આજથી જગવિખ્યાત ભાતીગળ તરણેતરના મેળાનો થશે પ્રારંભ, આવો એક સફર કરીએ 

Share this story

The world famous Bhatigaal

  • તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 1 સપ્ટેમ્બરે ગ્રામીણ ઓલમ્પિકના શુભારંભમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

સુરેન્દ્રનગરના (Surendranagar) થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની (Bhadrava month) ત્રીજ,ચોથ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. કેબિનેટ મંત્રી કિરીટ સિંહ રાણા (Kirit Singh Rana) અને દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આજે મેળો ખુલ્લો મુકવામાં આવશે. જોકે આ વખતે લંમ્પી વાઇરસના લીધે પશુ મેળા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે કોરોનાકાળ બાદ 2 વર્ષ પછી આ ભાતીગત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રભરના 10 ડી.વાય.એસ.પી, 30 પીઆઇ, 80 પી.એસ.આઈ, 2000 પોલીસ કર્મચારી અને હોમગાડ-જવાનોનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. 4 દિવસના આ મેળા દરમિયાન 1 લી સપ્ટેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ મેળામાં હાજરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર 2022 દરમ્યાન 17મા ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યુ છે. 1 સપ્ટેમ્બરે ગ્રામીણ ઓલમ્પિકના શુભારંભમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.

ગ્રામિણ ઓલમ્પિકમાં ભાઇઓ માટેટુંકી દોડ, લાંબીદોડ (4X100 મીટર રીલે દોડ), લાંબી દોડ 3000 મીટર, લાંબીકૂદ, ગોળા ફેંક, નારીયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, સ્લો સાયકલીંગ, મત્સ્યવેધ (આર્ચરી), કબડ્ડી, રસ્સા ખેંચ, લાકડી ફેરવવી, ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, અશ્વ દોડ, બળદગાડા દોડ, અશ્વ હરીફાઇ રેવાલ જેવી રમતોનો સમાવેશ કરવામં આવ્યો છે.

જ્યારે બહેનો માટે ટુંકીદોડ, લાંબી દોડ, (4X100 મીટર રીલે દોડ), 3000 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેંક, વોલીબોલ ,કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીંપીગ) માટલા દોડ, નારગોચું (નારગોલ) જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

આ પણ વાંચો :-