વિન્ડીઝ પ્રવાસની વચ્ચે ટીમ ઈન્ડિયાને લઈને આવ્યાં સારા સમાચાર, આ ઘાતક બોલર ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે

Share this story

Good news for Team India

  • વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમનો મજબૂત ઓલરાઉન્ડર ઈજામાંથી સાજા થયા બાદ પુનરાગમન કરવા માટે તૈયાર છે.

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સિરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા (Team India) માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક ઘાતક ફાસ્ટ બોલર ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે. આ ખેલાડી ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો અને ઈજાના કારણે આઈપીએલ પણ રમી શક્યો ન હતો. ટી20 વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીની વાપસી ટીમ માટે સારો સંકેત હોઈ શકે છે. એક પૂર્વ ભારતીય ખેલાડીએ આ ખેલાડીની વાપસી અંગે માહિતી આપી છે.

આ ખેલાડી ટૂંક સમયમાં ટીમમાં પરત ફરશે :

ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર દીપક ચહર લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટથી દૂર હતા, પરંતુ હવે તે ટીમમાં વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. ભારતીય સ્પિનર ​​અમિત મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના પુનરાગમનની માહિતી આપી છે. દીપક ચહર સાથેનો ફોટો શેર કરતા અમિત મિશ્રાએ લખ્યું, ‘ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર. દીપક ખૂબ જ જલ્દી ફિટ છે અને ટીમ ઈન્ડિયા અને CSK માટે રમવા માટે તૈયાર છે.’ T20 વર્લ્ડ કપના 3 મહિના પહેલા તેનું ફિટ હોવું ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે.

6 મહિના પહેલા ઈજા થઈ હતી :

29 વર્ષીય દીપક ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની T20I શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સે દીપકને મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાના કારણે તે આખી સિઝન માટે IPLમાંથી બહાર હતો. ઈજા બાદ હવે તેનો પ્રયાસ ફરીથી ફિટનેસ મેળવવા અને ટી20 વર્લ્ડ કપ 2022ની પસંદગી માટે પોતાને ઉપલબ્ધ કરાવવાનો રહેશે.

આ પણ વાંચો :-