ઓનલાઇન શોપિંગ કંપની MEESHOએ બંધ કર્યો આ બિઝનેસ, કરી 300 કર્મચારીઓની હકાલપટ્ટી

Share this story

Online shopping company

  • ઓનલાઇન સોશીયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતમાં કરિયાણાનો વ્યવસાય બંધ કરી દીધો છે. આ કારણે 300 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે.

ઓનલાઇન સોશીયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતમાં કરિયાણાનો વ્યવસાય (Grocery business) બંધ કરી દીધો છે. આ કારણે 300 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. મીશોના હાલ કર્ણાટક સહિત તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુપર સ્ટોર છે.

90 ટકા સ્ટોર બંધ :

હોમગ્રોન સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ મીશોએ ભારતના 90 ટકાથી વધુ શહેરોમાં સુપર સ્ટોરના નામથી ચાલતા કરિયાણાના વ્યવસાયને બંધ કરી દીધો છે. હાલ આ સ્ટોર્સ માત્ર નાગપુર અને મૈસુરમાં જ ચાલી રહ્યા છે. આ કારણે કંપનીએ અલગ અલગ શહેરોમાં લગભગ 300 કર્મચારીઓને છૂટા કર્યા છે. જો કે મીશો કંપનીએ આ વિકાસ અંગે હજી સુધી કોઈ માહિતી આપી નથી.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

મિસોએ ફાર્મિસોને સુપર સ્ટોરમાં રિબ્રાન્ડેડ કરી હતી. જેથી ટુ-ટાયર શહેરોમાં પણ ગ્રાહકોને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડી શકાય. કંપનીએ અગાઉ ફર્મિસો સાથે સંકળાયેલા 150 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે કંપની કરિયાણાનો વ્યવસાય વધારવા માંગે છે.

આ પહેલા પણ 200 કર્મચારીઓને છુટા કર્યા હતા :

આ પહેલા સોશિયલ કોમર્સ પ્લેટફોર્મે કોરોના મહામારીની પહેલી લહેરમાં 200થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર મોટાભાગના શહેરોમાં કામકાજ બંધ કરવા પાછળ મૂડીનો અભાવ હોવાનું કહેવાય છે. મીશોએ કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુપર સ્ટોર્સ શરૂ કર્યા હતા.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મિશોએ બે-બે મહિનાનો પગાર આપીને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એવું માનવામાં આવે છે કે મીશોના સ્થાપક અને સીઈઓ વિદિત અત્રે તેમની કંપની મીશો સુપરસ્ટોરને તેની મુખ્ય એપ્લિકેશન સાથે જોડવા માંગે છે.

કંપનીના યુઝરમાં વધારો થયો છે :

કરિયાણાની ઓનલાઈન શોપિંગને સસ્તી બનાવવા માટે મીશોએ કર્ણાટકમાં એક પાયલટ લોન્ચ કર્યો હતો. કંપનીએ 2022 ના અંત સુધીમાં 12 રાજ્યોમાં સુપરસ્ટોર્સ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ હવે તે યોજના જોખમમાં હોય તેવું લાગે છે.

મીશોએ તાજેતરમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે 100 મિલિયન વપરાશકર્તાઓ સુધી પહોંચ્યા છે. કંપનીનો દાવો છે કે માર્ચ 2021 થી પ્લેટફોર્મ પર યુઝર બેઝ ટ્રાન્ઝેક્શનમાં 5.5 ગણો વધારો થયો છે.

આ પણ વાંચો :-