બરવાળા કેમિકલકાંડમાં ફરી મોટી કાર્યવાહી, એક ઝાટકે અનેક પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો

Share this story

Big action again in the Barwala

  • આજે બરવાળા કેમિકલકાંડમાં વધુ 12 જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. બોટાદ એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા બાર પોલીસકર્મીની જિલ્લા બહાર ડિજી ઓફીસ દ્વારા બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

બરવાળા કેમિકલકાંડમાં (Barwala Chemicalkand) આજે ફરી એકવખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બરવાળા કેમિકલકાંડમાં એસપી સહિતના અધિકારીની બદલી અને સસ્પેન્ડ બાદ આજે વધુ કેટલાક પોલીસ કર્મચારીઓ પર એક્શન લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ સહિતના પોલીસકર્મીની (policeman) બદલીનો ગંજીપો ફરી એકવાર ચીપાયો છે.

આજે બરવાળા કેમિકલકાંડમાં વધુ 12 જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. બોટાદ એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા બાર પોલીસકર્મીની જિલ્લા બહાર ડિજી ઓફીસ દ્વારા બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

ગૃહ વિભાગની મોટી કાર્યવાહી :

ઉલ્લેખનીય છે કે, બોટાદ કેમિકલકાંડ મામલે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી. બોટાદના બરવાળાના કેમિકલકાંડમાં પોલીસકર્મીઓ પર ગાજ પડી હતી. રાજ્ય સરકારે કેમિકલ કાંડમાં મોટી કાર્યવાહી કરીને 2 SPની બદલી કરી દીધી હતી, જ્યારે 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા.

SPની બદલીની વાત કરીએ તો બોટાદના SP કરનરાજ વાઘેલાની બદલી ગાંધીનગરમાં સરકારી સંપતિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ હતી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની અમદાવાદ મેટ્રોના સિકયોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી હતી.

ગૃહવિભાગે કેમિકલ કાંડમાં 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. જેમાં બોટાદ DYSP એસ.કે. ત્રિવેદી, ધોળકા DYSP એન.વી.પટેલ અને ધંધૂકા PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા હતા. તો સાથે જ બરવાળા PSI ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા અને રાણપુર PSI શૈલેન્દ્રસિંહ દિલુભા રાણાને સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા.

મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રી સંઘવીના બદલે મંગળવાર મોડીરાતના 3 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જેમાં વિગતે ચર્ચા કરાઈ હતી. જે બાદ વહેલી સવારે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચાલતા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં સીએમ સાથે બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતગાર કર્યા હતા. જે બાદ તમામ પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-