Home Blog Page 1366

સુરેન્દ્રનગરના વિખ્યાત તરણેતરના મેળાને મળી મંજૂરી, પરંતુ પશુ મેળો નહિ યોજાય

0

The famous swimming

  • બે વર્ષ બાદ યોજાશે સુરેન્દ્રનગરનો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો, સરકારે મેળાના આયોજનને આપી મંજૂરી, લમ્પી વાયરસના ફેલાવાને જોતાં પશુ મેળો નહીં યોજાય.

બે વર્ષ કોરોના કહેર વચ્ચે ગુજરાતના લોકમેળાને (Lok Mela of Gujarat) પણ મંજૂરી અપાઈ ન હતી. ત્યારે આ વર્ષે લોકો લોકમેળાનો થનગનાટ માણવા તૈયાર છે. રાજકોટના (Rajkot) લોકમેળાને મંજૂરી અપાયા બાદ ગુજરાતના વધુ એક પ્રખ્યાત મેળાને મંજૂરી અપાઈ છે. સુરેન્‍દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ૩૦ ઓગસ્ટથી ભાતીગળ લોકમેળાનું (Bhatigal Lok Mela) આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા તરણેતરના મેળાને મંજૂરી આપી દેવાઈ છે.

2 વર્ષ બાદ વિશ્વ જગવિખ્યાત તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવશે. તમામ પ્રકારની મેળા અંગેની મંજૂરી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. જોકે, લમ્પી વાયરસનાં ચેપને ધ્યાને રાખીને એક નિર્ણય લેવાયો છે કે, તરણેતરરના મેળામાં પશુમેળો નહિ યોજાય.

દેશ વિદેશથી પર્યટકો આ મેળામાં મુખ્ય મહેમાન તરીકે ઉમટતા હોય છે, ત્યારે આ વર્ષે વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતા છે. મેળાના આયોજન અંગે ગ્રામ પંચાયત દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ક્યારે યોજાય છે તરણેતરનો મેળો :

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં આ મેળો યોજાય છે. દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસ મેળો યોજાય છે. રાજ્ય સરકારે આ મેળાને વર્લ્ડ ફેમસ બનાવ્યો. તેમજ અહી પશુ પ્રદર્શન હરીફાઈ યોજીને તેને ધબકતો કર્યો. પશુપાલન વિભાગ દ્વારા 2008 ના વર્ષથી મેળામાં પશુ પ્રદર્શન અને હરીફાઈનો પ્રારંભ કરવામા આવ્યો હતો.

આ પણ વાંચો :-

ભરતસિંહ સોલંકીનો વનવાસ પૂરો, ફરી સક્રિય રાજકારણમાં આવશે

0

Bharat Singh Solanki

  • ફરી ચૂંટણી આવતાં રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરી છે. અગાઉ તેમણે રાજકારણમાંથી બ્રેક લીધો હતો.

ગુજરાતની રાજનીતિના (Politics) મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ (Bharat Singh Solanki) ફરી સક્રીય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના (Madhav Singh Solanki) જન્મ જયંતિના વંદન કાર્યક્રમમાં જાહેરાત કરી છે. આ સાથે જ ફરી ચૂંટણી આવતાં રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) પણ હાજર હતા. નોંધનીય છે કે, અગાઉ તેમણે રાજકારણમાંથી બ્રેક લીધો હતો.

ભરતસિંહ સોલંકીના રાજકરણમાં સક્રિય થવાની જાહેરાત કરાયા બાદ આ મામલે પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભરતસિંહ સોલંકી પાર્ટીના સિનિયર નેતા છે. તેમણે જાતે જ રાજકારણમાં બ્રેક લીધું હતું. તેઓ અમારા સિનિયર નેતા છે. રાજકારણમાં સક્રિય રહે તે પાર્ટી માટે ફાયદાકારક છે. પાર્ટીએ ક્યારેય એમને રાજકારણથી દૂર થવા નહોતું કીધું.

થોડા સમય અગાઉ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, તેમણે રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી 2022ના અંતમાં આવવાની છે પણ હાલમાં તો મેં શોર્ટ ટાઇમ માટે બ્રેક લીધો છે. જે બે-ત્રણ કે છ મહિનાનો હોઇ શકે છે.

બ્રેક લેતી વખતે તેમણે આ નિર્ણયને પોતાનો અંગત નિર્ણય ગણાવ્યો હતો, નહીં કે કોંગ્રેસ હાઇકમાન્ડનો. તેમણે કહ્યું હતું કે, જે વાદલો ઉભા થયા છે તેને ઠરવા દેવા. હું સક્રિય રાજકારણમાંથી બ્રેક લઉં છું. સમાજના લોકો સાથે પ્રવાસ કરશે અને સામાજિક રીતે કામગીરી કરતો રહીશ.

આ પણ વાંચો :-

વિન્ડીઝ પ્રવાસની વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈને આવ્યાં સારા સમાચાર, આ ઘાતક બોલર ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે

0

Good news for Team India

  • વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમનો મજબૂત ઓલરાઉન્ડર ઈજામાંથી સાજા થયા બાદ પુનરાગમન કરવા માટે તૈયાર છે.

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા (Team India) માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક ઘાતક ફાસ્ટ બોલર ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. આ ખેલાડી ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો અને ઈજાના કારણે આઈપીએલ પણ રમી શક્યો ન હતો. ટી20 વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીની વાપસી ટીમ માટે સારો સંકેત હોઈ શકે છે. એક પૂર્વ ભારતીય ખેલાડીએ આ ખેલાડીની વાપસી અંગે માહિતી આપી છે.

આ ખેલાડી ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે :

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર દીપક ચહર લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટથી દૂર હતા, પરંતુ હવે તે ટીમમાં વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. ભારતીય સ્પિનર ​​અમિત મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના પુનરાગમનની માહિતી આપી છે. દીપક ચહર સાથેનો ફોટો શેર કરતા અમિત મિશ્રાએ લખ્યું, ‘ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર. દીપક ખૂબ જ જલ્દી ફિટ છે અને ટીમ ઈન્ડિયા અને CSK માટે રમવા માટે તૈયાર છે.’ T20 વર્લ્ડ કપના 3 મહિના પહેલા તેનું ફિટ હોવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.

6 મહિના પહેલા ઈજા થઈ હતી :

29 વર્ષીય દીપક ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની T20I શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સે દીપકને મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે આખી સિઝન માટે IPLમાંથી બહાર હતો. ઈજા બાદ હવે તેનો પ્રયાસ ફરીથી ફિટનેસ મેળવવા અને ટી20 વર્લ્ડ કપ 2022ની પસંદગી માટે પોતાને ઉપલબ્ધ કરાવવાનો રહેશે.

આ પણ વાંચો :-

હંમેશા આ પુરાવો સાથે રાખજો નહિતર 10,000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે 

0

Always keep this proof

  • PUC પ્રમાણપત્ર એક વર્ષથી જૂના વાહનો માટે માન્ય છે. કોઈપણ નવા વાહનને એક વર્ષ માટે પ્રદૂષણ પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવે છે. PUC જાળવવામાં નિષ્ફળતા 10,000 રૂપિયાનો દંડ વસૂલ કરી શકે છે.

કેન્દ્રીય મોટર વાહન (Central motor vehicle) નિયમો 1989 હેઠળ ભારત સરકારે PUC (અંડર પોલ્યુશન કંટ્રોલ) પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે. નોંધણી પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ અને વીમા પોલિસીની જેમ આ PUC પ્રમાણપત્ર તમામ વાહનો માટે ફરજિયાત છે પછી તે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર.

PUC પ્રમાણપત્ર એક વર્ષથી જૂના વાહનો માટે માન્ય છે. કોઈપણ નવા વાહનને એક વર્ષ માટે પ્રદૂષણ પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવે છે. PUC જાળવવામાં નિષ્ફળતા 10,000 રૂપિયાનો દંડ વસૂલ કરી શકે છે. આ દસ્તાવેજના મહત્વને ધ્યાનમાં રાખીને, અમે PUC પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તે સમજાવીએ છીએ.

PUC પ્રમાણપત્ર શું છે ?

પેટ્રોલ અથવા ડીઝલ પર ચાલતા વાહનો સળગતા વાયુઓના સ્વરૂપમાં ધુમાડો છોડે છે. જેમાં CO2, NOx જેવા હાનિકારક વાયુઓનો સમાવેશ થાય છે. તે દરેક માટે હાનિકારક હોઈ શકે છે. PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર અથવા વાહન પ્રદૂષણ પ્રમાણપત્ર એ અધિકૃત પ્રદૂષણ પરીક્ષણ કેન્દ્રો દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ છે. જે વાહનમાંથી ઉત્સર્જનનું સ્તર દર્શાવે છે. આ કેન્દ્રો વાહનના ઉત્સર્જનનું પરીક્ષણ કર્યા પછી અને આ ઉત્સર્જન સરકાર દ્વારા નિર્દિષ્ટ સ્વીકાર્ય ધોરણોની અંદર છે તેની ખાતરી કર્યા પછી આ પ્રમાણપત્ર જારી કરે છે.

PUC પ્રમાણપત્ર આ રીતે બનાવી શકાય છે :

તમે સરકારી અધિકૃત પીયુસી કેન્દ્રો અને આરટીઓ જેવી અધિકૃત સંસ્થાઓ પાસેથી ઑનલાઇન અથવા ઑફલાઇન બનાવેલ માન્ય PUC પ્રમાણપત્ર મેળવી શકો છો. તમે તમારું PUC પ્રમાણપત્ર ઑફલાઇન અથવા ઑનલાઇન પણ ડાઉનલોડ કરી શકો છો.

તમે આ રીતે PUC પ્રમાણપત્ર ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો :

સૌથી પહેલા તમારી કારને નજીકના PUC સેન્ટર પર લઈ જાઓ અને તેની તપાસ કરાવો. PUC ઓપરેટર એક્ઝોસ્ટ પાઇપનું નિરીક્ષણ કરશે અને વાહનનું ઉત્સર્જન સ્તર નક્કી કરશે. સેવા શરૂ કરવા માટે PUC કેન્દ્રને ચૂકવણી કરો. આ પછી, તમે પરિવહન સેવાની વેબસાઇટ પર જાઓ, જ્યાં તમે PUC પ્રમાણપત્રનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો અને તેની ફોટો કોપી પણ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો :-

માત્ર 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને ઘરે બેઠા શરૂ કરો બિઝનેસ, મહિને થશે 1 લાખની કમાણી

0

Start a business at hom

  • તમે ખૂબ જ ઓછા રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો, ભારત સરકારના નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને તે માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે.

આજકાલ ઘરે રહીને તમામ પ્રકારના નાના મોટા બિઝનેસ શરૂ કરી શકાય છે, જેમાં પાપડ બનાવવાનો બિઝનેસ (Investment in Papad Business) પણ સામેલ છે. તમે ઘરે બેઠા પાપડ બનાવવાનો (How to Start Papad Business) બિઝનેસ પણ કરી શકો છો. તમે ખૂબ જ ઓછા રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ (Business) શરૂ કરી શકો છો. જો તમારા પાપડનો સ્વાદ યૂનિક અને ખાસ છે તો તમે અઢળક કમાણી (Profit in Papad Business) પણ કરી શકો છો. ભારત સરકારના નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને તે માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે.

તમને મુદ્રા સ્કીમ હેઠળ ઓછા વ્યાજ દરે રૂ. 4 લાખની લોન મળી જશે. રિપોર્ટ અનુસાર રૂ. 6 લાખના કુલ રોકાણથી 30,000 કિલોની પ્રોડક્શન કેપેસિટી તૈયાર થઈ જશે. આ કેપેસિટી માટે 250 વર્ગમીટર જમીનની જરૂરિયાત પડશે. આ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ બંને સામેલ છે.

આ ખર્ચમાં સ્થિર મૂડી અને અસ્થિર મૂડી બંનેસામેલ છે. રિપોર્ટ અનુસાર સ્થિર મૂડીમાં 2 મશીન, પેકેજિંગ મશીન, ઈક્વિપમેન્ટ જેવા ખર્ચ સામેલ છે અને અસ્થિર મૂડીમાં સ્ટાફનો ત્રણ મહિનાનો પગાર, ત્રણ મહિના વપરાતું રો મટીરિયલ અને યૂટિલિટી પ્રોડક્ટનો ખર્ચ શામેલ છે. ઉપરાંત તેમાં, ભાડુ, વિજળી, પાણી, ટેલિફોનનું બિલ જેવા ખર્ચ પણ સામેલ છે.

બિઝનેસમાં શું જરૂરિયાત રહેશે :

બિઝનેસ શરૂ કરવા માટે ઓછામાં ઓછા 250 વર્ગ ફૂટ જગ્યાની જરૂરિયાત રહેશે. ઉપરાંત 3 અનસ્કિલ્ડ લેબર, 2 સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઈઝરની જરૂરિયાત રહેશે. આ બિઝનેસ શરૂ કરવા માટે રૂ. 4 લાખની લોન મળશે, ત્યારબાદ તમારે માત્ર રૂ. 2 લાખનું રોકાણ કરવાનું રહેશે.

લોન ક્યાંથી મળશે ? 

લોન લેવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કોઈ પણ બેન્કમાં અરજી કરી શકાય છે. આ લોનની રકમ 5 વર્ષ સુધી પરત કરી શકાય છે.

કેટલી કમાણી થશે ?

પાપડ બનાવ્યા બાદ તમારે આ ઉત્પાદિત જથ્થો જથ્થાબંધ માર્કેટમાં વેચવાનો રહેશે. ઉપરાંત રિટેઈલ દુકાન, કરિયાણા સ્ટોર, સુપર માર્કેટ સાથે સંપર્ક બનાવીને તેનુ વેચાણ પણ વધારી શકાય છે. એક અંદાજ અનુસાર કુલ રૂ. 6 લાખનું રોકાણ કરવાથી તમે 1 મહિનામાં આરામથી રૂ. 1 લાખની કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં તમને રૂ. 35 હજારથી રૂ. 40 હજારનો નફો થઈ શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી : દર મહિને 12 કરોડથી વધુ કમાતા મોસ્ટ વોન્ટેડ બુટલેગરની મુંબઈથી કરી ધરપકડ

0

Gujarat Police Big Action

  • મોસ્ટ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

ગુજરાતમાં દારૂબંધી (Prohibition of alcohol) હોવા છતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્માચારીઓ (A police officer) અને દારૂના બુટલેગરોના કારણે બેફામ રીતે રાજ્યભરમાં દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે હાલ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની (Gujarat State Monitoring Cell) ટીમે આવો જ એક બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીને હાલ મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. જેના છ મહિનાનાં દારૂના ધંધાનું ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતું અને તે પોતે મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો રળતો હતો.

33 ગુનામાં વોન્ટેડ બુટલેગર પિન્ટુની મુંબઈ એરપોર્ટ પર જ કરાઈ ધરપકડ :

બુટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરી ગત 27 જૂલાઈના રોજ ગોવાથી મોજ માણીને મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો અને તેજ સમયે  ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને પકડી પાડ્યો. ઉલ્લેખનીય છે કે, પિન્ટુ ગઢરી પર વર્ષ 2019થી 2022 દરમિયાન કુલ 33 ગુનાઓ નોંધાયેલા છે

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો :

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોરખ ઉર્ફ પિન્ટુ ગઢરીને મુંબઇ એરપોર્ટ પરથી 27 જૂલાઇના રોજ ઝડપી પાડ્યો હતો. પિન્ટુ વિરૂદ્ધ રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા. અને તે છેલ્લે ગુજરાત પોલીસના હાથે 2019માં પકડાયા પછીથી સતત નાસતો ફરતો હતો. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, પિન્ટુ ગોવા થી મુંબઇ ફ્લાઇટમાં પરત આવી રહ્યો છે. જેથી SMCની એક ટીમ તાત્કાલીક મુંબઇ એરપોર્ટ પર પહોંચી ગઇ અને પિન્ટુને ઝડપી પાડ્યો.

6 મહિનામાં 200 કરોડના દારૂનું ટર્ન ઓવર કર્યાનો ખુલાસો :

પોલીસે પિન્ટુની પૂછપરછ કરતાં અધધ…કહી શકાય તેટલા રૂપિયાના ટ્રાન્જેક્શન મળ્યાં. પોલીસને જાણવા મળ્યું કે, પિન્ટુએ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ સપ્લાય કર્યો છે. તેણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાંથી જ દક્ષિણ ગુજરાતમાં દારૂ ઘૂસાડતો હતો. આટલા મોટા વ્યવહારના અંતે પિન્ટુ મહિને 12થી 15 કરોડ રૂપિયા મહિને કમાતો હોવાનું પણ ખુલ્યું છે.

 

ગુજરાતી-રાજસ્થાની નીકળી જાય તો મુંબઈમાં પૈસા બચશે જ નહીં…: રાજ્યપાલના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો

0

If Gujarati-Rajasthan leaves

  • મહારાષ્ટ્રના ગવર્નરે કહ્યું , મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નીકળી જશે તો મુંબઈ પાસે પૈસા બચશે નહીં.

મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીનો (Bhagat Singh Koshiari) એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહી રહ્યા છે કે, મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને (Gujaratis and Rajasthanis) જશે તો મુંબઈ પાસે પૈસા પણ બચશે નહીં. બાદમાં મુંબઈને આર્થિક રાજધાની તરીકે નહીં ઓળખાવી શકાય.

રાજ્યપાલે કાર્યક્રમને સંબોધિન દરમિયાન આ પ્રકારનું નિવેદન આપ્યું :

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ કોશ્યરી મુંબઈના અંધેરી પશ્ચિમ વિસ્તારમાં એક સ્થાનિક ચોકનું નામ શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામ પર રાખવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ્યપાલે મહારાષ્ટ્ર અને મુંબઈની અર્થવ્યવસ્થામાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના યોગદાનની પ્રશંસા કરી હતી.

આ દરમિયાન કોશ્યારીએ કહ્યું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. રાજ્યપાલે કહ્યું કે જો આવું થયું તો મુંબઈ દેશની આર્થિક રાજધાની બની શકશે નહીં.

શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો :

મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીના આ નિવેદનને મહારાષ્ટ્રના અપમાન સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ કોશ્યારીના નિવેદનના વાયરલ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો. તેણે લખ્યું, મહારાષ્ટ્રમાં BJP પ્રાયોજિત મુખ્યમંત્રી મરાઠી માણસ અને શિવ રાયનું અપમાન કરવા લાગ્યા. જો આ વાત સાંભળીને પણ સ્વાભિમાન પર નીકળેલું જૂથ ચૂપ રહેશે તો શિવસેનાનું નામ ન લેશો. CM શિંદેએ ઓછામાં ઓછું રાજ્યપાલની નિંદા કરવી જોઈએ. આ મરાઠી શ્રમજીવી લોકોનું અપમાન છે.

આ પણ વાંચો :-

ખેડૂતે અપનાવ્યો અદભુત કીમિયો, માત્ર 500 રૂપિયામાં 10 વિઘા જમીનમાં વાવણી, જાણો કેવી રીતે કામ કરે છે આ કીમિયો 

0

Amazing chemistry adopted by farmer

  • ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.

ડીઝલના (Diesel) ભાવો વધતા એક ખેડૂતે ખેતી માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે મોંઘવારીમાં (inflation) ખેતી કરવી વધુ મુશ્કેલ બની છે ત્યારે એક ખેડૂતે નવતર પ્રયોગ હાથ ધરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણીએ આ નવતર પ્રયોગ વિશે…

ભાણવડ તાલુકાના રોજીવાળા ગામના ખેડૂત ભીમશીભાઈ પીપ્રોતર ખેતીમાં  ડીઝલના વધતા જતા ભાવો સામે એક નવી પદ્ધતિ અપનાવી છે. અહીંના ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.

 ભાણવડ તાલુકાના રોજીવાળા ગામના ખેડૂત ભીમશીભાઈ પીપ્રોતર ખેતીમાં  ડીઝલના વધતા જતા ભાવો સામે એક નવી પદ્ધતિ અપનાવી છે. અહીંના ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.

મોટરસાયકલ (બાઈક)  દ્વારા આ ખેડૂત હાલ ખેતી કરી રહ્યો છે જેને લઈ આ ખેડૂતને આવતો ખર્ચ ઘટ્યો છે. ટ્રેકટરથી ખેતી કરે તો 10 વિઘામાં 3000 રૂપિયા સુધી જે ખર્ચ આવે તેની જગ્યાએ આ મોટરસાઇકલના (બાઈક) પ્રયોગથી 10 વિઘા ની ખેતીમાં માત્ર 500 રૂપિયા જેટલો નહિવત ખર્ચ આવતો હોય છે.

ખેડૂતને 10 વિઘા જમીનમાં ટ્રેક્ટર વડે વાવણી કરતાં  3000 જેટલો ખર્ચ થતો હોય છે. જ્યારે આ મોટરસાઈલથી 10 વિઘામાં ખેતીનો ખર્ચ માત્ર 500 રૂપિયા જ થાય જેને લઈ સીધો ખેડૂતને 2500 રૂપિયા જેટલી બચત કરી શકે છે.

ખેડૂતે અપનાવેલો આ કીમિયો ખૂબ કારગત સાબિત થયો છે. ખેડૂતનો આ આ નવતર પ્રયોગ હાલ આઅપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે.

આ પણ વાંચો :-

અર્પિતા મુખર્જીના વધુ એક ફ્લેટ પર EDના દરોડા, 29 કરોડ રોકડ અને 5 કિલો સોનું જપ્ત

0

ED raids another flat of Arpita Mukherjee

  •  પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી હાલમાં 3 ઓગષ્ટ સુધી EDની કસ્ટડીમાં છે.

બુધવારે EDએ શિક્ષક ભરતી કૌભાંડમાં (Teacher recruitment scam) ધરપકડ કરાયેલ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના (Partha Chatterjee) નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના અન્ય ઘરે પણ દરોડા પાડ્યા હતા. EDને અર્પિતાના આ ઘરમાંથી પણ નોટોનો ખજાનો મળ્યો છે. EDએ આ ઘર પર લગભગ 18 કલાક દરોડા પાડ્યા હતા જેમાં 29 કરોડ રૂપિયા રોકડા અને 5 કિલો સોનું મળી આવ્યું હતું. આખી રાત નોટોની ગણતરી ચાલુ રહી હતી. આ ઉપરાંત સોનાના દાગીના (Gold jewelry) અને બિસ્કિટ (Biscuit) પણ મળી આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ EDએ અર્પિતાના અન્ય એક ઘર પર દરોડા પાડ્યા હતા જેમાં તપાસ એજન્સી દ્વારા 20.9 કરોડ રૂપિયા રોકડા અને તમામ સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા. તપાસ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અર્પિતા મુખર્જીના બંને ફ્લેટમાંથી અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.

આ અગાઉ બુધવારે સાંજે તપાસ એજન્સીઓની ટીમ કોલકાતાના બેલઘારિયા વિસ્તારમાં અર્પિતાના ઘરે પહોંચી હતી અને ફ્લેટની ચાવી ન હોવાને કારણે અધિકારીઓ તાળુ તોડીને ફ્લેટમાં ઘૂસી ગયા હતા. તાળુ તોડ્યુ અને તપાસ અભિયાન દરમિયાન સાક્ષી પણ બોલાવવામાં આવ્યા હતા. અર્પિતા મુખર્જીના આ ઘરમાંથી જંગી રોકડ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા.

બેંકના અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને નોટોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય કેટલાક પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. EDને તિજોરીઓમાંથી રોકડ પણ મળી આવ્યા હતા.

બીજા ઘરમાંથી પણ જંગી રકમ મળ્યા બાદ નોટોની ગણતરી કરવા માટે 4 બેંકના કર્મચારીઓને બોલાવવા પડ્યા હતા. 5 કાઉન્ટીંગ મશીન લગાવવામાં આવી હતી. ટોલીગંજમાં અર્પિતાના ઘરની જેમ અહીંના બેલઘરિયા ટાઉન ક્લબ હાઉસ સ્થિત ફ્લેટના વોર્ડરોબમાં પણ નોટોના બંડલ ભર્યા હતા. અહીં નોટોના બંડલ મળવાની ખબર બાદ ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી.

પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી હાલમાં 3 ઓગષ્ટ સુધી EDની કસ્ટડીમાં છે. તપાસ એજન્સીઓના અધિકારીઓ દ્વારા ધરપકડ બાદ પાર્થ ચેતર્જીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તેમની સતત શિક્ષણ ભરતી કૌંભાડ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. EDનું કહેવું છે કે, અર્પિતાના ઘરમાંથી મળેલું ધન શિક્ષણ ભરતી કૌંભાડ દ્વારા કમાવામાં આવેલી રકમ છે જે પાર્થ ચેટર્જીની છે.

આ પણ વાંચો :-

બરવાળા કેમિકલકાંડમાં ફરી મોટી કાર્યવાહી, એક ઝાટકે અનેક પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો

0

Big action again in the Barwala

  • આજે બરવાળા કેમિકલકાંડમાં વધુ 12 જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. બોટાદ એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા બાર પોલીસકર્મીની જિલ્લા બહાર ડિજી ઓફીસ દ્વારા બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

બરવાળા કેમિકલકાંડમાં (Barwala Chemicalkand) આજે ફરી એકવખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બરવાળા કેમિકલકાંડમાં એસપી સહિતના અધિકારીની બદલી અને સસ્પેન્ડ બાદ આજે વધુ કેટલાક પોલીસ કર્મચારીઓ પર એક્શન લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ સહિતના પોલીસકર્મીની (policeman) બદલીનો ગંજીપો ફરી એકવાર ચીપાયો છે.

આજે બરવાળા કેમિકલકાંડમાં વધુ 12 જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. બોટાદ એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા બાર પોલીસકર્મીની જિલ્લા બહાર ડિજી ઓફીસ દ્વારા બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

ગૃહ વિભાગની મોટી કાર્યવાહી :

ઉલ્લેખનીય છે કે, બોટાદ કેમિકલકાંડ મામલે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. બોટાદના બરવાળાના કેમિકલકાંડમાં પોલીસકર્મીઓ પર ગાજ પડી હતી. રાજ્ય સરકારે કેમિકલ કાંડમાં મોટી કાર્યવાહી કરીને 2 SPની બદલી કરી દીધી હતી, જ્યારે 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા.

SPની બદલીની વાત કરીએ તો બોટાદના SP કરનરાજ વાઘેલાની બદલી ગાંધીનગરમાં સરકારી સંપતિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ હતી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની અમદાવાદ મેટ્રોના સિકયોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી હતી.

ગૃહવિભાગે કેમિકલ કાંડમાં 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. જેમાં બોટાદ DYSP એસ.કે. ત્રિવેદી, ધોળકા DYSP એન.વી.પટેલ અને ધંધૂકા PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા હતા. તો સાથે જ બરવાળા PSI ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા અને રાણપુર PSI શૈલેન્દ્રસિંહ દિલુભા રાણાને સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા.

મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રી સંઘવીના બદલે મંગળવાર મોડીરાતના 3 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જેમાં વિગતે ચર્ચા કરાઈ હતી. જે બાદ વહેલી સવારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચાલતા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં સીએમ સાથે બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતગાર કર્યા હતા. જે બાદ તમામ પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-