The Ambani family bought Dubai’s
- દુબઈમાં સૌથી મોંઘું ઘર કોને કહેવું ? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ નાના પુત્ર અનંત અંબાણી માટે આ ઘર ખરીદ્યું છે. સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે.
દુબઈમાં (Dubai) સૌથી મોંઘું ઘર કોને કહેવું ? તો હવે તેમાં અંબાણી પરિવારનું નામ સામેલ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ મુકેશ અંબાણીએ (Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) માટે આ ઘર ખરીદ્યું છે.
સમુદ્રની વચ્ચોવચ બનેલા આ વિલામાં તમામ લક્ઝરી સુવિધાઓ છે. આ આલીશાન ઘરની સામે તો કોઈ લક્ઝરી હોટલ પણ પાણી ભરે. દુબઈના આ વિલામાં 10 બેડરૂમ અને બીચ વ્યૂ સાથે ઘણું બધું છે જેનાથી પરથી તમારી નજર જ ન હટે.
મળતી માહિતી મુજબ દુબઈનું આ ઘર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી માટે ખરીદવામાં આવ્યું છે. ડીલ સંલગ્ન જોડાયેલા લોકો સમુદ્ર કિનારે બનેલા આ આલીશાન મહેલ જેવા ઘરને દુબઈનું સૌથી મોંઘુ ઘર ગણાવી રહ્યા છે. જો કે આ ઘરની ડીલ કેટલામાં થઈ તે હજુ ખુલાસો થયો નથી. દુબઈમાં બનેલું આ વિલા ખુબ જ સુંદર છે.
પામ જૂમેરાહ પર બન્યું છે ઘર :
અંબાણી પરિવારનું આ નવું ઘર દુબઈના પામ જૂમેરાહ બીચ પર બનેલુ છે. જેમાં તમામ સુખ સુવિધાઓ છે. આ આલિશાન ઘરમાં 10 બેડરૂમ છે. આ ઉપરાંત મહેમાનો માટે સારી વ્યવસ્થા પણ છે. તથા આઉટડોર અને ઈનડોર બંને સ્વિમિંગ પૂલ છે. સ્પોર્ટ્સ માટે પણ ખુબ સ્પેસ છે. અહીં પ્રાઈવેટ જમ અને થિયેટર પણ છે. :
અત્રે જણાવવાનું કે દુબઈ મોંઘી લાઈફસ્ટાઈલ માટે દુનિયા ભરના લોકોમાં મશહૂર છે. દુબઈ સરકાર પણ સતત તેનું પ્રમોશન કરી રહી છે. દુનિયાભરના અમીર લોકોને આકર્ષવા માટે યુએઈ સરકાર પણ લાંબા ગાળાના વિઝા આપીને અહીં રહેવા માટે લોકોને પ્રેરિત કરી રહી છે.
એવું કહેવાય છે કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને બ્રિટનના ફૂટબોલર ડેવિડ બેકહમ પણ અહીં આલિશાન મહેલ ખરીદી ચૂક્યા છે.
દુબઈનો જૂમેરાહ બીચ ખુબ ખાસ છે. અહીં ફારસની ખાડી અને લક્ઝી ઘરો શાનદાર લાગે છે. દુબઈમાં પામ જૂમેરાહ બીચનું નિર્માણ 2011માં શરૂ થયું હતું. પામ જૂમેરાહ બીચ પર સ્પા, આલીશાન ક્લબ, રેસ્ટોરન્ટ અને સ્પા ઉપરાંત લક્ઝરી અપાર્ટમેન્ટ ટાવર પણ છે.
મુકેશ અંબાણીએ દુબઈના સૌથી મોંઘા ગણાતા ઘરને ઘરીદ્યુ છે. હાલ આ ઘરની કિંમત 80 મિલિયન ડોલર એટલે કે 639 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો :-