આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી

Share this story

This year, Meghraja will break

  • નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એટલે કે આ વખતે ફરીથી નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે.

મહત્વનું છે કે કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વર્ષે ફરીથી ગુજરાતમાં નવરાત્રી (Navratri) યોજાવા જઇ રહી છે. ત્યારે આ વખતે નવરાત્રિના ઉત્સાહમાં કોરોના નહીં પરંતુ વરસાદ હવે વિલન બની શકે છે. કારણ કે, હવામાન નિષ્ણાંતે આ વર્ષે છઠ્ઠા નોરતાથી છેક દશેરા (Dussehra) સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર) થી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇને ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે.

અત્યારથી જ લોકોએ ગરબા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને કરેલી આગાહી મુજબ શક્ય છે કે કદાચ મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઇ નહીં.

ગુજરાતમાં ફરી આગામી 4 દિવસ વરસાદ પડવાની સંભાવના :

અત્રે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં એકવાર ફરી આગામી 4 દિવસ સારો એવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે સારો એવો વરસાદ :

રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દ. ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ સિવાય છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે.

ગઇકાલે લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાએ કરી હતી પધરામણી :

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયાના વિરામ બાદ ગઇકાલે રાજ્યમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. ગઇકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ગઇકાલે ડોદરામાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.

શહેરના કારેલીબાગ, સમાં, નિઝામપુરા, સયાજીગંજ, રાવપુરા, અલકાપુરી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસાદનું આગમન થતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.

આ પણ વાંચો :-