Sunday, Mar 23, 2025

અસલી ઠાઠ તો સુરતીઓનો, ભઈલું માટે બનાવડાવે છે 10 લાખની ‘ટુ ઈન વન’ રાખડી

3 Min Read

Surti’s ‘two in one’ rakhi

  • આ વર્ષે ગોલ્ડના ભાવ ઓછા થતા સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડમાંથી રાખડીઓ બનાવવામાં આવી છે. જેની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે.

ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતું સુરત શહેરમાં (Surat city) હવે તહેવારોમાં પણ ચકળાટ જોવા મળી રહ્યો છે. સુરતમાં રક્ષાબંધનનો પર્વ પણ ડાયમંડ અને ગોલ્ડ રાખડીઓથી (Diamond and Gold Rakhi) ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાલમાં જે રીતે ગોલ્ડના ભાવ ઘટ્યા છે. ત્યારે ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે સુરતના જ્વેલર્સ (Jewelers of Surat) દ્વારા ગોલ્ડ તથા ડાયમંડની રાખડીઓ બનાવવામાં આવી છે. આ રાખડીઓની કિંમત રૂ.4,00,000 થી 10 લાખ સુધીની છે.

હાલ બજારમાં આ બંને રાખડીઓની સારી ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. આ રાખડી મલ્ટી પર્પઝ છે. કારણે તેને પેન્ડન્ટ અને લુઝ તરીકે પણ ભાઈ બાદમાં પહેરી શકે છે. ભાઈ અને બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈની કલાઈ ઉપર અવનવી રાખડીઓ બાંધતી હોય છે.

ત્યારે આ વર્ષે ગોલ્ડના ભાવ ઓછા થતા સુરતના એક જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડમાંથી રાખડીઓ બનાવવામાં આવી છે. જેની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. જ્વેલરી શોપના માલિક દિપક ચોક્સી કહે છે કે, આ રાખડીઓની ખાસિયત એ છે કે રક્ષાબંધનના પર્વ બાદ તેને રક્ષાબંધન બાદ પેન્ડન્ટ અને હાથના લુઝ તરીકે પણ ઉપયોગ કરી શકશે.

આ ઉપરાંત આ રાખડીની ડિઝાઇન ખૂબ જ સુંદર અને આકર્ષણ રીતે બનાવવામાં આવી છે. હાલ રૂપિયા 4,00,000 થી લઈ 10 લાખ સુધીની રાખડીઓ ડિસ્પ્લે માં મુકવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, જે રીતે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ઊંચું આવ્યું છે ત્યારે આ વખતે લેબગ્રોન ડાયમંડથી પણ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઓરિજિનલ ડાયમંડ જેવો જ લુક જોવા મળી રહ્યો છે. મુંબઈથી સ્પેશિયલ યુવતીઓ પોતાના ભાઈ માટે ગોલ્ડ અને ડાયમંડની રાખડીઓ પસંદ કરવા સુરત આવી પહોંચી છે.

અહીં તેમને અવનવી અને સુંદર રાખડીઓ પણ જોવા મળી હતી. ગોલ્ડનો ભાવ ઓછો થતા હાલ ઇન્વેસ્ટમેન્ટના ભાગ રૂપે બહેનો ગોલ્ડ અને ડાયમંડની રાખડીઓ વધુ પસંદ કરી રહી છે. આ રાખડીની ખરીદીથી તેમને જીવનભર બહેનની યાદ પણ આવતી રહેશે. હાલ તો માર્કેટમાં આ બંને રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article