કંઢગી હાલતમાં ડોક્ટર સાથે યુવતી કરી ગઈ કાંડ, હોટલમાં બોલાવ્યો અને પછી…

Share this story

In a state of hunger

  • તબીબ સોશિયલ મીડિયા માધ્યમથી યુવતીના સંપર્કમાં આવ્યા હોય જેથી યુવતીએ તબીબ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિકટતા કેળવી અને પછી મળવા હોટેલ પર બોલાવ્યો હતો.

ભાવનગરના (Bhavnagar) એક તબીબને ‘હની ટ્રેપ‘નો (Honey Trap) શિકાર બનાવતી ટોળકીએ ‘દોઢ કરોડ’ની માતબર રકમની ખંડણી માંગી બ્લેકમેઇલ (Blackmail) કરતી એક યુવતી અને તેના સાગરીત સહિત બેની પોલીસે ધરપકડ કરી છે. જયારે આ બનાવમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના એક તબીબને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી કાજલ નામની એક યુવતી સાથેની દોસ્તી ભારે પડી હતી. તબીબ સોશિયલ મીડિયા માધ્યમથી યુવતીના સંપર્કમાં આવ્યા હોય જેથી યુવતીએ તબીબ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિકટતા કેળવી અને પછી મળવા હોટેલ પર બોલાવ્યો હતો.

હોટેલમાં તબીબને ઠંડા પીણામાં નશીલો પદાર્થ ભેળવી દેતા તબીબ અર્ધ બેભાન અવસ્થામાં હોય ત્યારે કઢંગી હાલતમાં યુવતીએ તબીબ સાથે વીડિયો બનાવી અને બાદમાં યુવતી અને તેના સાગરીતો દ્વારા તબીબને વીડિયો મોકલી દોઢ કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને જો નહિ આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

પરંતુ દોઢ કરોડ જેવી માતબર રકમ તબીબ પાસે ના હોય આખરે તબીબે ભાવનગર બોરતળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ભાવનગર પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇ હનીટ્રેપની ઘટનામાં કાજલબેન રાજેશભાઇ વાછાણી રહે. નિકોલ અમદાવાદ, તથા વિજયભાઇ ભોપાભાઇ પરમાર રહે. નોંધણવદર તા. પાલીતાણા જી. ભાવનગર વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી હતી. જયારે હજુ આ ટ્રેપમાં સામેલ અન્ય ત્રણ લોકો ફરાર હોય જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-