As Suzuki completes 40 years
- મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (Maruti Suzuki India Ltd) ભારતમાં તેના 40 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે અને તેની ઉજવણી કરવાની તૈયારીઓ કંપનીએ શરૂ કરી દીધી છે.
જાપાની દિગ્ગજ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશન (Suzuki Motor Corporation)ની પેટાકંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (Maruti Suzuki India Ltd) ભારતમાં તેના 40 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે અને તેની ઉજવણી કરવાની તૈયારીઓ કંપનીએ શરૂ કરી દીધી છે. આ સપ્તાહના અંતમાં ગાંધીનગરમાં મહાત્માં મંદિર ખાતે ઉજવણી (Celebration of 40 year in india) કરવામાં આવશે.
પીએમ મોદી કરશે બે પ્લાન્ટનો શિલાન્યાસ :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કંપનીના બે મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં હરિયાણાના સોનીપતમાં સુઝુકી મોટર કોર્પોરેશન દ્વરા પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Passenger vehicle Manufacturing Plant) અને ગુજરાતના હંસલપુરમાં તેનો બેટરી પ્લાન્ટ (Battery Plant in Hansalpur) સામેલ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતના હંસલપુર ખાતે આ બીજો બેટરી પ્લાન કંપની શરૂ કરવા જઇ રહી છે.
7300 કરોડ રૂપિયાનું કરશે રોકાણ :
આ પ્લાન્ટ જાપાની ઓટોમોબાઇલ જાયન્ટ પાસેથી અહીં રૂ.7300 કરોડનું રોકાણ આકર્ષિત કરશે. આ પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં કાર્યરત થઇ જશે. ઔદ્યોગિક સુત્રો અનુસાર, આ વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં આયોજીત જાપાન-ભારત આર્થિક મંચમાં એસએમસીએ બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો અને BEV બેટરીના સ્થાનિક ઉત્પાદન માટે રૂ. 10,440 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
3200 લોકોને આપે છે રોજગાર :
કંપનીનું મિશન નાની કાર સાથે કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનું છે. કંપનીનો એક બેટરી પ્લાન્ટ અગાઉથી જ કાર્યરત છે અને ટૂંક સમયમાં જ બીજો પ્લાન્ટ શરૂ થશે. ગુજરાતમાં પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, જે લગભગ 3200 લોકોને રોજગારી આપે છે તેણે તાજેતરમાં જ આ પ્લાન્ટમાંથી 20 લાખમી કાર લોન્ચ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની હંસલપુરમાં બીઇવીનું ઉત્પાદન શરૂ કરવાની અને તેને 2025 સુધીમાં કમિશન કરવાની યોજના ધરાવે છે. એસએમસીએ વાર્ષિક 7.5 લાખ યુનિટની ક્ષમતા સાથે તેનો કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતમાં અંદાજિત રૂ.12,680 કરોડનું રોકાણ કર્યુ છે. કંપની હંસલપુર પ્લાન્ટમાં બલેનો, સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરનું ઉત્પાદન કરે છે.
આ પણ વાંચો :-