300 ફૂટની ઉંચાઇએ બિસ્તરમાં ઝુલવાનો રોમાંચ, ચીનમાં આ અનોખા થિમપાર્કે બન્યો છે આકર્ષણનું કેન્દ્ર

Share this story

The thrill of swinging in bed

  • ચીનના ચોંગકિંગ પ્રોવિન્સના વાનશેંગ જીલ્લામાં આવેલા ઓર્ડોવિશિયન નામનો થીમપાર્ક વિખ્યાત છે. દક્ષિણ પશ્ચિમ ચીનમાં ૩૦૦ મીટર ઉંચી ચટ્ટાનનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલો પાર્ક સાહસિક પર્યટકોમાં વિશેષ લોકપ્રિય છે.

૭ માળની બિલ્ડીંગ જેટલી ઉંચાઇ પરથી ઝુલામાં બેસીને પર્યટકો ઝુલે ત્યારે તેમાં મનોરંજન સાથે જોખમ પણ હોય છે. પરંતુ આ જોખમમાંથી પેદા થતા રોમાંચને પ્રવાસીઓ માણે છે. રોક કલાઇમ્બિંગના (Rock climbing) શોખીનો માટે આ સ્થળ થ્રીલનો અનુભવ કરાવે છે. વાન્શેંગના (Wanshanga) આ થીમપાર્કમાં ૩૦૦  ફુટની ઉંચાઇ પર ઝુલતા બેડ બાંધવામાં આવ્યા છે.

આ બિસ્તર પર સાહસિક પ્રવાસીઓ સુવાનો અનુભવ માણે છે. અચાનક જ તેજ હવાના લીધે  બિસ્તર ઝુલવા લાગે ત્યારે નીચે પડી જવાનો ડર લાગવો સ્વભાવિક છે. સીધી ઉંડી ખીણ દેખાય ત્યારે શરીરમાં ડરનું લખલખું પસાર થઇ જાય છે પરંતુ કોઇ અક્સ્માત ના થાય તે માટે સેફટી મેજર્સ પણ લેવામાં આવ્યા છે.

બિસ્તરને મોટા તાર વડે સામ સામા અનેક છેડેથી બાંધવામાં આવ્યો છે તેમ છતાં આટલી ઉંચાઇએ બેડ પર સુવુંએ અત્યંત સાહસભર્યુ છે. સોશિયલ મીડિયામાં ૩૦૦ ફૂટની ઉંચાઇએ ઝુલતા બિસ્તરમાં પ્રવાસીઓ સૂતા હોય એવો વીડિયો વાયરલ થતા રહે છે. વાનશેંગના ઓર્ડોવિશિયન પાર્કમાં હેગિંગ બેડ ઉપરાંત ગ્લાસ બ્રીજ, ગેપ બ્રીજ અને કલીક સ્વિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગ્લાસબ્રીજ અને ગેપબ્રીજને પણ બંને છેડે તારથી બાંધવામાં આવ્યા છે.

Bharuch : જીઆઇડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં વિસ્ફોટ સાથે આગ લાગતા દોડધામ મચી | Gujarat Guardian

પ્રવાસીઓ શેફટી બેલ્ટ બાંધીને પસાર થાય છે. ગમે તેટલો મજબૂત શેફટી બેલ્ટ બાંધવામાં આવ્યો હોય કે ઇમરજન્સી સેવા હાજર હોય તેમ છતાં બ્રિજની અધ વચ્ચે પહોંચ્યા પછી પગ ધુ્જવા લાગે છે. એક એક કદમ આગળ વધવું એ પહાડ ચડવા જેવું અઘરું બની જાય છે.

વીકએન્ડમાં પ્રવાસીઓની ખૂબ ભીડ રહે છે. વિદેશી પ્રવાસીઓને પણ ચીનના આ સાહસિક પાર્કનું આકર્ષણ રહે છે. દુનિયામાં એડવાન્ચરપાર્ક તો અનેક છે પરંતુ ઓર્ડોવિશિયન પાર્ક સૌથી યુનિક ગણાય છે.

આ પણ વાંચો :-