Will Shashi Tharoor contest
- થરૂરે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે એક લેખ પણ લખ્યો છે જેમાં તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરી હતી.
કોંગ્રેસ પાર્ટીના (Congress Party) આગામી અધ્યક્ષ કોણ હશે? તે અંગે હજુ સવાલ ઉભો છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે, નવા અધ્યક્ષ માટે 17 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે અને 19 ઓક્ટોબરે મતગણતરી થશે.
આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર (Shashi Tharoor) કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની શક્યતાઓ શોધી રહ્યા છે. જોકે તેમણે અત્યાર સુધી આ અંગે નિર્ણય લીધો નથી પરંતુ શશિ થરૂરે ચૂંટણીમાં ભાગ લેશે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.
સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનું આહવાન :
થરૂરે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી માટે એક લેખ પણ લખ્યો છે જેમાં તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરી હતી. આ લેખમાં તેમણે કહ્યું કે, પાર્ટીએ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક ડઝન સીટો માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈએ.
આ લેખમાં થરૂરે લખ્યું છે કે, તેમણે કહ્યું છે કે પાર્ટીએ આદર્શ રીતે CWC સભ્ય પદ માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈતી હતી. થરૂરે કહ્યું કે AICC અને PCCના સભ્યોને પાર્ટીમાં આ મુખ્ય હોદ્દાઓનું નેતૃત્વ કોણ કરશે તે પસંદ કરવાની મંજૂરી આપવી જોઈએ. થરૂર કોંગ્રેસના G-23 નેતાઓમાંના એક છે જે સતત પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, શશિ થરૂરને વર્ષ 2020માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનાત્મક સુધારાની માગણી કરનારા 23 નેતાઓના સમૂહમાં સામેલ કરવામાં આવ્યા છે.
શશિ થરૂર રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી ?
થરૂરે કહ્યું હતું કે, પાર્ટીને સંપૂર્ણપણે પુનર્જીવિત કરવાની જરૂર છે પરંતુ નેતૃત્વની સ્થિતિ પદને તાત્કાલિક ભરવાની જરૂર છે તે સ્વાભાવિક રીતે કોંગ્રેસ અધ્યક્ષનું પદ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ નૈતિક જવાબદારી લેતા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારથી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો :-