When will the advertisement
-
ગુજરાત સરકારે પોલીસકર્મીઓના પગાર વધારાનો જીઆર ન કરતા પોલીસકર્મીઓને ચાલુ મહિને પગાર વધારાનો લાભ નહીં મળે જેથી પોલીસકર્મીઓમાં નારાજગી જોવા મળી છે.
ગુજરાત પોલીસના (Gujarat Police) ગ્રેડ પે આંદોલનને લઇને ગુજરાતના પોલીસકર્મીઓ માટે રાજ્ય સરકારે (State Govt) મહત્વની જાહેરાત કરી હતી. જેમાં સરકારે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIના પગારમાં રૂ. 3થી 5 હજારનો પગાર વધારો કર્યો હતો. એ માટે સરકારે રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું હતું. જોકે સરકારે પગાર વધારાની (Salary increase) જાહેરાત કર્યા બાદ પણ પોલીસકર્મીઓને ચાલુ મહિને પગાર વધારાનો લાભ નહીં મળે.
પગાર વધારાને લઇને નાણાં વિભાગને હજુ સુધી જીઆર નથી મળ્યો :
ગુજરાત સરકારે પોલીસકર્મીઓના પગાર વધારાની તો જાહેરાત કરી દીધી છે પરંતુ હજુ સુધી પગારવધારાનો જીઆર ન કરતા પોલીસકર્મીઓને ચાલુ મહિને પગાર વધારાનો લાભ નહીં મળે. આથી પોલીસકર્મીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે પગાર વધારાને લઇને નાણાં વિભાગને હજુ સુધી જીઆર નથી મળ્યો.
ઉલ્લેખનીય છે કે, પોલીસકર્મીઓની માંગને લઈને થોડાક દિવસો અગાઉ એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં CM અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં યોગ્ય ચર્ચા વિચારણા કરી ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હતો. એ માટે રાજ્ય સરકારે રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું હતું.
આ પણ વાંચો :-