Home Blog Page 1331

મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઈનોવાએ કચડ્યા, 6 શ્રદ્ધાળુઓના મોત

Pedestrians going to see

  • Ambaji Accident : મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે.

મા અંબાના (Mother Amba) દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા (Innova) ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે.

5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

પૂર ઝડપે આવતી કારે પદયાત્રીઓને કચડ્યા :

માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા ચાલકે મા અંબાના દ્વારે જતા પદયાત્રીઓને કચડયા હતા. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 પદયાત્રીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને માલપુર સીએચસી ખસેડાયા છે.

પંચમહાલનો 150 લોકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો :

ઉલ્લેખનીય છે કે, તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના કલાલીના વતની હતા. યુવકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. આ સંઘમાં 150 લોકો સામેલ હતા. પરંતુ સંઘ મા અંબાના દ્વાર પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો.

મૃતકોના પરિવારને 4 લાખની સહાય :

આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપશે.

આ પણ વાંચો :-

વાહ ગુજરાતી ! લોકગાયક કીર્તિદાન ગઢવીને કલાનગરી ભાવનગરમાં મળશે મોટું સમ્માન

0

Folk singer Kirtidan Gadhvi

  • શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ’ધન્ય છે કિર્તીદાનને’નું ભવ્ય આયોજન આગામી તા.06 સપ્ટેમ્બરના યોજાનાર છે.

કલાનગરી એવાં ભાવનગરને (Bhavnagar) આંગણે આગામી 06 સપ્ટેમ્બરના રોજ એક અદ્કેરો સન્માન- અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગરના વિકાસ માટે અનેક પગલાં લેનાર અને ભાવનગર ફરતે રીંગરોડ માટે રૂા. 297 કરોડ રૂપિયાની ફાળવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું (Bhupendra Patel) જાહેર સન્માન કરાશે. તો સાથે ’ધન્ય છે કિર્તીદાનને’ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીને ’ગુજરાત ગરિમા એવોર્ડ (Gujarat Garima Award)’ થી સન્માનિત કરવામાં આવશે. જેમાં અનેક કલાકારો-સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ’ધન્ય છે કિર્તીદાનને’નું ભવ્ય આયોજન આગામી તા.06 સપ્ટેમ્બરના યોજાનાર છે.

જે અંગેની માહિતી અંગે આજે મંત્રી જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ તકે ખાસ ઉપસ્થિત રહેશે. ભાવનગરના વિકાસ માટે અદ્કેરુ પ્રદાન કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અને કિર્તીદાન ગઢવીનું ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માન કરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નવા ભાવનગરના નિર્માણ માટે ભાવનગર ફરતે રીંગરોડ બનાવવા રૂા. 297 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ત્યારે ભાવનગર નાગરિક સમિતિના વડપણ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જાહેર સન્માન-અભિવાદન કરવામાં આવશે.

જયારે સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ દીકરીઓ માટે રૂા. 100 કરોડની નિધિ એકત્ર કરવાના શુભ સંકલ્પનું સન્માન કરવાં માટે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં કિર્તીદાન ગઢવી સૌ પ્રથમ વખત ફ્યુઝન મેશ અપ અવતારમાં પોતાની નવતર કલાની પ્રસ્તુતિ રજૂ કરશે.

તેમજ તેમને મહાનુભાવોના હસ્તે ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી પણ સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવાં કે સાઈરામ દવે, પાર્થિવ ગોહિલ, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, હરેશદાન સુરૂ, હાર્દિક દવે, ગીતાબા ઝાલા, ઉર્વશીબેન રાદડિયા, ઈશાની દવે સહિતના કલાકારો ’રઢિયાળી રાત’ અંતર્ગત ભવ્ય લોક ડાયરાની પ્રસ્તુતિ રજૂ કરશે.

આ પણ વાંચો :-

આ રાશિના જાતકો માટે ખુબ જ લકી રહેશે સપ્ટેમ્બર મહિનો, મળશે રાજયોગ અને અઢળક સંપત્તિ…

The month of September will

મેષઃ આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પુરા કરવા. આરોગ્ય સાચવવું.

વૃષભઃ બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુનઃ આવકનું પ્રમાણ જળવાય. હોટેલ, વીમો, એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્કઃ શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.

સિંહઃ કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન-મકાનથી લાભ. સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યાઃ પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલ્ટન્ટ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધે. સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટિક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જળવાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે, આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધનઃ બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતંુ જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકરઃ ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભઃ દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં. અન્યથા ફસાઈ જવાના યોગ છે.

મીનઃ બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી-માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-

ગુજરાતના દિગ્ગજ નેતાના દાવાથી ખળભળાટ, ‘સાહેબ મને 50 કરોડની ઓફર આપી હતી…’

0

Agitated by the claim

  • રાઠવા કહી રહ્યા છે કે, ‘મને 50 કરોડની ઓફર થઈ હતી અને મંત્રીમંડળમાં સ્થાન આપવાની પણ ઓફર આપી હતી. એટલું જ નહીં, હારી જાઓ તો બોર્ડ અથવા કોર્પોરેશનમાં સ્થાનની પણ વાત કહી હતી.

વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) અને આપમાં જોરદાર હરીફાઈ જામી છે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરેપુરી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે હવે ફરીવાર ખરીદ વેચાણના પણ આરોપ થઈ રહ્યા છે. બોડેલીમાં (Bodley) કોંગ્રેસના કાર્યકર્તાઓ સમક્ષ સુખરામ રાઠવાએ આપેલું ચર્ચાસ્પદ નિવેદન હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

વિપક્ષના નેતા સુખરામ રાઠવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાઠવા કહી રહ્યા છે કે, ‘મને 50 કરોડની ઓફર થઈ હતી અને મંત્રીમંડળમાં સ્થાન આપવાની પણ ઓફર આપી હતી. એટલું જ નહીં, હારી જાઓ તો બોર્ડ અથવા કોર્પોરેશનમાં સ્થાનની પણ વાત કહી હતી.

રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે મને ચૂંટણી ખર્ચ ભોગવવાની પણ તૈયારી બતાવી હતી. મારા જમાઈને પણ નેતા બનાવવા કહ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચ્યો હતો. જોકે, વાયરલ થયેલા વીડિયોની સુખરામ રાઠવાએ સ્પષ્ટતા કરી હતી. રાઠવાએ વીડિયો જૂનો હોવાની સ્પષ્ટતા કરી હતી.

વિપક્ષ નેતા સુખરામ રાઠવા નિવેદન મુદ્દે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ તરફથી અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં ડર છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમને ભય દેખાઇ રહ્યો છે. જનતા હવે કોંગ્રેસને જાકારો આપશે. કોંગ્રેસની બોટ ડુબી રહી છે. રાઠવાના આરોપો તથ્ય વગરના રાજનીતિને પ્રેરિત છે.

આ પણ વાંચો :

1 સપ્ટેમ્બર ગુરુવારના રોજ આ રાશિના લોકોના ખુલી જશે ભાગ્યના દરવાજા – જાણો આજનું રાશિફળ

The doors of destiny will open

મેષઃ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ
દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસ્ક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ
ખર્ચનું પ્રમાણ વધતું જણાય. છતાં આનંદ ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વત્તા તથા મનોબળમાં વધારો થાય. અણુઉર્જા, ઈલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી-ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઈલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે, પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારું.

આ પણ વાંચો :

મદદનીશને ડામ આપવાના, પેશાબ ચટાડવાના આક્ષેપો બાદ BJPના સસ્પેન્ડેડ નેતાની ધરપકડ

0

Suspended BJP leader arrested

  • આરોપ છે કે, સીમા પાત્રાએ વિકલાંગ આદિવાસી યુવતીને પોતાના ઘરે બંધક બનાવીને રાખી હતી અને 8 વર્ષથી તેને હેરાન કરવામાં આવી રહી હતી.

ઝારખંડમાં (Jharkhand) ઘરેલુ મદદનીશને પ્રતાડિત કરવાના આરોપસર સસ્પેન્ડેડ ભાજપના (Suspended BJP) નેતા સીમા પાત્રાની (Seema Patra) ધરપકડ કરી લેવાઈ છે. સીમા પાત્રા પર એવો આરોપ છે કે, તેમણે પોતાની ઘરેલું મદદનીશને ગોંધી રાખી હતી અને તેના સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક વ્યવહાર (treated cruelly) કરવામાં આવ્યો હતો.

સીમા પાત્રા ભાજપના મહિલા વિંગના રાષ્ટ્રીય કાર્યસમિતિ સદસ્ય હતા. સાથે જ તેઓ બેટી બચાઓ-બેટી પઢાઓના રાજ્ય સંયોજક પણ હતા. જ્યારે તેમના પતિ મહેશ્વર પાત્રા એક સેવાનિવૃત્ત આઈએએસ અધિકારી છે. સોશિયલ મીડિયામાં ઘરેલુ મદદનીશનો અત્યાચારનો આરોપ લગાવતો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

8 વર્ષથી આપવામાં આવી રહ્યો હતો ત્રાસ :

એવો આરોપ છે કે, સીમા પાત્રાએ વિકલાંગ આદિવાસી યુવતીને પોતાના ઘરે બંધક બનાવીને રાખી હતી અને 8 વર્ષથી તેને હેરાન કરવામાં આવી રહી હતી. પીડિત મહિલાના શરીર પર ઈજાના અનેક નિશાનો છે અને તેણે પોતાને અનેક વખત ગરમ તવાથી ડામ આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.

પેશાબ ચાટવા કરાઈ હતી મજબૂર :

વીડિયોમાં જોઈ શકાય છે કે, પીડિત મહિલા હોસ્પિટલના ખાટલે સૂતી છે. તેના અનેક દાંત તૂટેલા છે અને તે સરખી રીતે બેસી પણ નથી શકતી. તેણે રડીને પોતાની પીડા વર્ણવતા જણાવ્યું હતું કે, તેના દ્વારા જીભ વડે જમીન સાફ કરાવડાવવામાં આવી હતી, પેશાબ ચાટવા મજબૂર કરવામાં આવી હતી અને તેના દાંત તોડી નાખવામાં આવ્યા હતા. ઝારખંડના ગુમલાની રહેવાસી 29 વર્ષીય પીડિતા આશરે દસેક વર્ષથી પાત્રા પરિવારના ત્યાં કામ કરી રહી હતી.

સીમાના દીકરાએ જ કરી પીડિતની મદદ :

વિવાદ બાદ ભાજપે સીમા પાત્રાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જાણવા મળ્યા મુજબ સીમાના દીકરા આયુષ્માને જ પીડિત સુનીતાની મદદ કરી હતી. આયુષ્માને સચિવાલયમાં પોતાના સાથે કામ કરતા મિત્ર વિવેકને આ અંગે જાણ કરી હતી અને વિવેકે રાંચી ડીસી સુધી વાત પહોંચાડી હતી. પોલીસે આ મામલે કન્ફર્મ થયા બાદ સુનીતાને રેસ્ક્યુ કરી હતી.

પુત્ર માનસિકરૂપે બીમાર હોવાનો દાવો :

બાદમાં સીમા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેણે સુનીતા સાથે આક્ષેપો થઈ રહ્યા છે તેવો કોઈ જ વ્યવહાર નથી કર્યો. ઉપરાંત સીમાએ પોતાનો દીકરો આયુષ્માન માનસિકરૂપે બીમાર હોવાનો અને તેણે ખોટા આરોપો લગાવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.

આ પણ વાંચો :

 

 

 

બાપ્પા રે…! ગણેશ ચતુર્થી પર મોટી દુર્ઘટના ! નડિયાદના ગણેશ પંડાલમાં ત્રણ યુવાનોને કરંટ લાગતા બેના મોત

0

Bappa Ray…! Big tragedy on Ganesh Chaturthi

  • નડિયાદના પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી લખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે 2 યુવકોના મોત નિપજ્યાં હોવાના સમાચાર સામે આવ્યાં છે.

કોરોના કાળ (Corona period) બાદ આવેલાં ગણેશ મહોત્સવને (Ganesh festival) ધામધૂમથી ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણકે, છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે તમામ તહેવારોની ચમક ફિક્કી પડી ગઈ હતી. જો કે નડિયાદમાં (Nadiad) આજનો શુભ દિવસ પણ માઠા સમાચાર લઈને આવ્યો. ગણેશ પંડાલમાં (Ganesh Pandal) બનેલી એક દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધાં.

ગણેશ ચતુર્થીના દિવસે જ નડિયાદમાં એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ નડિયાદમાં પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતા ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી બે યુવકોના મોત થયા છે. હાલ બંને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટસમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

નડિયાદના પીજ રોડ પર આવેલા ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી લખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. નડિયાદના પીજ રોડ આવેલી ગીતાંજલી ચોકડી નજીક આવેલા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં આ ત્રણેય યુવાનો પંડાલમાં તાડપત્રી લગાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાના પગલે સમગ્ર શહેરમાં માતમ છવાઈ ગયો હતો અને પરિવારો પર અચનાક આભ ફાટી ગયું હતું.

ઉલ્લેખનીય છે નડિયાદના પીજ વિસ્તારમાં ગણશે ચતુર્થીના તહેવારની તાડમાર તૈયારી કરેલા યુવકોને વીજ કંરટ લાગ્યો હતો, આ લોકો પંડાલને શણગારવાનો કામ કરી રહ્યા છે ત્યારે તેમનના 11 કેવીના વાયર માથાના ભાગમાં અડી જતાં આ બનાવ બન્યો હતો, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

આ પણ વાંચો :-

વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું મોટું નિવેદન, કહ્યું, ‘તમામ 64 ઉમેદવારોને..

0

Opposition leader Sukhram Ratha

  • વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના 64 ધારાસભ્યોની ટિકિટની વાલી તરીકે જવાબદારી મારી છે. એમની ટિકિટ ના કપાઈ એ જવાબદારી મારી પરંતુ સર્વેમાં એમની કામગીરી નહિ હોય તો મિનિમાઈઝ કરાશે.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ ઓન એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ (A political party) કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના 64 ધારાસભ્યોની ટિકિટની વાલી તરીકે જવાબદારી મારી છે. એમની ટિકિટ ના કપાઈ એ જવાબદારી મારી પરંતુ સર્વેમાં એમની કામગીરી નહિ હોય તો મિનિમાઈઝ કરાશે.

સુખરામ રાઠવાના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. જો હવે કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે એતો આવનારા સમયમાં જ ખબર પડશે.

મહત્વનું છે કે, કોંગ્રેસના એક પણ ધારાસભ્યની ટિકિટ નહી કપાય તેમ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હિંમતસિંહે નિવેદન આપ્યું. તો નેતા સુખરામ રાઠવાને લઇને હિંમતસિંહે નિવેદન આપતા જણાવ્યું કે તમામ ધારાસભ્યની કામગીરીનું મુલ્યાંકન થઇ રહ્યું છે. સંકલન થઇ થઇ રહ્યું છે નીતિ થોડા સમય બાદ જાહેર કરાશે તેમ જણાવ્યું છે.

આ પણ વાંચો :-

આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો.

0

Bloody attack on

  • સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો છે. આ જીવલેણ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

સુરત વિધાનસભાની (Surat Assembly) ચૂંટણી ટાણે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) ઉતાર ચઢાવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આજે એક આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા (Manoj Sorthia) પર લોહિયાળ હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં આપણે જીતતા અને હારતા રહીએ છીએ, પરંતુ હિંસાથી વિપક્ષને કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને લોકોને તે ગમતું નથી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો છે. આ જીવલેણ હુમલામાં મનોજ સોરઠીયાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જાણવા મળી રહ્યું છે કે, અસામાજિક તત્વોએ લોખંડની પાઇપથી હુમલો કર્યાનો આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે.

ગુજરાતી સિંગરના મોત મામલે થયાં મોટો ખુલાસો, પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી

0

A big revelation was made

  • વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી મહિલા સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના (Valsad District) પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની મહિલાની લાશ મળી હતી. ત્યારે આ અંગે પારડી પોલીસ દ્વારા તપાસ કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા (Vaishali Balsara) હોવાનું જાણવા મળ્યું હતું. પાર નદીના કિનારે મળેલી સિંગરની લાશ (Singer’s corpse) મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કાર ન. GJ-15-CG-4224 માં વલસાડની મહિલાની લાશ મળી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી.

પારડી પોલીસે ચેક કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ કરવી હતી. પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે પાર નદીના કિનારે મળેલી મહિલા સિંગરની લાશ મામલે પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે. મહિલા સિંગરના મોત મામલે ડેથ રિપોર્ટમાં ગળે ટૂંપો દઈ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે.

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા LCB, SOG, પારડી પોલીસ અને સિટી પોલીસ સહિત અન્ય એક ટેક્નિકલ ટિમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. મૃતક મહિલા વૈશાલી બલસારા તેણીની મિત્ર બબીતા પાસે પૈસા લેવા ગઈ હતી. ત્યારબાદ વૈશાલીનો નંબર બંધ આવતો હતો.

વૈશાલીની બીજા દિવસે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યા અજણાયા ઈસમોએ કરી હોવાને લઇ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. બબીતાને આપેલ પૈસા પરત લીધા બાદ સમગ્ર ઘટનાને અંજામ અપાયો છે. વૈશાલીના મોતને લઈ પોલીસે અલગ-અલગ ટેક્નિકલ તેમજ સીસીટીવી તેમજ મોબાઈલ ટેક્નિક તેમજ બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-