Home Blog Page 1360

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો નવી કિમીયો : કોફીની આડમાં થઈ રહી છે ડ્રગ્સની હેરાફેરી !

The new chemistry of smuggling

  • ગુજરાતમાં નશીલા પદાર્થોનો કારોબાર દિવસે દિવસે વધતો જાય છે ત્યારે SIT અને પોલીસ દ્વારા સતત વોચ રાખીને નશીલા પદાર્થ જથ્થો એક બાદ એક અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી રહી છે.

ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા તાજેતરમાં જ દરિયાઈ વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો (quantity of drugs) ઝડપી પાડી ગુજરાતમાં નાપાક પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા ડ્રગ્સના રેકેટને તોડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. ગુજરાતમાં કચ્છ, જામનગર અને પોરબંદર બાદ હવે જૂનાગઢના (Junagadh) માંગરોળના દરિયાકાંઠેથી શંકાસ્પદ પેકેટો મળી આવતા ચકચાર મચી છે.

ગુજરાત દરીયાઈ સીમા પટ્ટીમાંથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના માંગરોળ દરીયા કિનારા પાસેથી શંકાસ્પદ પેકેટો જોવા મળતા જુનાગઢ SOG પોલીસ અને મરીન પોલીસને 40 જેટલા ચરસના પેકેટ હાથ લાગ્યા હતા.

ગુજરાતમાં નશીલા પદાર્થોનો કારોબાર દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે SIT અને પોલીસ દ્વારા સતત વોચ રાખીને નશીલા પદાર્થ જથ્થો એક બાદ એક અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી રહી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ દરીયા કિનારે નશીલા પદાર્થના પેકેટો તણાઇને આવ્યાં હોઇ ત્યારે આ બાબતની જાણ જૂનાગઢ એસપીને થતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં પહેલા 6 પેકેટો મળ્યાં ત્યાર બાદ વધુ દરીયાઈ પટ્ટી પર સર્ચ કરતા કૂલ 40 પેકેટ મળી આવ્યા હતા. જેની અંદાજીત કિંમત 60 લાખ રૂપિયા આસપાસ થવા જઇ રહી છે એટલે કે અડધા કરોડ ઉપરનો ચરસ ઝડપાવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી છે.

ગુજરાતની દરિયાઈ સીમાના માંગરોળ પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના મતે નશીલા પદાર્થનો જથ્થો ગુજરાતમા ઘુસાડવાનું ષડયંત્ર હતું પણ દરિયાઈ સીમામા કોસ્ટગાર્ડ અથવા નેવીના ડરથી ચરસનો જથ્થો દરીયામાં ફેંકી દેવાનું સામે આવ્યુ છે. ત્યારે ચરસના એક પછી એક પેકેટ માંગરોળના દરીયા કિનારે મળી આવતાં પોલીસ પણ સતર્ક બની હતી. 24 કલાકથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ત્યારે જુનાગઢ એસ.પી. એ ગીર સોમનાથ અને પોરબંદર પોલીસને જાણ કરી છે.

ત્યારે હજું વધુ નશીલા પેકેટ મળી આવવાની આંશંકા છે. હાલ જુનાગઢ પોલીસે માંગરોળ પોલીસમાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે. માંગરોળ દરીયા કિનારે જે નશીલા ચરસના પેકેટ મળી આવ્યાં તે ઇન્ટર નેશનલ કોફીની પ્લાસ્ટીક બેગોમાંથી મળી આવ્યા છે. ત્યારે ક્યાંથી માલ સપ્લાઇ થયો અને કોને આપવાનો હતો તે દિશા પણ તપાસ તેજ કરી છે.

અગાઉ જામનગરમાં પણ દરિયાકાંઠે આવેલા બેડી વિસ્તારમાંથી એક ઈસમને રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા SOG પોલીસને સફળતા મળી હતી. બેડી વિસ્તારમાંથી રૂપિયા 6 લાખની કિંમતના મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતા.

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ રાજ્યભરમાં ફેલાવાનો પ્રયાસ કરતા ડ્રગ્સના નેટવર્કને ડામવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડતા માફિયાઓ અને ડ્રગ્સ પેડલરો પર ઘોસ બોલાવતા એક પછી એક સફળતા મળી રહી છે. જેના પગલે જામનગર જિલ્લામાંથી પ્રથમ વખત મ્યાઉં મ્યાઉં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થો ઝડપાયો છે. જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ શખ્સને દેવભૂમિ દ્વારકા અને જામનગર SOG પોલીસ દ્વારા રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના SOG પીઆઇ સિંગરખિયાને મળેલ હકીકતના આધારે જામનગર શહેરના બેડી વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને બિલાલ અબ્દુલ દલ નામના શખ્સને રૂપિયા 6 લાખના નશાકારક મ્યાઉં મ્યાઉં મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સોમવારની રાત્રે SOG પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતુ. બે દિવસ સુધી પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના જથ્થા  સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આ ડ્રગ્સમાં ક્યાં રસ્તે જામનગરમાં ઘૂસડવામાં આવ્યો અને તેનું કઈ કઈ જગ્યાએ વેચાણ કરવામાં આવતું હતું તેમજ હજુ આ ગુન્હામાં વધુ શખ્સોના નામ પણ બહાર આવવાની શક્યતા રહેલી હોય પોલીસે આ અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

નવાબી સમયના આ પ્રાણીસંગ્રહાલયમાં ૮૦૦થી વધુ છે પ્રાણીઓ, વર્ષે ૧૨ લાખ જેટલા સહેલાણીઓ લે છે મુલાકાત

0

This Nawabi-era zoo houses more

  • સકકરબાગના પ્રાણી સંગ્રહાલયમાં ૮૦૦થી વધુ પ્રાણીઓ આવેલા છે. જેમાં ૮૦ સિંહો, ૭૦ દિપડાઓ વગેરેનો સમાવેષ થાય છે. અહીં હરણની વિવિધ ૧૨થી પણ વધુ પ્રજાતિઓ આવેલું હોવાથી અહીં અલાયદો હરણ પાર્ક ઉભો કરાયો છે. જે પ્રવાસીઓને-સહેલાણીઓને વિશેષ આકર્ષે છે. આ ઝૂમાં પક્ષીઓની ૪૭ થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

સાવજો થી જાણીતા ગિરનાર – સાસણ (Known Girnar – Sasan) વચ્ચે જૂનાગઢમાં (Junagadh) આવેલુ વન વિભાગ હસ્તકનું સકકરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo) પણ અતિ લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં બે સેટઅપ છે એક છે પાંજરામાં પૂરાયેલા પ્રાણીનું ઝુ અને બીજુ છે ૫૦ હેકટરના વિસ્તારમાં ફેલાયેલુ જંગલ. આ જંગલમાં સાત કિમી સુધીની સફારી ઝુની (Safari Zu) જ બસમાં કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

કહેવાય છે કે કદાચ સાસણમાં સિંહ જોવા મળે કે ન મળે પરંતુ સકકરબાગ ઝુના સફારી પાર્કમાં તો સિંહ અચૂક જોવા મળશે જ. અને એટલે જ સકકરબાગના ઝુના પીંજરામાં પૂરાયેલા અને જંગલમાં ખુલ્લા ફરતાં સિંહોને જોવા માટે પ્રતિ વર્ષ ૧૨ લાખ જેટલા સહેલાણીઓ ઉમટતા હોવાનું આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યુ હતું.

૧૮૬૩ થી નિર્માણ પામેલ સકકરબાગ ઝુમાં નવાબી સમયની ઇમારતનું જતન કરવામાં આવ્યુ છે, નવીનીકરણ કરાયુ છે. જૂનાગઢના નવાબે ૬ હેકટરમાં બનાવેલા સક્કરબાગ ઝુ કમ સફારી પાર્કનો વિસ્તાર ૮૪ હેકટર સુધીનો વધારીને વન અને પર્યાવરણ વિભાગ વન્ય પ્રાણીઓની સંરક્ષણ અને જતન કરી રહ્યું છે. સક્કરબાગ ઝુમાં પાંજરે પુરાયેલા અને ખુલ્લાંમાં ફરતો બંને પ્રકારના સિંહ જોઈ શકાય છે. ટુરિસ્ટ ફેસિલિટી વિશે માહિતી ખાતાની ટીમને જાણકારી આપતાં આરએફઓશ્રી નિરવ મકવાણાએ કહ્યું હતું કે ઝુમાં કેન્ટીન, સીટીંગ એરેજમેન્ટ સહિતની પ્રવાસીઓની સુવિધામો વધારો થયો છે.

પ્રાણીઓ માટે પણ કેટલીક ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. જેમ કે ચોમાસામાં પાણી ન ભરાઈ રહે એ માટે ઉંચાઇ ઉપર પ્લેટફોર્મ બનાવાયા છે. જેથી પ્રાણીઓ ત્યાં બેસી શકે. તેમજ પાંજરા ઉપર ગ્રીન નેટ બાંધી દેવામાં આવે છે. ઉનાળામાં ભારે ગરમીથી પ્રાણીઓને બચાવવા બધા પાંજરા ઉપર સ્પ્રિંકલ્સ(ફુવારા) ગોઠવવામાં આવે છે. નાઈટ સેલટર્સમાં બરફ પણ મુકવામાં આવે છે. આમ પ્રાણીઓની ઋતુગત સંભાળ લેવામાં આવે છે.

સક્કરબાગ ઝુના ડાયરેકટર અભિષેકકુમાર, આઇએફએસ કહે છે કે, સકકરબાગના પ્રાણી સંગ્રહાલયમાં ૮૦૦થી વધુ પ્રાણીઓ આવેલા છે. જેમાં ૮૦ સિંહો, ૭૦ દિપડાઓ વગેરેનો સમાવેષ થાય છે. અહીં હરણની વિવિધ ૧૨થી પણ વધુ પ્રજાતિઓ આવેલું હોવાથી અહીં અલાયદો હરણ પાર્ક ઉભો કરાયો છે. જે પ્રવાસીઓને-સહેલાણીઓને વિશેષ આકર્ષે છે. આ ઝૂમાં પક્ષીઓની ૪૭ થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

સકકરબાગ ઝુમાં પ્રાણીઓની સારવાર માટે છે ૩ વેટરનરી ડોકટર્સ અને તેની ટીમ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે. પાંચ લાઇવ સ્ટોક ઇન્સપેકટરો દ્વારા પ્રાણીઓની નિયમિત તપાસ કરવામાં આવે છે. પ્રાણીઓને ખાવા માટે વિશેષ વ્યવસ્થાઓ છે. જેમાં લીલોચારો, અનાજ, ધાન, ફળો, મટન, ચીકન, ઇંડા સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓનો આ ખોરાક સરકારની પ્રવર્તમાન નીતિઓ અનુસાર ઇ-ટેન્ડરથી મંગાવવામાં આવે છે. આ ઝૂમાં ૧૩૦ જેટલા અધિકારીઓ- કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

 

પગનો આકાર ખોલે છે વ્યક્તિના સ્વભાવનો રાઝ, આ રીતે મેળવો જાણકારી

The shape of the feet reveals

  • સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પગના આકારના 4 પ્રકાર છે. સ્ટ્રેચ્ડ ફુટ, રોમન ફુટ, ગ્રીક ફુટ, સ્ક્વેર ફુટ. પગનો આકાર વ્યક્તિની ઘણી વિશેષતાઓની ઓળખ કરાવે છે અને તેના સ્વભાવ વિશે પણ જણાવે છે.

કહેવાય છે કે ચહેરા પર મનની લાગણીઓ ઉભરી આવે છે. વ્યક્તિના હાવભાવ (Gesture) પરથી તેનું વ્યક્તિત્વ જાણી શકાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પગનો આકાર પણ તમારા વ્યક્તિત્વ વિશે જણાવી શકે છે? સામુદ્રિક શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે શારીરિક અંગો પણ આપણા વ્યક્તિત્વ વિશે ઘણું કહી શકે છે.

આપણા બધાના પગ અને અંગૂઠાના કદ અલગ અલગ હોય છે. પગનો આકાર વ્યક્તિની ઘણી વિશેષતાઓને ઓળખે છે અને તેના સ્વભાવ વિશે પણ જણાવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર પગના આકાર 4 પ્રકારના હોય છે. સ્ટ્રેચ્ડ ફુટ, રોમન ફુટ, ગ્રીક ફુટ, સ્ક્વેર ફુટ. ચાલો જાણીએ કે પગના આકારનો વ્યક્તિત્વ સાથે કેવો સંબંધ છે ?

સ્ક્વેર ફુટ :

સ્ક્વેર ફુટમાં, વ્યક્તિના પગની તમામ આંગળીઓ એક સીધી રેખામાં હોય છે. તેને ખેડૂત પગ પણ કહેવામાં આવે છે. આવા પગ ધરાવતા લોકો ખૂબ જ વિશ્લેષણાત્મક હોય છે. તેઓ કોઈપણ બાબતના તમામ પાસાઓની તપાસ કરવાનું પસંદ કરે છે. આવી વ્યક્તિઓ ખૂબ જ શાંત અને સ્થાયી સ્વભાવના હોય છે. કોઈપણ સરળતાથી તેમના પર વિશ્વાસ કરી શકે છે.

ગ્રીક ફૂટ :

ગ્રીક ફૂટમાં વ્યક્તિના અંગૂઠાની બાજુની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય છે. આવી વ્યક્તિઓ સર્જનાત્મક હોય છે, જે નવા વિચારો સાથે આગળ આવે છે. આવા લોકો કોઈપણ પડકાર માટે હંમેશા તૈયાર હોય છે.

સ્ટ્રેચ્ડ ફૂટ :

સ્ટ્રેચ્ડ ફૂટમાં વ્યક્તિના પગની બધી આંગળીઓ ઘટતા ક્રમમાં હોય છે. જેમ કે સૌથી લાંબો અંગૂઠો, ત્યારબાદ આંગળીઓ અને સૌથી નાની આંગળી સૌથી નાની હોય છે. આવી વ્યક્તિઓ પ્રાઈવેટ હોય છે. જેઓ પોતાની વસ્તુઓ અન્ય લોકો સાથે ઓછી શેર કરે છે. તેઓ લોકો સાથે ગાઢ સંબંધ કરવાનું પણ પસંદ કરતા નથી.

આ પણ વાંચો :-

 

121 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ સંયોગ : વિષ્ણુ ભગવાનની કૃપાથી ચમકી જશે આ રાશિનું ભાગ્ય, પુરા થશે દરેક અરમાનો

With the grace of Lord Vishnu

મેષઃ
આજે‌ દિવસ દરમિયાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતી થતી જણાય.

વૃષભઃ
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જૂના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ
આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જૂના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ
આવકમાં પ્ર‌ગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ
પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્ની સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ-વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતી ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જૂની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ
આર્થિક પાસુ મજબૂત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ
ભાગ્ય બળવાાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય, પરિણામે દિવસ દરમિયાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

 

Asia Cup 2022 : આવી હોય શકે છે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમ 

0

Asia Cup 2022: This could be the squad for Asia Cup India

  • એશિયા કપ 2022ની શરૂઆત માટે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ભારતીય ટીમની પહેલી પસંદ હશે.

એશિયા કપ 2022નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ તમામની નજર આ મોટી ટૂર્નામેન્ટ પર ટકેલી છે. એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે રમાશે અને ત્યારબાદ 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમની (Pakistan team) જાહેરાત થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની (Team India) પણ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં પાંચ મેચોની ટી-20 શ્રેણી રમાઈ રહી છે. ત્રણ મેચ થઈ ગઈ છે અને હવે બે મેચ બાકી છે. બાકીની બે મેચ 6 અને 7 ઓગસ્ટે રમાશે. આ પછી શ્રેણી સમાપ્ત થશે. માનવામાં આવે છે કે આ બે મેચ બાદ તરત જ એશિયા કપ માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવશે.

ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં ઘણા મોટા ખેલાડીઓ પણ આરામ કરશે :

ટીમ ઈન્ડિયા હાલમાં જે સિરીઝ રમી રહી છે તેમાં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ બાદ ભારતીય ટીમ ત્રણ વનડે મેચ માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, આ સીરીઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા મોટા ખેલાડીઓ તેમાં આરામ કરતા જોવા મળશે.

પરંતુ એશિયા કપ માટે ભારતની સૌથી મજબૂત ટીમ UAE જશે તેવી પૂરી સંભાવના છે. ટીમની કમાન ફરી એકવાર કેપ્ટન રોહિત શર્માના હાથમાં રહેશે. તે જ સમયે, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ ટીમમાં વાપસી કરતા જોવા મળી શકે છે.

રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક ફિનિશર બની શકે છે :

ટીમ ઈન્ડિયાના ફિનિશરની વાત કરીએ તો ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક આ કામ કરતા જોઈ શકાય છે. આ પછી જો બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહની વાપસી શક્ય છે, જ્યારે ભુવનેશ્વર કુમાર પણ ટીમ સાથે જોવા મળી શકે છે. આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન અને અર્શદીપ સિંહ પણ હોઈ શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ સાથે રમી રહેલા રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈ પણ ટીમમાં હોઈ શકે છે. પસંદગીકારો ઈચ્છે છે કે ટી20 વર્લ્ડ કપમાં પણ રમી ચૂકેલા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે. આ એક મજબૂત ટીમ ઈન્ડિયા હશે, જે એશિયા કપ જીતવાની ક્ષમતા ધરાવે છે.

એશિયા કપ 2022 માટે સંભવિત ટીમ ઈન્ડિયા :

રોહિત શર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, દિનેશ કાર્તિક, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.

આ પણ વાંચો :-

 

અજબ પતિનું ગજબ નાટક ! અમદાવાદમાં મિલકતમાં ભાગ ન પડે એટલા માટે રાતો રાત ઊભી કરી ‘નકલી’ …

0

Strange husband’s strong play

  • સેજલ અને આશિષ વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા. તે દરમિયાન વલસાડની સ્થાનિક કોર્ટે આશિષને રૂ. 20 લાખ અને બે બાળકો માટે રૂ. 15 લાખ આપવાનો આદેશ આપ્યો હતો.

મણિનગરના (Maninagar) એક રહેવાસી પર મિલકત પચાવી પાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તે વ્યક્તિ પર સંયુક્ત મિલકત (joint property)માં 50% હિસ્સો પચાવી પાડવા પૂર્વ પત્નીના બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો. આ માટે વેજલપુરમાં સબ-રજિસ્ટ્રાર (Sub-Registrar) ઓફિસમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કરંજ પોલીસ સ્ટેશનમાં (Karanj Police Station) આ મામલે મંગળવારે FIR દાખલ (FIR filed at Karanj police station) કરવામાં આવી હતી.

વેજલપુરના સબ રજિસ્ટ્રાર મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, આશિષ દેસાઈએ 9 સપ્ટેમ્બર 2018ના રોજ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એક મહિલાને પોતાની પત્ની તરીકે રજૂ કરી તે મહિલાએ પોતાનું આધાર કાર્ડ (Aadhaar card) રજૂ કર્યું અને સ્વેચ્છાએ પ્રહલાદનરમાં સુરધારા સોસાયટીમાં આવેલા ઘરમાંથી પોતાનો 50% ભાગ આપી દીધો હતો.

આશિષ દેસાઈની પૂર્વ પત્ની સેજલ દેસાઈએ પોતાના વકીલના માધ્યમથી ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં રજૂઆત કરીને વકીલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, તેના પતિએ ખોટા દસ્તાવેજ બનાવીને રજૂ કર્યા અને તેને તેના અધિકારોથી વંચિત રાખી હતી.

સેજલે પોતાના સોગંદનામામાં રજૂઆત કરી કે, તેણે વલસાડથી પોતાનું આધાર કાર્ડ બનાવડાવ્યું છે અને તેની પાસે બીજું આધાર કાર્ડ પણ નથી અને તેની મંજૂરી પણ આપવામાં આવી નથી.

સેજલે જણાવ્યું કે, સબ રજિસ્ટ્રાર ઓફિસમાં મહિલા તરીકે ફોટો પડાવનાર મહિલાની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. ફૂટેજ અને આધાર કાર્ડનો ફોટો જોઈને સાબિત થાય છે કે, તે કોઈ બીજી મહિલા હતી.

આશિષે આ પ્રકારે બનાવટી દસ્તાવેજો (Fake document) રજૂ કરતા કોર્ટે 24 જૂનના રોજ આશિષ સામે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કારંજ પોલીસે આશિષ સામે ચિટીંગ અને ખોટા દસ્તાવેજ (forged documents) રજૂ કરવાના આરોપસર FIR દાખલ કરી હતી.

સેજલ અને આશિષ વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા, તે દરમિયાન વલસાડની સ્થાનિક કોર્ટે આશિષને રૂ. 20 લાખ અને બે બાળકો માટે રૂ. 15 લાખ આપવાનો આદેશ આપ્યો હતો. બે બાળકોની કસ્ટડી સેજલને આપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

અસલી ઠાઠ તો સુરતીઓનો, ભઈલું માટે બનાવડાવે છે 10 લાખની ‘ટુ ઈન વન’ રાખડી

0

Surti’s ‘two in one’ rakhi

  • આ વર્ષે ગોલ્ડના ભાવ ઓછા થતા સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડમાંથી રાખડીઓ બનાવવામાં આવી છે. જેની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે.

ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતું સુરત શહેરમાં (Surat city) હવે તહેવારોમાં પણ ચકળાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં રક્ષાબંધનનો પર્વ પણ ડાયમંડ અને ગોલ્ડ રાખડીઓથી (Diamond and Gold Rakhi) ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાલમાં જે રીતે ગોલ્ડના ભાવ ઘટ્યા છે. ત્યારે ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે સુરતના જ્વેલર્સ (Jewelers of Surat) દ્વારા ગોલ્ડ તથા ડાયમંડની રાખડીઓ બનાવવામાં આવી છે. આ રાખડીઓની કિંમત રૂ.4,00,000 થી 10 લાખ સુધીની છે.

હાલ બજારમાં આ બંને રાખડીઓની સારી ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. આ રાખડી મલ્ટી પર્પઝ છે. કારણે તેને પેન્ડન્ટ અને લુઝ તરીકે પણ ભાઈ બાદમાં પહેરી શકે છે. ભાઈ અને બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈની કલાઈ ઉપર અવનવી રાખડીઓ બાંધતી હોય છે.

ત્યારે આ વર્ષે ગોલ્ડના ભાવ ઓછા થતા સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડમાંથી રાખડીઓ બનાવવામાં આવી છે. જેની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. જ્વેલરી શોપના માલિક દિપક ચોક્સી કહે છે કે, આ રાખડીઓની ખાસિયત એ છે કે રક્ષાબંધનના પર્વ બાદ તેને રક્ષાબંધન બાદ પેન્ડન્ટ અને હાથના લુઝ તરીકે પણ ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત આ રાખડીની ડિઝાઇન ખૂબ જ સુંદર અને આકર્ષણ રીતે બનાવવામાં આવી છે. હાલ રૂપિયા 4,00,000 થી લઈ 10 લાખ સુધીની રાખડીઓ ડિસ્પ્લે માં મુકવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, જે રીતે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ઊંચું આવ્યું છે ત્યારે આ વખતે લેબગ્રોન ડાયમંડથી પણ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓરિજિનલ ડાયમંડ જેવો જ લુક જોવા મળી રહ્યો છે. મુંબઈથી સ્પેશિયલ યુવતીઓ પોતાના ભાઈ માટે ગોલ્ડ અને ડાયમંડની રાખડીઓ પસંદ કરવા સુરત આવી પહોંચી છે.

અહીં તેમને અવનવી અને સુંદર રાખડીઓ પણ જોવા મળી હતી. ગોલ્ડનો ભાવ ઓછો થતા હાલ ઇન્વેસ્ટમેન્ટના ભાગ રૂપે બહેનો ગોલ્ડ અને ડાયમંડની રાખડીઓ વધુ પસંદ કરી રહી છે. આ રાખડીની ખરીદીથી તેમને જીવનભર બહેનની યાદ પણ આવતી રહેશે. હાલ તો માર્કેટમાં આ બંને રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, આ બે દિગ્ગજ નેતાઓ છોડી શકે છે કોંગ્રેસ અને જોડી શકે છે ભાજપમાં 

0

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ, આ બે દિગ્ગજ નેતાઓ છોડી શકે છે કોંગ્રેસ અને જોડી શકે છે ભાજપમાં

  • કોંગ્રેસને ચૂંટણી પહેલાં લાગશે ઝટકો. પૂર્વ સાંસદ રાજુ પરમાર અને પૂર્વ મંત્રી નરેશ રાવલ છોડશે કોંગ્રેસ. બંને નેતાઓ જોડાઈ શકે છે ભાજપમાં.

આ વિધાનસભાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે કપરા ચઢાણ બની રહેવાની છે. કારણ કે, એક તરફ ભાજપને ટક્કર, બીજી તરફ આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) એન્ટ્રી અને ત્રીજી તરફ પોતાના જ પક્ષના નેતાઓનો વિશ્વાસ ગુમાવી રહ્યું છે કોંગ્રેસ.

કોંગ્રેસ હાલ એકસાથે અનેક મોરચે લડી રહ્યું છે. પરંતુ પોતાના નારાજ નેતાઓને અન્ય પક્ષમાં જતુ રોકી શક્તુ નથી. નારાજગીનો આ દોર હવે સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના વધુ બે નેતા કોંગ્રેસ છોડવાની (Quit Congress) તૈયારીમાં છે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ (Former Home Minister Naresh Rawal) અને પૂર્વ સાંસદ રાજુ પરમાર જલ્દી જ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો હાથ પકડી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલ અને રાજુ પરમાર નારાજ થયા છે. પક્ષથી નારાજ બે દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમાર કોંગ્રેસને અલવિદા કરીને 17 ઓગસ્ટ ભાજપનો ખેસ પહેરશે. બંને નેતા બે દિવસમા કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.

આ બંને નેતા અહેમદ પટેલ જૂથના છે. જેઓ હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આ ઘટના ભૂકંપ સમાન છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લાં 10 વર્ષમાં 60 જેટલા નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા છે.

મહત્વનું છે કે, રાજ્યસભાની 2019માં ચૂંટણી પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યુ હતુ. રાજ્યસભા ચૂંટણી બાદ બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. સાથે જ ધારાસભ્ય હીરા પટેલ, સાગર રાયકા, જયરાજસિંહ પરમાર, હાર્દિક પટેલે પણ કેસરીયો ધારણ કર્યો છે.

ભાજપ તરફ પલાયન કોંગ્રેસને ભારે પડી શકે છે :

કોંગ્રેસના નેતાઓનું ભાજપ તરફી વલણ કોંગ્રેસને ભારે પડી શકે છે. વિશ્વાસ ગુમાવ્યા બાદ અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. સાથે જ કોંગ્રેસ મોવડીઓ પણ ‘જતા હોય તો જવા દો’ એમ કહીને જાણે પોતે જ પક્ષની દશા બેસાડવા બેસ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. હજી પણ બે દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ પલાયન કરી રહ્યાં છે. છતાં પક્ષને કંઈ પડી નથી. જો આવું ને આવુ ચાલતુ રહ્યું તો કોંગ્રેસ પોતાના જ નેતાઓનો વિશ્વાસ ગુમાવી દેશે.

નરેશ રાવલની નારાજગીનું કારણ શંકરસિંહ વાઘેલા :

કહેવાય છે કે, શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાથી આંતરિક વિવાદ ઉભો થયો છે. શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાથી નરેશ રાવલ નારાજ થયા છે.

રઘુ શર્માને પોતાનુ જ નિવેદન ભારે પડ્યું :

રઘુ શર્માએ પોતાના પક્ષના ધારાસભ્યોની કચરા સાથે સરખામણી કરી હતી. સોમનાથની મુલાકાતમાં રઘુ શર્માએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં કોણ કોણ પક્ષ છોડવાનું છે તેની મને ખબર છે. જે લોકો જીતી શકે તેમ નથી તેઓ પક્ષ છોડવાના છે. તો તે કચરાને લઈ બીજેપી શું કરશે? પ્રદેશ પ્રભારીએ કહ્યું હતું કે, મારી પાસે તમામ 182 વિધાનસભા બેઠકનો રિપોર્ટ છે. કોણ જીતે છે અને કોણ હારે છે તેની વિગતો છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે સટાસટી, ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો સર્જાયા, PSI ઈજાગ્રસ્ત

Clash between police and raiding

  • કુલ છથી સાત જેટલા આરોપીઓ રાજકોટ આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદના વતની હોવાનું પણ જાણવા મળ્યું છે.

બે જેટલા આરોપીઓ દાહોદના જાંબુવાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રાજકોટ (Rajkot) સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Rajkot special operation group)ની સતર્કતાને કારણે લૂંટ, હત્યા સહિતની ઘટના બનતા અટકી છે. રાજકોટ શહેરના પોશ એરિયા સમાન અક્ષર માર્ગ પર આવેલા ચિત્રકૂટ ધામ સોસાયટી શેરી નંબર-2માં રાજેશભાઈ પટેલ (Rajeshbhai Patel)ના મકાનમાં ત્રીજી તારીખના રોજ રાત્રિના અઢી વાગ્યા અરસામાં ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી.

ધાડપાડુ ગેંગના સભ્યો આ સોસાયટીની આસપાસ ફરી રહ્યા હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમના લોકોને મળી હતી. ધાડપાડુ ગેંગ ઘરમાં દરવાજો ખોલી અંદર ઘૂસે તે પૂર્વે જ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી જતા ગેંગના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

 સમગ્ર મામલે હાલ માલવીયા નગર પોલીસ મથકમાં આઇપીસીની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં સર્વે પણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કુલ છથી સાત જેટલા આરોપીઓ રાજકોટ આવ્યા હતા.

ગેંગના સભ્યો દ્વારા પોતાની સાથે લાવવામાં આવેલા અણીદાર પથ્થર સહિતના હથિયારો વડે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે ફાયરિંગના બનાવવામાં ગેંગના બે જેટલા સભ્યો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. તો બાકીના બે જેટલા સભ્યોની પોલીસે અટકાયત કરી લીધી છે.

પોલીસે ગુનાના કામે આરોપીઓ પાસે રહેલા ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે. જ્યારે કે સમગ્ર બનાવમાં પીએસઆઈ ધર્મેશ ખેરને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હાલ તેઓનું સ્વાસ્થ્ય સારું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ફરિયાદી પરિવારે જણાવ્યું છે કે, ભગવાન દ્વારકાધીશ પર અમને ખૂબ મોટો ભરોસો છે.

પોલીસ તમારા માટે કાળિયો ઠાકર બનીને આવી હતી. જો પોલીસ ન આવી હોત તો અમારા ઘરે ન બનવાની ઘટના બની હોત. અમે સમગ્ર મામલે સીપી સાહેબ, ગૃહ મંત્રી સહિતનાઓનો આભાર માનીએ છીએ.

 પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદના વતની હોવાનું પણ જાણવા મળ્યું છે. બે જેટલા આરોપીઓ દાહોદના જાંબુવાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હાલ આરોપીઓ પાસેથી ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે. આરોપીઓ સીસીટીવીમાં ન આવે તે માટે ગુનાખોરીને અંજામ આપતા પૂર્વે કેટલાક સીસીટીવી ઢાંકી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે હાલ માલવીયા નગર પોલીસ મથકમાં આઇપીસીની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં સર્વે પણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કુલ છથી સાત જેટલા આરોપીઓ રાજકોટ આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓ મૂળ દાહોદના વતની હોવાનું પણ જાણવા મળ્યું છે. બે જેટલા આરોપીઓ દાહોદના જાંબુવાના વતની હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે હાલ આરોપીઓ પાસેથી ત્રણ જેટલા વેપન પણ કબજે કર્યા છે. આરોપીઓ સીસીટીવીમાં ન આવે તે માટે ગુનાખોરીને અંજામ આપતા પૂર્વે કેટલાક સીસીટીવી ઢાંકી દીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસે ચોરી થતી અટકાવવાની સાથે સાથે બે આરોપીની ધરપકડ પણ કરી છે. બે આરોપી હાલ સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! દવાના પેકેજિંગમાં રહેલુ પ્લાસ્ટિક તેમાં ભળે તો દવા બની શકે છે ઝેર

Oh my God ! If the plastic

  • ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ પર ગુજરાતમાં ચોંકાવનારું સંશોધન કરાયું.

ફાર્મા પ્રોડક્ટસના (Pharma Products) પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ પર ગુજરાતમાં ચોંકાવનારું સંશોધન કરાયું છે. ફાર્મા પ્રોડક્ટસની પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક (Plastic) અને સમયાંતરે પ્રોડક્ટમાં આ પ્લાસ્ટિક ભળી જવા અંગેના સંશોધનની પેટન્ટને મંજૂરી મળી છે. ભારત સરકાર દ્વારા 20 વર્ષ માટે પેટન્ટને મંજૂરી આપવામાં આવી

જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના અધ્યાપક ડો. કશ્યપ ઠુમ્મરે રિસર્ચ કર્યું છે. ડો. કશ્યપ ઠુમર આ રિસર્ચ વિશે જણાવે છે  કે, 4 વર્ષની મહેનત અને પરિણામો બાદ અમને પેટન્ટ મેળવવામાં સફળતા મળી છે. પ્લાસ્ટિક જો આપણા શરીરમાં લાંબો સમય સુધી સંપર્કમાં રહે તો તેની વિવિધ આડ અસરો થતી હોય છે.

હોર્મોનનું અસંતુલન નંપુસકતા, પાચનતંત્ર અને કેન્સર જેવા જીવલેણ રોગો થવાની શક્યતા રહે છે. પરિણામ જોયા છે એ મુજબ ફાર્મા પ્રોડક્ટસ અને રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો જરૂર કરતા વધારે ઉપયોગ ટાળવો જોઈએ, જેથી પ્લાસ્ટિક દ્વારા થતી આડ અસરોને ટાળી શકાય.

તેમણે ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક કન્ટેનરમાંથી પ્રોડક્ટસમાં ભળતા પ્લાસ્ટિકનું પ્રમાણ હાઈ પરફોર્મન્સ થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેક્નિક (HPTLC) દ્વારા શોધ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ દવાનું પેકેજીંગ બદલાતા વાતાવરણથી પ્રોડક્ટ્સનું રક્ષણ કરે છે. પરંતુ જો પેકેજીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો હોય તો, એ પ્લાસ્ટિક તેમાં રહેલી પ્રોડક્ટસમાં સમયાંતરે ભળી જાય છે. અને જો આ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પ્રોડક્ટમાં રહેલું પ્લાસ્ટિક કન્ટેન્ટનું પ્રમાણ HPTLC ટેકનીકથી જાણી શકાય છે.

આ રીસર્ચ માટે ડો ઠુમ્મર અને જીટીયુના કુલપતિને જર્મની દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની ઇકો સિસ્ટમને જાળવી રાખવા માટે રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ થાય એ હવે સમયની માંગ બની છે.

આ પણ વાંચો :-