Ignoring the power of water
- વરસાદની સિઝનમાં નદીમાં ન્હાવા પડતા પહેલા સોવાર વિચારજો, બનાસનદી અત્યાર સુધીમાં 8 લોકોને તાણી ગઇ.
રાજ્યમાં મેઘો ધોધમાર (Cloudy waterfall) વરસ્યો. નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. વળી આ વખતે તો ઉત્તર ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો. ખાસ કરીને બનાસકાંઠામાં (Banaskantha) તો મેઘો ધોધમાર વરસ્યો. તેવામાં બનાસ નદી અને દાંતીવાડા ડેમમાં (Dantiwada Dam) પાણીની આવક થવા પામી છે. ત્યારે આ બનાસ નદીમાં (Banas River) પાણી જોઇને ન્હાવા પડેલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં 8 લોકોએ જીવ ગુમાવ્યા.
બનાસ નદીમાં અત્યાર સુધી 8 ડૂબ્યા, 2ના મૃતદેહ મળ્યા :
બનાસ નદીમાં નવા નીરની આવક થતા સ્થાનિકોમાં હરખની લાગણી જોવા મળી રહી છે.લોકો નદીનું પાણી જોવા આવી રહ્યા છે. જોકે નદી બેકાંઠે વહેતા તંત્ર દ્વારા નદી કાંઠે ન જવા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકો નદીમાં જીવના જોખમે ન્હાવાની મજા માણી રહ્યા છે.
નદીમાં ઊંડા ખાડા હોવાને કારણે ડૂબી જવાનો ભય રહે છે. તેમ છતાં લોકોએ બેદરકારી દાખવતા છેલ્લા બે દિવસમાં ન્હાવા પડેલા 8 લોકોએ જીવ ગુમાવ્યો. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ગઇકાલે બનાસ નદીમાં બે યુવકો ડૂબ્યા :
બનાસકાંઠાની બનાસ નદીમાં ગઇકાલે વધુ બે યુવકો ડૂબ્યા. કાંકરેજના ઉંબરી ગામ પાસે બે યુવકો ડૂબી ગયા. નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.
બનાસ નદીમાં ન્હાવા પડેલા વૃદ્ધ લાપતા :
બીજી તરફ ડીસા નજીક બનાસ નદીમાં ભારે વરસાદની સ્થિતી વચ્ચે એક વૃદ્ધ ન્હાવા પડ્યા હતા જે નદીના જળ પ્રવાહમાં લાપતા બન્યા હતા. આ અંગે જાણ થતાં સ્થાનિક તરવૈયા દ્વારા બનાસ નદીમાં વૃદ્ધની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે 3 કલાકની શોધખોળ બાદ પણ વૃદ્ધની કોઇ ભાળ મળી ન હતી. નોંધનીય છે કે વૃદ્ધ નદીમાં ડૂબતા હોય તેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
આ પણ વાંચો :-