્ષ સરેન્ડર થયા હોવાનું જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલે વિગત આપતાં જણાવ્યું હતું.

તેમણે તમામને કસ્ટડીમાં લેવા તજવીજ શરૂ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કે, સરેન્ડર થયેલાં આ હુમલાખોરમાં નામચીન શખસ અને તેનો ભાઈ સહિત ત્રણ હજુ ફરાર હોવાનું અને તેમની શોધખોળ શરૂ હોવાનું જણાવ્યું હતું.એટલું જ નહીં, આ મામલે હાલ પોલીસ તપાસ શરૂ હોવાનું તેમણે કહ્યું હતુ.જયારે, પોલીસે અંદરખાને હુમલાખોરને ઝડપી પાડવા અત્યંત ગુપ્ત કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળેલ છે. સીજીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંધાજનક દસ્તાવેજો કબજે કરાયા છે. કરોડોની રૂપિયાની પકડાઈ છે.

એક શકમંદ પણ પોલીસ ગિરફ્તારમાં, તપાસ શરૂ :

એલસીબી પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર, CGST અધિકારીઓ પર હુમલા પ્રકરણે પોલીસની ધોંસના પગલે પાંચ હુમલાખોરે સરેન્ડર કર્યું હોવાનું જયારે તેની સાથે એક શકમંદ પણ ઝડપાયો હતો. જો કે, હાલ આ શખસ શકમંદ હોય તે હુમલામાં સામેલ છે કે નહીં? તે દિશામાં પોલીસે તપાસ આદરી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.

આ પણ વાંચો –

ગરીબ ખેડૂતનો દીકરો બન્યો મેયર, 18 વર્ષનો વનવાસ થયો પુરો

0

A poor farmer’s son became mayo

  • છિંદવાડામાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત, ખેડૂતનો દિકરો બન્યો મેયર . કોંગ્રેસે 18 વર્ષ બાદ આ બેઠક પર હાંસલ કરી જીત.

મઘ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોર્પોરેશનની (Corporation) ચૂંટણીના પહેલા તબક્કાની મતગણતરી રવિવારે થઇ. જેમાં કુલ 11 મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 મેયર પદોમાંથી ભાજપે 7, કોંગ્રેસ 3 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. આ તમામ વચ્ચે છિંદવાડા મેયરની (Mayor of Chindwara) ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ અહાકે (Vikram Ahake) સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે  તેઓ  માત્ર 30 વર્ષની વયે શહેરના પ્રથમ નાગરિક બન્યા.. ત્યારે આવો જાણીએ વિક્રમ અહાકે વિશે વિગતવાર.

કોણ છે વિક્રમ અહાકે ?

વિક્રમ અહાકે છિંદવાડા જિલ્લાના રાજખોહ ગામના રહેવાસી છે. તેમના પિતા નરેશ અહાકે ખેડૂત છે અને માતા નિર્મલા આંગણવાડી કાર્યકર છે. માત્ર 30 વર્ષની ઉંમરે  મેયર બનનાર વિક્રમ અહાકે છિંદવાડાના પ્રથમ વ્યક્તિ હશે.. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા વિક્રમ સ્નાતક થયા છે અને ખેતી તેમનો મુખ્ય વ્યવસાય છે. અત્યાર સુધી વિક્રમ આહાકે કોંગ્રેસ ટ્રાઈબલ સેલના જિલ્લા પ્રમુખ હતા.

છિંદવાડા છે કમલનાથનો ગઢ :

છિંદવાડાને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગઢ માનવામાં આવે છે અને લાંબા સમય બાદ કોંગ્રેસે છિંદવાડાના મેયર પદ પર મોટી જીત નોંધાવી છે. 18 વર્ષ બાદ કોંગ્રેસને આ જીત મળી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ આહાકેએ ભાજપના ઉમેદવાર અનંત ધુર્વેને 3786 મતોથી હરાવ્યા છે. વિક્રમને 64,363 વોટ મળ્યા જ્યારે અનંત ધુર્વેને 60577 વોટ મળ્યા હતા. મહત્વનું છે કે છિંદવાડામાં કુલ મતોની સંખ્યા 130907 છે.

શિવરાજનો જાદુ ન ચાલી શક્યો :

છિંદવાડામાં કોંગ્રેસે મેયર પદની સાથે વોર્ડ કાઉન્સિલરના 30 પદો પર જીત મેળવી છે. જો ભાજપની વાત કરીએ તો મેયરના ઉમેદવાર અનંત ધુર્વેએ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરના પદ પરથી રાજીનામું આપીને ચૂંટણી લડી હતી. કમલનાથના ગઢમાં ભાજપે તમામ પ્રયાસો કર્યા. પ્રયાસો એવા પણ થયા કે શિવરાજસિંહ ચૌહાણ પોતે બે વખત પોતાના ઉમેદવારના સમર્થનમાં બહાર આવ્યા, પરંતુ શહેરની જનતાએ સામાન્ય નેતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો –