Bharat Singh Solanki
- ફરી ચૂંટણી આવતાં રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરી છે. અગાઉ તેમણે રાજકારણમાંથી બ્રેક લીધો હતો.
ગુજરાતની રાજનીતિના (Politics) મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ (Bharat Singh Solanki) ફરી સક્રીય રાજકારણમાં આવવાની જાહેરાત કરી છે. બોરસદ ખાતે સ્વ.માધવસિંહ સોલંકીના (Madhav Singh Solanki) જન્મ જયંતિના વંદન કાર્યક્રમમાં જાહેરાત કરી છે. આ સાથે જ ફરી ચૂંટણી આવતાં રાજકારણમાં સક્રીય થવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા (Shankar Singh Vaghela) પણ હાજર હતા. નોંધનીય છે કે, અગાઉ તેમણે રાજકારણમાંથી બ્રેક લીધો હતો.
ભરતસિંહ સોલંકીના રાજકરણમાં સક્રિય થવાની જાહેરાત કરાયા બાદ આ મામલે પ્રભારી રઘુ શર્માનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભરતસિંહ સોલંકી પાર્ટીના સિનિયર નેતા છે. તેમણે જાતે જ રાજકારણમાં બ્રેક લીધું હતું. તેઓ અમારા સિનિયર નેતા છે. રાજકારણમાં સક્રિય રહે તે પાર્ટી માટે ફાયદાકારક છે. પાર્ટીએ ક્યારેય એમને રાજકારણથી દૂર થવા નહોતું કીધું.
થોડા સમય અગાઉ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, તેમણે રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી 2022ના અંતમાં આવવાની છે પણ હાલમાં તો મેં શોર્ટ ટાઇમ માટે બ્રેક લીધો છે. જે બે-ત્રણ કે છ મહિનાનો હોઇ શકે છે.
બ્રેક લેતી વખતે તેમણે આ નિર્ણયને પોતાનો અંગત નિર્ણય ગણાવ્યો હતો, નહીં કે કોંગ્રેસ હાઇકમાન્ડનો. તેમણે કહ્યું હતું કે, જે વાદલો ઉભા થયા છે તેને ઠરવા દેવા. હું સક્રિય રાજકારણમાંથી બ્રેક લઉં છું. સમાજના લોકો સાથે પ્રવાસ કરશે અને સામાજિક રીતે કામગીરી કરતો રહીશ.
આ પણ વાંચો :-