Home Blog Page 1357

 તંત્રની ઘોર બેદરકારીને લીધે બાળકી ખાબકી ભૂગર્ભ ગટરમાં અને લેવાયો માસુમનો જીવ

0

Due to the gross negligence

  • દુર્ભાગ્યવશ કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી. પાલિકાની ઘોર બેદરકારીએ એક સાત વર્ષની બાળકીનો જીવ લીધો હતો.

રાજ્યમાં બાળકો ખુલ્લા બોર કે ગટરોમાં ગરકાવ (Clogging in drains) થવાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે વિસનગરના (Visanagar) શુકન હોટલ આગળ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં 7 વર્ષની બાળકી ખાબકી હતી. રાજ્યના આરોગ્ય મંત્રીના નિવાસસ્થાન નજીક આ ઘટના બની હતી. બાળકીને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી. પાલિકાની ઘોર બેદરકારીએ એક સાત વર્ષની બાળકીનો જીવ લીધો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્યમંત્રીના નિવાસ સ્થાનેથી થોડે દૂર શુકન હોટલ આગળ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં 7 વર્ષની બાળકી ગટરની લાઈનમાં ફસાઈ હતી. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યૂ કામગીરી હાથ ઘરવામાં આવી હતી. જો કે બે કલાકની ભારે જહેમત બાદ બાળકીને બચાવી શકાઈ નથી.

ભૂગર્ભ ગટરમાં બાળકીની હાલત ગંભીર થતી જઈ રહી હતી. અંતે પાલિકાના પાપે માસૂમે પોતાનો જીવ ખોયો હતો. આ ઘટનામાં બાળકીને બહાર કાઢીને તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળાં વળ્યાં હતા અને બાળકીને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. બાળકી વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી. એટલું જ નહીં જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી.

ફાયરની ટીમે બાળકીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. વરસાદ ચાલુ હોવાથી ગટર લાઈનમાં ફૂલ પાણી ચાલુ હતું તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. છેલ્લા બે કલાકથી બાળકી ફસાઈ હતી, જે અંતે મળી આવી હતી. ઘટનાને પગલે રોડ તોડવાની પણ કામગીરી કરવામાં આવી હતી. જો કે સમગ્ર ઘટનાને પગલે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી.

આ પણ વાંચો :-

06 ઓગસ્ટ 2022, બજરંગબલીની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય હીરાની જેમ ચમકી ઉઠશે

06 August 2022 Gujarat Guardian

મેષ :
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભ :
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુન :
વાહનસુખ મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂ રહે.

કર્ક :
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય.  પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત સત્રુઓથી સાવધ રહેવું.

સિંહ :
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાય.

કન્યા :
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેન થી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલા :
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપશ્ન તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિક :
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધન :
નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર :
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃ‌િધ્ધ‌ થાય.

કુંભ :
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય.અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીન :
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે.

આ પણ વાંચો :

રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસશે સાંબેલાધાર

0

Heavy to very heavy rain forecast

  •  પાંચમી તારીખે એટલે આજે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ, જામનદર, અરરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ખેડા, દાહોદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં (Gujarat weather) ફરીથી 48 કલાક ભારેથી અતિભારે (Heavy to very heavy) વરસાદની આગાહી (weather forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ (Manorama Mohanty) રાજ્યના હવામાન (Weather forecast) અંગે આગાહી કરી છે. તેમણે જ્ણાવ્યું છે કે રાજ્યમાં 48 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં આવતા 24 કલાકમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

પાંચમી તારીખે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ. જામનદર, અરવલ્લી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ખેડા, દાહોદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છઠ્ઠી તારીખે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીની શક્યતા નથી. પરંતુ કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી તારીખે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

આઠમી તારીખે જુનાગઢ, ગીર સોમનાથ નવસારી વલસાડ ડાંગમાં અતિભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.

નવમી તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, મહિસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

માતા માટે બે પુત્રો એવા બાખડ્યા કે, કોર્ટે 86 વર્ષની માતાને હાજર રહેવા કર્યો આદેશ

0

The court ordered the 86-year

  • મોટા ભાઈએ આ વાતનો વિરોધ કર્યો હતો અને તેણે તેના નાના ભાઈ સામે FIR કરી હતી. નાના પુત્રએ આરોપ મૂક્યો છે કે, મોટા ભાઈએ સંપત્તિના વિવાદના કારણે તેનો વિરોધ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) મંગળવારે એક વ્યક્તિને પોતાની 86 વર્ષીય માતાને બુધવારે કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો છે. નાના ભાઈએ ફરિયાદ કરી હતી કે, મોટા ભાઈએ ગેરકાયદાકીય (Illegal) રીતે માતા પિતાને પોતાની પાસે રાખ્યા છે. મોટા ભાઈ અન્ય ભાઈ બહેનોને તેના માતા પિતાને મળવા દેતો નથી અને હાલમાં તે વાડજમાં (Wadge) રહે છે.

મંગળવારે મોટા પુત્રને તેની માતાને કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો છે. મોટા પુત્રએ કોર્ટમાં અનેક પ્રકારના બહાનાઓ બતાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની માતાની તબિયત સારી નથી અને તે કોર્ટમાં આવી નહીં શકે. કોર્ટે આદેશ આપ્યો છે કે, માતાને કોઈપણ કિંમતે કોર્ટમાં રજૂ કરવામાં આવે. જો જરૂર પડે તો તેમને ડોકટર સાથે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે.

જજે જણાવ્યું હતું કે, જો વૃદ્ધ મહિલાને નેબ્યુલાઈઝર સાથે લાવવામાં આવે છે, તો કોર્ટ મહિલા સાથે થોડો સમય વાત કરવા ઈચ્છે છે. કોર્ટ તે મહિલાની ઈચ્છા જાણવા માંગે છે કે શું તે મોટા પુત્ર સાથે રહેવાની ઈચ્છા ધરાવે છે.

કોર્ટે પિતાને કોર્ટમાં રજૂ કરવા અંગે વધુ ભાર આપ્યો નથી. અરજીકર્તાના પિતા કેન્સરથી પીડિત છે અને તેમને લકવો છે. ઉપરાંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. જજે અરજીકર્તા નાના પુત્રએ કરેલ દાવાને વેરિફાઈ કરવા માટે માતાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. નાના ભાઈએ મોટા ભાઈ પર આરોપ મુક્યો છે કે તે તેના માતા પિતાને મળવા દેતો નથી અને તેમને ફોન પર સ્વતંત્ર રીતે વાત કરવાની મંજૂરી પણ આપી નથી.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

વર્ષ 2019માં માતા પિતા મોટા પુત્ર સાથે જૂનાગઢમાં રહેવા માટે જતા રહ્યા હતા. માતા પિતાને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવતા તેમને પરત લાવવામાં આવ્યા હતા. મોટા ભાઈએ આ વાતનો વિરોધ કર્યો હતો અને તેણે તેના નાના ભાઈ સામે FIR કરી હતી. નાના પુત્રએ આરોપ મૂક્યો છે કે, મોટા ભાઈએ સંપત્તિના વિવાદના કારણે તેનો વિરોધ કર્યો હતો.

જાન્યુઆરીમાં માતા-પિતા ફરી પોતાના મોટા પુત્ર પાસે રહેવા માટે જતા રહ્યા, ત્યાં સુધીમાં તેમનો મોટો પુત્ર અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો. નાના પુત્રએ દાવો કર્યો છે કે, તેણે અનેક વાર માતા-પિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માતા પિતાને વાત કરવા માટે મંજૂરી આપવામાં ન આવી. તે એકવાર અભયમ્ હેલ્પલાઈનની મદદથી તેમના માતા-પિતાને મળ્યા હતા.

નાના ભાઈએ મોટા ભાઈ પાસેથી તેના માતા-પિતાને છોડાવવા માટે પોલીસ સહિત અનેક અધિકારીઓને અરજી કરી હતી. નાના ભાઈએ વડોદરામાં પણ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવાનો પ્રયત્ન કર્યો પરંતુ સર્ચ વોરંટ મળ્યું ન હતું.

આ પણ વાંચો :-

મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર પર આ એકટ્રેસે કર્યો કેસ , જાણો શું છે સમગ્ર મામલો 

This actress filed a case against

  • કપિલ શર્મા શો માં દર્શકોને હસાવનાર અભિનેત્રી ઉપાસના સિંહે મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર  સંધુ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

કપિલ શર્મા શો (The Kapil Sharma Show) માં દર્શકોને હસાવનાર અભિનેત્રી ઉપાસના સિંહે (Actress Upasana Singh) મિસ યુનિવર્સ 2021 (Miss Universe 2021) હરનાઝ કૌર સંધુ વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ઉપાસના સિંહે આરોપ લગાવ્યો છે કે, હરનાઝે તેની પંજાબી ફિલ્મને લઈને તેની સાથે કરાર કર્યો અને હવે તેણે તોડી નાખ્યો છે.

 ફિલ્મનું પ્રમોશન કરશે પણ કર્યું નહી  :

ચંદીગઢની કોર્ટમાં કેસ દાખલ કરીને ઉપાસના સિંહે આરોપ લગાવ્યો હતો કે, હરનાઝે તેની ફિલ્મ ‘બાઈ જી કુટંગે’માં અભિનય કર્યો હતો અને એક કોન્ટ્રાક્ટ કર્યો હતો કે, તે ફિલ્મનું પ્રમોશન પણ કરશે.

 યારા દિયા પુ બરન’માં પણ કામ કર્યું :

આ સિવાય હરનાઝે ઉપાસના સિંહ દ્વારા નિર્મિત ફિલ્મ ‘યારા દિયા પુ બરન’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મો માટે, હરનાઝે ઉપાસનાની ફિલ્મ સંતોષ એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયો LLP સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરીને વચન આપ્યુ હતુ કે, તે ફિલ્મના પ્રચાર માટે વર્ચ્યુઅલ અને ઓફલાઇન બંને રીતે હાજર રહેશે.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

ઉપાસના સિંહનું કહેવુ છે કે, જ્યારે તે મિસ યુનિવર્સ નહોતી બની ત્યારે તેણે આ ફિલ્મો હરનાઝને આપી હતી. તેણે આ ફિલ્મોના નિર્માણ માટે ઘણા પૈસા ખર્ચ્યા છે અને આ માટે હવે યોગ્ય સમયે તેનું પ્રમોશન કરવું જરૂરી છે. ફિલ્મ, બાઈ જી કુટ્ટગેં, દેવ ખરૌદ અને ગુરપ્રીત ઘુગ્ગી પણ છે. આ ફિલ્મોનું નિર્દેશન સ્મીપ કાંગે કર્યું છે.

મહત્વનું છે કે, હરનાઝ કૌર સંધુ માત્ર 21 વર્ષની ઉંમરમાં ઇઝરાયેલમાં યોજાયેલી મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. વર્ષ 2000માં છેલ્લે લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી. 1994માં સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની હતી.

આ પણ વાંચો :-

યુવાનોના મુદ્દાઓને લઇ હલ્લાબોલની તૈયારી : યુવરાજસિંહે કહ્યું ‘…તો હું ચૂંટણી લડવા પણ તૈયાર છું’

0

Preparing for a hullabaloo

  • પેપરકાંડ મુદ્દે તેમજ આમ આદમી પાર્ટીમાં સક્રિય થવા મુદ્દે વિધાર્થી નેતા યુવરાજસિંહનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

રાજ્ય (Gujarat)માં પેપર ફૂટ્યાની (Paper burst) અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે આ પેપરકાંડ મુદ્દે જે-તે જવાબદાર લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અનેકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) માંગ કરી ચૂક્યાં છે.

ત્યારે એકવાર ફરી તેઓએ મીડિયા સામે આવી નિવેદન આપતા જણાવ્યું કે, ‘મારે ઘણા દુ:ખ સાથે કહેવું પડે છે કે, સાત મહિના જેટલો સમય વીતી જવા આવ્યો છતાં આજ દિન સુધી આ મામલે ન તો સજાત્મક કે દંડાત્મક કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી. કે ન તો કોઇ પણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા.’

ભરતીઓમાં કૌભાંડ મામલે અમે સરકાર સામે બંડ પોકારીશું

વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા એમ કહેવામાં આવેલું કે તમે કોઇ પણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રકારની માહિતી જાહેર ન કરશો. તમારી પાસે કોઇપણ માહિતી હોય તો અમને આપવા વિનંતી. તો તેને ધ્યાનમાં રાખીને સરકારના જે વહીવટી વડા છે (GIDના જે મેઇન વડા છે) અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે મુખ્ય વડા છે તેમને અમે સબ ઓડિટર, ઓડિટર, ATDO, MPHW અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ આધાર-પુરાવા સાથેની માહિતી, પેપર ક્યાંથી લિક થયું, પેપર કોણે લિક કર્યું, પેપર કઇ ગાડીમાં લઇ જવામાં આવ્યું, કઇ તારીખે આવ્યું અને પેપર લેનારા વિદ્યાર્થીઓના નામ પણ એ સમયે જાહેર કરેલા.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

ત્યારે સરકારે એ સમયે આશ્વાસન પણ આપેલું કે અમે આ મુદ્દે ચોક્કસથી પગલાં લઇશું. પરંતુ મારે આજે દુ:ખ સાથે કહેવું પડે છે કે, એ જે ભરતીઓ હતી તેમાં હજુ સુધી કોઇપણ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. એમાંય ATDOમાં તો મોટા ભાગના લોકોને નિમણૂંક પણ મળી ચૂકી છે. આવનાર થોડા દિવસમાં ઓડિટર અને સબ ઓડિટરના ઉમેદવારોને પણ સરકાર નિમણૂંક આપવા જઇ રહી છે.

ખાસ કરીને જે ભ્રષ્ટાચારીઓ છે તેમાં (સિસ્ટમમાં) સરકાર જાણી જોઇને સડો લાવી રહી છે. આ સિસ્ટમના સડાને દૂર કરવા અને અટકાવવા માટે મે એક નિર્ણય લીધો છે કે આવનાર દિવસોમાં જે-જે ભરતીઓમાં કૌભાંડ થયા છે તે તમામ બાબતોમાં અમે સરકાર સામે બંડ પોકારીશું.’

ગાંધીનગરમાં એક લાખ યુવાનો ભેગાં થઇને યુવા મહાસંમેલન યોજીશું :

આ સાથે એમ કહ્યું કે, ‘વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડા રોકવા માટે અમે તમામ મોરચે લડવા જઇ રહ્યાં છે. શાસકોની સામે અમે આવનાર દિવસોમાં રાજકારણમાં સક્રિય થઇશું. અમે યુવાનોના મુદ્દાને લઇને 15 ઓક્ટોબરની આસપાસમાં ગાંધીનગરમાં આશરે 50 હજારથી એક લાખ યુવાનો ભેગાં થઇને યુવા મહાસંમેલન યોજવા જઇ રહ્યાં છીએ.’

આ પણ વાંચો :-

ભણવાનું જોર આવતું હોવાથી ફિલ્મોમાં આવી, પછી કઈ રીતે બની ગઈ સૌથી હીટ ફિલ્મની હીરોઈન ?

She came to films because

  • કાજોલ બોલીવુડની સૌથી સફળ અભિનેત્રીઓ પૈકીની એક છે. તેણે પોતાના અભિનયથી સિનેજગતમાં એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. આજે કાજોલનો જન્મ દિવસ છે. ત્યારે જાણીએ તેના વિશેની કેટલી જાણી-અજાણી વાતો…

બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress) કાજોલનો (Kajol) આજે જન્મ દિવસ છે. કરિયરના પીક ઉપર લગ્ન કરનાર કાજોલ માટે ફેન્સના દિલમાં પ્રેમ ઓછો થયો ન હતો. કાજોલની ગણના આજે હિન્દી સિનેમાની (Hindi cinema) દિગ્ગજ અભિનેત્રી તરીકે થાય છે. શાહરુખ ખાન અને કાજોલની જોડી આજે પણ બોલિવુડ પ્રેમીઓની સૌથી પસંદીદા જોડી છે. આ બંનેએ બોલિવૂડમાં સાથે મળીને અનેક શાનદાર ફિલ્મો આપી છે. જન્મદિવસના અવસર ઉપર આજે અમે આપને કાજોલ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો કહીશું.

કાજોલ અને શાહરુખ ખાનની (Shah Rukh Khan) જોડી વાળી ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેં આજે પણ ભારતીય સિનેજગતની સૌથી હીટ ફિલ્મ માનવામાં આવે છે. જેને કારણે કાજોલ રૂપેરી પડદે રીતસર છવાઈ ગઈ. આજે વર્ષો બાદ પણ કરોડો ચાહકો આ આ ફિલ્મ અને આ જોડીને પસંદ કરે છે. શોલે પછી કદાચ આ પહેલી એવી ફિલ્મ હશે જેણે વર્ષો બાદ આજે પણ લોકોને એટલી જ પસંદ છે.

હવે વાત કરીએ કાજોલની અને એના કરિયરની. કાજોલ બાળપણથી જ જિદ્દી સ્વભાવની રહી છે. તે એકવાર નક્કી કરે એને પુરું કરીને જ દમ લે છે. પોતાની વાતોથી મનાવવા માટે પોતાના માતા-પિતાના નાકમાં દમ લાવી દેતી હતી. આ વાતનો ખુલાસો કાજોલે ખુદ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભણવામાંથી બચવા માટે તે ફિલ્મોમાં આવી ગઈ હતી.

કાજોલે પોતે જણાવ્યું હતું કે મને ભણવામાં ખુબ જોર આવતું હતું, મને ભણવાનું સહેજ પણ પસંદ નહોતું તેથી જ હું ફિલ્મોની દુનિયામાં આવી ગઈ. જોકે, ફિલ્મોમાં આવવું પણ મારી પસંદ નહોંતી. મેં બસ ભણવાથી બચવા માટે જ ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું હતું.

કાજોલ બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક શોમૂ મુખર્જી (Shomoo Mukherjee) અને અભિનેત્રી તનુજાની પુત્રી છે. કાજોલની નાની બહેન અભિનેત્રી તનીષા છે. તનીષા પોતાની બહેન અને માતાની તુલનાએ મોટું મુકામ હાંસલ ના કરી શકી. કાજોલે બોલિવૂડમાં પોતાની કરિયરની શરુઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરી હતી.

આ ત્યારબાદ કાજોલે બોલિવૂડમાં એકપછી એક અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોટા પરદા ઉપર અમિટ છાપ છોડી હતી. કાજોલે પોતાની ફિલ્મી સફરમાં બાજીગર, કરણ-અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ગુપ્ત, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલવાલે ઔર તાનાજી સહિત અનેક શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

હિન્દી ફિલ્મો ઉપરાંત કાજોલે તમિલ ફિલ્મ ‘Minsaara Kannavu’માં પ્રભુદેવા અને અરવિંદ સ્વામી સાથે કામ કર્યું હતું. સિનેમામાં પોતાનું યોગદાન આપવા માટે કાજોલને અનેક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. વર્ષ 2011માં કાજોલને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી હતી. કાજોલ પોતાની ફિલ્મો ઉપરાંત અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહી છે.

અભિનેતા અજય દેવગણ સાથે લાંબી પ્રેમ કહાની બાદ તેણે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. અજય દેવગણ અને કાજોલની જોડી બોલિવૂડની શાનદાર જોડી કહેવાય છે. આ બંને કલાકારોના બાળકોમાં પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધી બાદ પ્રિયંકાની પણ અટકાયત કરવામાં આવી, સાંસદો પર હુમલો કરવાનો પણ આરોપ

0

After Rahul Gandhi

  • કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે ​​કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમની પાર્ટી મોંઘવારી અને બેરોજગારી સામે આંદોલન કરી રહી છે.

કોંગ્રેસ સાંસદ (Congress MP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શુક્રવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને (Press conference) સંબોધી હતી. આ દરમિયાન તેમણે સત્તાધારી ભાજપ (Ruling BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમની પાર્ટી આજે મોંઘવારી અને બેરોજગારી (Inflation and unemployment) સામે દેશવ્યાપી આંદોલન કરી રહી છે.

આ દરમિયાન રાહુલ-પ્રિયંકા સહિત ઘણા સાંસદો કાળા કપડામાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ગઈ કાલે કેન્દ્ર સરકાર વિરુદ્ધ વલણ બતાવતા તેમણે કહ્યું હતું કે જેનાથી હું ડરતો નથી તમારે જે કરવું હોય તે કરો.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની અટકાયત પર દિલ્હી પોલીસના ડીસીપી અમૃતા ગુગુલોથે કહ્યું, “અમે તેમને કસ્ટડીમાં લીધા છે કારણ કે અહીં કલમ 144 લાગુ છે અને ધરણાની મંજૂરી નથી. અમે તેમને પણ જાણ કરી હતી પરંતુ તેઓએ સાંભળ્યું ન હતું. તેથી અમે તેમને કસ્ટડીમાં લીધા છે.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

દિલ્હીમાં મોંઘવારી અને બેરોજગારીને લઈને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની પોલીસે અટકાયત કરી હતી.

વિરોધ દરમિયાન અટકાયત કરાયેલા કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, અમે મોંઘવારી અને બેરોજગારી પર અમારો અવાજ ઉઠાવવા માંગીએ છીએ. આ સરકાર યુવાનોના ભવિષ્યને બગાડવાનું કામ કરી રહી છે. આજે આપણે દેશમાં મોંઘવારી અને બેરોજગારી અંગે અવાજ ઉઠાવવા માંગીએ છીએ પરંતુ અમને નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

સોખડા સંપ્રદાયના પ્રેમ સ્વામીને અમેરિકામાં કડવો અનુભવ, હળહળતું અપમાન કરાયું !

Prem Swami of Sokhda sect

  • અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન થતાં તેમણે રસ્તા પરથી જ દંડવત કરી સંત નિર્ધારિત સત્સંગ સમારોહમાં પહોંચ્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.

સોખડા સંપ્રદાયના (Sokhda Sect) નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામીનું અમેરિકાની ધરતી પર હળહળતું અપમાન થયું હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા છે. અમેરિકાના (America) સોખડા સ્વામિનારાયણ સંચાલિત મંદિરે પ્રેમસ્વરૂપ સ્વામીને દર્શન ન કરવા દેતાં વિવાદ વકર્યો છે. અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામી દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં બાઉન્સરોએ (Bouncers) અટકાવ્યા હતા. અમેરિકામાં પણ સામેના જૂથના સત્સંગી સહિતના બાઉન્સરોએ દર્શન માટે અટકાવતા ફરી મંદિરની જૂથબંધી સામે આવી છે.

અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન થતાં તેમણે રસ્તા પરથી જ દંડવત કરી સંત નિર્ધારિત સત્સંગ સમારોહમાં પહોંચ્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક અનુગામી અને યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી અમેરિકાની ધર્મ યાત્રાએ આવ્યા છે. આ ધર્મ યાત્રા દરમિયાન પ્રેમસ્વરૂપ સ્વામી ન્યૂ જર્સી સ્થિત આવેલ મંદિરે પધાર્યા હતા.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

પરંતુ પ્રેમસ્વરૂપ સ્વામી અને ભક્તોને દર્શન કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. અમેરિકાના ન્યુ જર્સી મંદિરમાં શિલાન્યાસથી માંડીને નિર્માણના દરેક તબક્કે પ્રેમ સ્વરૂપ સ્વામીનું યોગદાન રહેલું છે. ત્યારે હવે તે જ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ભક્તોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી જાહેર રસ્તા પરથી દંડવત કરી દર્શન કરી રહ્યા છે. જેને કારને અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

 

ભારતીયોમાં ફેમસ થાઇલેન્ડની ક્લબમાં ભીષણ આગ, મોજ કરવા આવેલા 40નાં મોત

Fierce fire in a club in Thailand

  • શુક્રવારે રાત્રે થાઇલેન્ડની એક નાઇટ ક્લબમાં ભીષણ આગ (thailand night club fire) ફાટી નીકળી હતી. આગની ઝપેટમાં આવેલા 40 લોકોના મોત (40 death) થયા છે અને 10 લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

થાઇલેન્ડના (Thailand) ચોનુબરીના સટ્ટાહિપ જિલ્લામાં આવેલી નાઇટ ક્લબમાં (night club) આ દુર્ઘટના બની હતી. જે થાઇલેન્ડની રાજધાની બેંકોકના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. પોલીસના જણાવ્યા અનુસાર માઉન્ટેન બી નાઇટ ક્લબ (mountain b nightclub)માં રાત્રે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્ત થાઇલેન્ડના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહત બચાવ કાર્ય સાથે જોડાયેલા લોકોના હવાલાથી સ્થાનિક અખબારે મૃતકઆંક 40નો બતાવ્યો છે.

આ નાઇટ ક્લબ ખૂબ જ જાણીતી છે અને અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ (indian tourists in thailand) પણ આવતાં હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો આગ લાગ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. લોકોની ચીખો સંભળાઇ રહી છે. જોકે હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી.

 જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

અગાઉના પ્રાથમિક અહેવાલો અનુસાર આ અગ્નિકાંડમાં 13ના મોત થયા હતા જ્યારે 41 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 9 પુરુષો અને 4 મહિલાઓ સામેલ હતી. નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં ફ્લુ તા લુઆંગ પોલીસ સ્ટેશનની પોલીસ કર્મી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવવા કામગીરી હાથ ધરી હતી. સાથે જ આગના કારણ અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :-