અરે બાપ રે ! દવાના પેકેજિંગમાં રહેલુ પ્લાસ્ટિક તેમાં ભળે તો દવા બની શકે છે ઝેર

Share this story

Oh my God ! If the plastic

  • ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ પર ગુજરાતમાં ચોંકાવનારું સંશોધન કરાયું.

ફાર્મા પ્રોડક્ટસના (Pharma Products) પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ પર ગુજરાતમાં ચોંકાવનારું સંશોધન કરાયું છે. ફાર્મા પ્રોડક્ટસની પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક (Plastic) અને સમયાંતરે પ્રોડક્ટમાં આ પ્લાસ્ટિક ભળી જવા અંગેના સંશોધનની પેટન્ટને મંજૂરી મળી છે. ભારત સરકાર દ્વારા 20 વર્ષ માટે પેટન્ટને મંજૂરી આપવામાં આવી

જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના અધ્યાપક ડો. કશ્યપ ઠુમ્મરે રિસર્ચ કર્યું છે. ડો. કશ્યપ ઠુમર આ રિસર્ચ વિશે જણાવે છે  કે, 4 વર્ષની મહેનત અને પરિણામો બાદ અમને પેટન્ટ મેળવવામાં સફળતા મળી છે. પ્લાસ્ટિક જો આપણા શરીરમાં લાંબો સમય સુધી સંપર્કમાં રહે તો તેની વિવિધ આડ અસરો થતી હોય છે.

હોર્મોનનું અસંતુલન નંપુસકતા, પાચનતંત્ર અને કેન્સર જેવા જીવલેણ રોગો થવાની શક્યતા રહે છે. પરિણામ જોયા છે એ મુજબ ફાર્મા પ્રોડક્ટસ અને રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો જરૂર કરતા વધારે ઉપયોગ ટાળવો જોઈએ, જેથી પ્લાસ્ટિક દ્વારા થતી આડ અસરોને ટાળી શકાય.

તેમણે ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક કન્ટેનરમાંથી પ્રોડક્ટસમાં ભળતા પ્લાસ્ટિકનું પ્રમાણ હાઈ પરફોર્મન્સ થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેક્નિક (HPTLC) દ્વારા શોધ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ દવાનું પેકેજીંગ બદલાતા વાતાવરણથી પ્રોડક્ટ્સનું રક્ષણ કરે છે. પરંતુ જો પેકેજીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો હોય તો, એ પ્લાસ્ટિક તેમાં રહેલી પ્રોડક્ટસમાં સમયાંતરે ભળી જાય છે. અને જો આ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પ્રોડક્ટમાં રહેલું પ્લાસ્ટિક કન્ટેન્ટનું પ્રમાણ HPTLC ટેકનીકથી જાણી શકાય છે.

આ રીસર્ચ માટે ડો ઠુમ્મર અને જીટીયુના કુલપતિને જર્મની દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની ઇકો સિસ્ટમને જાળવી રાખવા માટે રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ થાય એ હવે સમયની માંગ બની છે.

આ પણ વાંચો :-