Home Blog Page 1371

દેશનાં યુવાનોને રડાવતી બેરોજગારી, ગત વર્ષ કરતાં ડબલથી વધારે લોકોએ કરાવી નોંધણી, આ રાજ્યમાં સૌથી વધુ બેરોજગારી

0

Unemployment makes the youth

  • દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થતાં બેરોજગારોનો આંક એક વર્ષમાં બમણો થયો, 2021-22માં 65.41 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી.

ભારતમાં બેરોજગારોની (the unemployed) સંખ્યાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થતાં બેરોજગારોનો આંક એક વર્ષમાં બમણો થયો છે. જેમાં ઝારખંડમાં (Jharkhand) સૌથી વધુ બેરોજગાર નોંધાયા છે. વર્ષ 2020-21માં 28.47 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી હતી તો 2021-22માં 65.41 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ (National Career Services Portal) પર નોંધણી કરાવી છે. આ સાથે એક ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, 2021-22માં નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલુ કુલ બજેટ પણ વપરાયું નથી.

ભારતમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો :

દેશમાં બેરોજગારોની નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં 28 લાખની સરખામણીએ વર્ષ 2021-22માં 65 લાખથી વધુ બેરોજગાર લોકોએ નોંધણી કરાવી છે. તાજેતરમાં લોકસભામાં સરકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2020-21માં, રોજગાર મેળવવા માંગતા કુલ 28.47 લાખ લોકોએ નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ પર નોંધણી કરાવી હતી. તે જ સમયે, આગામી વર્ષ 2021-22માં, રોજગાર શોધનારાઓની નોંધણીની સંખ્યા વધીને 65.41 લાખ થઈ ગઈ છે. તેમાંથી ઝારખંડમાં વર્ષ 2021-22માં સૌથી વધુ નોંધણી થઈ છે.

બજેટ ફાળવણી કરતા ઓછો ખર્ચ કર્યો :

નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને વધુ સારી રોજગારીની તકો અને કારકિર્દી વિકાસ સહાયક સુવિધાઓ પ્રદાન કરવાનો છે. જોકે આ માટે બજેટમાં ફાળવવામાં આવેલી સમગ્ર રકમ ખર્ચવામાં આવતી નથી. નેશનલ કરિયર સર્વિસ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2019-20નું બજેટ 50 કરોડ રૂપિયાનો અંદાજ હતો, પરંતુ ખર્ચ 63.93 કરોડ રૂપિયા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2020-21માં બજેટ અંદાજ 79.39 કરોડ રૂપિયા હતો, પરંતુ ખર્ચ માત્ર 43.80 કરોડ રૂપિયા હતો. પછીના વર્ષે, નાણાકીય વર્ષ 2021-22માં, બજેટ અંદાજ ઘટાડીને 57 કરોડ રૂપિયા કરવામાં આવ્યો અને તેમાંથી માત્ર 24.30 કરોડ રૂપિયા જ ખર્ચી શકાયા.

આ પણ વાંચો –

સુરતના વેડરોડ ખાતે હીરા દલાલના મકાનમાં ધોળાદિવસે લાખોનો મુદામાલ લઈને તસ્કારો રફુચકર

Smugglers raked in lakhs of rupees from a diamond broker’s house at Wedroad in Surat.

  • વેડરોડ ખાતે હિરા દલાલના મકાનમાં ધોળાદિવસે 6.18 લાખની ચોરી કરી તસ્કારો ફરાર. હિરા દલાલ પરિવાર સાથે સંબંધીના ઘરે જમનવાર માટે ગયા હતા

સુરત (Surat) વેડરોડ ખાતે રહેતા હિરા દલાલ (Diamond broker) તેમના પરિવાર સાથે બપોરે સંબંધીના ઘરે જમવા ગયા ત્યારે ધોળાદિવસે તસ્કરોએ તેમના મકાનને ટાર્ગેટ કરી 4 લાખ રોકડ અને દાગીના મળીને 6.18 લાખની ચોરી કરી નાસી ગયા હતા. પરિવાર સાંજે ઘરે આવ્યો ત્યારે ચોરીની જાણ થતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.

વેડરોડ ખાતે જાનકી એપાર્ટમેન્ટ કુબેરપાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષીય રાહુલભાઇ લક્ષ્મણભાઇ ડાંગર હીરા દલાલ છે. તેઓ મુળ રાજકોટ જિલ્લાના વતની છે. ગઈકાલે રાહુલભાઈના સાસુ, મોટી સાસુ, કાકી અને સાળો ઘરે આવ્યા હતા. રાહુલ અને મહેમાનોનું બપોરનું જમવાનું સિંગણપોર ખાતે ગીતાનગરમાં રહેતા એક સંબંધીના ઘરે રાખ્યું હતું. જેથી તે પરિવાર સાથે સવારથી સિંગણપોર સંબંધીના ઘરે ગયા હતા. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનમાં આવીને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. અને કબાટમાં રહેલા રોકડા 4 લાખ રૂપિયા અને 2.18 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી 6.18 લાખની ચોરી કરી નાસી ગયા હતા.

સાંજે રાહુલભાઈ કામ માટે બહાર હોવાથી તેમનો પરિવાર ઘરે આવ્યો ત્યારે મુખ્ય દરવાજાનું લોક તુટેલું હતું. તેમને અંદર આવીને જોતા સામાન વેરવિખેર હતો. જેથી પરિવારે રાહુલભાઈને જાણ કરતા તે ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં કબાટમાં ચેક કરતા રોકડ અને દાગીના ગાયબ હતાં. જેથી તેમને ચોકબજાર પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –

નરેશ પટેલને લઈને કાદિર પીરઝાદાનું નિવેદન કોંગ્રેસને નુકસાન કરાવશે : કોંગ્રેસ નેતા મનહર પટેલ

0

Kadir Pirzada’s statement on Naresh

  • અમદાવાદમાં યોજાઇ કોંગ્રેસ પાટીદાર સંકલન સમિતિની બેઠક, સક્ષમ પાટીદારને કોંગ્રેસમાં સ્થાન મળે તે અંગે ચર્ચા કરવામાં આવી : મનહર પટેલ

કોંગ્રેસ (Congress) સાથે જોડાયેલા પાટીદાર અગ્રણીઓની (Patidar leaders) આજે અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. ગુજરાતમાં કોગ્રેસના પાટીદાર સંકલન સમિતિની બેઠક છ મહિનામાં ત્રીજી વાર મળી છે. આ બેઠકમાં જિલ્લાના સિનિયર આગેવાન મળ્યા હતા. જેમાં કાદિર પીરઝાદાના (Kadir pirzada) ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ (Khodaldham President Naresh Patel) અંગેના નિવેદન મામલે ચર્ચા કરાઇ હતી. મનહર પટેલ આ નિવેદનને લઈને દિલ્લી હાઈકમાન્ડને (Delhi High Command) રજૂઆત કરવાની વાત જણાવી છે.

મનહર પટેલે કાદીર પીરજાદાએ નરેશ પટેલ મુદ્દે કરેલી ટીપ્પણી પર નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજના આગેવાનોએ વિચાર વિમર્શ કરી રઘુ શર્મા થકી એઆઈસીસી સમક્ષ વિચાર મુકશે. નરેશભાઇ રાજકારણમાં જોડાવા માંગતા હતા, ત્યારે તે કોઇ પણ પક્ષમાં જાય તે માટે કોંગ્રેસ રાજી હતી. કાદીર પીરઝાદાના નિવેદન અંગે રઘુ શર્માને રજુઆત કરાશે. ત્યારબાદ એઆઈસીસી આ મુદ્દે જે નિર્ણય કરશે એ શિરોમાન્ય રહેશે. પક્ષમાં પાટીદાર સમાજના સક્ષમ લોકોને સ્થાન મળે તે જરૂરી છે.

કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના પાટીદાર સંકલન સમિતિની બેઠકમાં ગુજરાતમાં પાટીદારોને જોડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કાર્યકારી અધ્યક્ષ કદિર પીરઝાદાનું નરેશ પટેલને લઈને આપેલું નિવેદન કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે. ટકાવારીમાં સમાજને વહેંચવો તે કોંગ્રેસના સંસ્કાર નથી. રાહુલ ગાંધીએ દેશ જોડોની વાત કરી હતી.

તેમજ પાટીદાર સમાજના સર્વે સમાજના સારા પાસાને સહર્ષ સ્વીકારવાની હિંમત રાખવાની વાત જણાવી હતી. તેઓનું નિવેદન તેમાનામાંથી કંઈક શિખવાની તૈયારી ધરાવે છે, અને ગુજરાતના સર્વ જ્ઞાતિ-જાતિ અને ધર્મના લોકો સાથે પોતાની જાતને પ્રવાહી કરીને કામ કરવાની ભાવના ધરાવે છે, જેનો સર્વ સમાજ પણ ગર્વ કરે છે.

કોંગ્રેસ પાટીદાર સંકલન સમિતિની બેઠકમાં હાજર પાટીદાર આગેવાનો :

1. મનહર પટેલ
2. રમેશ દૂધવાળા
3. નીતિન પટેલ (નારણપુરા)
4. ડો.જીતુ પટેલ
5. નિકુંજ બલ્લર
6. ગીતા પટેલ (ગાંધીનગર)
7. પંકજ પટેલ
8. જયપ્રકાશ પટેલ (મહેસાણા)
9. મનુ પટેલ (સુરેન્દ્રનગર)
10. હિમાંશુ પટેલ (અડાલજ)

શું બોલ્યા હતા કાદિર પીરજાદા ?

કાદિર પીરજાદાએ કહ્યું હતું કે, 11 ટકા માટે તમે હાર્દિક અને નરેશ પટેલની પાછળ પાછળ ભાગતા હતા. તમે એ ભૂલી ગયા છો કે આ લોકો (લઘુમતી) કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના, કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રજા કયા હે? ફરીયાદ કરવાનું છોડી દો.

આ પણ વાંચો –

ટીમ ઈન્ડિયામાં શરૂ થયા આ ઘાતક ખેલાડીના સારા દિવસો, વેસ્ટ ઈન્ડિઝ માટે દુઃસ્વપ્ન બની ગયા

0

The lethal player’s good

  • ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસને વેસ્ટ ઈન્ડિઝ સામે ફટાકડાની ઈનિંગ્સ રમી હતી. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે.

ભારતીય ટીમે (Indian team) વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે સતત 12મી વનડે શ્રેણી જીતી છે. ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનો શાનદાર રમત બતાવી રહ્યા છે. ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ઘણો મહત્ત્વનો છે. આ પ્રવાસમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન (Wicketkeeper batsman) સંજુ સેમસન (Sanju Samson) શાનદાર રમત બતાવી રહ્યો છે. તેના બેટમાંથી ઘણા રન નીકળી રહ્યા છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે તોફાની ઈનિંગ રમી છે.

આ ખેલાડી માટે સારા દિવસો શરૂ થયા :

સંજુ સેમસન વેસ્ટ ઈન્ડિઝ સામે સંપૂર્ણ લયમાં દેખાયો અને તેણે મેદાનની દરેક બાજુએ પ્રહારો કર્યા. સંજુ સેમસને 54 બોલમાં 51 રન બનાવ્યા હતા. સંજુ હંમેશા તેની જ્વલંત બેટિંગ માટે જાણીતો છે. સેમસન અને શ્રેયસે ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાવી, જેના કારણે બાદમાંનું દબાણ ઓછું થયું અને ભારતીય ટીમે આસાનીથી મેચ જીતી લીધી.

સંજુ શાનદાર ફોર્મમાં :

સંજુ સેમસન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેની પ્રથમ અડધી સદી ફટકારી હતી. આ સાથે જ તેણે આયર્લેન્ડ પ્રવાસ પર પ્રથમ ટી20 ક્રિકેટ ફિફ્ટી બનાવી છે. સંજુ સેમસનનું પ્રદર્શન દરેક મેચ સાથે સુધરી રહ્યું છે. તે ટીમ ઈન્ડિયા માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. સંજુ સેમસનની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે. તેણે મોહમ્મદ સિરાજની બોલ પર ઘણા શાનદાર કેચ લીધા.

IPLમાં બતાવી તાકાત :

IPL 2022માં સંજુ સેમસને ખૂબ જ સારી રમત દેખાડી હતી. તેની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં પહોંચી શકી હતી. તેણે IPL 2022ની 17 મેચમાં 489 રન બનાવ્યા હતા. તેની ખતરનાક રમત જોઈને પસંદગીકારોએ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપી. કેરળનો આ 27 વર્ષીય ખેલાડી ટીમ ઈન્ડિયામાં ઘણો સારો સમય પસાર કરી રહ્યો છે.

આ પણ વાંચો –

ગુજરાતી દંપતીના ઝઘડાનો વીડિયો વાયરલ : ‘ચાલ સાથે મરીએ…’ કહીને પતિ-પત્ની જાહેરમાં બાખડ્યા 

0

Video of Gujarati couple

  • આ ઘટના એટલી રસપ્રદ બની રહી કે લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો

પતિ પત્નીના (husband wife) ઝઘડા રસ્તા પર આવી જતા આપણે અનેકવાર જોયા છે. તેના વીડિયો પણ ઝડપભેર વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો જામનગર (Jamnagar) શહેરથી સામે આવ્યો છે. જેમાં જાહેરમાં પતિ પત્ની બાખડી પડ્યા હતા. આ ઝઘડાએ અંતે એવુ સ્વરૂપ લીધુ કે, પત્નીએ છેલ્લાં કહ્યુ કે, આલ આપણે બંને સાથે આત્મહત્યા કરીએ…

જામનગર શહેરામં વિભાજી સ્કૂલ અપના બજાર પાસે એક પતિ પત્ની વચ્ચે જાહેરમાં ઝઘડો થયો હતો. ધીરે ધીરે આ ઝઘડાએ એવુ મોટુ સ્વરૂપ લીધું કે, ટોળા ભેગા થઈ ગયા હતા. લોકો રીતસરના પતિ પત્નીના ઝઘડાને નિહાળવા ઉભા રહી ગયા હતા. પતિ ત્યાં હોવાથી અચાનક વિફરેલી પત્ની ત્યાં આવી ચઢી હતી. જેના બાદ પત્નીએ પતિનો કાઠલો પકડીને તેને સંભળાવ્યુ હતું કે, તું બીજીને રાખીને બેઠો છો, તારી બહેન દવા પી ગઈ તેમાં મારો શું વાંક, તારી માએ મારુ જીવવાનું હરામ કરી નાખ્યું છે, કચ કચ કરી મારી જિંદગી બગાડી નાખી છે, હું મરીશ તો તને પણ સાથે લઈ જઈશ ચાલ આપણે બંને આત્મહત્યા કરી લઈએ .

આમ આત્મહત્યાની વાત સાંભળતા જ ટોળામાં ગણગણાટ શરૂ થયો હતો. જોકે, આ મામલે પતિ ચૂપ રહ્યો હતો. અંતે સ્થાનિક લોકોએ પોલીસને બોલાવી હતી, અને પોલીસે આવીને પતિ પત્ની બંનેને સમજાવ્યા હતા. આખરે ચર્ચા બાદ પતિ પત્નીને ત્યાંથી રવાના કરાયા હતા. જોકે, આ ઘટના એટલી રસપ્રદ બની રહી કે લોકોએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

આ પણ વાંચો –

 

 દ્રૌપદી મુર્મૂ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, દેશને મળશે સૌથી યુવા રાષ્ટ્રપતિ

0

Draupadi Murmu will take oath

  • દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ હશે. વર્ષ 1977થી રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેતા આવ્યા છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ શપથ લીધા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13મે 1962ના રોજ શપથ લીધા હતા. બે રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. કારણ કે તેમનું કાર્યકાળ દરમિયાન નિધન થઈ ગયું.

દેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu) આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. સવારે 10.15 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ચીફ જસ્ટિસ એન વી રમના (Chief Justice NV Ramana) તેમને શપથ લેવડાવશે. આ દરમિયાન 21 તોપની સલામી અપાશે. શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિનું સંબોધન પણ હશે. દ્રૌપદી મુર્મૂ દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે.

આ મહાનુભવો થપથગ્રહણ સમારોહમાં સામેલ થશે :

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા સભાપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલ, મુખ્યમંત્રી, સંસદ સભ્ય, અને સૈન્ય અધિકારીઓ સમારોહમાં સામેલ થશે. સંસદના કેન્દ્રીય કક્ષમાં સમારોહના સમાપન બાદ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે. અહીં તેમને એક ઈન્ટર સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે તથા હાલમાં જ જેમનો કાર્યકાળ પૂરો થયો તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું શિષ્ટાચાર સન્માન કરવામાં આવશે.

સૌથી યુવા રાષ્ટ્રપતિ :

અત્રે જણાવવાનું કે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં મુર્મૂએ વિપક્ષના જોઈન્ટ ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને જીત મેળવી છે. તેઓ આઝાદી બાદ પેદા થનાર પહેલા અને ટોપ પર પહોંચનારા સૌથી યુવા વયના રાષ્ટ્રપતિ છે.

સંથાલી સાડીની ખાસિયત :

દ્રૌપદી મુર્મૂ પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. શપથ ગ્રહણ સમારોહમાં તેઓ પરંપરાગત સંથાલી સાડી પહેરી શકે છે. સાડી તેમના ભાભી કુકરી ટુડુ લઈને આવ્યા છે. સુકરી તેમના પતિ તારિણીસેન સાથે સમારોહમાં સામેલ થશે. સંથાલી સાડી પૂર્વ ભારતમાં ખાસ અવસરો પર સંથાલ સમુદાયની મહિલાઓ પહેરે છે. આ સાડીઓને એક છેડે કેટલાક ધારીઓનું કામ હોય છે.

25મી જુલાઈએ શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ :

દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેનારા 10મા રાષ્ટ્રપતિ હશે. વર્ષ 1977થી રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેતા આવ્યા છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ શપથ લીધા હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13મે 1962ના રોજ શપથ લીધા હતા. બે રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. કારણ કે તેમનું કાર્યકાળ દરમિયાન નિધન થઈ ગયું.

છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઈ 1977ના રોજ શપથ લીધા. ત્યારથી 25 જુલાઈએ જ્ઞાની જેલસિંહ, આર વેંકટરામન, શંકર દયાલ શર્મા, કે આર નારાયણન, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ, પ્રણવ મુખરજી, અને રામનાથ કોવિંદે આ તારીખે શપથ લીધા હતા.

આ પણ વાંચો –

પાવાગઢની એવી બે જગ્યા જે Google Mapમાં પણ નહીં મળે, ચોમાસામાં જોવા મળે છે અદ્ભુત નજારો

0

Two such places of Pavagadh

  • પાવાગઢમાં આવેલ મહાકાળી માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે.

ગુજરાતમાં (Gujarat) ફરવાલાયક સ્થળો તો ઘણા છે અને હાલ પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતનાં અલગ અલગ સ્થળોની (different places) અલગ અલગ સુંદરતા અને મહત્વ છે. ધાર્મિક રીતે અઢળક મંદિરો અને ફરવા માટે મનમોહી લે એવા કુદરતી દ્રશ્યોથી ભરપૂર ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદનું આગમન (Arrival of rain) થાય એટલે કેટલાક વિસ્તારો અને જગ્યા સ્વર્ગથી ઓછી નથી દેખાતી.

એવું જ એક છે ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે અને આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શન કરવા માટે આવી પંહોચે છે, એક ધાર્મિક માન્યતા અનુસાર પાવાગઢના આ મંદિરનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે. પર્વત પર આવેલા પાવાગઢમાં આવેલ મહાકાળી માતાનું મંદિર શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે.

પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે જે ચોમાસામાં કોઈ સ્વર્ગથી ઓછુ નથી દેખાતું. ચાંપાનેર સુધી પંહોચવા માટે જંગલો વચ્ચે બનાવેલ રસ્તામાંથી થઈને જવું પડે છે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અત્યારે ત્યાં ફરવાની મજા જ કંઇક અલગ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે 3 જુલાઈ, 2004ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજ્જો પણ આપ્યો હતો. જંગલોની વચ્ચે બે એવા વૉટરફોલ આવેલા છે જ્યાં પ્રકૃતિ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે અને આહ્લાદક નજારો જોવા મળે છે. આ જગ્યા પર ટ્રેક કરીને પહોંચવું પડે છે અને રસ્તો પણ જંગલોમાંથી પસાર થાય છે.

હાથણી માતા વોટરર્ફ્લો :

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અભ્યારણની સાવ નજીક આવેલ છે આ હાથણી માતા વૉટરફોલ.આ જગ્યાની ખાસિયત એ છે કે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અંહિયા ડુંગરો પરથી પાણીનો કુદરતી ધોધ વહે છે.  પંચમહાલ જિલ્લામાં આવેલ આ હાથણી માતાનો આ ધોધ જાંબુઘોડાથી 16 કિમી દૂર સરસવા ગામ પાસે આવેલ છે. પંચમહાલના મુખ્ય શહેર ગોધરાથી આ ધોધ લગભગ 56 કિલોમીટર દૂર આવેલ છે.

ખુણિયા મહાદેવ :

ચોમાસાની આ ઋતુ દરમિયાન પાવાગઢના ડુંગર પરથી ઘણાં ધોધ નીકળે છે અને એમાંથી એક ખુબ જ સુંદર અને લોકોની નજરમાં ખુબ ઓછો આવેલ ધોધ ખુણિયા મહાદેવનાં મંદિર પાસે આવેલ છે. હાલોલ થી પાવાગઢ પહોંચતાનાં રસ્તા વચ્ચે ખુણિયા મહાદેવનું મંદિર આવેલ છે. જે જંગલ વિસ્તારમાં આવેલ છે અને ત્યાં ફક્ત જંગલો વચ્ચેથી ચાલીને જ પહોંચી શકાય છે. આ મંદિરની પાસે જ એક ધોધ આવેલ છે જેને ખુણિયા ધોધ તરીકે ઓળખવામાં આવે છે. એ ધોધમાં નાહવા જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને મંદિરની બહાર જ એક સુચના લખવામાં આવી છે.

સાત કમાન :

પાવાગઢ ડુંગર આવેલા માંચીથી તળેટી તરફ  જતા એક કિલોમીટર દૂર આવેલા સાત કમાન આવેલ છે. આ સદ્દન શાહ અને બુધિયા દરવાજા વચ્ચે નીચલી ટેકરીના કિનારે આવેલું છે. સાત કામન એટલે સાત કમાનો. જો કે, ત્યાં માત્ર 6 કમાનો છે જે હાલમાં અસ્તિત્વમાં છે. સાત કમાનથી આસપાસના વિસ્તારનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે અને ખાસ કરીને ચોમાસામાં અહીંનાં નજારાની વાત જ કંઇક અલગ છે.

આ પણ વાંચો –

૨૫ જુલાઈ ૨૦૨૨ : ચાર રાશિના જાતકોની બદલાશે કિસ્મત, આ વાતનું ધ્યાન રાખશો તો થઇ જશો માલામાલ

25 July 2022 Gujarat Guardian

મેષઃ
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ જળવાય. પરિવારના તમામ સભ્યો સાથે પરસ્પર પ્રેમની ભાવના મજબૂત થાય. નવા રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. નવા રોકાણો બપોર પછી કરવા. ભાગ્યનો સાથ મળશે.

વૃષભઃ
પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નવા કાર્યની શરૂઆત સફળતાપૂર્વક કરી શકાય. લોખંડ, એન્જિનિયરિંગના ધંધામાં વિશેષ સફળતા મળતી જણાય. પાચનશક્તિ મંદ પડે. મિત્રો સાથે આનંદ વધે.

મિથુનઃ
ધગશ અને ઉત્સાહમાં વધારો થાય. વ્યવહારિક બુદ્ધિને કારણે યોગ્ય નિર્ણય લઈ શકાય. દરજી, ફોટોગ્રાફી એસ્ટેટ, વીજળીના સામાનને લગતા ધંધામાં વિશેષ લાભ. ખભાના દુઃખાવા તથા તાવથી પરેશાની રહે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. સિદ્ધાંતવાદી વલણને કારણે અપ્રિય થવાય. નાણાકીય આવક જળવાય.  પરિવારમાં શાંતિ રહે. હયાત રોકાણોથી લાભ, નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્ય બળવાન.

સિંહઃ
નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. કપડા, અનાજ, કરિયાણા, દવા તથા ઠંડા પીણાના વેપારમાં વિશેષ લાભ. મિત્રોનો સાથ સહકાર મળે. નવી ઓળખાણથી લાભ સંભવે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય.

કન્યાઃ
માતૃસુખમાં વધારો થાય. માતાનું આરોગ્ય જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. એકાઉન્ટ્સ, વકીલ, હોટલના ધંધામાં વિશેષ પ્રગતિ થતી જણાય. આંખની તથા માથાના દુઃખાવોથી સાવચેતી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. હાથમાં આવેલી તક સરી જતી જણાય. ખોટું લાગે એવા પ્રસંગોનું નિર્માણ થાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ  બહેનોના પ્રશ્નો ઉકેલાતા જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવા. ભાગ્યનો સાથ મળતો નથી. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. પ્રેમીપાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ
બપોર બાદ માનસિક ચિંતા હળવી થાય. આવકનું પ્રમાણ વધે. પરિવારમાં શાંતિનું પ્રમાણ જળવાય. સ્થાવર જંગમ મિલકતોથી લાભ મળતો જણાય. વડીલો સાથે મતભેદ ટાળવા, શરદી-ખાંસી, કફથી સાવચેતી જરૂરી.

મકરઃ
માનસિક પરેશાની વધે. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત સાચવવી. આંખની કાળજી જરૂરી. આવક જળવાય. પરંતુ બપોર બાદ આવકનું પ્રમાણ ઘટતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ જળવાય.

કુંભઃ
સંતાન સુખમાં વધારો થાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીવર્ગને માટે શુભ દિવસ. સ્થાવર જંગમ મિલકતમાંથી આવકનું પ્રમાણ જળવાય. નવું વાહન મિલકતની ખરીદી શક્ય બને.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. પોતે જ સાચા એવી ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

આ પણ વાંચો –

 

મણીફઈએ અનેક વેદનાઓ છાતીમા ધરબીને આખુ આયખુ પુરૂ કરી નાંખ્યું છતાં કોઇને અણસાર આવવા દીધો નહીં

0
  • ક્યારેક આવા મજબૂર છતાં ખુમારીથી જીવતા લોકોનાં જીવનમાં ડોકિયું કરવામાં આવે તો આખા જીવનનો મર્મ સમજાય જાશે.
  • ઘરમાં બાળકનો જન્મ પ્રસંગ હોય, બાળકની છઠ્ઠી હોય કે પછી સગાઈ હોય કે લગ્ન હોય મણીફઈ વગર બધુ અધુરું અધુરું લાગે !
  • લોકોના ઘરકામ કરતી મહિલાનું પણ ઘર, પરિવાર અને સપના હોય છે, પરંતુ લાગણીશૂન્ય લોકોને એ નહીં સમજાય.

રૂગનાથપુર, અમરેલી (Amreli) જિલ્લાનું છેવાડાનું ગામ ગણાય. રાજાશાહી અને અંગ્રેજોના જમાનામા આ ગામના તોરણ સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્‍ગુરૂ ગુણાતિતાનંદ સ્વામીએ (Gunatitananda Swam) બાંધ્યા હતા, જ્યારે બાલમુકુંદ સ્વામિએ હનુમાનજીની સ્થાપના કરી હતી. એટલે નાનકડુ એવું છતા ખૂબ રૂપાળું એવું રૂગનાથપુર ગામના એક એક પરિવારમાં સંસ્કારની સુવાસ હંમેશા નીતરતી રહેતી. ગામના નાના છોકરાથી માંડીને વયોવૃદ્ધ વડીલોમાં કોઇપણ પ્રકારના ખોટા બંધાણ (વ્યસન) નહોતા. પરંતુ ગામના દરેક વ્યક્તિનું એક ચોક્કસ બંધાણ હતું, સવાર-સાંજ મંદિરમાં ભગવાનના નિત્ય દર્શન કરવા.

રૂગનાથપુર ગામ ગીરપ્રદેશનું સીમાડું ગણાય. થોડા માઇલ આગળ ચાલો એટલે ખાંભા તાલુકાને સાંકળતો ગીરપ્રદેશ જોવા મળે. ક્યારેક ક્યારેક વનરાજાની ‘ડણક’ પણ સાંભળવા મળે અને ક્યારેક ગામમાં પણ આવી ચઢે.
ગામની વસ્તી માંડ માંડ પાંચસો માણસોની હશે પરંતુ બધા સુખી અને સંતોષી હતા. ગામમાં ક્યારેય પણ કજીયો કંકાસ થયાનું સાંભળવા પણ મળે નહીં.
અરે! ગામના પ્રાણીઓ પણ સંપીને રહેતા હતા અને વહેલી સવારે કાના ભરવાડનો સાદ પડે એટલે ગાયો, ભેંસો સાંકળ તોડાવીને પણ ધણમાં દોડી જતી હતી.
આવા સંસ્કારી સુઘડ અને રળિયામણા ગામમાં એક ‘મણીફઈ’ હતા. મણીફઈ ખરેખર ગામની દિકરી હોવાથી વડીલો માટે બેન હતા અને બાળકો માટે ફઇબા હતા. આ મણીફઇના જીવનમાં શું થયું હતું તેનો ભાગ્યે જ કોઇને ખ્યાલ હતો, પરંતુ ગામના લોકોના ઘરમાં ઉજવાતા પ્રસંગોમાં મણીફઇની હાજરી અચુક જોવા મળે જ. ઘણી વખત તો મણીફઇ આવ્યા ન હોય તો રાહ જોવાતી હતી! મણીફઇ પાટીદાર પરિવારની દિકરી હતા, પરંતુ ગામના કોઇપણ સમાજ, વર્ગનું અવિભાજય અંગ હતા.
ઘરમાં બાળકનો જન્મ પ્રસંગ હોય, બાળકની છઠ્ઠી હોય કે પછી સગાઈ હોય કે લગ્ન હોય મણીફઈ વગર બધુ અધુરું અધુરું લાગે!
અરે! મરણ પ્રસંગે પણ મણીફઈ ચારે તરફ દોડધામ કરતા જોવા મળે. વળી મણીફઈ ગામ આખાના વડીલની ભૂમિકામાં હોવાથી કોઇ પુરૂષના ખંભે હાથ મુકીને સમજાવતા અને ધમકાવતા પણ જોવા મળે!
ખેર, મણીફઈના વ્યક્તિત્વની ઓળખ અંગે ઘણી લાંબી વાતો કરી પરંતુ મણીફઈ અંગે જે કંઇ જાણવા મળ્યું હતું એ આજે દાયકાઓ પછી પણ માનસપટમાંથી ભુસાતું નથી. મણીફઈ લોકોના ઘરના ગોદડા સીવતા હોય કે કોઇના માટીના ઘરની ગાર(લીપણ) કરતા હોય, ત્યારે સાવ સહજ લાગતી વાત આજે દાયકાઓ પછી પીડા આપી રહી છે. સામાન્ય સંજોગોમાં ગરીબ પરિવારની મહિલાઓ લોકોના ઘરના વાસણ, પાણી કરીને ગુજરાન ચલાવતી હોવાનું આજના જમાનામાં જોવા મળે છે. જેને ઘણા લોકો ‘કામવાળી’ કહે છે, પરંતુ આ કામવાળીના મનમાં ઘુમરાતી વેદનાને ભાગ્યે જ કોઇ સમજી શકતુ હશે.
‘કામવાળી’ શબ્દ સાથે જ એ મહિલાની જાણે કે આખી ઓળખ બદલાય જાય છે. ‘કામવાળી’ એટલે જાણે તેની લાગણીઓ તેનું પરિવાર કે જીવનનું કોઇ જ મહત્ત્વ નથી. લોકોના ઘરના ગંદા કપડા, એંઠા વાસણ અને ઘરની સફાઈ કરતી આ ‘બાઈ’ માટે ભાગ્યે જ કોઇના મનમા અનુકંપા પેદા થતી હશે.
પરંતુ આ કામવાળી એક દિવસ રજા પાડે કે કામ છોડી દેવાની વાત કરે ત્યારે કામવાળીનું મહત્ત્વ જરૂર સમજાય છે, છતાં સંવેદના ભાગ્યે જ પ્રગટ થતી હશે.
આવા લાગણીશૂન્ય વહેવારને પગલે ક્રમશઃ માણસાઈ અને સામાજિક સંબંધોને સમજવાનું લોકો અને સમાજ ભુલી રહ્યા છે. નવી પેઢીના સંતાનોને એ પણ ખબર નથી કે ઘરકામ
કરવા આવતા લોકોના પણ ઘર, પરિવાર, બાળકો હોય છે.
‘મણીફઈ’ જોવા જઇએ તો આધુનિક યુગના ‘શ્રમજીવી’ મહિલા જ કહી શકાય પરંતુ ગામના પ્રત્યેક પરિવારો માટે એ દિકરી, બહેન અને ફઇબા હતા. ગામના પ્રત્યેક બાળકો માટે એ આદરપાત્ર હતા. ગામની દરેક મહિલાઓ માટે એ વાત્સલ્ય મૂર્તિ હતા. નવવિવાહીત નવોઢા માટે પણ એ માર્ગદર્શક હતા અને કોઇના ઘરમાં, પરિવારના સભ્યો વચ્ચે મન દુઃખ થાય તો એ વડીલ બનીને ન્યાય પણ તોળતા હતા. મણીફઈનો ન્યાય એટલે ઇશ્વરનો ન્યાય માનવામાં આવતો હતો. કોઇની તાકાત નહોતી કે મણીફઇએ કહેલી વાતને ઉથાપી શકે. ક્યારેક ગામ સમસ્તનો પ્રશ્ન હોય તો ગામની દિકરી તરીકે પુરુષોની સભામાં વચ્ચે બેસીને પણ સમતોલ પક્ષ મુકી શકતા હતા.
અલબત મણીફઈના જીવનમાં આવેલા ઝંઝાવાતનો તેમણે કોઇને અણસર સુધા આવવા દીધો નહોતો. મણીફઇ ખૂબ નાની ઉ‍ંમરમાં ‘ઘરભંગ’ થયા હતા અને જીવનમાં બનેલી દુઃખદ ઘટનાને સાડીના પાલવમાં છુપાવીને પિતૃગૃહે પરત આવ્યા હતા. એ જમાનામાં બાળલગ્નો થતાં હતાં.
ઉંમર ખૂબ નાની હતી. મણીબેને ધાર્યું હોત તો બીજુ ઘર કરી શકયા હોત. પરંતુ મક્કમ મનના મણીબેને આખુ આયખુ (જીંદગી) એકલા જીવી જવાનો નિર્ધાર કર્યો હતો. ઘરમાં ગરીબાઈ હતી. ગામમાં ઘર હતું પરંતુ સીમમાં ખેતર નહોતું એટલે જીવન ગુજારો કરવા માટે લોકોના કામ કરવા સિવાય કોઇ જ આરો (વિકલ્પ) નહોતો. અને એટલે જ મણીબેને માથું ઢાંકીને સન્માનપૂર્વક જીવન જીવવા લોકોના ઘર, ખેતરના કામ કરવાનો નિર્ધાર કર્યો હતો!
દિવસો પસાર થતા ગયા, મહિનાઓ અને વર્ષો નીકળી ગયા. ક્રમશઃ મણીબેન ગામ આખાના પરિવારોનું અવિભાજય અંગ બની ગયા અને નવી પેઢીના સંતાનો માટે ‘મણીફઇ’ બની ગયા. આજે દાયકાઓ પછી પણ રૂગનાથપુર ગામની દિવાલોમાં મણીફઇના શબ્દો પડઘાયા કરતા હશે. ગામમાં પગ મુકતાની સાથે સદાય હસતો અને પ્રેમ નીતરતો ચહેરો તરવરી ઉઠે છે. મણીફઈ ગામ આખાની દિકરી હતા તો સાથે ગામ આખાના વડીલ પણ હતા. તેમણે કાળી મજુરી પણ કરી હતી. બળબળતા તાપમાં ખેતરોમાં કામ પણ કર્યા હતા અને તેમ છતા ગામ આખાના આદર્શ તરીકેની તેમણે ખુમારી જાળવી રાખી હતી.
ગામના જ પાદરમાં ઉછરેલી દિકરી મણીબેન મજુરી કરતાં કરતાં વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા છતાં એ મનથી વૃદ્ધ થયા નહોતા.જીવનના છેલ્લા પગથિયા સુધી મણીબેન ગામ આખાના ‘મણીફઈ’ બનીને જ જીવ્યા હતા. અને સમાજને જીવંત સંદેશો આપ્યો હતો કે અેક સ્ત્રી પણ એકલી રહીને ખુમારીથી જીવી શકે છે.
આવા અનેક પાત્રો આપણા રોજી‍ંદા જીવનમાં આપણી આસપાસ અસ્તિત્વ ધરાવતા હોય છે પરંતુ આપણામાં એ અનુભૂતિ કરવાની સંવેદના હોતી નથી.
‘‘એક ભવમા બેભવ નહીં કરું’’
આ જ રૂગનાથપુર ગામની એક દિકરી સુરતમાં સાસરે હતી અને આજે પણ સુરતમાં જ સાસરે છે. વર્ષો પહેલાં દિકરીના ઘરસંસારમાં અસહ્ય કંકાસ પેદા થયો હતો. દાંપત્ય જીવનમાં સાથે રહેવાનું અસહ્ય થઈ પડતાં બે સંતાનોની માતાએ પતિથી છુટાછેડા લેવાનું નક્કી કર્યું અને બે સંતાનો અને પતિનો ત્યાગ કરીને રૂગનાથપુર ગામમાં પિતૃગૃહે પરત ફરી!
પરિવારે પણ સાસરિયામાં દુઃખી થયેલી દિકરીને હૂંફ આપીને ફરી પિયરમાં સમાવી લીધી. પરંતુ જુવાનજોધ દિકરીને ક્યાં સુધી ઘરમાં રાખી શકાય. પિતાનું પરિવાર સામાન્ય ખેડૂત પરિવાર હતું. માતા-પિતાને દિકરી માટે અપાર પ્રેમ હતો, પરંતુ માતા-પિતા ક્યાં સુધી બેસી રહેશે? પરિવારને એક જ ચિંતા હતી કે, અમારા ગયા પછી આ દિકરીનું શું થશે?
ખેડૂત દંપતિએ લાંબો વિચાર કરીને દિકરીને બીજે પરણાવવાની દિશામાં વિચારવાનું શરૂ કર્યું. દિકરીને પણ પૂછી જોયું. પરંતુ દિકરી હવે ફરી સંસાર માંડવા માંગતી દિકરીનો એક જ જવાબ હતો. ‘‘મારે એક ભવમાં બેભવ’’ કરવા નથી. મતલબ મારા જીવનમાં બીજા પુરૂષને કોઈ સ્થાન નથી. દિકરીની વાત પણ નૈતિક રીતે સાચી હતી. સંસ્કારી ગામની દિકરી પણ સંસ્કારની જ વાત કરે એ સ્વભાવિક છે.
પરંતુ માતા-પિતા માટે તેમના મૃત્યુ પછી દિકરીનું શું થશે એ ચિંતા સતાવતી હતી અને દિકરીની અનિચ્છા હોવા છતાં સમાજમાં દિકરી માટે નવા ઘરની શોધ શરૂ કરી હતી.
આ તરફ દિકરીનું મન આ વાત સ્વીકારવા તૈયાર નહોતું… અને એક દિવસ…ની સાંજે માતા-પિતાને જાણ કર્યા વગર રૂગનાથપુર ગામ છોડીને ફરી સુરતની વાટ પકડી. સાવ એકલી અને વહેલી સવારે સુરત પહોંચેલી દિકરીએ સુરતમાં જ રહેતાં ગામના પરિચિત પરિવારનો દરવાજો ખટખટાવ્યો. ગામની દિકરી અને વહેલી સવારે…! સાવ એકલી? અનેક સવાલો ઉઠ્યા. પરંતુ દિકરીએ માંડીને આખી વાત કરતા પરિવારે આવકાર આપવા સાથે ગૌરવનો અનુભવ કર્યો.
અને ત્યાર પછી જે ઘટના બની એ હૃદયદ્રાવક હતી. હીરાના મોટા ગજાના ઉદ્યોગપતિ રવજીભાઈ ધામેલિયા, ભૂપેન્દ્રભાઈ રિબડિયાને ઘટનાથી વાકેફ કરતાં સવારના પહોરમાં જ દિકરીને લઈને તેના ઘરે પહોંચતા જાણે ખુશીઓની લહેર ફરી વળી હતી. બબ્બે સંતાનો અને માતાનું પુનઃ મિલનનું દૃશ્ય જોઈને ઉપસ્થિતોની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. બલ્કે સંતાનોએ માતાને ઠપકો આપ્યો હતો કે, ‘તે અમારો પણ વિચાર કર્યો નહીં?’
આ ઘટનાને વર્ષો વિતી ગયા. બન્‍ને સંતાનોના પણ લગ્ન થઈ ગયા છે અને રૂગનાથપુર ગામની એ દિકરી પણ વૃદ્ધાવસ્થાની નજીક પહોંચી ગઈ છે. પરંતુ સંસ્કારની સુવાસ આજે પણ પ્રસરી રહી છે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હીરાબાના ૧૦૦માં વર્ષમાં મંગળ પ્રવેશ પ્રસંગે પગ ધોઈને આશિર્વાદ મેળવ્યા હતા. પરંતુ સમાજમાં પોતાના સંતાનો માટે આખુ આયખુ પસાર કરી દેનાર ‘જનની’ની આજના સ્વાર્થી જગતમાં અવગણના કરનારાઓની ખોટ નથી.
માત્ર માનવ જીવનમાં જ નથી, જીવ માત્રમાં માતાના પાત્રને નજીકથી જોવામાં આવે તો તેમના વહેવારમાં હંમેશા ‘કરૂણા’ જ વહેતી જોવા મળશે.
આ પણ વાંચો –

24 જુલાઈ રવિવારના રોજ આ પાંચ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા- જાણો આજનું રાશિફળ

July 24 – know today’s horoscope Gujarat Guardian
મેષઃ
નાણાંકીય આવક વ ધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ રહે. નવા રોકાણોનું ફાયદાકારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકૂળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.
વૃષભઃ
વાયુ કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજીંગ જેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિય પાત્રનું મિલન શક્ય બને.
મિથુનઃ
મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નીની તબિયતની કાળજી જરૂરી. નોકરી-ધંધામાં સફળતા વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઇ ન જવાય અેનું ધ્યાન રાખવું.
કર્કઃ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટંુબમાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે. નોકરીમાં ઉપરી
અધિકારી સાથે વાદવિવાદ ટાળવો.
સિંહઃ
વિચારો ઉપર કાબૂ રાખવો ખૂબ જરૂરી. આવક વધતી જણાય. પરિવારમાં સુખ, શાંતિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.
કન્યાઃ
વાણી દ્વારા વ્યવહારમાં સફળતા મળે. આર્થિક ઉપાર્જન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. મિત્રોથી લાભ. જાણીતી વ્યક્તિ દ્વારા દગા-ફટકાનો ભોગ બનવાથી સાવધ રહેવું.
તુલાઃ
પરિવારમાં મતભેદ ન  થાય અેનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતીથી દિવસ પસાર કરવો.
વૃશ્ચિકઃ
વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગાડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ, રંગ, ટાયર ટ્યૂબના ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય  સુખમાં આનંદ, પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.
ધનઃ
મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય સાવચેતી જરૂરી. પત્ની સાથે મતભેદ થવાની શક્યતા. માન-સન્માન વધે.
મકરઃ
માન‌સિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે સાથે ખોટો ખર્ચ ટાળવાની સલાહ છે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ-પત્‍નીના સંબંધામાં મધુરતા વધે. પડવા વાગવાથી સાચવવું.
કુંભઃ
આવક જળવાશે. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય જળવાય.
મીનઃ
જુસ્સામાં શક્તિમાં વધારો થાય. આત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

આ પણ વાંચો –