Amazing chemistry adopted by farmer
- ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.
ડીઝલના (Diesel) ભાવો વધતા એક ખેડૂતે ખેતી માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે મોંઘવારીમાં (inflation) ખેતી કરવી વધુ મુશ્કેલ બની છે ત્યારે એક ખેડૂતે નવતર પ્રયોગ હાથ ધરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણીએ આ નવતર પ્રયોગ વિશે…
ભાણવડ તાલુકાના રોજીવાળા ગામના ખેડૂત ભીમશીભાઈ પીપ્રોતર ખેતીમાં ડીઝલના વધતા જતા ભાવો સામે એક નવી પદ્ધતિ અપનાવી છે. અહીંના ખેડૂતે મોટર સાયકલની (બાઈક) મદદની ખેતી શરૂ કરી છે અને ખેતીમાં ખર્ચ પણ ખૂબ ઓછો આવી રહ્યો છે.
મોટરસાયકલ (બાઈક) દ્વારા આ ખેડૂત હાલ ખેતી કરી રહ્યો છે જેને લઈ આ ખેડૂતને આવતો ખર્ચ ઘટ્યો છે. ટ્રેકટરથી ખેતી કરે તો 10 વિઘામાં 3000 રૂપિયા સુધી જે ખર્ચ આવે તેની જગ્યાએ આ મોટરસાઇકલના (બાઈક) પ્રયોગથી 10 વિઘા ની ખેતીમાં માત્ર 500 રૂપિયા જેટલો નહિવત ખર્ચ આવતો હોય છે.
ખેડૂતને 10 વિઘા જમીનમાં ટ્રેક્ટર વડે વાવણી કરતાં 3000 જેટલો ખર્ચ થતો હોય છે. જ્યારે આ મોટરસાઈલથી 10 વિઘામાં ખેતીનો ખર્ચ માત્ર 500 રૂપિયા જ થાય જેને લઈ સીધો ખેડૂતને 2500 રૂપિયા જેટલી બચત કરી શકે છે.
ખેડૂતે અપનાવેલો આ કીમિયો ખૂબ કારગત સાબિત થયો છે. ખેડૂતનો આ આ નવતર પ્રયોગ હાલ આઅપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે.
આ પણ વાંચો :-