ગુજ્જુ બોયનું કોમનવેલ્થમાં શાનદાર પ્રદર્શન, હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ

Share this story

Gujju boy’s brilliant performance

  • કોમનવેલ્થ ગેમ્સ 2022 ના પાંચમાં દિવસે ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેને લઇને સમગ્ર ગુજરાત સહિત સુરત ખાતે હરમીતના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે..

કોમનવેલ્થ ગેમ્સ 2022નું (Commonwealth Games 2022) આયોજન બર્મિંગહામ કરવામાં આવ્યું છે. કોમનવેલ્થના પાંચમા દિવસે ભારતે ટેબલ ટેનિસમાં (Table tennis) ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ફાઈનલ મેચમાં સિંગાપોરને 3-1 થી હરાવ્યું છે. ભારત માટે ડબલ્સમાં હરમીત દેસાઈ (Harmeet Desai) અને સાથિયાન જ્ઞાનશેખરને (Sathiyan Gnanasekhar) દમદાર પ્રદર્શન કરી યોંગ ઇઝાક ક્વેક અને યુએન કોએન પેંગને હરાવ્યા.

મેન્સ સિંગલ્સની સરખામણીએ હરમીત દેસાઈએ સારું પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તમને જણાવી દઈએ કે, હરમિત દેસાઈ ગુજરાતના સુરતનો રહેવાસી છે. હરમિત દેસાઈએ ગુજરાતની સાથે દેશનું નામ રોશન કર્યું છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં કુલ 11 મેડલ મળ્યા છે. જેમાં પાંચ ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સ 2022 ના પાંચમાં દિવસે ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈએ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેને લઇને સમગ્ર ગુજરાત સહિત સુરત ખાતે હરમીતના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ટેબલ ટેનિસમાં હરમીતની જીતને માતાપિતાએ વધાવી હતી.

જોકે, હરમીત દેસાઈનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પહેલો ગોલ્ડ મેડલ નથી. પરંતુ અગાઉ કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ અને કોમનવેલ્થ ગેમ્સમાં એક ગોલ્ડ જીતી ચુક્યો છે. ત્યારે ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈના ભાઇને આ રમતનો શોખ છે.

હરમિતના મોટા ભાઈએ શરુઆતમાં તેને ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ તેની રમત વિકસી અને તેને અન્ય સુવિધાઓ પણ મળવા લાગી. વર્ષ 2019 માં તેને અર્જૂન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. હરમીત આ પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન રમતમાં મેડલ જીત્યા છે.

આ પણ વાંચો :