Strange husband’s strong play
- સેજલ અને આશિષ વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા. તે દરમિયાન વલસાડની સ્થાનિક કોર્ટે આશિષને રૂ. 20 લાખ અને બે બાળકો માટે રૂ. 15 લાખ આપવાનો આદેશ આપ્યો હતો.
મણિનગરના (Maninagar) એક રહેવાસી પર મિલકત પચાવી પાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તે વ્યક્તિ પર સંયુક્ત મિલકત (joint property)માં 50% હિસ્સો પચાવી પાડવા પૂર્વ પત્નીના બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો. આ માટે વેજલપુરમાં સબ-રજિસ્ટ્રાર (Sub-Registrar) ઓફિસમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કરંજ પોલીસ સ્ટેશનમાં (Karanj Police Station) આ મામલે મંગળવારે FIR દાખલ (FIR filed at Karanj police station) કરવામાં આવી હતી.
વેજલપુરના સબ રજિસ્ટ્રાર મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, આશિષ દેસાઈએ 9 સપ્ટેમ્બર 2018ના રોજ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એક મહિલાને પોતાની પત્ની તરીકે રજૂ કરી તે મહિલાએ પોતાનું આધાર કાર્ડ (Aadhaar card) રજૂ કર્યું અને સ્વેચ્છાએ પ્રહલાદનરમાં સુરધારા સોસાયટીમાં આવેલા ઘરમાંથી પોતાનો 50% ભાગ આપી દીધો હતો.
આશિષ દેસાઈની પૂર્વ પત્ની સેજલ દેસાઈએ પોતાના વકીલના માધ્યમથી ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં રજૂઆત કરીને વકીલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, તેના પતિએ ખોટા દસ્તાવેજ બનાવીને રજૂ કર્યા અને તેને તેના અધિકારોથી વંચિત રાખી હતી.
સેજલે પોતાના સોગંદનામામાં રજૂઆત કરી કે, તેણે વલસાડથી પોતાનું આધાર કાર્ડ બનાવડાવ્યું છે અને તેની પાસે બીજું આધાર કાર્ડ પણ નથી અને તેની મંજૂરી પણ આપવામાં આવી નથી.
સેજલે જણાવ્યું કે, સબ રજિસ્ટ્રાર ઓફિસમાં મહિલા તરીકે ફોટો પડાવનાર મહિલાની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. ફૂટેજ અને આધાર કાર્ડનો ફોટો જોઈને સાબિત થાય છે કે, તે કોઈ બીજી મહિલા હતી.
આશિષે આ પ્રકારે બનાવટી દસ્તાવેજો (Fake document) રજૂ કરતા કોર્ટે 24 જૂનના રોજ આશિષ સામે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કારંજ પોલીસે આશિષ સામે ચિટીંગ અને ખોટા દસ્તાવેજ (forged documents) રજૂ કરવાના આરોપસર FIR દાખલ કરી હતી.
સેજલ અને આશિષ વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા, તે દરમિયાન વલસાડની સ્થાનિક કોર્ટે આશિષને રૂ. 20 લાખ અને બે બાળકો માટે રૂ. 15 લાખ આપવાનો આદેશ આપ્યો હતો. બે બાળકોની કસ્ટડી સેજલને આપવામાં આવી હતી.
આ પણ વાંચો :-