વાહ ગુજરાતી ! લોકગાયક કીર્તિદાન ગઢવીને કલાનગરી ભાવનગરમાં મળશે મોટું સમ્માન

Share this story

Folk singer Kirtidan Gadhvi

  • શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ’ધન્ય છે કિર્તીદાનને’નું ભવ્ય આયોજન આગામી તા.06 સપ્ટેમ્બરના યોજાનાર છે.

કલાનગરી એવાં ભાવનગરને (Bhavnagar) આંગણે આગામી 06 સપ્ટેમ્બરના રોજ એક અદ્કેરો સન્માન- અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાવનગરના વિકાસ માટે અનેક પગલાં લેનાર અને ભાવનગર ફરતે રીંગરોડ માટે રૂા. 297 કરોડ રૂપિયાની ફાળવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું (Bhupendra Patel) જાહેર સન્માન કરાશે. તો સાથે ’ધન્ય છે કિર્તીદાનને’ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીને ’ગુજરાત ગરિમા એવોર્ડ (Gujarat Garima Award)’ થી સન્માનિત કરવામાં આવશે. જેમાં અનેક કલાકારો-સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ’ધન્ય છે કિર્તીદાનને’નું ભવ્ય આયોજન આગામી તા.06 સપ્ટેમ્બરના યોજાનાર છે.

જે અંગેની માહિતી અંગે આજે મંત્રી જીતુ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ તકે ખાસ ઉપસ્થિત રહેશે. ભાવનગરના વિકાસ માટે અદ્કેરુ પ્રદાન કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અને કિર્તીદાન ગઢવીનું ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માન કરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નવા ભાવનગરના નિર્માણ માટે ભાવનગર ફરતે રીંગરોડ બનાવવા રૂા. 297 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ત્યારે ભાવનગર નાગરિક સમિતિના વડપણ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જાહેર સન્માન-અભિવાદન કરવામાં આવશે.

જયારે સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ દીકરીઓ માટે રૂા. 100 કરોડની નિધિ એકત્ર કરવાના શુભ સંકલ્પનું સન્માન કરવાં માટે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં કિર્તીદાન ગઢવી સૌ પ્રથમ વખત ફ્યુઝન મેશ અપ અવતારમાં પોતાની નવતર કલાની પ્રસ્તુતિ રજૂ કરશે.

તેમજ તેમને મહાનુભાવોના હસ્તે ’ગુજરાત ગરિમા એવોર્ડ’ થી પણ સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો જેવાં કે સાઈરામ દવે, પાર્થિવ ગોહિલ, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજ, હરેશદાન સુરૂ, હાર્દિક દવે, ગીતાબા ઝાલા, ઉર્વશીબેન રાદડિયા, ઈશાની દવે સહિતના કલાકારો ’રઢિયાળી રાત’ અંતર્ગત ભવ્ય લોક ડાયરાની પ્રસ્તુતિ રજૂ કરશે.

આ પણ વાંચો :-