Home Blog Page 1334

લો બોલો ! પોલીસ યુનિફોર્મ પહેરી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવ્યો પણ…

Speak up! Brought liquor

  • અમદાવાદના ચાંદખેડા પોલીસ ને ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ પોલીસ યુનિફોર્મમાં દારૂનો જથ્થો લઈ અંજલી પેલેસ નામની હોટલમાં રોકાવા આવી રહ્યો છે.

દારૂની હેરાફેરી (Liquor manipulation) માટે બુટલેગરો અનેક કિમીયાઓ અપનાવતા હોવાનું આપે સાંભળ્યું હશે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પરંતુ બુટલેગરો (Bootleggers) કોઈપણ હિસાબે પોતાનો ગેરકાયદેસર ધંધો ચાલુ રાખવા પોલીસને માત આપી છૂપી રીતે દારૂ વેચતા હોય છે. અમદાવાદના (Ahmedabad) ચાંદખેડા પોલીસે આવા જ એક બુટલેગરને રાજસ્થાનથી (Rajasthan) અમદાવાદ આવ્યાની જાણ થતાં પોલીસે તરત જ ઝડપી લીધો હતો.

પોલીસે પકડાયેલ આરોપી પાસેથી 28 બોટલ દારૂ પણ કબજે કર્યો છે.પણ નવાઈની વાત તો એ છે કે આ બુટલેગર રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો અમદાવાદના ચાંદખેડા વિસ્તાર સુધી લઈ આવ્યો અને તે પણ પોલીસ બનીને.

અમદાવાદના ચાંદખેડા પોલીસ ને ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ પોલીસ યુનિફોર્મમાં દારૂનો જથ્થો લઈ અંજલી પેલેસ નામની હોટલમાં રોકાવા આવી રહ્યો છે. જેને પગલે પોલીસે વોચ ગોઠવી ચાંદખેડા બસ સ્ટેન્ડ નજીકથી જ મંગલસિંહ રાવત નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની તપાસ કરતા આરોપી મંગલસિંહ પાસેથી વિદેશી દારૂની 28 જેટલી બોટલ મળી આવી અને પોલીસ યુનિફોર્મ પણ મળી આવ્યો હતો.

આ અંગે પોલીસે પૂછપરછ કરતા પોતે રાજસ્થાન પોલીસમાં હોવાનું જણાવ્યું હતું પણ ચાંદખેડા પોલીસની ટીમને શંકા જતા રાજસ્થાન પણ આ બાબતે તપાસ કરાવી હતી જેમાં મંગલસિંહ નામના વ્યક્તિ પોલીસ કરમી નહિ હોવાનું સામે આવતા પોલીસે પ્રોહીબિશન અને રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપવાનો ગુનો નોધી આરોપી મંગલસિંહ રાવતની ધરપકડ કરી. સાથે જ 28 જેટલી વિદેશી દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે મૂળ રાજસ્થાનનો મંગલસિંહ રાવત અગાઉ પણ દારૂના જથ્થા સાથે હોટલમાં આવી પોલીસની ઓળખ આપી રોકાતો હતો. અને દારૂનો જથ્થો આપી પરત રાજસ્થાન જતો રહેતો. આરોપી પોલીસનો યુનિફોર્મ એટલે સાથે રાખતો કે દારૂ આપવા જતા તેની ઉપર કોઈ શંકા ન કરે અને પોલીસ તરીકેના છાપથી કોઈ હેરાનગતિ ન થાય તે માટે રાજસ્થાન પોલીસનો યુનિફોર્મ પણ સાથે રાખતો.

હાલ પોલીસે એ અંગે પણ તપાસ શરૂ કરી છે કે આ યુનિફોર્મ તેને ક્યાં બનાવ્યો હતો અને અગાઉ કેટલી વખત પોલીસની ઓળખ આપી દારૂનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ સહિત અન્ય કયા કયા રાજ્યોમાં સપ્લાય કરવા આવી ચૂક્યો છે.

આ પણ વાંચો :-

જબરદસ્ત મોટા કડાકા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પછડાયા, જાણો કારણ

0

Market opened with a huge bang

  • વૈશ્વિક બજારમાં જોવા મળેલા મોટા કડાકાના પગલે અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેર બજારમાં કોહરામ મચી ગયો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે બજાર ખુલતાની સાથે જ 1,210.62 પોઈન્ટ તૂટીને 57623.25 ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 361.50 ના કડાકા સાથે 17197.40ના સ્તરે ખુલ્યો.

વૈશ્વિક બજારમાં (global market) જોવા મળેલા મોટા કડાકાના પગલે અઠવાડિયાના પહેલા જ દિવસે ભારતીય શેર બજારમાં કોહરામ મચી ગયો. ટ્રેડિંગ સેશનની (Trading session) શરૂઆતમાં જ સન્સેક્સ અને નિફ્ટી જબરદસ્ત ગગડી ગયા.

ખરેખર હદ થઈ, ભાજપે ગુજરાતમાં હારતોરા કર્યા તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસે જેલમાંથી છૂટેલાને ઢોલનગારા વગાડી દૂધથી સ્નાન કરાવ્યું | Gujarat Guardian

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો (Bombay Stock Exchange) સૂચકઆંક સેન્સેક્સ આજે બજાર ખુલતાની સાથે જ 1,210.62 પોઈન્ટ તૂટીને 57623.25 ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 361.50 ના કડાકા સાથે 17197.40ના સ્તરે ખુલ્યો.

ફેડ ચેરમેનના નિવેદનથી તૂટ્યું બજાર :

બીજી બાજુ ફેડ ચેરમેન જેરોમ પોવેલે મોંઘવારી પર આપેલા નિવેદનથી અમેરિકી બજારમાં ભારે કડાકો જોવા મળ્યો. ડાઉ ફ્યૂચર્સ 300 અંક તૂટ્યો જ્યારે SGX નિફ્ટીમાં 350 અંકોનો જબરદસ્ત ઘટાડો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો જાપાનનો નિક્કેઈ 3 ટકા તૂટ્યો છે. આ અગાઉ શુક્રવારે ડાઉ જોન્સ 1008 અંક તૂટીને દિવસન નીચલા સ્તરે બંધ થયો.

જાણો શું કહ્યું?

અત્રે જણાવવાનું કે સતત વધતી મોંઘવારી પર ફેડ ચેરમેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે મોંઘવારી પર કાબૂ મેળવવામાં સમય લાગશે. મોંઘવારી વિરુદ્ધ લડાઈ ચાલુ રહેશે. તેમણે આવનારા સમયમાં વ્યાજદરમાં પણ વધારાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે થોડા સમય માટે પોલીસી Restrictive રહી શકે છે.

ટોપ લૂઝર્સ :

નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં હાલ ટોપ ફાઈવમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, હિન્દાલ્કોના શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સમાં ટોપ ફાઈવ લૂઝર્સમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ, વિપ્રોના શેર જોવા મળે છે.

ટોપ ગેઈનર્સ :

નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બ્રિટાનિયાના શેર જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

29 ઓગસ્ટ 2022 રવિવારનું રાશિફળ : આ રાશિઓ માટે આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે

29 August 2022 Sunday Horoscope : Gujarat Guardian

મેષઃ
માનસિક ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની. મશીનરી તથા સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ
મનોરંજન માટે ખર્ચનું પ્રમાણ વધે. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. મિત્રોનો સાથ-સહકાર મળે તથા જુના મિત્રોને મળવાનો યોગ બને. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ
વાણીના યોગ્ય ઉપયોગ દ્વારા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. એકાઉન્ટ્સ, એડવોકેટ, વીમા જેવા વ્યવસાયમાં વિશેષ ફાયદો. માતૃપક્ષ તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને. આરોગ્ય જળવાય.

કર્કઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. આરોગ્ય જળવાય. શુભ પ્રસંગમાં સામેલ થઈ શકો. આર્થિક પાસુ મજબૂત બને છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય.

સિંહઃ
આવકમાં વધારો થતો જણાય. જુની ઉઘરાણી છુટી થાય. નાના ભાઈ-બહેનની સફળતાથી આનંદ. નોકરીમાં આનંદનું વાતાવરણ રહે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ.

કન્યાઃ
વ્યવહારિક ડહાપણને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. નકામા વિચારો મન ઉપર હાવી થાય. નવું શીખવાની ઈચ્છા થાય. ટેક્સટાઈલ, પબ્લીસર, વક્તા, સેલ્સમેન જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
આવક કરતાં ખર્ચનું પ્રમાણ ઘટે. માતાની તબિયત સાચવવી. પરિવારમાં આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારું રહેશે. ધંધામાં વધુ મહેનત જરૂરી. નોકરીના સ્થળે શાંતિથી કામ લેવું.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની શકો. મિત્રો સાથે મિલન-મુલાકાતના પ્રસંગ બને.

ધનઃ
આપની નોકરીના કાર્યક્ષેત્રમાં આનંદનો અનુભવ થાય. ઉપરી અધિકારી દ્વારા યશના ભાગીદાર બની શકો. ધંધાકીય ક્ષેત્રે આવક વધતી જણાય. ધંધાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લઈ શકાય. માતૃસુખમાં વધારો થતો જણાય.

મકરઃ
ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતા આવકમાં વૃદ્ધિ થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત થાય. પરિવારમાં પ્રેમની ભાવના બળવતર બને. જીવનસાથીની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કુંભઃ
માનસિક ચિંતા વધતી જણાય. વિચારોમાં નકારાત્મકતા વધે. શરદી, ખાંસી, તાવથી પરેશાની રહે. બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. માતૃસુખમાં વધારો થાય. મિત્રોનો સાથ મળે.

મીનઃ
મનોબળ વધતું જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવવી શક્ય બને. જીવનસાથી સાથે મધુરતાનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફથી ચિંતામાં વધારો થતો જણાય.

આ પણ વાંચો :-

28 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ- જાણો આજે કઈ રાશિઓના લોકો બની જશે માલામાલ અને કોને કરવો પડશે નુકસાનનો સામનો

28 August 2022 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાના દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધામાં આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. શરદી, ખાંસી, કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યના કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-

ઓનલાઇન શોપિંગ કંપની MEESHOએ બંધ કર્યો આ બિઝનેસ, કરી 300 કર્મચારીઓની હકાલપટ્ટી

0

Online shopping company

  • ઓનલાઇન સોશીયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતમાં કરિયાણાનો વ્યવસાય બંધ કરી દીધો છે. આ કારણે 300 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે.

ઓનલાઇન સોશીયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતમાં કરિયાણાનો વ્યવસાય (Grocery business) બંધ કરી દીધો છે. આ કારણે 300 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. મીશોના હાલ કર્ણાટક સહિત તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુપર સ્ટોર છે.

90 ટકા સ્ટોર બંધ :

હોમગ્રોન સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતના 90 ટકાથી વધુ શહેરોમાં સુપર સ્ટોરના નામથી ચાલતા કરિયાણાના વ્યવસાયને બંધ કરી દીધો છે. હાલ આ સ્ટોર્સ માત્ર નાગપુર અને મૈસુરમાં જ ચાલી રહ્યા છે. આ કારણે કંપનીએ અલગ અલગ શહેરોમાં લગભગ 300 કર્મચારીઓને છૂટા કર્યા છે. જો કે મીશો કંપનીએ આ વિકાસ અંગે હજી સુધી કોઈ માહિતી આપી નથી.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

મિસોએ ફાર્મિસોને સુપર સ્ટોરમાં રિબ્રાન્ડેડ કરી હતી. જેથી ટુ-ટાયર શહેરોમાં પણ ગ્રાહકોને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડી શકાય. કંપનીએ અગાઉ ફર્મિસો સાથે સંકળાયેલા 150 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે કંપની કરિયાણાનો વ્યવસાય વધારવા માંગે છે.

આ પહેલા પણ 200 કર્મચારીઓને છુટા કર્યા હતા :

આ પહેલા સોશિયલ કોમર્સ પ્લેટફોર્મે કોરોના મહામારીની પહેલી લહેરમાં 200થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર મોટાભાગના શહેરોમાં કામકાજ બંધ કરવા પાછળ મૂડીનો અભાવ હોવાનું કહેવાય છે. મીશોએ કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુપર સ્ટોર્સ શરૂ કર્યા હતા.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મિશોએ બે-બે મહિનાનો પગાર આપીને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એવું માનવામાં આવે છે કે મીશોના સ્થાપક અને સીઈઓ વિદિત અત્રે તેમની કંપની મીશો સુપરસ્ટોરને તેની મુખ્ય એપ્લિકેશન સાથે જોડવા માંગે છે.

કંપનીના યુઝરમાં વધારો થયો છે :

કરિયાણાની ઓનલાઈન શોપિંગને સસ્તી બનાવવા માટે મીશોએ કર્ણાટકમાં એક પાયલટ લોન્ચ કર્યો હતો. કંપનીએ 2022 ના અંત સુધીમાં 12 રાજ્યોમાં સુપરસ્ટોર્સ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ હવે તે યોજના જોખમમાં હોય તેવું લાગે છે.

મીશોએ તાજેતરમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે 100 મિલિયન વપરાશકર્તાઓ સુધી પહોંચ્યા છે. કંપનીનો દાવો છે કે માર્ચ 2021 થી પ્લેટફોર્મ પર યુઝર બેઝ ટ્રાન્ઝેક્શનમાં 5.5 ગણો વધારો થયો છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં 20 દિવસથી ગ્રેડ-પે માટે હડતાળ પર આરોગ્ય કર્મચારીઓ, મંત્રીએ કહ્યું, ‘હવે કાર્યવાહી થશે’

0

Health workers on strike

  • રાજ્યમાં એકબાદ એક આંદોલન શરૂ થઇ રહ્યા છે. તલાટીનું આંદોલન પુરુ થયા ત્યાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓ વિરોધ ચઢયા છે.

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પડતર માંગણીઓના (pending demand) વણ ઉકેલાયેલા પ્રશ્નો સામે આવી રહ્યા છે. હાલ પંચાયત વિભાગમાં (Panchayat Department) હડતાળનો દોર ચાલી રહ્યો છે. પહેલા તલાટીની હડતાળ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મીઓ (Health Department personnel) પડતર પ્રશ્નોને લઇને 8 ઓગસ્ટથી રસ્તા પર ઉતરી આવ્યા છે.

ગ્રેડ પે નહી તો આંદોલન નહીં સમેટાય, GR નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો  હડતાળને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આકરા મૂડમાં જણાયા.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

જો હડતાળ સમેટવામાં નહી આવે તો..- આરોગ્યમંત્રી

મહત્વનું છે કે આરોગ્ય કર્મીઓની આરોગ્યમંત્રી સાથે બેઠક મળી હતી. જેમાં સરકારે ગ્રેડ-પેની માગણી માટે કમિટીની રચના કરી છે. સરકારે 15 દિવસમાં 2 માંગણી માટે GRની ખાતરી આપી છે. તેમ છતાં પણ જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત છે. જેને લઇને આરોગ્યમંત્રી આકરા પાણીએ જણાયા. તેઓએ જણાવ્યું કે જો હડતાળ નહીં સમેટવામાં આવે તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી થશે.

આરોગ્ય કર્મચારીઓ કેમ આંદોલનના માર્ગે :

  • ગ્રેડ-પેમાં 2 હજાર 400થી વધારો કરી 4 હજાર 200 કરવો
  • 130 દિવસની રજાનો પગાર અને ઝીરો PTA આપવી
  • કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થુ આપવું
  • પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ સંવર્ગ ગણવા
  • 2001ની આરોગ્ય સમિતી અંતર્ગત ટેક્નિકલ સંવર્ગમાં સમાવેશ કરવો
  • આરોગ્ય કર્મચારીઓને 8 કિ.મી નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થું આપવું
  • તમામ માગ સ્વીકાર્યાના GR ઠરાવ અને પરિપત્ર

કોણ કોણ હડતાળમાં જોડાયું છે ?

ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે જેઓ ખાસ કરીને ગ્રેડ પે વધારાની માંગ પર અડગ છે.

આ પણ વાંચો :-

તમારી વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં ? હવે સરળતાથી જાણો, ફોલો કરો આ ટિપ્સ

0

Will your waiting ticket

  • ટ્રેન ટિકિટ બુક કરાવવાનો અર્થ એ નથી કે તમારી ટિકિટ કન્ફર્મ જ છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી જાણી શકો છો કે તમારી ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ શું છે અને કેટલા છે ?

ભારતીય રેલવે (Indian Railways) દેશની કરોડરજ્જુ છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં (Railways) મુસાફરી કરે છે અને આ જ કારણે હજારો ટ્રેનો હોવા છતાં પણ ઘણી વખત કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા ઘણી ઓનલાઈન સુવિધાઓ આપવામાં આવે છે.

જેમાં ઓનલાઈન ટિકીટ બુકિંગ (Railway Online ticket booking) પણ સામેલ છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ અને એપ લોકોને ટિકિટ બુકિંગથી લઈને ટ્રેન અપડેટ સુધીની સુવિધા આપે છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

રેલવેની મોટાભાગની સુવિધાઓ ઓનલાઈન હોવાથી મુસાફરોની સાથે કર્મચારીઓને પણ ફાયદો થયો છે. ત્યારે હવે IRCTC એ તેના યૂઝર્સ માટે એક મહિનામાં ઓનલાઈન ટિકિટ બુક કરવાની મર્યાદા પણ બમણી કરી દીધી છે. હવે તમે IRCTC ID સાથે આધાર લિંક કરીને મહિનામાં 24 ટિકિટ બુક કરી શકો છો. તમે રેલવેની વેબસાઈટ પર જઈને ટ્રેનની સ્થિતિ અને સ્ટેટસ પણ ચેક શકો છો.

જાણો વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થશે કે નહીં :

ટ્રેન ટિકિટ બુક કરાવવાનો અર્થ એ નથી કે તમારી ટિકિટ કન્ફર્મ જ છે. આવી સ્થિતિમાં તમે સરળતાથી જાણી શકો છો કે તમારી ટિકિટ કન્ફર્મ થવાના ચાન્સ શું છે અને કેટલા છે ? વેઇટિંગ ટિકિટ કન્ફર્મેશન (waiting ticket confirmation) ની સંભાવના જાણવા માટે તમારે ફક્ત PNR નંબરની જરૂર છે. ચાલો જાણીએ તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે અને કઈ રીતે તેને પૂરી કરવી ?

આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ :

સૌથી પહેલા IRCTCની વેબસાઈટ પર જાઓ.

હવે તમારું ID અને પાસવર્ડ નાખીને લોગ ઇન કરો.

હવે તમારી સામે એક પેજ ખુલશે, તેના પર PNR નંબર એન્ટર કરો અને Get Status પર ક્લિક કરો.

હવે સ્ક્રોલ કરીને નીચે આવો.

હવે અહીં Click Here to Get Confirmation Chance પર ક્લિક કરો.

હવે તમારી સામે એક નવી પોપ-અપ વિન્ડો ખુલશે.

આમાં તમારી ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના આપવામાં આવશે

જ્યારે તમે ટિકીટ બુકિંગ કરો તો જરૂરી નથી કે, દરેક વખતે ટિકિટ કન્ફોર્મ થઈ જ જાય, એવામાં બધી માહિતી ન ધરાવતા હોય તેવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો કે આ સુવિધાની યૂઝર્સની સમસ્યામાં ઘટાડો આવશે તેવુ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

300 ફૂટની ઉંચાઇએ બિસ્તરમાં ઝુલવાનો રોમાંચ, ચીનમાં આ અનોખા થિમપાર્કે બન્યો છે આકર્ષણનું કેન્દ્ર

The thrill of swinging in bed

  • ચીનના ચોંગકિંગ પ્રોવિન્સના વાનશેંગ જીલ્લામાં આવેલા ઓર્ડોવિશિયન નામનો થીમપાર્ક વિખ્યાત છે. દક્ષિણ પશ્ચિમ ચીનમાં ૩૦૦ મીટર ઉંચી ચટ્ટાનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલો પાર્ક સાહસિક પર્યટકોમાં વિશેષ લોકપ્રિય છે.

૭ માળની બિલ્ડીંગ જેટલી ઉંચાઇ પરથી ઝુલામાં બેસીને પર્યટકો ઝુલે ત્યારે તેમાં મનોરંજન સાથે જોખમ પણ હોય છે. પરંતુ આ જોખમમાંથી પેદા થતા રોમાંચને પ્રવાસીઓ માણે છે. રોક કલાઇમ્બિંગના (Rock climbing) શોખીનો માટે આ સ્થળ થ્રીલનો અનુભવ કરાવે છે. વાન્શેંગના (Wanshanga) આ થીમપાર્કમાં ૩૦૦  ફુટની ઉંચાઇ પર ઝુલતા બેડ બાંધવામાં આવ્યા છે.

આ બિસ્તર પર સાહસિક પ્રવાસીઓ સુવાનો અનુભવ માણે છે. અચાનક જ તેજ હવાના લીધે  બિસ્તર ઝુલવા લાગે ત્યારે નીચે પડી જવાનો ડર લાગવો સ્વભાવિક છે. સીધી ઉંડી ખીણ દેખાય ત્યારે શરીરમાં ડરનું લખલખું પસાર થઇ જાય છે પરંતુ કોઇ અક્સ્માત ના થાય તે માટે સેફટી મેજર્સ પણ લેવામાં આવ્યા છે.

બિસ્તરને મોટા તાર વડે સામ સામા અનેક છેડેથી બાંધવામાં આવ્યો છે તેમ છતાં આટલી ઉંચાઇએ બેડ પર સુવુંએ અત્યંત સાહસભર્યુ છે. સોશિયલ મીડિયામાં ૩૦૦ ફૂટની ઉંચાઇએ ઝુલતા બિસ્તરમાં પ્રવાસીઓ સૂતા હોય એવો વીડિયો વાયરલ થતા રહે છે. વાનશેંગના ઓર્ડોવિશિયન પાર્કમાં હેગિંગ બેડ ઉપરાંત ગ્લાસ બ્રીજ, ગેપ બ્રીજ અને કલીક સ્વિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગ્લાસબ્રીજ અને ગેપબ્રીજને પણ બંને છેડે તારથી બાંધવામાં આવ્યા છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

પ્રવાસીઓ શેફટી બેલ્ટ બાંધીને પસાર થાય છે. ગમે તેટલો મજબૂત શેફટી બેલ્ટ બાંધવામાં આવ્યો હોય કે ઇમરજન્સી સેવા હાજર હોય તેમ છતાં બ્રિજની અધ વચ્ચે પહોંચ્યા પછી પગ ધુ્જવા લાગે છે. એક એક કદમ આગળ વધવું એ પહાડ ચડવા જેવું અઘરું બની જાય છે.

વીકએન્ડમાં પ્રવાસીઓની ખૂબ ભીડ રહે છે. વિદેશી પ્રવાસીઓને પણ ચીનના આ સાહસિક પાર્કનું આકર્ષણ રહે છે. દુનિયામાં એડવાન્ચરપાર્ક તો અનેક છે પરંતુ ઓર્ડોવિશિયન પાર્ક સૌથી યુનિક ગણાય છે.

આ પણ વાંચો :-

આ ખતરનાક બોલર રોહિત શર્માને બુમરાહની ખોટ વરતાશે નહીં , પાકિસ્તાનને કરશે બરબાદ !

0

This dangerous bowler Rohit Sharma

  • ભારતીય ટીમમાં એક એવો ખેલાડી છે જે એશિયા કપમાં સુકાની રોહિત શર્માને જસપ્રીત બુમરાહની ખોટ નહીં થવા દે. આ ખેલાડી બોલિંગમાં એક્સપર્ટ છે.

ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે જ્યારે પણ ક્રિકેટ મેચ હોય છે ત્યારે ઉત્તેજના ચરમસીમા પર હોય છે. એશિયા કપની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

એશિયા કપ પહેલા જ ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તેને એશિયા કપમાં જગ્યા મળી નથી. પરંતુ ભારતીય ટીમમાં એક સ્ટાર ખેલાડી છે જે બુમરાહની કમી પૂરી કરી શકે છે. આ ખેલાડી બોલિંગમાં એક્સપર્ટ છે.

આ ખેલાડી બુમરાહની કમીને પૂરી કરી શકે છે :

ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભુવનેશ્વર કુમાર ઇનિંગ્સની શરૂઆતમાં ખૂબ જ ખતરનાક બોલિંગ કરે છે અને વિકેટ લે છે. તેઓ તદ્દન આર્થિક પણ સાબિત થાય છે. ભુવનેશ્વર કુમારે સ્વિંગમાં નિપુણતા મેળવી છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

તેની પાસે અપાર અનુભવ છે, જે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી થઈ શકે છે. જ્યારે ભુવી તેની લયમાં હોય છે ત્યારે તે કોઈપણ બેટિંગ આક્રમણને તોડી શકે છે.

ભુવનેશ્વર કુમાર શાનદાર ફોર્મમાં છે :

ભુવનેશ્વર કુમારે ગયા વર્ષના T20 વર્લ્ડ કપથી ODI અને ટેસ્ટ કમ T20 ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે T20 ક્રિકેટમાં ભારત માટે મોટો મેચ વિનર છે. તેની ચાર ઓવર હાર અને જીત વચ્ચેનો તફાવત નક્કી કરે છે. તે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા આતુર હશે. ભુવનેશ્વર ધીમી ગતિના બોલ પર ખૂબ જ ઝડપથી વિકેટ લે છે.

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા :

ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. ભુવનેશ્વર કુમારે ભારત માટે 21 ટેસ્ટ મેચમાં 63, 121 વનડેમાં 141 અને 72 ટી20 મેચમાં 73 વિકેટ ઝડપી છે. તે માત્ર થોડા બોલમાં મેચનો લાઈન બદલવા માટે પ્રખ્યાત છે.

પાકિસ્તાન માટે ખતરો :

ભારતીય બોલિંગ તાજેતરના સમયમાં ખૂબ જ મજબૂત બની છે. આ બોલરોના બળ પર જ ભારતે વિદેશમાં જીતના ઝંડા લગાવ્યા છે. ભુવનેશ્વર કુમારની ગણતરી ભારતના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. ભારતીય ટીમમાં ભુવનેશ્વર ઉપરાંત અર્શદીપ સિંહ અને અવેશ ખાનને સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો :-

શું ફરી જામશે વરસાદી માહોલ ? અંબાલાલ પટેલે આ વિસ્તારોમાં વરસાદની કરી આગાહી

0

Will it rain again

  • રાજ્યમાં વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી.

રાજ્યમાં હાલ વરસાદે વિરામ (A break in the rain) લીધો છે. પરંતુ આગામી સમયમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે. જી હા આગામી દિવસોમાં વરસાદની ફરી એન્ટ્રી થશે. જોકે આ વખતે ધોધમાર કે ભારે વરસાદની (Torrential or heavy rain) નહીં પરંતુ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી હળવા વરસાદની આગાહી – અંબાલાલ પટેલ.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આજથી રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઓગષ્ટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

5 સપ્ટેબર સુધી વરસાદની શક્યતા છે. 8 થી 11 સપ્ટેબર કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. જ્યારે  સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

હાલ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં- હવામાન વિભાગ.

મહત્વનું છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે.

રાજ્યભરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સાથે એમ પણ જણાવ્યું કે રાજ્યમાં હાલ ભારે વરસાદથી રાહત મળશે કારણ કે હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી.

8 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર :

હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે.

જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો :-