Home Blog Page 1358

લઠ્ઠાકાંડ ના થાય તો શું થાય ? ગુજરાતમાં અહીંથી ઝડપાઈ નકલી દારૂ બનાવવાની ફેકટરી

0

What happens if there is no riot

  • મોંઘી દાટ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભેળવી લોકોને પધરાવી દેવાતો. PCBએ બાતમીના આધારે આખું કારખાનું પકડ્યું.

બોટાદ કેમિકલકાંડ (Botad Chemical Scandal) હજી થમ્યો નથી પણ રાજયભરમાં બાદ દેશી દારૂનું (Desi liquor) વેચાણ કરતા લોકો પર પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. ત્યારે તાજેતરમાં જ આણંદમા નકલી દારૂ ફેકટરી બાદ અમદાવાદમાં પણ ગેરકાયદે ઈંગ્લીશ દારૂ (Illegal English liquor) બનાવતી ફેકટરી પકડાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ ભંગારના ગોડાઉનમાં બનતો ભેળસેળ દારૂ PCB ટીમે પકડી પાડ્યો છે. આ ગોડાઉનમા શકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બને આરોપી એસેન્સ (કલર) આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરરોજ અલગ અલગ મોંઘી કિંમતનો ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલોમાં સિલ કરીને વેચાણ કરતા હતા.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

પ્રાથમિક વિગતો અનુસાર શંકર મારવાડી નામના આરોપીએ આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક કિંમતે ભાડે રાખી હતી અને છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી દારૂની ખાલી બોટલો લાવીને નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા હતા. PCBની ટીમે ચોક્કસ હકીકત આધારે રેડ કરતા સામે આવ્યું કે અહીંયા તો આખું ગોડાઉન જ કાચની બોટલોથી ભરેલું હતું. નામ માત્ર ભંગારનું ગોડાઉનનું હતું પણ દરરોજ અહીંયાંથી 1 લાખથી વધારે કિંમતનો દારૂ વેચાતો હોવાની તેવી પ્રાથમિક માહિતી મળી છે.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર 

મહત્વનું છે કે પોલીસથી બચવા અને આ ગોડાઉનમાં અજાણ્યો વ્યક્તિ અંદર પ્રવેશી ના શકે તે માટે 3 કુતરાઓ રાખ્યા હતા. જેથી કોઈ બહારની વ્યક્તિ આવે તો ડાયરેકટ અટેક કરે. હાલ PCBએ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે શકર મારવાડી નામના ફરાર આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

 

શિક્ષકની કાળી કરતૂત ! ખાનગી ક્લાસિસના શિક્ષકે વિદ્યાર્થિનીને પીવડાવ્યો દારૂ, અર્ધ બેભાન હાલતમાં દીકરી ઘરે પહોંચી તો…..

Teacher’s black dress

  • વડોદરાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાંથી દરેક વાલીઓએ શીખ લેવાની જરૂર છે.

વડોદરાના (Vadodara) નિઝામપુરા વિસ્તારમાં (Nizampura area) આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે બદઇરાદાથી ક્લાસમાં આવતી ધો. 10ની વિદ્યાર્થિનીને દારૂ પીવડાવતા તેની તબિયત લથડી (Ill health) ગઇ હતી. આથી વિદ્યાર્થિનીની તબિયત બગડ્યા બાદ ગભરાઇ ગયેલ શિક્ષક અર્ધ બેભાન હાલતમાં વિદ્યાર્થિનીને તેના ઘરે મૂકી આવ્યો હતો.

લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી :

જો કે અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇને તેની માતા પણ ચોંકી ઉઠી હતી. આથી, દીકરીની હાલત માટે શિક્ષક જવાબદાર હોવાનો આરોપ મુકતી ફરિયાદ પણ પોલીસ મથકમાં કરવામાં આવી. જેથી ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે શિક્ષક પ્રશાંત ખોસલાની અટકાયત કરી હતી.

આ મામલે ફતેગંજ પોલીસ મથકના પી.આઇએ જણાવ્યું કે, શહેરના નિઝામપુરાના અર્પણ કોમ્પ્લેક્સમાં એક ખાનગી ટ્યુશન ક્લાસ આવેલ છે. જેમાં પ્રશાંત નામના શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી ધો. 10ની વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ બેસાડી રાખી હતી. જ્યારે ટ્યુશનનો સમયગાળો પૂર્ણ થતા અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યાં હતા.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

બાદમાં બપોરના 3:30થી રાત્રિના 8:30 દરમિયાન વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતું. જો કે, શિક્ષકે કયા કારણોસર વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવ્યું હતું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ માતાની ફરિયાદના આધારે હાલમાં પોલીસે શિક્ષકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે વિદ્યાર્થિની પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેની પણ વધુ તપાસ ચાલી રહી છે.

ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની અટકાયત કરી :

આથી આ કિસ્સા પરથી વાલીઓએ પણ ચેતવા જેવું છે. વાલીઓએ પણ પોતાના દીકરા-દીકરીઓના અભ્યાસ અને તેની લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું જોઇએ. જેથી તેની સાથે કોઇ અજુગતી ઘટના ન ઘટે.

આ પણ વાંચો :-

અંતિમ તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યું તો હવે શું થશે ? અહીં જાણો

0

What will happen if income tax

  • આવકવેરા રિટર્ન કે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 હતી. જો તમે આ છેલ્લી તારીખ સુધીમાં ITR નથી ભર્યું તો તમારે ઈન્કમ ટેક્સ વિભાગની તપાસ સહિતના અનેક નુકસાનમાંથી પસાર થવું પડી શકે છે.

નાણાકીય વર્ષ ITR 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાનો છેલ્લો દિવસ 31 જુલાઈ, 2022 હતો. જો તમારી આવક રૂ. 2.5 લાખથી વધુ હોય તો તમારે ITR ફાઇલ કરવું આવશ્યક છે. નક્કી કરેલ સમયમર્યાદા (ITR deadline) સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઇલ (File Income Tax Return) ન કરવાથી તમે ટેક્સ વિભાગ (Tax Department)ની તપાસ પ્રક્રિયાને આમંત્રણ આપી રહ્યા છો.

કેટલીકવાર ITR ભરવાની સમયમર્યાદા લંબાવવામાં આવે છે. મહામારીને કારણે નાણાકીય પડકારોનો સામનો કરી રહેલા કરદાતાઓને રાહત આપવા માટે સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષમાં સમયમર્યાદા લંબાવી હતી. પરંતુ, આ પ્રકારના એક્સ્ટેંશન પર આધાર રાખશો નહીં. નિયત તારીખ પહેલાં તમારા ITR ફાઇલ કરીને દંડ, નહિ ચૂકવેલા કર પરનું વ્યાજ તેમજ કાનૂની સ્ક્રૂટીનીથી બચી શકો છો.

તમારું ITR એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેમાં તમારી આવક અને નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલા કર વિશેની માહિતી હોય છે. નિયત તારીખ પછી ફાઇલ કરવામાં આવેલ ITRને વિલંબિત રિટર્ન (belated returns) ગણવામાં આવે છે. જો તમે નિયત તારીખ સુધીમાં તમારું રિટર્ન ફાઇલ નહીં કરો તો તેના શું પરિણામ આવી શકે તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

પેનલ્ટીનો ભોગ બનવું પડે :

આવકવેરા રિટર્ન સમયસર ભરવાથી તમે જવાબદાર કરદાતા બનો છો. પણ જો તમે સમયમર્યાદા ચૂકી ગયા હોવ તો ચિંતા કરશો નહીં; તમે હજુ પણ 31 ડિસેમ્બર, 2022 સુધીમાં તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો. જો કે આ માટે કરપાત્ર આવક રૂ. 5 લાખ કરતાં વધુ હોય તો રૂ.5000 નો દંડ ચૂકવવો પડશે અને જો તમારી કરપાત્ર આવક રૂ. 5 લાખ કરતાં ઓછી હોય તો રૂ.1000 દંડ ભરવો પડશે.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

તેમજ કલમ 234F મુજબ વર્ષ 2021-22 માટે કોઈપણ નહિ ચૂકવેલા કર પરનું વ્યાજ પણ ભરવું પડશે. જો તમારી આવક રૂ. 2.5 લાખથી ઓછી છે અને તમે ડોક્યુમેન્ટેશન માટે તમારું રિટર્ન ફાઇલ કરી રહ્યાં હોવ તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.

વ્યાજની ચુકવણી : 

તમારે ધ્યાનમાં રાખવાનો બીજો મહત્વનો મુદ્દો એ છે કે, છેલ્લી તારીખ પછી તમારું રિટર્ન ભરવાથી બાકી રકમ પર 1% વ્યાજ લાગશે. બાકી રકમ 31 જુલાઈથી લાગેલ વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. વ્યાજની ગણતરી સમયમર્યાદા પૂરી થાય તે દિવસથી શરૂ થશે. તેથી તમે તમારા રિટર્ન ભરવામાં જેટલું વિલંબ કરશો, તેટલી વધુ રકમ તમારે વ્યાજની ચુકવણી તરીકે ચૂકવવી પડશે. તેથી તમારે સમયસર રિટર્ન ફાઇલ કરવું જોઈએ.

કાનૂની કાર્યવાહી થઈ શકે :

જો તમે તમારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરો અથવા ના ભરો, તો આવકવેરા વિભાગ તમારા કારણોને સમજવા માટે કાનૂની નોટિસ મોકલી શકે છે. જો ટેક્સ વિભાગ તમારા ખુલાસાથી સંતુષ્ટ ન થાય, તો તે તેની કાનૂની સત્તા મુજબ વાત આગળ વધારી શકે છે.

આ પણ વાંચો :-

ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

Doctor ruined in online gambling

  • તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.

પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાનું અપહરણ (kidnapping) થયું હોવાનું તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (ahmedabad crime branch) સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ (police control room)ને એક કોલ મળ્યો હતો જેમાં એક ડોક્ટરનું અપહરણ થયાનો મેસેજ સમગ્ર શહેર પોલીસને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખના હોસ્પિટલ ચલાવતા ડોક્ટરનું અપહરણ થયું છે અને અપહરણકર્તાઓએ રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગી છે સમગ્ર બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ સમગ્ર કેસમાં તપાસમાં જોતરાઇ ગઇ હતી.

જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરના લોકેશન ટ્રેસ કરવાની કામગીરી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી હતી જેમાં ડોક્ટર સંકેત શાહ તેમનું અપહરણ થયું છે તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના પિતાના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો અને બાદમાં અલગ-અલગ મેસેજ પણ આવ્યા હતા જેમાં તમારા દીકરાનું અપહરણ થયું છે અને રૂપિયા ૧૫ લાખ તૈયાર રાખજો તેવી ગર્ભિત ચીમકી ભર્યા મેસેજ પણ કરવામાં આવ્યા હતા આ તમામ બાબતોનો ટેકનીકલ એનાલિસિસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધુ હતું.

ડોક્ટર સંકેત શાહ આજે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયા છે. કારણ માત્ર એક જ છે કે તેમણે પોતાનું અપહરણ થયા હોવાનું મેસેજ તેમના પિતાને કર્યો હતો અને ખંડણીના ભાગ સ્વરૂપે રૂપિયા ૧૫ લાખની માંગણી કરી હતી આ તમામ તરકટ રચવા પાછળનો મુખ્ય કારણ એ હતું કે ડોક્ટર સંકેત શાહ ઓનલાઇન પર ગેમમાં જુગાર રમતો હતો અને હારી જતાં તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આ પ્રકારનો ગુનો આચર્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ ખુદ પોતે ડોક્ટરે જ કબૂલી છે.

ઉપરાંત ડોક્ટર સંકેત શાહે અગાઉ પણ પોતાનો અકસ્માત થયો છે અને રૂપિયા ૧૨ લાખ સામેવાળા માંગે છે તેમ કહીને પોતાના પિતા પાસેથી આ રૂપિયા માંગ્યા હતા. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી એવા ડોક્ટરની કડકાઈપૂર્વક પૂછપરછ કરી.

ત્યારે એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી હતી કે વર્ષ 2015થી 2019 દરમિયાન બેંગ્લોરમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા તે સમયે પણ પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાના જ ડોક્ટર મિત્રો પાસેથી 26 લાખ 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.

ડોક્ટરનો વ્યવસાય આપણા સમાજમાં ઉચ્ચ દરજ્જાનો વ્યવસાય માનવામાં આવે છે અને આવા જ પ્રકારના લોકો જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે સમાજમાં એક ખોટું મેસેજ પણ પહોંચે છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને સ્થાનિક ખોખરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

‘સેટિંગ થઈ ગયું છે’ મેસેજ આપવા માટે PM મોદીને મળે છે મમતા, ઘોષના નિવેદનથી બબાલ, જાણો શું છે સમગ્ર મામલો

0

PM Modi meets Mamata to give message

  • એક તરફ જ્યાં ટીએમસી સાંસદ વર્તમાન સત્રમાં મોંઘવારી સહિત વિવિધ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર અને તેની નીતિઓનો વિરોધ કરી રહ્યાં છે. તો મમતા સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટર્જી ઈડીની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે. તેવામાં પીએમ મોદી સાથે થનારી મમતા બેનર્જીની મુલાકાતને લઈને તમામ પ્રકારના નિવેદન સામે આવી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે. તો ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે (Dilip Ghosh) મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી પ્રધાનમંત્રી મોદીની સાથે પોતાની બેઠકોનો ઉપયોગ તે સંદેશ આપવા માટે કરે છે કે સેટિંગ થઈ ગયું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ વાત પર ધ્યાન આપવું જોઈએ. તેમણે મમતાની ઝાળમાં ન આવવું જોઈએ.

તો તૃણમૂલ કોંગ્રેસે ભાજપના આ આરોપોને નકાર્યા છે. ટીએમસી નેતા સુખેંદુ શેખર રોયે કહ્યુ, ‘અમારા વિરોધી પાયાવગરના આરોપ લગાવે છે.’ સૂત્રોએ જણાવ્યું કે ટીએમસી પ્રમુખ દિલ્હીમાં સાંજે રાજ્યસભા સાંસદ સુખેંદુ શેખર રોયના આવાસ પર પાર્ટી સાંસદો સાથે મુલાકાત કરશે. બેનર્જી સાંસદો સાથે વર્તમાન ચોમાસુ સત્ર અને 2024 લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી શકે છે. આ સિવાય તે હાલમાં પશ્ચિમ બંગાળમાં જાહેર થયેલા નવા સાત જિલ્લાના નામોને લઈને સૂચન પણ માંગશે.

મમતા બેનર્જી ગુરૂવારે સાંજે ચાર દિવસીય પ્રવાસે દિલ્હી પહોંચી ગયા છે. મમતા બેનર્જી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. તો તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પણ શુભેચ્છા મુલાકાત લઈ શકે છે.

પીટીઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું કે મમતા બેનર્જી પીએમ મોદી સાથે પશ્ચિમ બંગાળ માટે જીએસટીની બાકી રકમ સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરી શકે છે. સૂત્રો પ્રમાણે બેનર્જી સંસદના કેન્દ્રીય કક્ષમાં જવા અને વિપક્ષના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ છે. આ સિવાય તે વિપક્ષી નેતાઓ સાથે બેઠકમાં પણ જોવા મળી શકે છે.

નીતિ આયોગની બેઠકમાં થશે સામેલ :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત ઓગસ્ટે નીતિ આયોગની સર્વોચ્ચ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં કૃષિ, અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. પરિષદની આ બેઠક નિયમિત રીતે યોજાઈ છે. તેની પ્રથમ બેઠક આઠ ફેબ્રુઆરી 2015ના યોજાઈ હતી. પાછલા વર્ષે આ બેઠકમાં મમતા બેનર્જી સામેલ થયા નહોતા.

આ પણ વાંચો :-

સરકારની મોટી ‘ભેટ’! આ લોકોના વીજળી બિલ માફ કર્યા; રીકનેક્શનનો ખર્ચ પણ આપશે 

0

The government’s big ‘gift’

  • સરકારે 31 ડિસેમ્બર, 2021 સુધીના બાકી વીજ બિલો માફ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ભગવંત માન સરકારનું આ પગલું આમ આદમી પાર્ટીના ચૂંટણી વચનોનો એક ભાગ છે.

પંજાબ સરકારે (Punjab Govt) ઘરેલું કેટેગરીના તમામ ગ્રાહકોના વીજ બિલ માફ (Electricity bill waived) કરવાની જાહેરાત કરી છે. આનાથી પંજાબના લાખો લોકોને મોટી રાહત મળી છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, સરકારે 31 ડિસેમ્બર, 2021 સુધીના બાકી વીજળી બિલને માફ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ભગવંત માન (Bhagwant Hon) સરકારનું આ પગલું આમ આદમી પાર્ટીના ચૂંટણી વચનોનો એક ભાગ છે.

પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) દ્વારા પણ આ સંદર્ભમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પંજાબના પાવર મિનિસ્ટરે સરકારના આ નિર્ણયને ડિફોલ્ટર ઘરેલું વીજળી ગ્રાહકો માટે રાહતનું પગલું ગણાવ્યું છે.

ચૂંટણીમાં વચન આપ્યું હતું :

નોંધનીય છે કે પંજાબ સરકારે ચૂંટણી પહેલા વીજળી બિલ માફ કરવાનું વચન આપ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનની સરકારે 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ ઘરેલું કેટેગરીના ગ્રાહકોના બાકી વીજ બિલો માફ કરી દીધા છે. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) એ આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે.

ઉર્જા મંત્રી હરભજન સિંહે માહિતી આપી છે કે જેમણે 30 જૂન, 2022 સુધી તેમના બાકી લેણાં ચૂકવ્યા નથી, તેમના 31 ડિસેમ્બર, 2021 સુધીના બાકી વીજળી બિલ માફ કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી લોકોને મોટી રાહત મળી છે.

પુનઃ જોડાણ માટેનો ખર્ચ મળશે:

એટલું જ નહીં, સરકારે કહ્યું છે કે ફરીથી કનેક્શન લેવાનો ખર્ચ પણ આપવામાં આવશે. ઉર્જા મંત્રી હરભજન સિંહે કહ્યું કે જે વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. જે પુનઃસ્થાપિત કરવા શક્ય નથી તે અરજદારની વિનંતી પર PSPCL દ્વારા ફરીથી જારી કરવામાં આવશે.

સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, પૂજા સ્થાનો, સરકારી રમતગમત સંસ્થાઓ, લશ્કરી આરામ ગૃહો, સરકારી સહાયિત શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રાલયો વગેરે જેવા અન્ય તમામ ગ્રાહકોને આ માફી યોજના હેઠળ આવરી લેવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે સરકાર રાજ્યના તમામ પાત્ર રહેવાસીઓને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપી રહી છે.

આ પણ વાંચો :-

કોઈ સગાંને હાર્ટ અટેક આવે ત્યારે શું કરશો ? આટલી તો ખબર હોવી જ જોઈએ, કોઈનો જીવ બચી જશે

What to do when a relative

  • ભારતમાં હાર્ટની બિમારીથી પીડિત દર્દીઓની સંખ્યા વધારે છે, તેથી તમને આ વાતની જાણકારી આવશ્ય હોવી જોઈએ કે જો તમારા નજીકના સંબંધીને હાર્ટ એટેક આવી જાય તો તેનુ જીવન બચાવવા માટે તમે શું કરશો.

આજકાલ માણસને અલગ-અલગ પ્રકારની બિમારીઓએ ઘેરી રાખ્યો છે. પરંતુ ઘણા બધા મૃત્યુ હાર્ટ એટેક (Heart attack) અને હાર્ટ ફેલ એટલેકે હૃદય કામ કરતા અટકી જાય તેનાથી થાય છે. અમુક રિપોર્ટસ મુજબ દર વર્ષે 2 કરોડ લોકોના મોત હાર્ટની સમસ્યાને કારણે થાય છે. તો એવામાં જાણવુ જરૂરી છે કે હાર્ટ એટેકની સ્થિતિમાં તમારે શું કરવુ જોઈએ અને કઈ સાવધાની રાખવી જોઈએ જેનાથી દર્દીનો જીવ બચી જાય.

હાર્ટ એટેક શું છે ?

હાર્ટની ધમની એટલેકે કોરોનરી આર્ટરીમાં પ્લાક જેવુ તત્વ જમા થાય છે, જેનાથી રક્ત પ્રવાહમાં અવરોધ આવે છે. એવામાં હાર્ટ સુધી લોહી પહોંચતુ નથી અને હાર્ટ એટેક આવે છે.

હાર્ટ એટેક આવવાની સ્થિતિમાં શું કરવુ જોઈએ ?

હોસ્પિટલ લઇ જવામાં સમય થઇ શકે છે, એવામાં પહેલા પોતાના લેવલ પર પ્રારંભિક સારવાર આપવાનુ શરૂ કરી દો. પીડિતની છાતીની બિલ્કુલ વચ્ચે વજન આપીને ધક્કો મારો. સેન્ટર પોઈન્ટને પ્રેસ કરવાથી શ્વાસ અટકી જાય છે. દર્દીને ભાનમાં લાવવા માટે 1 મિનિટમાં 100-120 વખત ધક્કો આપતા રહો.

પરંતુ ધ્યાન રાખો કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાના પ્રયાસ કરો. આ પ્રોસેસને સીપીઆર કહેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયાને સમય પહેલા અપનાવવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે.

હાર્ટના દર્દીએ કઈ-કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ ?

હાર્ટની સમસ્યાનુ સૌથી મોટુ કારણ ખરાબ ભોજન અને બેકાર જીવનશૈલી છે. હાર્ટ એટેકના દર્દીનુ ખાન-પાન આરોગ્યપ્રદ રહેવુ જરૂરી છે. કોઈ પણ એવુ ફૂડ જેનાથી કોલેસ્ટ્રોલ વધવાનુ જોખમ છે, તેને બિલ્કુલ નજરઅંદાજ કરવુ જોઈએ. જેમ કે તળેલુ ભોજન, મસાલાવાળુ ભોજન, ફાસ્ટ ફૂડ, ફેટી ભોજન, દારૂ અને ધુમ્રપાન આ ઉપરાંત લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડનું પણ સેવન ના કરવુ જોઈએ.

આ પણ વાંચો :-

 

જેનો ડર હતો એ જ બન્યું ! આખરે ગુજરાતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયો !

What was feared happened

  • જામનગરની GG હોસ્પિટલમાં મંકી પોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી દાખલ કરવામાં આવ્યો છે. નાગનાથ ગેટ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પુરુષને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં મંકીપોક્સનો (Monkeypox) શંકાસ્પદ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જામનગરમાં (Jamnagar) મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. મંકીપોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી (Suspicious patient) જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર્દી દાખલ કરવામાં આવ્યો છે. હાલ દર્દીના નમૂના ગાંધીનગરના લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યારે આઈસોલેશન વોર્ડમાં (Isolation Ward) દર્દી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરની GG હોસ્પિટલમાં મંકીપોક્સના લક્ષણ ધરાવતો શંકાસ્પદ દર્દી દાખલ કરવામાં આવ્યો છે. નાગનાથ ગેટ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પુરુષને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ દર્દીના નમુના લઇને ગાંધીનગરના લેબમાં મોકલવામાં આવ્યા છે. બીજી બાજુ GG હોસ્પિટલની નવી બિલ્ડીંગમાં આઈસોલેશન વોર્ડમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દીને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં મંકીપોક્સના કેસો વધી રહ્યા છે ત્યારે મંકીપોક્સનું ઈન્ફેકશન હોઈ તો શું કરવુ અને શું ન કરવુ તેને લઈને આરોગ્ય મંત્રાલયે યાદી બહાર પાડી છે.

મંકીપોક્સ ચેપ શું છે: :

મંકીપોક્સ વાસ્તવમાં શીતળા જેવો જ દુર્લભ વાયરલ ચેપ છે. તે સૌપ્રથમ 1958 માં સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં મળી આવ્યું હતું. એકવાર આ રોગ વાંદરાઓમાં ફેલાયો હતો. તેથી તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યું હતું. માનવીઓમાં મંકીપોક્સનો પ્રથમ કેસ 1970માં નોંધાયો હતો. આ રોગ મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. વાયરસ પાક્સવિરીડે પરિવારથી સંબંધિત છે, જેમાં શીતળાનું કારણ બને તેવા વાયરસનો પણ સમાવેશ થાય છે.

જાણો તેના લક્ષણો શું છે :

તાવ અને ફોલ્લીઓ જેવા લક્ષણો મોટે ભાગે મંકીપોક્સના દર્દીઓમાં જોવા મળે છે. મંકીપોક્સ શીતળા કરતાં પણ ઓછું ચેપી છે. આના કારણે થતી સમસ્યાઓ પણ શીતળા કરતાં ઓછી ઘાતક હોય છે. તેના લક્ષણો બે થી ચાર અઠવાડિયા સુધી દેખાય છે. જો કે, કેટલાક દર્દીઓ ગંભીર હોઈ શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ ફોલ્લીઓના દેખાવથી લઈને તમામ ફોલ્લીઓના સ્કેબના પતન સુધી ચેપનો શિકાર બની શકે છે. આમાં મૃત્યુ દર 1 થી 10 ટકા હોઈ શકે છે.

અલગ રીતે ફેલાય છે મંકીપોક્સ

WHO અનુસાર અત્યાર સુધીમાં લગભગ 80 કેસની પુષ્ટિ થઈ છે અને લગભગ 50 કેસની તપાસ ચાલી રહી છે. સર્વેલન્સ વિસ્તરણ થતાં વધુ કેસ આવવાની શક્યતા છે. WHOએ કહ્યું કે આ વાયરસ કોરોના કરતા અલગ રીતે ફેલાય છે. આ વાયરસ દર્દીના ઘામાંથી બહાર આવ્યા પછી આંખ, નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સિવાય મંકીપોક્સ વાંદરાઓ, ઉંદરો, ખિસકોલી જેવા પ્રાણીઓના કરડવાથી અથવા તેમના લોહી અને શરીરના પ્રવાહીને સ્પર્શવાથી પણ ફેલાય છે.

આ પણ વાંચો :-

05 ઓગસ્ટ 2022, રાશિફળ : આ 6 રાશિના લોકોને સાઈબાબાની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

05 August 2022, Horoscope Gujarat Guardian

મેષઃ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગિતથી આનંદ છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ

વૃષભઃ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ

મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ

દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય આથી આવક વધે. ઠંડા પીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ..

સિંહઃ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ ‌

સૌંદર્ય, કલા અને રસીક તત્ત્વમાં ખર્ચ થાય આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુ ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્ની સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી, ધંધામાં શાંતી રાખવી.

ધનઃ

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે અેનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેર બજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું સંતાન સુખ સારૂં.

આ પણ વાંચો :-

હજુ બીજા 5 દિવસ EDની કસ્ટડીમાં જ રહેશે સંજય રાઉત, કોર્ટે આપ્યો જોરદાર ઝટકો

0

Sanjay Raut will remain in the

  • આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયા બાદ તેમને EDની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં, વિશેષ અદાલતે EDની કસ્ટડીમાં મોકલ્યા.

મહારાષ્ટ્રમાં (Maharashtra) પાત્રા ચાલ કૌભાંડ કેસમાં (Patra Chal scam case) EDના નિશાના પર આવેલા શિવસેનાના સાંસદ સંસદ રાઉતને (MP Parliament Raut) વધુ એક ઝટકો લાગ્યો છે. EDની વિશેષ અદાલતે રાઉતને 8 ઓગસ્ટ સુધી તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે. એટલે કે હવે તેને વધુ 5 દિવસ કસ્ટડીમાં રહેવું પડશે. તમને જણાવી દઈએ કે, આજે રાઉતની કસ્ટડી પૂરી થયા બાદ EDએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા.

શિવસેના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ કૌભાંડ કેસમાં સતત મુશ્કેલી વધી રહી છે. કોર્ટે રાઉતને 8 ઓગસ્ટ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલી દીધા છે. તમને જણાવી દઈએ કે, આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયો હતો, ત્યારબાદ તેમને EDની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. કોર્ટે તેમને વધુ 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

ઉલ્લેખનીય છે કે, રાઉતને 1 ઓગસ્ટના રોજ EDની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં હતા. જ્યાં EDએ તેમની 8 દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા. જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 31 ઓગસ્ટની મધ્યરાત્રિએ એટલે કે બપોરે 12.30 વાગ્યે PMLA હેઠળ સંજયની ધરપકડ દર્શાવી હતી.

સંજયના ભાઈએ શું કહ્યું હતું ? 

સંજય રાઉતની ધરપકડ અંગે ભાઈ સુનીલ રાઉતે કહ્યું હતું કે ED સંજય રાઉતથી ડરે છે તેથી તેની ધરપકડ કરી છે. સુનીલે કહ્યું હતું કેમ નકલી દસ્તાવેજોની મદદથી સંજય રાઉતને પાત્રા ચાલ સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમનો અવાજ દબાવવા માટે જ આ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-