Swallow two cloves of garlic
- લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. લસણમાં આવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને તમામ રોગોથી બચાવવામાં મદદરૂપ હોય છે. અહીં જાણો ખાલી પેટ લસણ ખાવાના ફાયદા.
આયુર્વેદમાં લસણને ઔષધી (Garlic is medicinal) ગણવામાં આવે છે. વિટામીન B1, B6 અને C ઉપરાંત મેંગેનીઝ, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો લસણમાં મળી આવે છે. આ ઉપરાંત, તેમાં એલિસિન (Allicin) નામનું એક વિશેષ ઔષધીય તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ રીતે લસણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક (Beneficial) છે.
એવું કહેવાય છે કે જો રોજ ખાલી પેટે લસણની બે કળીઓ ગળી લેવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ મળે છે અને શરીર તમામ રોગોથી સુરક્ષિત રહે છે. આવો જાણીએ લસણના તમામ ફાયદાઓ વિશે.
પેટની સમસ્યાઓ થાય છે દૂર :
આયુર્વેદમાં પેટને અડધાથી વધુ રોગોનું મૂળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો લસણની બે કળીઓને સવારે ખાલી પેટ પાણી સાથે ગળવામાં આવે તો પાચન સંબંધી તમામ સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે દૂર થાય છે.
ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે :
લસણ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેને નિયમિત ખાવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમારું શરીર તમામ રોગો સામે લડવામાં સક્ષમ બને છે. શરીરને ડિટોક્સિફાય કરવાથી તમારા શરીર અને તમારી ત્વચા બંનેને ઘણા ફાયદા થાય છે.
બ્લડ શુગર કંટ્રોલ કરે છે :
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લસણ ખૂબ સારું માનવામાં આવે છે. તેમાં જોવા મળતું એલિસિન નામનું તત્વ લોહીમાં શુગરના લેવલને નિયંત્રિત કરે છે. જેમને ડાયાબિટીસ નથી તેઓ રોજ સવારે લસણનું સેવન કરે તો ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે.
આ પણ વાંચો :-