તુટી ચુક્યા છે 150 હાડકા, રેર બીમારી ધરાવતા સ્પર્શ શાહે 120 મિનિટ પગ ઉંચો રાખીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Share this story

150 bones have been broken

  • સ્પર્શ શાહ જન્મ એસ્ટિયોજેનેસિસ ઇમ્પરાફેક્ટા રોગની સાથે થયું. આ બિમારી હાડકા ખૂબ જ નબળા હોય છે. સરળતાથી તુટી જાય છે.

મૂળ સુરતના હાલ અમેરિકા (America) રહેતા સ્પર્શ શાહને જન્મજાત હોસ્ટિયો જેનેસિસ ઈન પરફેક્ટા (Hostio genesis in perfecta) બિમારી છે. 25 ફ્રેક્ચર સાથે જન્મ થયા બાદ અત્યાર સુધીમાં 150 થી વધુ ફ્રેક્ચર થઈ ચૂક્યા છે. તેના શરીરમાં 8 સળિયા, 24 સ્ક્રૂ મૂકાયા છે. સ્પર્શે હાર માનવાની જગ્યાએ મોટિવેશનલ સ્પિચ (Motivational speech) આપવાની શરૂઆત કરી.

હાલ તેણે 120 મિનીટ સુધી પગ ઊંચો રાખીને ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. હવે 29 મીએ ચેમ્બરના કન્વેન્શન હોલ ખાતે વિનામુલ્યે યોજાનારા કાર્યક્રમમાં સ્પર્શ પરર્ફોમ કરશે. સ્પર્શ 9 દેશમાં 300 થી વધારે કાર્યક્રમોમાં પરફોર્મ કરી ચૂક્યો છે. ગુગલ, ટેડેક્સ, હાઉડી મોદી કાર્યક્રમમાં પણ પરફોર્મ કરી ચૂક્યો છે. આ ઉપરાંત 9 થી વધારે કોમ્પિટીશન જીતી છે.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા સ્પર્શ શાહ એક રેપર, ગાયક, ગીતકાર અને મોટિવેશનલ સ્પીકર છે. તેમનો જન્મ એસ્ટિયોજેનેસિસ ઇમ્પરાફેક્ટા રોગની સાથે થયું. આ બિમારી હાડકા ખૂબ જ નબળા હોય છે. સરળતાથી તુટી જાય છે. રિપોર્ટ અનુસાર શાહની ગત થોડા વર્ષોમાં 150 થી વદારે હાડકા તુટી ચૂક્યા છે. શાહ એમિનેમ (અમેરિકા રેપર) બનાવવાની ઇચ્છા ધરાવે છે અને એક અરબ લોકોની સામે પર્ફોમ કરવા માંગે છે.

દુર્લભ બીમારી સામે લડી રહેલા ભારતીય મુળનો આ કિશોર આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેનું કારણ તેની બિમારી નહી, પરંતુ પ્રતિભા છે. હંમેશા વ્હીલચેર પર રહેનાર સ્પર્શ શાહ ખાસ શક્તિઓ સાથે જન્મ્યો છે. માતાના ગર્ભમાં રહેવા દરમિયાન જ સ્પર્શ દુર્ળબ બીમારીઓનો શિકાર થઈ ગયો હતો અને તેના હાડકાઓ તુટી ગયા હતા. હંમેશા વ્હીલચેર પર રહેતો સ્પર્શ શાહ પોતાની સ્થિતિને પોતાની રચનાત્મકને આડે નથી આવવા દેતો.

સ્પર્શ શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાઉડી મોદી ઈવેન્ટમાં તેણે વ્હીલચેર પર બેસીને રાષ્ટ્રગીત લલકાર્યુ હતું. સ્પર્શ શાહ કોણ બનેગા કરોડપતિની ગ્રાન્ડ ફિનાલેમાં પણ પોતાનું પર્ફોમન્સ આપી ચુક્યા છે.

સ્પર્શ શાહે માત્ર સાડા છ વર્ષના આયુષમાંપોતાની પહેલી સ્પીચ આપી હતી. સ્પર્શ શાહનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી બ્રિટલ બોન રેપર પણ બની ચુકી છે, જે માર્ચ 2018માં રિલીઝ થઇ હતી.  3

આ પણ વાંચો :-