અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર કરતાં લોકો માટે ખુશ ખબર, પશ્ચિમ રેલવેએ કર્યું મોટું એલાન

Share this story

Good news for people traveling

  • રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આઝાદીના 75માં અમૃત મહોત્સવ હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ રેલવે (Western Railway) વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આઝાદીના 75માં અમૃત મહોત્સવ (Amrit Mohotsav) હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. વધુમાં રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનનું ટાઈમટેબલ તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં જ અમદાવાદ થી મુંબઈ વચ્ચે આ ટ્રેન ચલાવવામાં આવશે.

વંદે ભારત ટ્રેન માત્ર  ભરૂચ અને સુરત સ્ટેશન પર જ રોકાશે . આ સાથે વંદે ભારત અમદાવાદ-મુંબઈ વચ્ચે સપ્તાહામાં 6 વખત ચાલશે. આમ હવે અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ વિશ્વસ્તરીય પ્રવાસ અનુભવની સાથે પ્રવાસીઓ અને તેમા પણ ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલરોને આરામદાયી પ્રવાસની સગવડ પૂરી પાડશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં શું હશે નવી સુવિધાઓ ?

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં  બેઠકો પર પુશબેકની સુવિધા હશે. દરેક કોચની એર કંડીશનિંગ સિસ્ટમને બેક્ટેરિયા મુક્ત બનાવવામાં આવી છે. તેમજ ટ્રેનમાં કલાઇમેટ કંટ્રોલ,વીજળી અને આવશ્યક સિસ્ટમોની દેખરેખ માટે સેન્ટ્રલાઇઝ્ડ કોચ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે ઈમરજન્સીની સ્થિતિમાં, મુસાફરોને સરળતાથી બહાર કાઢવા માટે 4 ઇમરજન્સી બારીઓ છે. પૂરથી બચવા માટે ટ્રેનના નીચેના ભાગને વોટર પ્રૂફ બનાવવામાં આવ્યું છે.

વંદે ભારતના દરેક કોચમાં 4 ડિઝાસ્ટર લાઈટો છે જ્યારે કોચની તમામ લાઇટ ફેલ થશે, ત્યારે આ ઈમરજન્સી લાઇટની જરૂર પડશે. આ સાથે પાવર આઉટેજ થયા બાદ 3 કલાક સુધી વેન્ટિલેશન સિસ્ટમની સુવિધા છે. દરેક કોચમાં હવે 2 ને બદલે 4 ઇમર્જન્સી પુશ બટન છે.

આ પણ વાંચો :-